Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Crime Inspirational

3  

#DSK #DSK

Crime Inspirational

યે રિશ્તા તેરા મેરા - ૧૧

યે રિશ્તા તેરા મેરા - ૧૧

6 mins
14.5K


જયદીપ; મહેકે [કોલ કર્યો] મારી પાસે એક આઇડીયા છે. એ મહેકને બધી જ વાત કરે છે. જે થશે એ જોયું જશે. આપણે ટ્રાય તો કરીએ?

મહેક; હા... બસ, એક ટ્રાય તો કરીએ.

આજે મહેંદી ડે છે ને કાલે મેરેજ. આજે પ્રિયાનો છેલ્લો દિવસ આ ઘરમાં છે ને તેની આંખો રડી-રડીને સવારની થાકી ગઇ.

તેની આંખમાં આંસુ પણ મધ્યાહને આવવાના બંદ થઇ ગયા. અમૂક હદ કરતા વધારે રડો તો આંખના આંસુ પણ સુકાઈ જાય છે. એ વાત બિલકુલ સાચી.

[પ્રિયાના રૂમમાં દયાબેન ગયાં]

દયાબેન; પ્રિયા... બસ બેટા. શાંત થઇ જા. દરેક દીકરી એક દિવસ તો સાસરે જાય જ છે. હમ્મ, તો આમ રડીને તારા દિલને ઠેસ ન લગાવ.

પ્રિયા; મમ્મા... હું તો આ ઝુલ્મની દુનિયામાંથી નીકળી ગઇ પણ તું ? તું તો આજીવન કેદી છે. મમ્મા આજીવન. તને તો કાળાંપાણીની સજા મળેલી છે. તારે આ ઘરમાં રહેવું પડશે. જોવું પડશે, સહેવું પડશે.

મમ્મા; તું બચી ગઇ, નીકળી ગઇ આ નર્કમાંથી મને એ જ ખુશી છે દીકરા.

પ્રિયા; મમ્મા... પાપા આજ ઘરમાં જુગાર રમશે, દારુ પીશે, મહેફિલ સજાવશે, નાચ-ગાન થશે અને તું ? તું કોઇ ખુણામાં પડી રહીશ - રડી રહીશ. તને ચુપ કરાવવા માટે પણ કોઇ નહીં આવે મમ્મા કોઇ જ નહીં.

દયાબેન; હા દીકરા તેમ છતાંય મને તારા પાપા પર ગર્વ છે દીકરા ગર્વ.

પ્રિયા; મમ્મા... એવી કઇ વાત કે તું પાપા પર ગર્વ મહેસુસ કરે છે ?

દયાબેન; હા દીકરા... એક વાત છે જ એવી કે મને તને પણ ગર્વ થશે.

પ્રિયા; કઇ?

દયાબેન [મમ્મા]; તારા પાપાને પરસ્ત્રી સંગ નથી. આ ઘર વેશ્યાવાડો નથી, કેમ કે આ ઘરમાં તું છે દીકરા તું છે.

પ્રિયા; એટલે ?

દયાબેન; દીકરા, તારા પાપા એ મને એકવાર ઢોર માર મારીને કહ્યું હતું કે તારા પાપાને પરસ્ત્રી સંગ નથી તેનું કારણ એક માત્ર કારણ તું છે.

પ્રિયા; હું ?

દયાબેન; હા, તું કેમ કે તું દીકરી છેને એક દીકરીનો બાપ પરસ્ત્રીસંગ કેમ કરે ઇશ્વરે તેને પણ દીકરી આપી છે. આવું તારા પાપા માને છે.

પ્રિયા; ઓહ.... હા મમ્મા આજ પાપાની સારી બાબત છે.

દયાબેન; દુનિયા જે સમજે તે પ....

પ્રિયા; મમ્મા, સીમામામીને ઉર્મીફઇ તેમની રૂપાળી છોકરીઓને ન લાવ્યા તેનું એકમાત્ર કારણ પાપા. જો પાપાની નજર તેમની પર પડેને પાપા તેને હવસનો શિકાર ન બનાવે. તેમને ક્યાં ખબર છે કે પાપા પવિત્ર પણ છે.

દયાબેન; હા, મને ખબર છે. મને એ જ ગર્વ છે કે તારા પાપા પવિત્ર છે.

