Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Classics

4  

Pravina Avinash

Inspirational Classics

ખીચડી

ખીચડી

2 mins
14K


'અરે શું ગરમા ગરમ ખીચડીની મસ્ત ખુશ્બુ સારા ઘરમાં આવે છે.' નોકરી પરથી ઘરમાં પ્રવેશાતાં સુકેતુ બોલ્યો.

નાક ચડાવીને ચંપલ કાઢતાં નીલી બોલી, 'ઓહ, માય ગોડ આજે ડીનરમાં ખીચડી છે?' જાણે કારેલાંનું શાક ન હોય!

‘મમ્મા , આજે તમારી તબિયત સારી નથી?’

'કેમ બેટા એમ પુછે છે?'

'ના, આતો તમે આજે ખીચડી બનાવી છે ને એટલે.'

'નીલી, બેટા આપણા ઘરમાં ખીચડી સહુને ખૂબ ભાવે છે. નિરવને પૂછી જો.'

ત્યાં નિરવ કપડાં બદલીને ડાઈનિંગ રૂમમાં આવતો જણાયો. નામ સાંભળીને બોલ્યો, 'નીલી, તું મમ્માના હાથની ખીચડી, કઢી અને બટાકા રિંગણનું શાક ખાઈ જો, આંગળા કરડી ખાઈશ.'

'મમ્મા, અમારે ત્યાં તો ઘરમાં કોઈ માંદુ હોય ત્યારે મારા મમ્મી ખીચડી બનાવે. તે દિવસે હું અને મારો નાનો ભાઈ પિઝા મંગાવી લઈએ.'

'બેટા, તું ચાખી જો નહીં ભાવે તો નિરવ તારા માટે પિઝા લઈ આવશે!'

બધા ટેબલ પર ગોઠવાયા. કલાત્મક રીતે ટેબલ પર બધું ગોઠવાયું હતું. ખીચડીની સોડમ તો નાકમાં ઘુસી જતી હતી. સાથે સરસ મઝાની કઢી, રીગણ બટાકાનું શાક, કાંદા ટામેટાંનું કચુંબર, ડબલ મરીના શેકેલાં પાપડ, ખાટું મેથી ચણાનું અથાણું. નિરવને માટે તડકા છાંયાનો છુંદો. તાજી કોથમરીની લસણવાળી ચટણી.

નીલીને લાગ્યું જો આ રીતે ખીચડી ખાવાની હોય તો સારી લાગવી જોઈએ. બધાની સાથે જમવા બેઠી. જો કોઈને જોઈતા હોય તો મમ્માએ પરોઠા બનાવ્યા હતા. ખીચડી ચડતી હોય ત્યારે અંદર મેથી, મરી, તજ, લવીંગ અને ઘી નાખ્યા હતા. જેથી ગેસ ન થાય અને સારી રીતે પચે.

મમ્મા નિરવના લગ્ન પછી જોબ કરતાં નહી. તેથી સહુની સગવડ સચવાતી અને રાતના ડીનર સહુ સાથે માણતા. એમને ખબર હતી, 'ફેમિલિ હુ ટેક્સ ડીનર ટુગેધર સ્ટેઝ ટુગેધર.'

કોઈ તો બોલતાં બોલે. 'જમ્યા પછી નીલી તરત બોલી, ‘મમ્મા આવી રીતે ખીચડી ખાવાની હોય તો, આઈ ડુ નોટ વૉન્ટ પીઝા.'

'સારું, બેટા મને આનંદ થયો તને ભાવી.'

આ તો સામાન્ય વાત થઈ. બાકી ઘરે ઘરે સાંભળવા મળે છે, ખીચડી કાંઈ ખાવાની વસ્તુ છે. દાળ અને ચોખાનું મધુરું મિલન, બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય. પોતાનું અસ્તિત્વ વિસરી સહુન શાતા આપે. પેલી નાનપણમી વાર્તા હજુ પણ યાદ છે.

'ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો.'

જેને રાંધવામાં કોઈ ખાસ મહેનત નહી. એ ડાયલોગ બરાબર યાદ છે, 'હની તું થાકી ગઈ છે. બસ ગરમા ગરમ ખીચડી બનાવી દે. આપણે સાથે ડીનર લઈશું.'

ખીચડી પચવામાં હલકી, ખાવ ત્યારે સંતોષ થાય. બનાવવામાં મહેનત ઓ્છી. વળી વાસણ પણ ઓછા સાફ કરવાનાં. જો વધારે પૌષ્ટિક બનાવવી હોય તો અંદર શાક નાખવા. જૂની વાત સાંભળી હતી તે અચાનક યાદ આવી ગઈ. કાઠિયાવાડીમાં લગ્ન પછી નવી વહુ ઘરે આવે ત્યારે શુકનમાં ખી્ચડી રંધાય. તેઓમાં માન્યતા છે કે જેમ દાળ અને ચોખાના મધુરા

મિલનથી ખીચડી બને છે. તેવો સુંદર મધુરો તમારો સંસાર બને.

ખીચડી પુરાણ બહુ લાંબુ ચાલ્યું. સ્વપનામા ખીચડી આવે તો ખાજો અને માણજો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational