Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Romance Tragedy

3  

Vijay Shah

Romance Tragedy

તને મેં ઝંખી છે…

તને મેં ઝંખી છે…

4 mins
7.2K


 

વરસાદ વરસી ગયો… અને ધરતીની પ્યાસ બુઝાવી ગયો… ઘણા વખતથી વાદળા ઘેરાયા કરતાં હતાં… પરંતુ વરસાદ પડતો નહોતો અને બાફ વધાર્યા કરતો હતો… જવા દો ને અમદાવાદના વરસાદની વાત જ… પડે ત્યારે બરોબર ઓફિસ છૂટવાના અને જવાના સમયે  કોણ જાણે એવું તે શું

એને સૂઝતું હશે…

            પરંતુ આજે તો કંઈક ડાહ્યો થઈ ગયો હોય તેમ લાગતું હતું… સવારના પહોરમાં પડવાનો શરૂ થઈ ગયો… કે ઓફિસ જવાના સમયે તો વરસીને નવરો થઈ ગયો અને સવિતા નારાયણે દર્શન દીધાં… મનમાં પણ હાશ થઈ…કે ચાલો હવે રીક્ષાના પૈસા નહીં ખરચવા પડે… કારણ કે વરસતા વરસાદમાં સાયકલ પર જવું ત્રણ બાજુની મુશ્કેલી… પલળતા જવું પડે વળી બ્રીજ ચડાવતી વખતે સામો પવન અને સાંજે ઘરે આવ્યા પછી શરદી…

            સવા દસ વાગી ગયા… ચાલ જીવ સાયકલના પેંડલ સાથે કુસ્તી કરીએ. વિચારીને હું સાયકલપર 

રવાના થયો…

           ‘નચિકેત, તૃપ્તિને ત્યાં તું આવીશ ?’

           ‘તૃપ્તિને ત્યાં ? તું  કહેને મારે શું કરવું ?’

           ‘એને તારા માટે કંઈક પ્રીજ્યુડાઈસ માઈન્ડ છે એટલે હું તો તને શું કહું ?’

           ‘પણ તૃપ્તિને ત્યાં જવાના છો તો પહેલા મારે ત્યાં થઈને જજેને… સહેલું પણ પડશે… પછી વિચારીશું… વેધર ટુ ગો ઓર નોટ ? એમ બંને બાજુના જવાબ આપીને નીકળી પડ્યો.’

            પેડલ મારતાં મારતાં કાલે સાંજે થયેલી વાતચીત ચિત્તતંત્રમાં ડહોળાઈ ગઈ…

           ‘શું કરવું ? નો પ્રશ્ન હજુ મારા મનમાં ડહોળાતો હતો…કાલે અક્ષયને ત્યાંથી પાછા ફરતાં તો ખૂબ  ગૂંચાવાયા કરતો હતો…’ વાત ચાવી ચાવીને ચોળવાની તને બહુ ખરાબ ટેવ છે હં નચિકેત. રાજુની ટકોર અચાનક યાદ આવી ગઈ.

           ‘ખેર; ટેવ છે તો છે જ – સારી કે ખરાબ !’

           ‘પણ આવા સમયે તો નિર્ણયાત્મક વલણ જાઈએ… બહુ અસમતોલ અને તરંગી માનસને લીધેતું તને 

એકલાને  નહીં તારા મિત્રો તેમજ ઘણા બધાને તકલીફમાં મૂકે છે… 

નચિકેત !’ રાજુ કંઈક કટુતાથી બોલ્યો. ‘હશે’ કહીને એણે વાતને વાળી લીધી.

            પરંતુ  વાત અત્યારે સાચી લાગે છે… એક કેટલી નાની વાત ! તૃપ્તિને ત્યાં જવું કે નહીં ? તેને માટે નહીં, નહીં તો પચ્ચાસ વખત વિચાર કરી નાખ્યો… કેવી અસમતુલ માનસિક પરિસ્થિતિ છે મગજની ? ના પણ પ્રશ્ન પણ એવો  મોટો છે ને ? કેમ ?

            તૃપ્તિને મારા નામ માત્રથી  એલર્જી છે. મારું નામ આવતાં  તે એકદમ કૃદ્ધ થઈ જાય છે… 

ચીડાઈ જાય છે…તો પછી હું જાતે  જઈ પડું તો બિચારા અક્ષય અને તરુણનો પણ મુડ મરી જાય !

            તરત કાલ રાતનો પ્રસંગ ફરી યાદ આવ્યો… પેલા લારીમાં ફુગ્ગા લઈને સાયકલવાળો આવે છેને ? 

તે બજારમાં  ઊભો હતો અને નીતિન બોલી ઉઠ્યો… નચિકેત જે પેલો વચ્ચેનો ફુગ્ગો છે ને તે ઊડી જાય ને તો ?

           “એટલે જુગાર રમવાનું મન કરે છે ?” હા, તું ઉડાડી દે તો તૃપ્તિને ત્યાં જવું નહીંતર નહીં. “મને મારી નિશાનબાજી પર બહુ શ્રદ્ધા નથી પણ ચાલ જુગાર ખેલી નાંખીએ.”

            રાઈફલ હાથમાં લઈને બેક સાઈટ ફોર સાઈટ ને એક લાઈનમાં લઈને ઝીંકી દેવાનો વિચાર થઈ ગયો… પરંતુ રાઈફલ હાથમાં આવતાં અને ઘોડાને દબાવતાં મનમાં સહેજ થડકારો થઈ ગયો… 

જો ફુગ્ગો  ફૂટ્યો તો તૃપ્તિને ત્યાં નહીં જવાય. પરંતુ મન મક્કમ કર્યું. .. ફુગ્ગો ફોર સાઈટ અને બેકસાઈટ ભેગી કરી ધડાકો કરી દીધો અને આંખો મીચી નીતીનના ‘હત તેરેકી !’ શબ્દો 

સાંભળવા હિંમત એકઠી કરવા લાગ્યો… પરંતુ ત્યાં તો ‘વાહ બાપુ ! નચિકેત રાજા જામ્યા ! કાલે જવાના… એમની… 

એ આગળ કશું બોલવા જાય તે પહેલાં તો મેં એને રોકી લીધો… પણ  બોલવા જતો હતો… એમની મહેબુબાને

 ત્યાં…’

            કાશ, એ મારી મહેબુબા હોત… મારું મન વ્યથિત હતું. કોઈ પણ જાતના ગુનાની જાણ વિના મારું હૃદય તૃપ્તિની નફરતનો  ભોગ બની ગયું હતું. ‘મારા મનમાં ગમે તેવા પ્રસંગે એના પ્રત્યે ઊઠતાં તરંગો આખરે એક  વાક્ય સંભળાવી જતા… નચિકેત તું તૃપ્તિને ચાહે છે પણ તૃપ્તિ ?’

            અને  પ્રશ્નાર્થનો ભાર મારા માટે એટલો બધો અસહ્ય બની જતો કે હું એકદમ ક્ષુબ્ધ થઈ જતો…

            ફુગ્ગો ફુટવાના માનમાં સત્કારમાં ચા પીવા ગયા ત્યારે નીતિને પૂછ્યું… ‘નચિકેત તું કેમ આટલો બધો હેઝીટેટ થાય છે તેને ત્યાં જવામાં હેં ?’ નીતિન તું જાણે છે કે એને મારા નામ માત્રથી ગુસ્સો ચઢે છે અને ત્યાં હું જાતે પહોંચી જાઉં તો કેવી શરમજનક પરિસ્થિતિમાં મારે મૂકાવું પડે ! એ તો જરાસમજ.'

           ‘પણ યાર ! કાલે નવમી જુલાઈ છે ને ? બરોબર એક વર્ષ વીતી ગયું  હૃદયંગમ મૂર્તિ જુએ… 

મારા મનનો અફસોસ તે સમજી શકતો હતો… નીતિનની આંખમાં પણ મારી વ્યથા હતી અને એટલે તે બોલ્યો તોય 'નચિ તારા મનમાં તેને માટે આટલી બધી લાગણી કેમ છે હેં ?’ ‘પેલું કહે છે ને કે અલભ્યવસ્તુને મેળવવાની ઝંખના માનવમાત્રમાં રહ્યા કરે છે. બસ, બધી વસ્તુ મળી પણ 

એક તૃપ્તિ  મળી અને ખરેખર એટલે  અતૃપ્ત રહ્યો.’                                  

 

 


Rate this content
Log in

Similar gujarati story from Romance