[આ વાત બહાર "ડી" સાંભળે છે. તેને આજે સવારે મહેકને જયદીપે મળવા બોલાવેલા એ યાદ આવે છે...]

મહેક; સર, હું અને જયદીપ તમને એ વાત કેહવા જઇ રહ્યાં છીએ કે એ તમે સાંભળી નહીં શકો, સહન નહીં કરી શકો, ગુસ્સો આવશેને કદાચ ઘણું બધું કરશો.

જયદીપ; પણ હું ને મહેક બધાં કરતાં અલગ છીએ. આ વાતને અમે અમારી ફરજ સમજીએ છીએ. તમારો પરિવાર તમને જે હકીકત નથી જણાવી શક્યા એ તમને કહીશું.

ડી; કઇ?

મહેક; પહેલા વચન આપો કે તમે ગુસ્સો નહીં કરો અને અમને હેરાન નહીં કરો.

જયદીપ; ને આજે જે વાત કરીશું તેના વિશે વિચારશોને નિરિક્ષણ પણ કરીશો.

ડી; ઓહો... વચન બસ... હવે બોલો.

મહેક; સર, તમે સારા માણસ નથી. સારા પિતા કે સારા પતિ પણ નથી જ.

જયદીપ; સર, દારુ, જુગાર, નાચ - ગાન, મારપીટ, ગુંડાગીરી એ તમને એટલા હલકટ બનાવી દીધા કે તમારા ઇસ્ત્રી ટાઇટ કપડાં, તમારી શોહરત, પૈસા, બંગલો, ગાડી આ બધું જોવાને બદલે આ બધાની પાછળ રહેલો એ હલકટ વ્યક્તિ જુએ છે જે નીચ કામ સિવાય બીજુ કશું કરતો જ નથી.

મહેક; તમારી દીકરીના લગ્નમાં તમારા ખુદની ઉર્મીબેન પોતાની બે દીકરી એટલે ન લાવી કેમ કે તમે તેને હવસનો શિકાર ન બનાવો.

ડી; તે ભણે છે સ્ટડી કરે છે એટલે ન લાવી આ જુઠ છે.

જયદીપ; ને તમારો સાળો પોતાની દીકરીઓ ન લાવ્યો તેનું કારણ પણ એ જ. [ડીને દયાબેન અને પ્રિયાની વાત સાંભળી કે સીમામામીને ફઇ એટલે છોકરા ન લાવ્યા એટલે જયદીપ અને મહેકની કરેલી વાત માટે ચમકારો થયો મા દીકરીની વાત સાંભળતાં-સાંભળતાં કે મહેકને જયદીપ સાચું બોલતાં હતાં.]

મહેક; આજે પ્રિયા જોડે એક પણ ફ્રેંડ નથી, ને હું ન આવું તેના વિચાર માત્રથી કંપી જાય છે તેનું એકમાત્ર કારણ તમે જ છો ! સર ! મારા.

જયદીપ; પ્રિયાના લાખો પ્રયત્ન છતાં પણ તેની એકપણ ફ્રેંડ ન આવી તેનું એકમાત્ર કારણ તમારી હવસનો શિકાર ન બને એ માટે.

ડી; હું એ બધાંને પ્રિયાના લગ્ન પછી જોય લઇશ, જેણે મારી પ્રિયાને સાથ ન આપ્યો.

જયદીપ; જો તમે જોઇ લેશે તો પછી તમારો સાળો કે તમારા બેનનાં પતિ પણ નહીં આવે.

મહેક; પછી સમાજમાંથી ફેકાય જશો.

જયદીપ; સર, સમાજમાંથી ફેકાઇ જનાર સામે કોઇ નથી જોતું સર...

મહેક; ક્યારેક સમય મળે તો દયામાસીને પ્રિયાની વાતો સાંભળજો કેટલી દર્દનાક એ ઘડી હોય છે. હું તો કલ્પના કરતાં પણ ડરું છું.

જયદીપ; સર ! તમે મારા અને મહેક સાથે શું કરવું એ વિચાર્યા વગર અમે જે બોલ્યા તેનાં પર વિચાર કરજો.

