Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Drama Inspirational Romance

3  

Mariyam Dhupli

Drama Inspirational Romance

ઈન્ટરવલ

ઈન્ટરવલ

3 mins
14.7K


એક એ રાત્રી પણ હતી....

અમિત અને કાજલનાં હાથ એકમેકમાં વીંટળાયેલા હતાં. કાજલનું માથું અમિતનાં પ્રેમપૂર્ણ ખભા પર શાંત મુદ્રામાં ગોઠવાયેલું હતું. ગરમાગરમ પોપકોર્નની સુવાસ શ્વાસોમાં ભળી રહી હતી. સિનેમા- ઘરના અંધકારમાં ફર્સ્ટ ડે -ફર્સ્ટ શો દર વખતની જેમ અચૂક નિહાળતાં બે હૈયાં એકમેકનાં વધુ નજીક પહોંચી રહ્યા હતાં. નવા લગ્ન જીવનનું અત્તર જીવનનાં દરેક ખૂણાને મહેકાવી રહ્યું હતું. બે સ્નેહસભર આત્માઓ એકમેકમાં ઓતપ્રોત હતી. બન્ને વચ્ચે અન્ય કોઈ અવરોધનો અવકાશ જ ક્યાં હતો? રોમાન્ટિક ફિલ્મ, રોમાન્ટિક ગીતો અને રોમાન્ટિમ દ્રશ્યો જોડે નવ દંપત્તિ પ્રેમનાં સમુદ્રમાં ડૂબકીઓ લગાવી રહ્યા હતાં. આખું વિશ્વ જાણે થંભી ગયું હતું. સર્વત્ર મૌન હતું. બસ એ બે હૃદયો પ્રેમની અનેરી ભાષા બોલી રહ્યા હતા, સાંભળી રહ્યા હતાં અને સમજી પણ રહ્યા હતાં. સાત ફેરાઓ જોડે બંધાયેલું આ સ્નેહનું બંધન આમ જ એકમેકનાં ખભે માથું ઢાળી સુંવાળી રીતે જીવનનો માર્ગ કાપી લેશે એની બન્ને હય્યાઓને સંપૂર્ણ ખાતરી હતી.

એક એ રાત્રી પણ હતી.....

અમિત અને કાજલનાં ઘણાં પ્રયત્નો છતાં બાળક શાંત થવાનું નામ જ લઇ રહ્યું ન હતું. એકબીજાનાં હાથમાં વારાફરતી પોતાના એક વર્ષનાં બાળકને શાંત કરવાનો પ્રયાસ કરી રહેલાં અમિત અને કાજલનાં દરેક પ્રયત્નો નિષ્ફ્ળ નીવડી રહ્યા હતાં. પૂર્વઆયોજનથી બધીજ તૈયારીઓ કરી તો હતી, સમયસર દૂધ આપી દીધું હતું, ઊંઘવાનાં બસમયની ગણત્રીઓનાં દાખલાં પણ બરાબર બેસાડી દીધાં હતાં. ઘણા સમય પછી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નિહાળવાની હિમ્મત ભેગી કરી હતી. ટિકિટ પણ ઘણી મુશ્કેલીએ મળી હતી. એકબીજાનાં ખભે માથું ઢાળી, હાથમાં હાથ પરોવી, શ્વાસોમાં શ્વાસ અનુભવી ફિલ્મ જોવાની એ ભૂતકાળની સુવર્ણ ક્ષણો જાણે એક મધુર સ્વ્પ્ન સમી યાદ આવી રહી હતી.

કુટુંબથી દૂર અન્ય શહેરમાં કામ અને વસવાટને કારણે બાળકની જવાબદારી બન્ને એ એક 'ટીમ' માફક ઉપાડવાની હતી. પોતાનાં બાળકનાં જતન અને સંભાળની જવાબદારી જાતેજ ઉઠાવવાની હતી. આજુબાજુની સીટ પર ગોઠવાઈ ફિલ્મ નિહાળી રહેલ પ્રેક્ષકોનાં હાવભાવ ઉપરથી એમનો અણગમો સ્પષ્ટ પ્રતિબિંબિત થઇ રહ્યો હતો. બાળકનું સતત રુદન શાંતિથી અને ધ્યાનપૂર્વક ફિલ્મ નિહાળવામાં વિઘ્ન બની રહ્યું હતું. અમિત અને કાજલે એકબીજાની આંખોમાં નિહાળી આખરે નિર્ણય લઇ લીધો . ઈન્ટરવલ પહેલાજ બન્ને સિનેમાઘરની બહાર નીકળી આવ્યાં. ટેક્ષી લઇ ઘરે પરત થવા ઉપડ્યા. ટેક્ષીની બારીમાંથી આવી રહેલી તાજી હવાથી બાળક નિરાંતે ઊંઘી ગયું. અમિતનાં ખભે નિરાંતે ઊંઘી રહેલ પોતાનાં બાળકને કાજલે ઠંડી હવા સામે સુરક્ષિત રાખવા ઉનની ટોપી પહેરાવી. અમિતનો સ્નેહ પૂર્ણ સ્પર્શ બાળકને થપથપાવી રહ્યો. પતિ -પત્નીના હૈયામાં ફિલ્મની જોડે એકમેકનો હૂંફ ન માણી શક્યાનો અફસોસ પોતાનાં બાળકનાં રુદન અટકી જવાની ખુશી નીચે કચડાઈ રહ્યો.

જયારે એક એ રાત્રી પણ હતી......

ફિલ્મનો શો સમાપ્ત થયો. ફર્સ્ટડે- ફર્સ્ટ શો સંપૂર્ણ નિહાળી સિનેમા -ઘરની બહાર નીકળી રહેલા અમિત અને કાજલનાં ચહેરા ખુશીથી છલકાઈ રહ્યા હતાં. અદ્દભુત ફિલ્મ, અદ્દભુત દ્રશ્યો, અદ્દભુત વાર્તાથી મન પ્રસન્ન થઇ ઉઠ્યા હતાં. બન્નેનાં ખભા ઉપર એક- એક હાથ ગોઠવાયેલો હતો. વારાફરતી બન્નેનાં ખભે માથું ખુશીથી ઢળી રહ્યું હતું. અમિત અને કાજલની આંખો સંતોષથી એકબીજા જોડે વાતો કરી રહી હતી. બન્નેનાં મધ્યમાં વિંટળાયેલો એમનો યુવાન પુત્ર માતાપિતાને પ્રેમ-આલિંગન પૂરું પાડતાં ફિલ્મની પ્રશંસા કરવામાં મશગુલ હતો.

પ્રેમની હૂંફ બમણી થઇ પરત થઇ હતી. એમનાં જીવનની ફિલ્મમાં આવેલું 'ઈન્ટરવલ' પણ સમાપ્ત થઇ ચૂક્યું હતું અને વાર્તા અત્યંત રોમાંચક મોડ જોડે આગળ વધી કહી રહી હતી..

'પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત.'


Rate this content
Log in

Similar gujarati story from Drama