Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Drama Inspirational

3  

Vijay Shah

Drama Inspirational

મનમિતથી-વિજય શાહ

મનમિતથી-વિજય શાહ

4 mins
14.6K


Posted on સપ્ટેમ્બર 29, 2018 by pravina

સૌજન્યઃ ભક્તિ શાહ

દસ હજાર માઇલની દુરી અને એકની એક દીકરીને પરણાવીને મોકલ્યા પછી ફોન ઉપર દીકરીને રડતી સાંભળવાની સજા કોઇ બાપને ના હજો. વાત તો સાવ સામાન્ય હોય પણ જમાઈના કડપને રડતી દીકરીને સમજાવવા “કળથી રસ્તો કાઢ.” કહેતા રતનલાલની આંખ ડબડબાઇ.

આશા પણ કોંપ્યુટર ફીલ્ડમાં આકાશ જેટ્લું જ કમાતી હતી. પણ આકાશ થોડોક વહેલો આવી એચ ફોર મેળવી ચુક્યો હતો..જ્યારે આશા લગ્ન કરીને આવી હતી. એટલે સીનીયર પાર્ટનર તરીકે તેને ઇગો ઘણો બધો.. આશા આમતો ઇશારે સમજી જાય પણ આકાશ એક પણ તક ના છોડે આશા જુનિયર છે તેવું બતાડવાની. સોમ થી શુક્ર તો યંત્રવત નીકળી જાય પણ શનિ અને રવિ છમકલા થાય. શરુઆતમાં તો આશા સહી લેતી પણ જ્યારે આકાશ વધારે એટીટ્યુડ બતાડે ત્યારે એકાદ ભજનીયું ચોપડી આપે. રતનલાલ ત્યાંજ ખમૈયા કરી જવા કહે અને આશા કહે “પપ્પા તમે આકાશને ઓળખતા નથી. તેને માથે ચઢી જતા વાર નથી લાગતી”.

રતનલાલ કહે "તું પુરુષના ઈગોને ઓળખ અને પ્રેમથી વાળતા શીખ. તમે બંને સ્પર્ધામાં નથી. એક મેકનાં પુરક છો. કોણ ચઢીયાતું છે તે સાબીત કરવાનું નથી. અને તે તારી જ્યોતિમમ્મી બહુ સારી રીતે જાણે છે.’

“એટલે પપ્પા તમે પણ આકાશની જેમ મમ્મી ઉપર હુકમ ચલાવતા હતા?”

“કેમ હું પુરુષ નથી? પણ મને સંભાળ પૂર્વક તારી મમ્મીએ કુમળો કર્યો.”

જ્યોતિમમ્મી મારા સારા મુદ્દાઓ શોધીને તેને વખાણે અને હું મોં ફટ એટલે તડ ફડ કરું. પણ એક વખત હું ખચકાયો. મારા થકી થયેલી ભુલને જાણે કશું થયું જ ન હોય તેમ તેણે છાવરી લીધી.તેનું મૌન અકળાવનારું હતું..પછી તો એવું વારંવાર થયું. મેં તે દિવસે જ્યોતિનો હાથ પકડ્યો અને કહ્યું “તું આવું ના કર.”

સાવ જ અજાણ હોવાનો દેખાવ કરતા તે બોલી. જુઓ “મારે માટે તમે આદરણીય છો, તમારી સાથે તું તા કરાય નહીં અને ખરી ખોટી કરીને મારે ક્યાં જવું છે? સ્ત્રી અને પુરુષ તું તા કરે તે સ્ત્રી તરીકે મને અને પુરુષ તરીકે તમને ના શોભે, એટલેજ સબસે બડી ચુપ!

“હેં મમ્મી આવું કહયુ હતું પપ્પાને?”

હા. મને મારા મમ્મીએ શીખવાડ્યુ હતું પુરુષ અને સ્ત્રી બંને નાં કામ જુદા. સમજ જુદી તો પછી સ્પર્ધા આવી જ ક્યાંથી?.

નથી તેમનાથી પ્રસુતિ સહેવાવા ની કે આપણા થી જવાબદારી લઈ સંતતિને મોટી કરી શકાવાની. અને ઉપરવાળાએ જે કામ જુદા પાડીને શરીર અંગ રચના જુદી કરી છે તે કામ શ્રેષ્ઠ રીતે કરી શકે.. અને બસ તેજ દિવસથી અમે લોકો એક્મેકના પૂરક થઈને જીવીયે છે. ખાસ તો તું અને દીદી મોટા થતા હતા અને તમારા ઘડતર માટે અમારે ઘડાવું જરૂરી હતું. તેમા એક દિવસ તારી દીદીએ મારો પક્ષ લીધો. ભુલ તેમની હતી અને તે પણ તેમના જેવી જ મુંહ ફટ એટલે હું મૌન રહી પણ તે તો બોલી જ “પપ્પા આતો મમ્મી જ છે તે તમારો અહમ સહે છે હું તો મોઢે જ કહી દઉ.”