ડી આ બધું સાંભળીને તેના હદયમાં પણ મમતા જાગવા લાગે છે. દીકરીને પત્ની પ્રત્યે લાગણી ઉભરાય છે તે ચાલવા લાગે છે.

મહેક; સર બીજું [ઉભો રહે છે ડી] બને તો તમારી પ્રિયાને તમે સુધરી ગયાને તેની મમ્મીને પ્રિયાની ખોટ નહીં આવે તેવી ગિફ્ટ આપજો.

ડી ઘેર જાય છે તે સવારનો જ બેચેન છે, જયદીપને મહેકે તેને એ સત્ય કહ્યું જેનાથી તે અજાણ છે. ડીને આવો આવો સર કરતાં સમાજના લોકો કેવા નીકળ્યાને કેવો શક કરે છે તેના પર તેવા જ વિચાર આવતા રહે છે.

ડી પોતે પવિત્ર, છતાં લોકો વિચારે છે કે ડી હવસ ખોર છે. જે લોકો વિચારે છે એ ખોટું છે તેમ છતાંય તેમાં કોઇ ફર્ક પાડી શકાય તેમ નથી.

તે અધીરો બનીને એક નિર્જીવની જેમ જ જતો હોય છે કે દયાબેનને તેણે પ્રિયાના રૂમમાં જતા જોયાં અને મા-બેટીની વાત સાંભળી. તેને લાગી આવ્યું કે પોતે સમાજમાં બદનામ હોવા છતાં પણ પ્રિયાને દયાએ વાત પર ગર્વ કરે છે કે હું પરસ્ત્રી સંગ નથી કરતો, હુ વેશ્યાવાડામાં નથી જતો. આવું તો પોતાના જ કરી શકે બીજાં નહીં.

ડી ચોધાર આંસુ એ રડી પડ્યૉ. તેને હવે પોતાની તમામ ગલતીનો પ્રિયાની વાત સાંભળ્યા પછી એહસાસ થઇ ગયો. [પ્રિયાને કોઇ બહાર હોય એવું લાગે છે]

પ્રિયા; પાપા.. તમે

ડી; [પડી જાય છે] હા... દીકરા હું.

[પ્રિયા અંદર લઇ જાય છે] બેટા... તું રડીશ નહીં. તારા પછી દયા સાથે તો હું છું ને ! [પ્રિયાની આંખને દયાબેનની આંખો ચમકી, આવું પાપા બોલે છે આવું ડી બોલે છે ?] તારી મમ્મીનું હું ધ્યાન રાખીશ.

તારી મમ્મીને તેના પતિ પર ગર્વ છે કે તેને પરસ્ત્રી સંગ નથી તો હું દયાનું અભિમાન બનીશ.

પ્રિયા; એટલે પાપા તમે...

ડી; મેં બધી જ વાત સાંભળી દીકરા. દીકરા હું તારા માથા પર હાથ મુકી કસમ ખાવ છું કે હવે, પછી આ ડી દિલિપ બની જશેને... દયા અને પ્રિયાનું અભિમાન બનશે અભિમાન.

દયાબેન; ડી... મારી દીકરીની જૂઠી કસમ લેવાની મંજૂરી હું આપતી નથી, એ મારો એકમાત્ર સહારો છે, જેની સાથે હું માત્રને માત્ર મારા દુખ વહેચી શકું છુ. તેને તો જીવિત રહેવા દે ડી.

ડી; હા... દયા... હું સવાર સુધી પ્રિયાથી છુટકારો જ ચાહતો હતો પણ હવે નહી. બે કલાક પહેલાંથી હવે હું મારી દીકરીને પ્રેમ કરવા ચાહુ છું. હું તેને મારા ખોળામાં બેસાડી વ્હાલ કરવા ચાહું છું.

દયાબેન; જૂઠ બધું જ. કૂતરાની પૂંછડી કોઇએ કહ્યું વાંકીમાંથી સીધી થઇ ?

ડી; હા... તું માને કે ન માને પણ હું કરી બતાવીશ જ.

[ત્યાંજ પ્રિયાની સાસરીમાંથી યશના પાપા પ્રવિણભાઇનો કોલ આવે છે એક અણધાર્યા સમાચાર લઇને]

***

(વધુ આવતા અંકે)


Rate this content
Log in

Similar gujarati story from Crime