Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy Others

2.5  

Vijay Shah

Tragedy Others

ટર્નીંગ પોઈન્ટ-૫

ટર્નીંગ પોઈન્ટ-૫

5 mins
13.8K


પ્રકરણ:મેઘાનો સારો અનુભવ

રેડિઓ ઇંટરવ્યુ પછી ભદ્રાએ તેની ફાઇલ અક્ષર, મેઘા અને રૂપાને મોકલી. તે બીજી વખતે સાંભળતા પરી બોલી, "વિડીઓ પ્રકરણ ન ચર્ચાયુ તેમાં હું તો કપાઇ ગઈં." મેઘા કહે, "વાત તો સાચી છે મારું મન તે વિડિઓ જોતા તેં કરેલી ટકોરને કારણે બદલાયુ હતું." અક્ષરનાં ચહેરા ઉપરનો આનંદ અદભુત હતો. જો તેં ધ્યાન તેં ન દોર્યુ હોત તો કદાચ માતા તરીકેની મારી મૂળ ફરજ ચુકી જાત. મારા વિચારોમાં આ ટર્નીંગ પોઇંટતારા થકી હતો. મને અને અક્ષરે આ કાર્ય બદલ તને ધન્યવાદ કહેવાના તો બને જ છે.

રૂપા તે વખતે આવી હતી. અને આ ચર્ચા સાંભળી ને તે બોલી “ચાલો એ નામે આઈસ્ક્રીમ હું લઇ આવું. પરી કહે એમ નહીં “અક્ષરભાઇ આવે ત્યારે સાથે જઇશું” થોડા સમયની શાંતિ પછી રૂપાએ પુછ્યુ – 

“અક્ષર ક્યારે આવે છે?”

“આ વીક એંડમાં આવે છે તને નથી જણાવ્યુ ?”

“ ના. અને મને તો એ આવીને ઠેઠ સાંજે મળવાનાને ?”

‘ હા ભાઇ હા. તમારો ટાઇમ સ્પેશ્યલ. એમાં અમારી ડખલ ના ચાલે.”

“ના એવું કશું નથી અને અમે સમજીને અંતર રાખીયે છે ઘી અને આગ ભેગું થાય તેવું કશું જ નથી કરતા. એટલે આપણે બધા સાંજે સાથે જઈશું. હું તો તેને જોઇને જ રાજી.

મેઘા કહે એ બધા નિયમનો જો તમે સમજીને પાળો તો સારુ બાકી હવે તું પણ અમારા કુટુંબનો ભાગ છું તે તો કહેવાની જરુર નથી. કેમ ખરુંને ?”

“હા એ તો છેજ. પણ આજે મારે મરાઠી વાનગી બનાવતા શીખવાની છે. તો રસોડામાં ક્યારે જવાનું છે ?”

પરી કહે “અક્ષરને તો કોપરુ નાખેલ દાણાની કચોરી ભાવતી હોય છે પણ અત્યારે તો સાદુંજ ખાવાનું બનાવશું”

“ભલે તમે સાદુ ખાવાનું બનાવજો હું થોડા માવાનાં મથુરા પેંડા બનાવીશ. હું બધુ સીધુ સામાન લાવી છું.”

મેઘા કહે “તારે સિધુ લાવવાની જરૂર નથી આપણે ત્યાં બધુ મળશે.”

“એમાં નખાતી કેટલીક વસ્તુ ઓ ક્દાચ ના હોય. જેવી કે માવો અને ખડી સાકર એટલે તે હું લાવી છુ.”

“સરસ તને જોઇતી બીજી વસ્તુઓ ફ્રીઝમાં મળશે. પરી પણ તને મદદ કરશે”

તે થોડું મલકી પછી કહે “પરી તો મારી એંજલ બહેનપણી પહેલાં છે નણંદ બા તો ક્યારેય નથી થવાની”

“કેમ અલી આવું બોલે છે ?”મેઘા એ વાંધો લીધો

“હા રૂપા તારી વાત મને ગમી”

“હાસ્તો પહેલા તે મારી મિત્ર વધારે છે. સિનિયર છે. મારા અને અક્ષરના પહેલા જુનિયરની માસી.

