Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Action Crime Thriller

3  

Vishwadeep Barad

Action Crime Thriller

એ એવી તો વિફરી….

એ એવી તો વિફરી….

8 mins
14.2K



‘પૂર્વી, આ વ્યક્તિને સાણસામાં લેવો હોય તો એણે કરેલી કાયદાલક્ષી ભુલો તું શોધી કાઢ પછી જો મારી કમાલ, આ નકટી નટવરને હું જેલભેગી ના કરી દઉ તો મારું નામ લૉયર દામિની નહી.’

વિફરેલી પૂર્વીને આવીજ લેડી લૉયરજ જોઈતી હતી પૂર્વીને નટવર સાથે પૂરેપુરો બદલો લઈ બરબાદ કરી ધુળ ચાટતો કરવા જે પણ કાવાદાવા કરી શકાય તે કરવા તૈયાર હતી અને 20 વર્ષના લગ્ન જીવનમાં નટવરે ભુતકાળમાં અમેરિકન કાયદા-કાનુનમાં કરેલા છબરડા બહાર લાવી જેલભેગો કરી દેવો. જિંદગીમાં ફરી “ડિવૉર્સ” શબ્દનું નામ ના લે.’

હું, પૂર્વી અને નટવરને વર્ષોથી જાણું છું બન્ને મારા દૂરના સગા અને નજીકના દોસ્ત જેવા હતાં.

નટવરના પહેલા ડિવૉર્સ લગ્ન જીવનના 10 વર્ષ બાદ રચના સાથે થયાં. નટવર એક સારો કાબેલિયત બીઝનેસ-મેન હતો અને તેને બે કન્વિનયન્ટ સ્ટૉર્સ અને એક મોટેલ હતી. ત્રણ ઘર ભાડે આપેલ. લક્ષ્મીદેવી એની પર પ્રસન્ન હતી. રચનાને ડિવોર્સ આપતી વખતે પૈસાની એવી હેરાફેરા કરી કે રચનાને ડિવૉર્સબાદ ખાસ મિલકત મળી નહી. ચિકાગોમાં રહેતા ગુજરાતીઓ નટવરને ઉસ્તાદો કે ઉસ્તાદ અને કંજુસ તરીકે ઓળખે રચના સાથે ડિવૉર્સબાદ અમદાવાદ જઈ એનાથી 12 વર્ષ નાની પૂર્વી સાથે લગ્ન કર્યા.પૂર્વી ઘરમાં છ ભાઈ-બહેનોમાં વચલી અને ખાસ ભણેલી નહી તેમજ દેખાવે શ્યામ. હજું સુધી કોઈ જગ્યાએ તેનો મેળ પડતો નહોતો. નટવરમનો મિત્ર ઘનશ્યામ પૂર્વીનો બનેવી થાય અને તેને લાકડે-માંકડુ વળગાડી દીધું. ઘનશ્યામ એટલો ચાલાક અને વાક છટામાં એવો હોશિયારકે ફ્રીઝમા પડેલ લેફ્ટ-ઓવર ફૂડ માઈક્રો ઑવનમાં ગરમ કરીને પિરસે કે ખાનાર ફુડ ફ્રેશ લાગે કે આંગળ ચાટ્તા રહી જાય.. પૂર્વીને સમજાવી કે તારી ઉંમર થતી જાય છે તેમજ તારું કોઈ જગ્યાએ ઠેકાણું પડતું નથી તો આ બીજવર નટવર એમ.બી.એ સુધી ભણેલો ગણેલો અને સુખ-સંપંતી બન્ને એની પાસે છે, તારું જીવન ઘન્ય બની જશે, નટવરને કહ્યું કે મારી સાળી પૂર્વી દેખાવે ભલે શ્યામ છે પણ સંસ્કારમાં કોઈ એની તુલ્યે ના આવે. નટવર બે વીક માટેજ ભારત આવેલ. તેની પાસે બહું સમય નહોંતો. એના મા-બાપ તેના ડિવૉર્સથી ખુશ નહોતા એટલે ફરી લગ્ન કરવામાં કોઈ જાતની મદદ ના કરી.ઘનશ્યામની મીઠી મધુરી વાતો કામઘેનું જેવું કામ કરી ગઈ. તેના મિત્રે કરેલ ભલામણ મુજબ ટૂંક સમયમાં એના લગ્ન પૂર્વી સાથે થઈ ગયાં. નટવરે ફિયાન્સે વીઝા ના બેઈઝ પર જલ્દી અમેરિકા બોલાવી લીધી.

નટવરે પૂર્વીને ઈગ્લીશના કલાસ કરાવ્યા તેમજ પોતાના બીઝનેસમાં પણ સાથે રાખી બેઝનેસની બધી ટ્રીક સમજાવી.પૂર્વી ભલે બહું ભણેલી નહી પણ ચપળ અને ચાલાકતો હતીજ. નટવર ટેક્ષ તેમજ અન્ય કાયદા કાનુનની લુપહોલ સારી રીતે જાણતો હતો. એથી મોટાભાગનો બીઝનેસ હવે પૂર્વીના નામે કરતો. મીના મને મીરા બન્ને જોડીયા બાળકીના જન્મબાદ ત્રણજ મહિનામાં બન્ને છોકારીઓને બેબી-સીટીંગમાં મુકી પૂર્વીએ બિઝનેસ પર જવાનું નક્કી કર્યું, એ પણ નટવર જેવીજ કંજુસ-કાકડી હતી. હસબન્ડ-વાઈફ બન્ને કંજુસ તો ખરા પણ પાગલ પણ એટલાંજ. વીકએન્ડમાં રસોઈ વધારે કરી ફ્રીઝમાં મુકી રાખે જેથી દરરોજ રસોઈ ના કરવી પડે. ઘણીવાર તો પૂર્વી અને નટવર રાત્રે 9 વાગ્યા પછી ઘેર આવે. એટલે માઈક્રો-ઓવનમાં રોટલી-શાક ગરમ કરી ખાઈ લે, બેબી-સિટરને ઘરમાં એક રૂમ આપેલ તેથી તે ઘેરજ રહેતી. એ પણ નવી નવી ઈન્ડિયાથી આવી હતી તેથી પૂર્વી તેને મહિને ઓછામો ઓછો પગાર આપી વધારે કામ લેતી. બાળકોનું ધ્યાન, ઘરકામ અને વિગેરે કરવાનું એ રાત્રે બન્ને આવે પછીજ સુવા જવાનું બિચારી બેબી-સિટર કમળામાસીની પણ મજબુરી હતી.ઈન્ડિયાથી મોટી ઉંમરે નવા નવા આવ્યા હોય અને ઈગ્લીશ પણ સારું ના હોય એથી કોઈ સારી જોબ ના મળે. જેથી જે આવક થાય એનાથે રોડવે છુટકોજ નહોતો. બપોરે લન્ચમાં પણ કમળામાસીને બ્રેડ પર ચટણી લગાવી ખાઈ લેવાનું. ખાવા-પિવામાં પૂર્વી બહુંજ કંજુસ..કમળમાસીને ઘરમાં આવતા ફ્રુટ્સ, દૂધ કે ચીઝ નહી ખાવાના,સવારના બ્રેક-ફાસ્ટમાં માત્ર ટોસ્ટ અને ચા સિવાઈ કશું નહી.. કમળમાસી મનોમન પૂર્વીને હિટલર કહેતા. હિન્દુ શાસ્ત્રમાં ખાવા-પિવાનું પૂણ્યનું કેટલું મહત્વ આંક્યુ છે અને આ પૂર્વી કોઈ સહરા રણમાં જન્મી હોય એવી લાગે છે કે જ્યાં પાણીનું ટીપું પણ મફત નથી મળતુ..કમળમાશી મનોમન દુ:ખી થતા પણ મજબુરી માનવીની મોટામાં મોટી નબળાઈ છે.

પહેલેથીજ કમળામાસીને કહી રાખેલ કે.મારી બન્ને છોકરીઓને સમયસર બેબી-ફૂડ તેમજ દૂધ અને સમય થાય એટલે સુવડાવી દેવાના અને એ સુઈ જાય ત્યારે તમારે ઘરમાં બાથરૂમ તેમજ સાફસુફી-વેક્યુમ અને લોન્ડ્રી વિગેરે પતાવી દેવાના ..લન્ચમાં બ્રેડ,ચટણી સાથે કોર્ન-ચીપ્સ ખાઈ લેવાનું. અમો સાંજે મોડા આવીએ તો બાળકોને આઠ વાગે સુવડાવીને પછી રેફ્રીજરેટરમાં જે વધેલું પડ્યું હોય તે ખાઈ લેવાનું..

નટવર ભણલો પણ ગણેલો નહી..વ્હવારમાં કાચો કચુંબર જેવો. કોઈ સાથે લાંબો કાયમી સંબંધ રાખી શકે નહી. કોઈ એનો કાયમી મિત્ર બની ના શકે. એનો કોઈ સાચો મિત્ર હોય તો પૈસો. ડોલર્સ અને એ એકબીજા બન્ને, એકબીજાની આગળ-પાછળ દોડ્યા કરે!

જ્યારથી શીલા તેના જીવનમાં પ્રવેશી ત્યારથી પૂર્વી સાથે ઉકળતા પાણી જેવા સંબંધ થવા લાગ્યા..પૂર્વીએ પૈસા આપી એક વ્યક્તિને “નટવર”ની કોઈ પણ એકટીવીટી નિહાળી જાણ કરવા હાયર કરેલ..નટવટ ઘેર આવે અને સુઈ જાય બાદ એના સેલફોન પર થયેલા-આવેલા ફોનની નોંધ રાખે.. હાઈસ્કુલ સુધી ભણેલી સ્ત્રીમાં આવી ચપળતા-સાવચેતી હતી પણ પતિને આડે રસ્તેથી સરળતા અને પ્રેમથી સીધે રસ્તે લાવવાની આવડત તેમાં નહોતી..બસ નટવરને હવે કોઈ પણ રીતે મુશ્કેલીમાં મુકી કડકમાં કડક પાઠ શિખવવાની ધુન લાગી હતી. નટવરની નબળાઈ પૂર્વીની સબળ સીડી બની ગઈ. કોર્ટમાં કેસ આગળ વધે તે પહેલા પૂર્વીના લેડી-લોયર દામિનીએ કહેલા એવીડન્સ ભેગા કરી પોતાનો કેસ મજબુત બનાવવાની પેરવીમાં પડી હતી..

મીડ-નાઈટે નટવરની ઘેર પૉલીસ આવી..નટવરે નાઈટ-ગાઉન પેરી સફાળો જાગી ડોર ખોલ્યું. પૂર્વી રડતી રડતી બેડરૂમમાંથી બહાર આવી. ‘I called you sir, he is my husband and he force me in the bed and rape me. before he rap me he beat me hard, look at my face.( સર, મેં જ તમન ફોન કરેલ, આ મારો પતિ છે જેમણે બળજબરી્થી મને મારી અને મારી ઈચ્છા વિરુધ બળાત્કાર કરેલ છે)..નટવર એકદમ બાઘા જેવા થઈ ગયો..કઈ પણ બોલે તે પહેલાંજ, પોલીસે એને હાથકડી પહેરાવી દીધી. પૂર્વીનું કાવતરું સફળ થયું. અને બદઈરાદો સફળ થયો.

નટવર ઘેર આવે પહેલા એ ઘરમાં પડી ગયેલ અને થોડું વાગેલ ત્યારેજ વિચાર કરેલ કે આજનો દિવસ મારા માટે શુભ -દિવસ છે પડ્યાના મારનો લાભ લઈશ એજ રાત્રે નટવટ સાથે બેડમાં સાથે સુતા, થોડી મીઠી મીઠી વાતો કરી ગુડ-ટાઈમ કર્યો..નટવર સુઈ ગયો એટલે તુરતજ પોલીસને ફોન કરી દીધો. બીજે દિવસે પૂર્વીની ડોકટરી તપાસ થઈ ડોકટરી કીધુ કે એની મુઢમારની ઈજા થઈ છે..બસ નટવરની વિરુદ્ધ માર-માર્યાનો તેમજ પત્નીની ઈચ્છા વિરુધ્ધ સેક્સ કર્યાનો કેસ દાખલ થઈ ગયો.. નટવરના ભાઈએ બૉન્ડ આપી નટવરને છોડાવ્યો..

નટવર હવે જુદો રહેવા લાગ્યો. એક દિવસ પોતાની દીકરી મીનાનો ફોન નટવર પર આવ્યો..’ડેડી મારે તમને મળવું છે તમે મને સ્કુલે મળવા આવશો? મારે તમારું થોડું કામ છે. ‘ ‘સ્યોર.તારી સ્કુલે 3.00વાગે પુરી થાય છે ત્યાર બાદ હું તને તને મળીશ.’

