Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others Tragedy

3  

Mariyam Dhupli

Others Tragedy

મસાલો

મસાલો

2 mins
7.5K


"તમારું કુટુંબ તમારી ગાયકીને ટેકો આપે છે ?"

" જી હા , મારા પરિવારના દરેક સભ્ય પોતાના પ્રોત્સાહન જોડે મારા સવ્પ્નો પાછળ ઉભા છે."

"તમારા માતા-પિતા એકસાથે રહે છે ?"

"જી હા, બે મહિના પહેલાજ એમના લગ્નની પચીસમી વર્ષગાંઠ અમે ધામધૂમથી ઉજવી. તેઓ એકબીજાને ખુબજ ચાહે છે ."

"તમે કોઈ દલિત- વર્ગમાંથી આવો છો ? કોઈ આર્થિક તંગી ?"

"જી નહીં, પિતાજી બેંકમાં અને મમ્મી શિક્ષિકાની નોકરી કરે છે. "

"તમારા જીવનમાં કોઈ અકસ્માત કે દુર્ઘટના એવી બની હોય કે જેનાથી તમારું જીવન એકજ ક્ષણમાં બદલાઈ ગયું હોય ?"

"જી નહીં ,એવો કોઈ પ્રસંગ તો યાદ નથી. સદ્દભાગ્યે જીવન ખુબજ સરળ રહ્યું છે. "

"તમને કોઈ શારીરિક સમસ્યા કે ખોડખાપણ ? અથવા પરિવારના કોઈ અન્ય સદસ્યને ?"

"જી ઈશ્વરની કૃપાથી બધાજ સ્વસ્થ અને તંદુરુસ્ત છે ."

"તમે ઘરથી દૂર રહો છો કે ?"

"જી હું મારા પરિવાર જોડેજ રહું છું ."

"તમારી ગાયિકીને તમારા સમાજ તરફથી કેવો પ્રતિસાદ સાંપડે છે ?"

"જી મારા સમાજને મારા ઉપર ખુબજ ગર્વ છે. એમની પ્રાર્થનાઓ ને શુભકામનાઓ મારીજોડેજ છે ."

"તમારા પરિવારમાં કોઈ જાણીતા ગાયક કે

સંગીતકાર છે ?"

"જી હું મારા પરિવારનો સૌ પ્રથમ ગાયક છું ."

"અભિનય આવડે છે અભિનય કરી શકશો ?"

"જી નહીં, અભિનય મારુ ક્ષેત્ર નથી . "

"ઠીક છે. આપ જઈ શકો છો ."

" પણ ..."

" તમે બહાર રાહ જુઓ. અમારો નિર્ણય તમારા સુધી પહોંચી જશે ."

નિરાશ પગલે એ ઓડિશન હોલ માંથી બહાર નીકળી આવ્યો. અત્યંત લાંબી કતારમાં રાહ જોઈ રહેલ અન્ય સ્પર્ધકો જોડે એ આવી ગોઠવાયો. દેશના ખુબજ જાણીતા ટીવી શો 'સિંગર સ્ટાર ' માટે પોતાના અવાજનું ઓડિશન આપવા આવ્યો હતો અને એનો અવાજ પણ સંભળાવવાની તક ન આપી ગીત સંગીત વિશે એક પ્રશ્ન પણ ન પૂછ્યો ? મન ગૂંચવણમાં સરી પડ્યું.

ઓડિશન હોલના બંધ બારણાં પાછળ બેઠી પ્રખ્યાત હસ્તીઓએ એકબીજાની નજરોમાં સમાન અભિપ્રાય વાંચી લીધો. બધીજ ગરદન નકારમાં ફરી રહી. અત્યંત મંદ સ્વરમાં શબ્દો વિખરાઈ રહ્યા .

"કોઈ મસાલોજ નથી !"

થોડાજ સમય પછી ઓડિશન હોલની બહાર રાહ જોઈ રહેલ એ સ્પર્ધકને નિર્યાણકોનું પરિણામ મળી ગયું.

ઉદાસ ચ્હેરે પોતાની ઉચ્ચ ગાયિકીની કલાને સંકેલી એના પગલાં ઓડિશન સ્થળની બહાર તરફ ઉપડી પડ્યા .

એ બિચારો જ્યાં પોતાની કલા વેચવા આવ્યો હતો ત્યાં બજારતો ભાવનાઓનું મંડાયું હતું.


Rate this content
Log in