રતનલાલ પોતાની અદાથી કહેવાયેલા સત્યને સમજી તો ગયા. પણ તેમને ના ગમ્યું તેથી જ્યોતિ મમ્મી કહે “આ ઘરમાં તેમનું અપમાન સહન નહીં થાય.’

“મમ્મી તારું પણ અપમાન સહન નહીં થાય.” મોટી મક્કમતાથી બોલી.

રતનલાલ બોલ્યા “તારી વાત સાચી છે. અમે બે તો એક સિક્કાની બે બાજુ છીએ પણ હવે ધ્યાન રાખવું રહ્યું કે ઘરમાં અમે બે એકલા નથી..વસ્તાર વધે છે તેથી આમાન્યા પણ વધવી જોઇએ.”

થોડીક ક્ષણો ભારે થઈને મૌનને સહેતું રહ્યું.

નાની આશા કહે “મારે પણ મમ્મી જેવા જ થવું છે”

“તો બે વાત સમજી જા જ્યોતિમમ્મી થવા માટે મૌન શીખી જા અને જવાબો આપવાનું છોડી દે.”

“આકાશ છો ને પછી માથે ચઢી જાય!”

આકાશ ફોન પરથી બોલ્યો. “આ તારો અકારણ ભય છે. પતિ અને પત્નિ એક મેક્નાં પુરક છે એક મેકની એબ ઢાંકવાની છે. તે જ રીતે આખી જિંદગી રહેવાશે. સમજી?” આશા સહિત સૌ ચમક્યા.

રતનલાલે ખુલાસો કર્યો આપણી વાતો ચાલતી હતી તેથી મેં તેના અમેરિકન ફોનને સાયલંટ મોડ પર મુક્યો હતો.

તે આગળ બોલ્યો જો આશા તને હું ટકોરતો હતો તે વાતને તું સહજ રીતે નહોંતી લેતી પણ હું થોડોક વહેલો આવ્યો હતો તે જ્ઞાન આપતો હતો. મેં કોર્પોરૅટ ફાઈટ જોઈ છે અને તેની તું કે હું ભોગ ના બનીયે તેની તકેદારી રાખું છું. કાલે ઉઠીને તું મારા સંતાનોની માતા બનશે ત્યારે આપણી જોબ આપણને ના નડે તે માટે તકેદારી રાખું છું. તું જેને મારો ઇગો કહે છે તે તો તકેદારી છે.”

થોડા મૌન પછી આકાશ બોલ્યો.

“હવે જલ્દી ઘરે આવી જા. પિયરમાં પરણેલી દીકરી એટલે ઠીકરી. તને ખબર છે ને?”

“એટલે મારો વિરહ તમને નડે છે ખરુંને?”

“તે નડેજ ને? સારી ટેવો પડ્યા પછી તે કંઇ ભુલાય? અને હા તારો રીપોર્ટ આવી ગયો છે મારી નાનકુડી ઢીંગલી તારી કોખમાં છે. તેને વિકસતી અને ખીલતી જોવાનાં મારા અભરખાથી તો તું વાકેફ છે ને?”

“હા. પણ હજુ તો અઠવાડીયું જ થયુંછે” આશાએ લાડ કરતા કહ્યું

“તારી ટીકીટ આવતા અઠવાડીયાની કઢાવી છે એટલે બે અઠવાડીયા તને મળશે.”

“ભલે“ કહી આશાએ હા પાડી.

રતનલાલ પ્રસ્ન્ન ચહેરે બોલ્યા “પિયર આવો તો હસતા હસતા અને પતિ અને પત્ની તરીકે જીવો રમતા રમતા.”

જ્યોતિબા કહે અમારો તો કોઇ દિવસ એવો નહોંતો જતો જ્યાં અમે લઢ્યા હોઈએ પણ રાત પહેલા ભેગા થઇએ ના તો બંને ને ચેન ના પડે. યાર લઢવાનું કોનાથી? મનમિતથી?


Rate this content
Log in

Similar gujarati story from Drama