3.00 વાગે નટવર સ્કુલે પહોંચી ગયો..નટવર મીના પાસે ગયો એ પહેલાંજ પોલીસ ત્યાં આવી પહોંચી. , Mr. Natvar, hands up. You are arrested for kidnapping this girl (Meena).(મિસ્ટર નટવર, મીનાને ભગાડી લઈ જવાના જુલ્મમાં તમને પકડવામાં આવે છે)..

સંપૂર્ણ કાવત્રું પૂર્વીએ ઘડ્યું હતું..અણસમજ મીનાને કીધુ કે તું તારા ડેડીને સ્કુલે બોલાવ, જો આપણ સૌને સારી રીતે રાખતા નથી અને બહુંજ ખરાબ રસ્તે ચડી ગયા છે એથી પોલીસ એને સમજાવશે..બસ મીના માની ગઈ..પૂર્વીએ પોલીસને ફોન કરી કહી દીધું કે મારી છોકરીને આજ સ્કુલેથી મારો પતિ કીડ-નેપ કરી લઈ જવાનો છે એવા સમાચાર મને મળેલ છે મને મદદ કરો..બસ કૌભાંડ સફળ બન્યું,

પૂર્વીને લોયરને નટવરની વિરુદ્ધ એક પછી એક એવીડન્સ મળવા લાગ્યા..કોર્ટ્મા કેસ રજુ થયો..લોયર દામિનીએ દલીલ રજુ કરી.. મીસ્ટર નટવર એક નંબંરનો ગુંડો, દગાબાજ અને ઘણાં ક્રાઈમમાં સંડોવાયેલો છે..જેવાકે એમણે જ્યારે ઈન્ડિયાથી પૂર્વીના ભાઈ-બહેનોને સ્પૉન્સર કર્યા ત્યારે ખોટી-આવક ખોટા બચત..ઈન્કમ ટેકસના ખોટા ફોમ્સ રજૂ કર્યા આ રહ્યા તેમના પુરાવા, તેમજ પૂર્વીને નામે આવેલ 10,000 ડૉલર્સનો ચેક નટવરે પોતે સહી કરી કેશ કરાવેલ છે તેનો પુરાવો. આ ઉપરાત એમણે ઘણાં ઘણાં ફ્રોડ કરેલ છે..સરકારને છેતરી છે સાથો સાથ પત્નિ અને બાળકો ઉપર પણ જુલ્મો કર્યાના એવિડન્સ આપની સમક્ષ રજુ કરેલ છે..આ વ્યક્તિ પર કોઈપણ રીતે ભરોસો કરી શકાય તેમજ નથી ,આમને કડકમા કડક સજા ફટકાવરી જોઈએ અને સમગ્ર મિલકત અને બાળકોની સંપૂર્ણ જવાબદારી નિભાવી શકે એવી વ્યક્તિ હોય તો મીસ પૂર્વી છે.

‘પૂર્વી, તું જે કરે છે તે ખરેખર યોગ્ય નથી તારે માત્ર નટવર સાથે છૂટાછેડા લઈ છુટકારોજ જોઈતો હતો અને મિલકત તેમજ છોકરાને તારે જોઈતા હોય તો આટલું હળાહળ ઝેર ઓકવાની કેમ જરુર પડી? હિન્દુ સ્ત્રી પતિને પરમેશ્વર ગણે છે તેમા તું ના માનતી હોય તો પણ આપણાં મા-બાપના સંસ્કાર આવું કારમું કૃત્ય કરતાં જરુર આટકાવે..ઈશ્વર પણ આવું ખોટું કૃત્ય કરવામાં રાજી નહી હોય કઈતો શરમ રાખ.. તારાજ ભાઈ-બહેનોને સ્પૉન્સર કર્યા ,તેમને અહીં બોલાવી નોકારી ધંધે લગાડ્યા અને એ સૌ સુખી થયા હોય તો નટવરની મહેરબાની થયાં છે. કંઈકતો માનવતા રાખ! તે વખતે સ્પોન્સરના ફૉર્મ્સ ભર્યા તે વખત તને પણ ખબર હતી કે છ ભાઈ-ભાડુંઓને સ્પૉન્સર કરવા થોડી માહિતી ખોટી ભરેલ છતાં તે વખતે તારો સ્વાર્થ હતો એથી તે કશું કીધેલ નહી તેમજ તેજ નટવરને તારા 10,000 ડોલર્સનાચેક પર એની સહી કરી ચેક વટાવવાનું કહેલ અને હવે એજ એવિડન્સ એની વિરુદ્ધ લાવી ખુશ થાય છે. તારાજ બાળકોને હથિયાર બનાવી નટવરને ખોટા કિડનેપનો આરોપ લગાવવી દીધો, આવું કોઈ ભારતિય સ્ત્રી ના કરી શકે..મેં પૂર્વીને બહુંજ સમજાવી પણ વિફરેલી વાઘણ અને નાગણ પોતાના પંજામાં આવેલ શિકાર કોઈપણ ભોગે ખતમ કર્યા પછી ઝંપે! મને પણ કહી દીધું કે તમો મારી વ્યક્તિગત બાબતમાં ના પડો તો વધારે સારું.

સમગ્ર શિકાગો શહેરના ગુજરાતી સમાજમાં નટવર-પૂર્વીનો કેસ મશહુર થઈ ગયો.

કોર્ટમાં બધા એવિડન્સ નટવરની વિરુધ્ધ સાબિત થયાં. પુર્વી અને તેણીની લોયર બહુંજ ખુશ હતાં.

‘મીસ પૂર્વી તમને ખબર છે કે મિલયન્સ ડોલર્સની મિલ્કત બેંકમાં પડેલ લાખો ડોલર્સની માલકણ તમેજ બનશો.’ ‘.હા..આ સૌ આપના પ્રતાપે બન્યું છે હું પણ તમને ઘણીજ ખુશ કરીશ.

ન્યાયધીશે કેશનો ફેસલો અને નટવરને આકરી સજા ફટકારવાનો નિર્યણ આજે શુક્રવારને બદલે સોમવાર માટે મુલત્વી રાખ્યો, લોયરોને ખબર હતી કે નટવરને ઓછામાં ઓછી 20 વર્ષની જેલ તેમજ 10,000 ડોલર્સ ફાઈનની થશેજ.

પૂર્વી અને લૉયર દામિની બન્ને બહુંજ ખુશ હતાં, કોર્ટમાંથી જતાં જતાં નટવર પર એક એવી તીર્છી નજરથી જોયું. એ નઝરમાં નફરત,બદલો ઈર્ષાના ઝેર સિવાઈ ક્શું નહોતું,

નટવર અંતે હાર્યો..મિલકત ગુમાવવાનો અફસોસ ઓછો હતો..એને ખબર હતી મિલકત અને પૈસો એની આવડતથી ફરી મેળવી શકશે પણ જેલની સજા અને સમાજમાં આટલી બદનામી, પૂર્વી આટલી હદ સુધી પહોચી શકશે તેનો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. 20 વર્ષની આકરી સજા…હું એકનું એક મારા મા-બાપનું સંતાન અને ભારતથી માંડી શિકાગો જેવા શહેરમાં બદનામીની ગભરાયેલ, ચિંતીત નટવર પૂર્વી સામે આંખ મેળવી ના શક્યો..

શનિવારે પૂર્વીએ પોતાના આલિશાન મકાનમાં કોર્ટમાં મળનાર વિજયની પાર્ટીનું આયોજન કરેલ, ઘરમાં 100થી વધારે મિત્રો આવેલ, મોઘામાં મોઘું ,ગ્રીન, ગોલ્ડ વ્હીસ્કી, સ્કૉચ, વાઈનની સૌ મજા માણી રહ્યા હતાં અને ડીનર પણ બહારથી કેટરીગ કરેલ. સુખમાં સૌ હાજર, સુખમાં દુશ્મન પણ દોસ્ત બની એના જલસાના ક્રુઝની પાર્ટીમાં નાચતા કુદતા આનંદના હિલોળે હિંચકતા હતાં

મ્યુઝીક, ડાન્સ અને સૌ પાર્ટીનો આનંદ માણી રહ્યા હતાં..

નશામાં ચકચુર એવી પૂર્વી પાસે તેણીની ખાસ બહેનપણી મિતા આવીને કહ્યું, “પૂર્વી મેં હમણાંજ સાંભળ્યું કે નટવરે સ્યુસાઈડ(આપઘાત) કર્યો… હેં..શું કીધું ?..ફરી કે'તો…!!


Rate this content
Log in

Similar gujarati story from Action