મેઘાએ ફરી થી ટહુકો કર્યો અને ફોઇ ક્યારે બનશે ?

"જ્યારે તે નામ પાડશે પછી."

સૌ મલકી રહ્યા. હજી તો ભેંસ ભાગોળે છે અને ઘરમાં ધમાધમ ચાલી છે.

"ચાલ પરી રસોડામાં કારણ કે છે મિઠાઇ સાદી પણ સમય અને મહેનત વધુ છે આ માવાને ધીમા તાપે શેકવાનો છે. ૨૦૦ ગ્રામ માવો બદામી રંગનો થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે.ઍટલે મારે ભાગે મજુરી છે ?" પરી બોલી ત્યારે હસીને રૂપા, "બોલી ના યાર મજુરી તો મારી પણ તેને માટે મને વાસણ જોઇશેને ? અને તબેથો પણ. તારે તો આ ખડી સાકરનો ભુકો કરવાનો છે અને કેવડાનો અર્ક મને આપવાનો છે.

મેઘા કહે “એટલું ધ્યાન રાખજો કે બદામી રંગનો માવો થયા પછી ઠંડો એકદમ ન કરશો. સહેજ હાથમાં લેવાય તેવો હોય ત્યારે ખડી સાકર અને કેવડાનો અર્ક ભેળવશો”

રૂપા કહે “ત્યારે મમ્મી તમને બોલાવી લઈશું”

બે બહેનપણીઓએ માવો તો દસ મિનિટમાં બદામી કરીનાખ્યો પણ તેને ઠંડો કરતા ૨૦ મિનિટ થઈ અને માવાનાં ભારો ભાર ખડી સાકર નાખી, એલચી આંઠ દાણા ક્રશ કર્યા ત્યારે મેઘા માની ગઈ જાનકીએ કેળવેલી છોકરી તેને ત્યાં આવી છે. નાની ચમચી ના માપે વીસ પેંડા તૈયાર થયા. પછી ખડી સાકરનાં ભુકો ભભરાવીને પ્લેટમાં ગોઠવ્યા. અને ઠંડા કરવા મુક્યા ત્યારે પરી બોલી. મારી સખી આ પેંડાની ખડી સાકર જેમ અમારા ઘરમાં રૂપા તારું સ્વાગત છે.

મેઘા ત્યારે બોલી “મારે તો એક દીકરી હતી અને હવે તું આવી તેથી વહુ નહીં તું પણ મારી દીકરી બનીને રહીશ. ભગવાન તારું ભલું કરે, અને વીસ ડોલરની નોટ તેના હાથમાં આપી.

પરી કહે “મને ?”

રૂપાએ તે નોટ પરીને આપવા માંડી ત્યારે મેઘા બોલી “ના બેટા તારું આ ઘરમાં સ્વાગત છે.તારો હક્ક છે પરિનું તો આ આખું ઘર છે. અને તેં પહેલી વાર રસોઇ બનાવી છેને ?” પછી પરીને પણ દાપુ આપ્યુ અને કહે આ આપણા સંસ્કાર છે. બધુ વહેંચીને ખાવુ. સુખ હોય કે દુઃખ.”

મેઘા દ્રવી ગઈ અને બોલી “પરી તારો તો બહુ જ આભાર. આવી ગુણિયલ વહુને મેળવવી એ પણ એક શુભ શુકન છે.”

રૂપા મેઘાને પગે લાગતા બોલી “મા તમને કહું તો આપનું સાસુપણુ ઉજળુ થશે. અને મને એક વધુ મા મળશે”. મેઘા એ આશિષો આપી અને દસ પેંડા પ્લાસ્ટીકની સેંડ વીચ બેગમાં ભરીને આપ્યા. રામ અવતાર અને જાનકી માટે

પાંચ વાગતા રૂપા નીકળી. ત્યારે એક પ્રકારનો આનંદ લઇને તે નીકળી. જમવા રોકાવાનો આગ્રહ કર્યો પણ ટ્રાફીક વધી જશે વાળી વાતે મેઘા વળી ગઈ અને સાથે સાથે તેને અક્ષર આવે ત્યારે સવારથી આવી જજેનું આમંત્રણ પણ આપી દીધું.

મૈન રોડ ઉપર ચઢતા રેડીયો ઉપર ગીત વાગતું હતું

તુમ્હે ઓર ક્યા દું, મે દિલ કે સિવા. તુમકો હમારી ઉમર લગ જાય.

તે મલકી સાથે સાથે તે ગીત ગણગણી રહી. તેને લાગ્યું કે અક્ષર તેની સાથે છે અને તે જાણે અક્ષરને આ ગીત સંભળાવી રહી હોય તેમ અનુભવ્યું. કાશ કે વચ્ચેનો કોર્ટ્નાં આક્ષેપો પ્રતિઆક્ષેપો બંન્ને વચ્ચે આવ્યા જ ન હોત તો ? ઘરે પહોંચીને પહેલો અનુભવ જાનકી ને કહેવો કે નહી તે દ્વીધા અનુભવતી રૂપા ઘરે પહોંચી ગઈ.

જાનકી તેની રાહ જોતીજ હતી, “સાસરવાસ જઈ આવી ?”

“હા મા મને તો બીજી મા મળી. બહુ સારા લોકો છે મા. મને દીકરીની જેમ સાચવી છે. હું તો મેઘાબાને ફીલ્મોની લલિતા પવાર જેવી માનતી હતી પણ ના એવું નથી.”

જાનકીને હજી ભરોંસો બેસતો નહોંતો પણ તે પોતની મજબુરી પણ સમજતી હતી.

મથુરાનાં પેંડા કાઢીને આપ્યા અને આખો પ્રસંગ વિગતે કહ્યો. મેઘા આ લગ્નને આનંદનો પ્રસંગ માને છે તે વાતે તેને થોડી રાહત આપી. તેના મનમાં ચાલતા અવઢવ કોને કહે ? રામ અવતાર પણ આ ઘટના ને કુદરતી રીતે કર્મનાં લેખા જોખા કહી શાંત થઈ જતો. પણ પોતે તો મા છે ને ? હવે ફડકતે હૈયે "અક્ષર આવશે ત્યારે ?" ની ફડક ચાલુ થઈ.

તે રાત્રે જાનકી રામ અવતાર સાથે વાતો કરતા બોલી “મેઘાનો સારો અનુભવ લઈને રૂપા આવી છે. મને તો લાગે છે તે લોકો પાસે બે ચહેરાઓ છે. કૉર્ટ્માં ગયેલ કેસ કેવીરીતે બદલી નાખ્યો હતો ?

રામ અવતાર કહે રૂપાને સમજાવી દે “જ્યારે અક્ષર કે મેઘા ચહેરો બદલે ત્યારે એકદમ સાવધ થઈ જવું.”

“હું ચિંતિતછું તે ઘડી ન ઓળખાય ત્યારે ?”

“જો તે ઘડી ન આવે તેટલા પૂર્વ પ્રસંગ તેને સમજાવી દે અને કહે કે સાવધ રહેજે આ પ્રસંગો લગ્ન પછી જ ભજવાય તે તારા હીતમાં છે આજનું વિજ્ઞાન અને ટેક્નોલોજી એટલી વિકસેલી છે કે તેઓને આ સમજાવવુંજ નથી પડતું. ગુગલ આવી તકલીફોનું નિરાકરણ પણ બતાવતું જ હોયછે”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy