Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Romance

3  

Vijay Shah

Inspirational Romance

સપ્તપદીની પ્રતિજ્ઞા (૫)

સપ્તપદીની પ્રતિજ્ઞા (૫)

14 mins
13.9K


“ભલે કહીને ફોન મુકાયો.”

શશી એ સુશીલાની સામે જોયું અને બોલ્યો, “શું કહે છે કઈ નવા જુનીની વાત કરે છે?”

“કાલની રાતના તમારા નશામાં જે પરાક્રમ કર્યુ છે તેની અસર મહીના પછી ખબર પડશે તે નવા જુનીની વાત કરું છું.”

શશી આ સમાચાર સાંભળી ઉછળી પડ્યો… ત્યારે સુશીલા ફરીથી બોલી, “આ તો ધારણા છે. કાલનો યોગ સંપૂર્ણ હતો તેથી તે શક્ય છે.”

"ઑહ માય ગોડ!" શશી સુશીલાને ઉપાડીને બે ત્રણ ચક્કર ફેરવી રહ્યો… ખુશીનાં પુષ્પો ખીલી ગયા અને નાના બાળકની કીલકીલિયારી તે સાંભળી રહ્યો.

ગાડીમાં બેસતાં તે બોલ્યો, “હવે તને સુશીલા નહીં કહું “મૉમ“ કહીશ.

“હવે લાજો જરા... હું કંઇ જીવકોર બા નથી તે તમે મૉમ કહો અને તેટલી ઘરડી પણ હું નથી.”

“બાબલાની મોમ કહું તેનાં કરતા એકલી મોંમ કહું તો ચાલે ને?”

સુશીલાને કાલા કાઢતા શશીની વાતોમાં મઝા પડી. તે કહે, “અરે! હજી તો બીજ વવાયું છે અને નક્કી પણ કરી લીધું કે બાબલો છે...? બાબલી પણ હોય...”

“ગમે તે હોય પણ હું પોપ અને તું મોમ તો થવાની ને?"

“હા, ભાઇ હા તે વાત તો સાચી પણ આ એક લાંબી સફર છે અને હું બીન અનુભવીમાં છું. કોણ જાણે ક્યારે શું થાય?”

“કશું જ નહીં થાય...” તે ગાડી ચલાવતો રહ્યો…

સ્ટોર આવી ગયો હતો. હલકેથી સુશીલાને તેની પાસે ખેંચી ચુમી લેતા બોલ્યો, “વેલ્કમ મૉમ!”

સુશીલા જોઇ શકતી હતી શશી.

સુશીલાને પત્ની તરીકે સ્વીકારતાં કદાચ પુરુષ અહમ આડે આવતું હતું પણ સંતાનની માતા તરીકે બહું જ આદર અને માનથી તે તેને જોતો હતો...”

માર્થા તેની કારમાંથી આ દ્રશ્ય જોતી હતી... તે મનોમન બબડી આ જોડું સુખી થઇને રહે પ્રભુ તેવી મારી પ્રાર્થના.

માર્થા સ્પેનીશ હતી. આખાબોલી હતી અને સાચાને સાચું કહેવાની ટેવને કારણે તેના પતિ આર્થર સાથે લાંબું લગ્ન જીવન ના ચાલ્યું. સુશીલામાં તે તેનો ભૂતકાળ જોતી હતી. સુશીલાને તેણે તેજ કહ્યું હતુંં, જે તે માનતી હતી. પણ સુશીલાએ કોઇ એક્ષન ના લીધું અને તેણે તે એક્ષન લીધું હતું.

આર્થરનો દ્રોહ તે જીરવી ન શકી અને પોલિસ એક્ષન લેવાઇ ગયું. જે અંતે છુટાછેડામાં પરિણમ્યું. શશી તેને ગમતો હતો પણ તે એક નાના ભાઇની જેમ તેને જોતી હતો. તેણે સ્ટોર ચાલુ કર્યો ત્યારથી માર્થા તેની સાથે હતી. તેની કામથી કામ રાખવાની નીતિ શશીને ગમતી હતી. તેનાથી સાત વર્ષે મોટી હતી તેથી ક્યારેક સલાહ આપી બેસતી જે સવિનય તે નકારતો અને તેણે ધાર્યુ હોય તેમ જ વર્તતો. હાથની ચોખ્ખી તેથી શશી તેને મોટી બેન કહી ને સાચવતો.

માર્થા જ્યારે સ્ટોરમાં કામ કરતી હતી ત્યારે જ આર્થર સાથે ડાઇવોર્સનો કેસ ચાલતો હતો. શશીએ એક વખત સ્ટોર ઉપર આર્થરને ધમકાવી નાખ્યો હતો અને આવેગમાં બોલી ગયો હતો. સ્ટોર ઉપર આવી ને ગરબડ કરીને તો મારા જેવો કોઈ.ભૂંડો નથી.

આર્થર કહે, “પણ માર્થા મારી પત્ની છે. અને કયા પતિ પત્ની વચ્ચે ઝઘડા નથી થતા?”

શશી કહે, “મારી તે મોટી બહેન પહેલા છે. એમ્પ્લોયઈ પછી છે તેથી તને હાલ તો સમજાવું છું પણ બીજી વખત તેની કોઇ ફરિયાદ આવી તો હું તને પહેલા ઝુડીશ અને પછી ચોરીનાં આળ સાથે જેલ કરાવીશ. એમ ના સમજતો કે માર્થાનું કોઇ નથી. તે દિવસ અને આજદિન સુધી આર્થર માર્થાને સ્ટોર ઉપર મળવા આવ્યો નહોતો. આમ તો વાત નાની હતી પણ માર્થા તેનો ઉપકાર માનતી હતી.

દિવસો જતા હતા. જીવરાજ પાર્કમાંથી ધીરી બા જીવકોર બા અને પર્ભુ બાપા આવવાનાં દિવસો ગણાતા થયા હતા. શશી સાત પ્રતિજ્ઞાઓ સમજી ગયો હતો અને તેની ડાફોળીયા મારતી નજર હવે ડાફોળીયા તો મારતી જ હતી પણ તે સુશીલાને શોધવા જ વ્યાકુળ રહેતી. અને આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે બે મા અને પરભુબાપા છોકરીને ત્યાં આવી પહોંચ્યાં.

સુશીલા અને શશી બંને તેમની અલ્ટીમા લઈને એરર્પોર્ટ ઉપર રાહ જોતા હતા. પ્લેન તો બે વાગે આવી ગયું હતું પણ બહાર નીકળતા તેમને ચાર વાગી ગયા હતા. ૬ બેગો અને મુવીંગ ચેરમાં જીવકોર બા સાથે પરભુબાપા અને ધીરી બા સાથે જ્યારે બહાર નીકળ્યા ત્યારે હ્યુસ્ટનનું વિશાળ પ્લેટ્ફોર્મ જોઇને આશ્ચર્ય ચકિત હતાં.

છ વર્ષથી કાળી મજૂરી કરતા શશીને ખાસ એરર્પોર્ટ પર જવાનું થતું નહીં. તેથી માર્થા પણ સાથે હતી બે ગાડી હોય તો સામાન લાવવાની તકલીફ ના પડે. પાસપોર્ટ ઉપર પ્રવેશનાં સિક્કા મારી સામાન લઈને બહાર આવ્યા અને સુશીલાને જોઇ ત્યારે ધીરી બાને હાશ થઈ. દોડીને આવતી સુશીલા ધીરી બાને ભેટી પડી. બંનેની આંખમાં હરખનાં આંસું હતાં. પાછળ ચેરમાં આવતા જીવકોરબાને સુશીલા અને શશી બંને પગે લાગ્યાં. પરભુ બાપા છેલ્લા હતા. માર્થા આગળ આવીને પરભુ બાપા પાસેથી સામાનની ટ્રોલી લીધી અને “હાઇ ઓલ્ડ મેન!” કહી હાથ મીલાવ્યા. શશી સાથે હતો તેથી તેણે પરભુ બાપાની ઓળખાણ કરાવી.. “આ મારી અહીંની મોટી બેન માર્થા” શશીનો વિનય યુક્ત વર્તાવ જોઇને સૌ રાજી હતા.

સુશીલાનોં ચહેરો આનંદથી પૂર્ણ ચંદ્રમા સમ ખીલેલો હતો. કારમાં બેસતા જીવકોરર્બા બોલ્યા, “સુશી, વહુ સાસરે ફાવે છેને?”

“બા અહીંતો સાસરા જેવું કંઇ હતું જ નહીં તમે આવ્યા એટલે હવે સાસરા જેવું લાગશે.”

“તારી બા અને બાપાને સાથે એટલા માટે લીધા કે મારો પણ દિ’ જાય.”

“બા! એ તો બહુ સારુ કર્યુ. ઘરમાં હવે વસ્તી લાગશે બાકી તો અમે બે જ હોઇએ. ઘરે આવે એટલે એ તો ખાઇને સુઈ જવાની જ વાત!” આ મહીનો તો કાઢ્યો પણ નવું ભણવામાંથી ઊંચા જ ના અવાય.”

“અલી છોડી તારે વળી શાંનું ભણવાનું?”

શશી કહે, “સ્ટોર ઉપર કેશીયરનું કામ કરવાનું એટલે કેશ બોક્ષ ચલાવતા અને ઘરાકો સાથે વાતો કરતા શીખવાનું ને?”

“તે તો ભણેલી છે તેને શું શીખવાનું?" પરભુ બાપા બોલ્યા.

શશી સહેજ મુંછોમાં હસ્યો એટલે સુશીલા એ વાતનો દોર પકડ્યો. “બાપા ભારતનું અગ્રેજી અને અહીંનું અગ્રેજી કેવી રીતે જુદું પડે તે સમજાવ્યું. આપણા ભારતનાં ઉચ્ચારો બ્રીટીશ અંગ્રેજી જ્યારે અમેરિકન અંગ્રેજી તેનાથી દરેક રીતે જુદા. તેથી શરુઆતમાં સમજતા અને બોલતા તકલીફ પડે.

માર્થાની ગાડીમાં બધો સામાન મુકાયો અને શશી સાથે ભારતનાં મહેમાનો અને સુશી બેઠા. એરપોર્ટથી બહાર નીકળતા શશી માર્થાને ફોલો કરતો હતો ૬૧૦ના લૂપથીતે છુટો પડી ગયો. તેને ૪૫ પકડીને એરપોર્ટ બુલેવર્ડ જવાનો રસ્તો ખબર હતો અને માર્થા સીધી સ્ટોર ઉપર જવાની હતી તેને જોહનને છોડાવવાનો હતો…

અમેરિકન જિંદગીમાં શશી અને સુશીલા ત્રણે વડીલોને ધીમે ધીમે લાવી રહયા હતા. ઘરમાં દાખલ થતાની સાથે શશીએ કહ્યું, “તમે લોકો ચા નાસ્તો કરો ત્યાં સુધીમાં હું સ્ટોર ઉપરથી માર્થાની ગાડીમાંથી બેગો લઈ આવું છું.” સુશીલા એ બાથરુમમાં નહાવાનું પાણી મુકી દીધું અને ગરમ ગરમ દાળવડા તળવા માંડી ઘરમાં વડીલ હોય તો યુવા પેઢી એક અજબ શાંતિ અનુભવવા માંડે છે. ધીરી બા અને જીવકોર બાની હાજરીથી એવી ઠંડક તે અનુભવવા માંડી.

શશી બેગો લઈને આવ્યો ત્યારે તેને ઘરમાં દાખલ થતા ખાડાનાં દાળવડા જેવી સુગંધ આવવા માંડી ત્યારે તે પ્રસન્ન થઈ ગયો. સાંજનાં ૫ વાગ્યા હતા અને સરસ આદુ અને એલચી વાળી ચા. તળેલા અને કાપેલા મીઠાવાળા મરચા સાથે દાળવડાની પ્લેટ સાથે સૌ નાસ્તો કરવા બેઠા ત્યારે સાસુમાનું પહેલું સર્ટી ફીકેટ મળ્યું. અલી છોડી ગરમા ગરમ તારા આ નાસ્તાએ મન અને પેટને તરબતર કરી નાખ્યું.

"ચાલ! મને શાંતિ થઇ મારો શશી ખાવાનું તો સારુ પામે છે. ધીરીબેન તમે છોડીને સારી કેળવી છે." મા અને દીકરી પ્રસન્નતાથી જીવકોરબાને જોઇ રહ્યાં ત્યાં શશી બોલ્યો. ”બા આતો હજી શરુઆત છે પણ સવારનો દરેક નાસ્તો અમદાવાદનો નાસ્તો હોય છે. ક્યારેક ચંદ્રવિલાસ્ના ફાફડા તો અગ્રવાલની જલેબી ને રાયપુરનાં ભજીયા ખાવા મળશે.

પરભુબાપા અને ધીરીબા પ્રસન્ન હતા. - સુશીલા નામ ઉજાળી રહી હતી.

પરભુબાપા બોલ્યા, “સુશીલા થોડીક ભરાઈ છે નહીં?”

“સાસરવાસી છોકરી પતિનાં પ્રેમને પામે એટલે શરીરે ભરાય જ.” જીવકોર બા પ્રસન્નતાથી પરભુબાપાની વાતને સંમતિ આપી ત્રણે માબાપે ઠરેલા દિલે આશિષો આપી.

બીજે દિવસે સવારે મોર્નીંગ સીકનેસ વધારે હતી..ધીરીબા એ સુંઠ અને ગંઠોડાની રાબ બનાવી આપી હતી અને ડોક્ટરની ઉબકા બેસાડવાની દવા પણ ચાલુ હતી

જરા સારુ લાગ્યું ત્યારે જીવકોર બા બોલ્યાં, “તારે આજે સ્ટોર ઉપર જવાનું નથી.”

“બા જવું તો પડશે આજે માલ ભરવાનો દિવસ છે એમને હું જઈશ તો માલ ભરવામાં રાહત થશે.”

“તને ઉલટીઓ થતી હતી તેથી શશી જ ના પાડીને ગયો છે સમજી!”

ત્યાં ફોનની ઘંટડી વાગી અને જીવકોર બા બોલ્યાં, “ હું ફોન લઉં છું તારે પથારીમાંથી ઉઠવાનું નથી.”

ફોન લેતાં એ બોલ્યાં, “હલો!”

ફોન ઉપર શશી હતો. “કેવી છે સુશીલાની તબિયત?”

જીવકોર બાને તેમના દિવસો યાદ આવતા હતા. શશીનાં બાપુજી પણ આવી જ રીતે ચિંતીત રહેતા હતા.

કહે છે માબાપની ઠરેલી આંતરડીએ આપેલા આશિર્વચનો સંતાનોની મોટી મૂડી થતી હોય છે. જો કે માબાપની તો ગાળો પણ ઘીની નાળો હોય છે. તો પછી આ આશિષો ખાલી થોડા જાય?

પંદરેક દિવસમાં એ સમાચાર આવી ગયા જેની સૌને ઇંતજારી હતી.. મૉર્નીંગ સીકનેસની નિશાની ઓ ઉલટી અને શરીરમાં અસુખ દેખાવા માંડ્યુ. ડોક્ટરે સુશીલા સગર્ભા હોવાની અને દવાઓ આપી અને અંદાજીત ડીલીવરી ડેટ પણ આપી દીધી.

ઘરમાં નાનો મહેમાન વાજતે ને ગાજતે આવી રહેવાનાં સમાચારે જીવકોર બાને ઘેલા કર્યા અને ધીરી બાને ચિંતાતુર. શશી પણ હજી તૈયાર નહોંતો પણ ૨૮ તો થયા વાળા જીવકોરબાની દલીલ સામે ઝુકી પડ્યો.. પરભુબાપા માનતા હતા કે સુશીલા હજી કાચી છે તેને ભોળવવી એ સહજ વાત છે. અને વળી બહાર ફરતા માણસ પર ભરોંસો કેવી રીતે મુકાય? અને બે મહીનામાં તો ભારે પગી થઈ એટલે હવે તો પગ બંધાઈ જ ગયા.

ધીરીબા પરભુબાપાનાં સ્વભાવથી વાકેફ હતા તેથી કહેતા “ એકલો શક ન કર્યા કરતા છોકરી કેટલી ખુશ છે તે ઘટના પણ જોતા રહેજો..અઠવાડીયુ પણ થયું નહોંતુ અને પરભુબાપા એ સ્ટોર ઉપર જઈને બેસવાની વાત કરી ત્યારે જીવકોરબા અને શશી બંને ચમક્યા.

જીવકોર બા કહે “વેવાઈ હજી હમણાં તો આવ્યા છો જરા થાક ખાવ!”

પરભુબાપા કહે “ મને ઘરમાં બેસી રહેવું ના ફાવે..હું તો બજારનો માણસ.. ફરતો જ સારો.”

શશીએ સુશીલા સામે જોયું અને સુશીલા બોલી “બાપા કાલ સવારે આપણે સાથે જઇશું ગમે તો બેસજો નહીંતર આપણે પાછા આવી જઇશું.”

બીજે દિવસે સ્ટોર ઉપર જઇને પ્રભાવીત તો થયા પણ કેટલું કમાય છે અને કેવી રીતે કમાય છે તે જાણવા પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યુ.

શશી એ ગુજરાતીમાં જ જવાબ આપ્યો. "વડીલ કેટલું કમાઉં છું તે જાણવા આવા પ્રશ્નો અહીં લોકો પૂછતા નથી પણ એક વાત કહી દઉં છ વરસમાં બે સ્ટોર કર્યા વર્ષે દહાડે બે લાખ તો કમાઉ છું."

“પરભુબાપાને છક્ક કરવાનો સરસ અને ફાંકડો પ્રયત્ન છે પણ મને તમે કહો છો એટલી ઘરાકી દેખાતી નથી.”

"કેટલા પંપ છે તે જુઓ અને આખા દિવસનો ટ્રાફીક જુઓ એટલે લીટરનાં ૧૫ સેંટ પ્રમાણે ગણશો તો પંપનો મારો વકરો મહીને દહાડે ૪૦,૦૦૦ છે વળી જુનો માલ ભરેલો હોય અને ભાવ વધારો આવે ત્યારે બૉનસ પણ મળી જાય."

“એમ?” જરા નવાઇ બતાવતા પરભુબાપા બોલ્યા, “જેટલું કમાઓ છો તેટલું ઘરમાં રાચ રચીલું તો દેખાતું નથી.”

"આ કોફી પૉટ અને સેંડવીચમાં તો મજૂરી એકલી જ છે એમાં શું મળે?"

"સવારનાં ૨૦ પૉટ્માં ખર્ચો ૫ ડૉલર અને કપ ભરાય ૨૦. એટલે જરા હિસાબ કરો ૧૦૦ ડોલરનાં ખર્ચા સામે ૪૦૦ ડોલર આવે.. આમ રોકડી કમાણી ૨૫૦ની..૫૦ જેટલા કપો મફતમાં જાય.કૉફી પોટમાં ૫ કલાકનાં કામ સામે ૨૫૦ ડોલર મળે. વળી કૉફી સાથે ડોનટ, ક્રેસંટ અને બેગલ ખપે તે નેવું ટકાનો ધંધો એટલે મારો પોટ અને બ્રેકફાસ્ટ નો ધંધો ૮૦૦થી હજાર રોજનાં આપે. દસ વાગ્યા પછી સેંડવીચ વેફલ, ફ્રુટ્સ આઇસ્ક્રીમ અને પોટેટો ચીપ્સ ચાલે."

હવે શશીમાં તેમને હીર દેખાવા માંડ્યું. ૪૦,૦૦૦નાં વકરામાંથી પગાર, યુટીલીટી અને ભાડા ખર્ચો કાઢતા મહીને ૩૦,૦૦૦ ડોલર કમાતા આ જમાઇની ૩૫ રૂપિયે ગુણતા લાખ રુપિયા ઉપરની આવક છે. સુશીલા આ તાલ જોતી હતી. “બાપા ઘરે જવું છે કે હજી ઉલટ તપાસ ચાલુ છે?”

“મને તો શશીકાંતની વાત ત્યારે સમજાતી નહોતી હવે સમજાઇ ગયું કે મજૂરીની વાત કામ કરનારા માણસો માટે છે માલીકો માટે તો જલસા જ છે… નૉટૉ છાપવાની ટંકશાળ ચાલતી હોય ત્યારે તેને છોડીને કોઇ શાને માટે જાય?"

જેટલા ઘરાકો આવે તે હસતા હસતા આવે અને હાય શશી કહેતા જાય અને મશીન ટણીંગ ટણીંગ અવાજ કરતું જાય અને રોકડ કે ક્રેડીટ કાર્ડમાંથી ડોલર ભેગા થતા જાય.

સાડા અગીયારે બ્રંચ ખાઇને કેશ લઈને બેંકમાં તે જમા કરવા જાય. પાછા આવીને સપ્લાય કરતી બધી એજન્સીનાં ચેક લખાઇ જાય. અને બીજે દિવસે નવો માલ આવે. તેને ચેક અપાય અને સાંજ સુધીમાં બધો માલ સ્ટિકર લગાડીને ગોઠવાઇ જાય

વચ્ચેના સમયે ચોપડા લખાઇ જાય અને સિલક મેળવાઇ જાય અને નફાની ખતવણી થઈ જાય આમ સવારનાં પાંચથી રાતનાં ૧૦ વાગ્યા સુધીનો સમયસર કામ થઈ જાય.

પરભુબાપા પોતાના માટે જાણે કામ ના શોધતા હોય એમ આખા દિવસનાં વિગતે વિગત ૫ દિવસ સુધી નિરિક્ષણ કરી પોતાની વાત રજૂ કરી. "જુઓ શશીકાંત મને દીકરીને ત્યાં મફતનું ખાવાનું ના પરવડે. તમારી દુકાનમાં હું બપોરનાં સમયે તમે આરામ કરો તેવું ઇચ્છું છું અને તે સમય દરમિયાન તમારી આવક અને જાવક્નો હિસાબ હું કરી આપીશ."

શશીકાંત જાણતો હતો કે આવું કંઇક વાગતું વાગતું આવશેજ તેથી તેમની પાસે જવાબ પણ તૈયાર હતો.

"મુરબ્બી! તમારે મારે ત્યાં કામ કરવાની જરુર નથી. મેં તમારા ચારે ચારની ટીકિટ બુક કરાવી છે તમે હ્યુસ્ટનથી જતી ક્રુઝમાં મેક્સીકો ફરવા જાવ છો."

ત્યારે માર્થા કહે, "શશી એ એક અઠવાડિયું હું અને જહોન સ્ટોર સંભાળી લઈશું પણ તમે પણ મહેમાનો સાથે જાવ. જેથી તમારો સ્ટોર ટાઇમ સુશી અને તમારા ફેમીલી સાથે કાઢો અને હા એક બીજુ પણ સુચન છે ભલે તમે જુગાર ના રમતા હો પણ ક્રુઝ્નાં કેસીનોમાં ફરી આવો."

“કેમ તેમાં એવું તો શું છે કે તેને જોયા વીના ના ચાલે?”

“તક્દીરમાં માનતા નહીં હોય તો માનતા થઈ જશો.. અને માનતા હશો તો નહીં માનતા થઇ જશો.”

“માર્થા તકદીર જેવું કંઇ છે તે તો હું આ સુશીલા મળી પછી માનતો થયો. બાકી તો અપના હાથ જગન્નાથ જેવી એકલવાયી ફક્કડ જિંદગી હતી.”

પરભુ બાપા અને સુશીલા બંન્ને સાથે મલક્યા. ”જબાને તો મધ ભર્યુ છેન્ર જમાઇ રાજ!”

“વેપારી ની સફળતા એમાં જ છે ને?.” સુશીલાએ માખણ નો જવાબ માખણ થી પાછો આપ્યો.. અને બધા પ્રસન્ન હતા.

સાંજે પાંચેક વાગ્યાની આસપાસ માં પરભુકાકા સાથે સુશીલા પાછી આવી ત્યારે શશી એ બી સી ટ્રાવેલ્સ વાળા વિનોદભાઇને મેક્ષીકોની ક્રુઝ વિશે વિગતો સમજતો હતો.

વિનોદભાઇએ ચારે એક ટીકીટ ફ્રી આપવાનું કહ્યું ત્યારે ટીકીટનાં પૈસા આપીને ૫ ટીકીટ લઈને શશી ઘરે આવ્યો. ત્યારે જાણે એટમ બોંબ પડ્યો હોય તેવો સન્નાટો છવાઇ ગયો.

પહેલો જ પ્રશ્ન આટલો બધો ખર્ચો?

સ્ટોર કોણ સંભળશે?

પાણીમાં ના ફાવ્યુ તો?

સાજા માંદા પડ્યા તો?

ખર્ચો? શશીએ શાંતિ થી પ્રશ્નો ના જવાબ આપવા માંડ્યો

“એક અઠવાડીયાની આખી ટ્રીપનાં આઠ હજાર ડોલર …એટલે વ્યક્તિ દીઠ ૨૦૦ ડોલર પર ડે.. તેમાં સરસ ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવાનું અને ઇચ્છા થાય તેવું અને તેટ્લું ખાવાનું અને પીવાનું…”

પરભુ કાકા તરત જ ૩૨ વડે ગુણી ને બોલ્યા આટલા બધા રુપિયા મારાથી તો ના અપાય…શશી કહે “તમારે તો કશું આપવાનું જ નથી તમારી ટીકીટ તો ફ્રી છે.”

“હેં” પરભુ બાપા અને સુશીલા બંને સાથે બોલ્યા.

“હા.” ચાર ટીકીટે એક ટીકીટ ફ્રી છે.”

“પણ સ્ટોરનું શું થશે?” પરભુ બાપા બોલ્યા

“માર્થા સંભાળશે ને?”

“એ તો પગારદાર માણસ તેને ગલ્લો કેવી રીતે સોંપાય?” પરભુ બાપા બોલ્યા

“છ વર્ષથી તે સ્ટોર ઉપર છે ભરોંસા પાત્ર છે. હાથની ચોખ્ખી છે અને મારી મોટી બેન શ્યામા જેવી છે..”

“પણ મને તો પાણી ની ઘાત છે” ધીરી બા એ ગુગલી બૉલ નાખ્યો કે જેથી દીકરી જમાઇ આટલા મોટા ખર્ચામાંથી બચી જાય. વળી દીકરી જમાઇનાં પૈસે તો કંઇ ફરાતું હશે?

“હવે તો ટીકીટ ખરીદાઇ ગઈ છે નહીં આવો તો મારા પૈસા જશે…વળી આ બત્રીસે ગુણવાનું તો તમે ભુલી જ જાવ…”

“પણ વહેવારે તો જે થતુ હોય તે કરવું પડેને?” પરભુબાપા જાણતા હતા તેમની દલીલ પાંગળી હતી.

જીવકોર બા હજી સુધી શાંત હતા તેમણે ચર્ચાનું સુકાન હાથમાં લીધું.“ જુઓ વેવાઇ અમેરિકામાં તો બધાજ સરખા. છોકરીનો બાપ એટલે નીચો અને છોકરીનાં ઘરે રહીયે તે બધુ વાળવુ પડે તે બધા રીવાજો અમદાવાદનાં એરપોર્ટ પર મુકીને જ આપણે આવ્યા છીએ તે તો ખરુંને?”

“હા. પણ..”

“હવે પણ અને બણ મૂકો.. છોકરો તમને અમેરિકા બતાવે છે તો શાંતિથી જુઓને!.”

“પણ પેલું સી સીકનેસ જેવું કંઇ થાય છે ને તે થયું તો?”ધીરીબા એ ગતકડું કર્યુ..

“જુઓ તમે ભારતથી આવ્યા છો અને પ્રવાસી વીમો સાથે છે એટલે એવું કંઇ થશે તો સારવાર તો મળી જ જશે.”

શશીનાં અવાજમાં થોડી નારાજગી દેખાતા સુશીલા એ ઇશારો કરીને ધીરીબાને ચુપ રહેવા જણાવ્યું..

“ટ્રાવેલ એજંટે આપેલી સુચનાઓ હવે હું આપું? કે હજી કોઇ પ્રશ્ન બાકી છે?”

જીવકોર બા બોલ્યા “ શશી અમે બધા તારા કરતા ઉમરમાં મોટા છીએ એટલે તારો આ અમેરિકન તોછડો વાત કરવાનો પ્રકાર બદલ. અમે આખી જિંદગી ભારતમાં કાઢી એટલે આવા પ્રશ્નો થાય.”

“બા. તમારી વાત સાચી પણ આટલા બધા પ્રશ્નો કરીને મારો મૂડ બગાડી નાખ્યો. હવે તમે કહો છો તે વાતનું ધ્યાન રાખીશ. પણ મારા વિશે શંકા કરવાને બદલે હું પણ તેમના છોકરા જેવો છું એટલી નાની વાત સ્વિકારાય તો સમય ના બગડેને?’

સુશીલાએ વિનમ્રતાથી કહ્યું, “ચાલો હવે એમના વતીની હું માફી માંગી લઉ અને ટ્રાવેલ એજંટની સુચનાઓ તમે આપો.

“જુઓ, સાત દિવસમાંથી ત્રણ દિવસ આપણે જહાજ છોડીને જે તે દેશમાં જવાના છીએ બાકીનાં ચર દિવસ આપણે જહાજ ઉપર છીએ, તેમાંનાં ત્રણ દિવસ સાંજનું ખાવાનું ફોર્મલ ડ્રેસ કોડ છે અને એક દિવસ આપણે કેપ્ટન સાથે કાઢીશું. અને તે વખતે શુટ ટાઈ પહેરવાના છે.”

પરભુ બાપા સામે જોતા તે બોલ્યો.

“આ જહાજમાં ૩ થીયેટર છે જેમાં સતત ફીલ્મો અને વિવિધ શો જોવા મળે છે અને જુદ જુદા એશો આરામનાં સાધનો રમતો જેવું ઘણું બધું મળે છે. જ્યાં ખૂબ ભીડ જોવા મળશે તેવો કેસીનો પાંચમા માળે છે અને ગરમ પાણીનાં નહાવાનાં હોજ તથા ૨૪ કલાક ખાવાનું નવમાં માળે છે.

હવે અઘરું કામ… સાડી પહેરવાની ત્યાં સલાહ નથી. તેનો અર્થ એવો નથી કે ન પહેરાય.. પણ બીચ ડ્રેસ પહેરાય તે આવકારનીય છે.

“હેં!” બધાનાં મોંમાથી એક વધુ હાયકારો નીકળ્યો

“ વધુમાં ભારતિય ચંપલોને બદલે જોગીંગ શુ પણ લેવાના થશે કે જેથી બીચ ઉપર સરળતા થી ચલાય.”

સુશીલા શશીની સામે જોતા બોલી, “આ તો કે-માર્ટ ખાતે કે સીયર્સ ખાતે કલાકોની સજા ફરમાવી હોય તેમ લાગે છે.”

“ના. સૌને અમેરિકન બનાવવાનો અભિયાન લેવાઇ રહ્યો છે. જરા અમેરિકામાં છો તો અમેરિકન બનીને તો જુઓ.. ફક્ત સાતેક દિવસ…" શશી મુસ્કાઇ રહ્યો હતો..અને ધીરીમા તેની મુશ્કાન જોઇને બોલ્યા…” જીઓ મેરે જમાઇ રાજા!..” પરભુકાકા તેના ઉપર લદાતા નવાપણા થી મુંઝાતા હતા.

સુશીલા બાપાની મુંઝવણ સમજતી હતી..પણ ઘણી વાતો તો તેના માટે પણ નવી હતી અને તેનો ભરોંસો હવે ધીમે ધીમે વધતો હતો.. આખરે તેને લીધે જ મા અને બાપા અમેરિકામાં હતાને?

તેનું ક્રેડીટ કાર્ડ સુશીલાને આપી તેણે બીજા દિવસે સીયર્સ અને વેંચરસ જેવા સ્ટોરમાં જઇને ખરીદી કરવા શરુ કરવાનું નક્કી કર્યુ અને તેમાં માર્થા સાથે રહેશે તેમ જણાવ્યું

જીવકોર બા કહે માર્થા નહીં તારે સાથે આવવાનું વેવાઇને સારુ લાગે.

સહેજ ખમચાઇને તે બોલ્યો લેડીઝ ને કપડા અપાવવામાં માર્થા બરોબર રહેશો..પરભુબાપાને હું કપડા અપાવીશ.

બીજા દિવસની સવારે આખું ઘર વહેલી સવારથી તૈયાર થઇ ગયું ત્યારે શશી ખૂબ જ હસ્યો.. હસતાં હસતાં જરા કળ વળી ત્યારે કહે સવારનાં સાત વાગ્યે કોણે કહ્યું કે આપણે સ્ટોર ઉપર જઇશું? સ્ટોર તો દસ વાગે ખુલે. એટલે બાર વાગે હું અને સુશી આવીશું અને તમને બધાને લઈ જઇશું.

જીવકોરબા ફરી શશી ઉપર બગડ્યા..”શશી! કાલે તેં સમય નહોંતો આપ્યો તેથી વેવાણ ને મેં જ કહ્યું હતું કે ઠંડકમાં જઇશું.”

“બા, હા તે તો મારી જ ભુલ થઈ.સોરી.. બધાને.”.કહી કાન પકડ્યા ત્યારે વડીલ વૃંદ થોડુંક હળવું થયું…”

ગાડીમાં બેસતા તેનાં ચઢી ગયેલા ચહેરાને ઠીક કરવા સુશી બોલી..” પોપ! આ ટેણીયું તમને હાય કરે છે.”

શશીનો ચહેરો પૂર્ણ ચંદ્રમાની જેમ ખીલી ગયો… સુશીલાની સામે જોઇને કહે…” મોમ આજેતો ભારે રુપાળા લાગો છોને?”

“મને હાય કરો પોપ! મોમને નહીં. પેટ તરફ હાથ કરતા સુશીલા એ ચાળો કર્યો અને પ્રસન્ન મને બંને હસી રહ્યાં… સ્ટોર પાસે ઉભેલી માર્થા આ જોડાને હસતી જોતી અને આશિષ આપતી. ગોડ બ્લેસ યુ… માય લીટલ બ્રો…


Rate this content
Log in

Similar gujarati story from Inspirational