Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lalit Parikh

Children Inspirational

3  

Lalit Parikh

Children Inspirational

મોટી સ્ટાર

મોટી સ્ટાર

3 mins
14.3K


આમ તો નિ:સંતાન નિમિષ -નિમિષાને ત્યાં રાત દિવસ રહીં- રોકાઈ માત્ર તેમના ઘરનું જ નહિ, બહારથી બધું લાવવા મૂકવાનું પણ સઘળું કામ હોંસે હોંસે કરતી રહી નીમુ તેમની લાડકી દીકરી જ બની ગઈ હતી. સગા વહાલામાં કોઈ કરતા કોઈ જ ન હોવાથી ઘરમાં ન તો ફેમિલી- આલ્બમ હતો કે ન કોઈ કરતા કોઈનો નાનો મોટો ફોટો પણ દીવાલ પર લટકેલો જોવા મળતો હતો. બેઉના માબાપના ફોટા ઘર- મંદિરમાં ભગવાનની સાથે ભગવાનની જેમ જ જે શોભતા રહેતા, તેમને જોઈ,પગે લાગતી રહી, નીમુ પ્રસન્ન પ્રસન્ન રહેતી.

નીમુ અનાથાશ્રમમાં જ મોટી થતી રહેલી અને ત્યાં સતત થતો અન્યાય સમજવાની બુદ્ધિ આવી, ત્યારે એ ત્યાંથી ભાગી જઈને, દૂર પ્રોફેસર્સ કૉલોનીમાં છુપાઈ ગઈ હતી. તેને છુપાયેલી અને રડતી જોઈ રોજની જેમ રાતે વોકિંગ કરવા નીકળેલા નિમિષ -નિમિષાની તેના પર નજર પડેલી અને તેની વ્યથા-કથા સાંભળી તેને પોતાને ત્યાં કાયમી આશરો આપી દીધેલો. ત્યારથી નીમુ વગર કોઈ સમારંભે કે વિના કોઈ પણ વિધિ સંપન્ન થયે, તેમની દત્તક દીકરી બની ગઈ હતી એ હકીકત એ ત્રણને જ વિદિત હતી.

નિવૃત્ત પ્રોફેસર દંપતિ, નીમુને યાત્રા ધામોમાં પણ સાથે લઇ જતા.

એક વાર વૈષ્ણવીદેવીના દર્શને ત્રણે ય ગયેલા ત્યાં એકાએક નિમિષની તબિયત બગડતા, તાત્કાલિક દિલ્લી પાછા ફર્યા અને ઈ.આઈ.એમમાં દાખલ કર્યા, ત્યારે ટેસ્ટો પછી ખબર પડી કે લીવર બરાબર કામ નથી કરી રહ્યું. “લીવર- ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર જ તેમને બચાવવાનો માર્ગ બાકી રહ્યો છે” તેમ નિષ્ણાતોનું નિદાન રહ્યું. લીવર તો દેહદાન કરેલ કોઈનું કરેલું લીવર મળે ત્યારે જ અને એ પણ મેચ થાય તો જ આ સંભવ બને. હવે તો પ્રતીક્ષા જ કરવાનું અને પ્રભુ પ્રાર્થના કરવાનું જ આ ત્રણેયના હાથમાં કે નસીબમાં બાકી રહ્યું.

પણ ક્યાંક વાંચેલું અને ક્યારેક ટી.વીની મેડિકલ જાણકારીની ચેનલ પર જોયેલું નીમુને યાદ આવી ગયું અને તે ભાવાવેશ સાથે ડોક્ટરોની ટીમ સામે બોલી ઊઠી:

”મને ખબર છે કે કોઈનું અડધું લીવર પણ મળે તો પેશન્ટમાં એ ગ્રો થઈને કામ કરતુ થઇ જઈ શકે અને ડોનેટ કરનારનું લીવર પણ પાછું જેમનું તેમ મૂળની જેમ જ ગ્રો અને ડેવેલપ થઇ જાય."

ડોકટરો બોલ્યા: ”વાત સાચી।પણ આવું અડધું લીવર ડોનેટ કરનાર મળે એ તો સંભવ જ નહિ. એ તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’!”

ત્યારે દત્તક દિકરી નીમું બોલી ઊઠી:” હું તૈયાર છું. આ મારા માટે સાક્ષાત ભગવાન સમાન છે, મને સાચવનાર- સંભાળનાર- ભણાવનાર આ મારા ‘પિતૃ દેવો ભવ’ સમાન પિતા માટે તો હું મારો પ્રાણ પણ આપી દેવા તૈયાર છું. બહુ સમજાવવા છતાં ય નીમુનો હઠાગ્રહ જેમનો તેમ જ રહ્યો અને અંતે આંસૂથી ઉભરાતી આંખે અને ભરાયેલા હૈયે નિમિષ -નિમિષાએ મંજૂરી આપી અને ડોકટરો પોતે પણ સાશ્ચર્યાનંદમાં ગરકાવ થઇ આ રેર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા તૈયાર થઇ ગયા.

પ્રભુ કૃપાએ અને વૈજ્ઞાનિક શોધે આ પ્રયોગને સફળ બનાવ્યો. છ મહિનામાં તો પેશન્ટ અને ડોનર બેઉ સુરક્ષિત, સહી- સલામત, સ્વસ્થ થઇ જયારે પાછા તેમના પ્રોફેસર્સ કૉલનીના બંગલામાં પહોંચ્યા ત્યારે, તેમના ત્રણેયનું સ્વાગત -અભિનંદન કરવામાં આવ્યું.

‘દીકરીએ દીવો બળે’ એ કહેવત તો જાણીતી છે; પણ આ તો દત્તક દીકરીએ પાલક પિતાનો બુઝાતો જીવન દીપ પ્રજ્વલિત રાખ્યો એ સત્ય હકીકત દૂરદર્શનની ચેનલો પર તેમ જ સમાચાર પત્રોમાં જયારે ફ્લેશ થઇ ત્યારે દત્તક દિકરી નીમુ મોટી સ્ટાર બની ગઈ. (સત્ય વાર્તા)



Rate this content
Log in

Similar gujarati story from Children