Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

છતના ચાળા

છતના ચાળા

2 mins
14.7K


"મારી પાસે ચંપલ નથી. ઉનાળો આવ્યો હજુ એક પણ નવી જોડ સફેદ નથી લીધા. સ્વિમિંગ યા તો બીચ પર જવાના સ્લીપર લેવાના છે. સાંજના પાર્ટીમા જઈએ ત્યારે પહેરવાના સેંડલ તો મારી પાસે એક પણ નથી." આરતી બોલ્યે જતી હતી. જે દિપકને સાંભળવું ન હોય, પણ છૂટકો ક્યાં હતો ! ધીરેથી ઊઠીને ચંપલ તથા બૂટ રાખવાના રૂમમાં ગયો. હા તે રૂમ જ હતો ૧૦ ફૂટ લાંબો અને ૭ ફૂટ પહોળો. એક ભીંત પાસે બેસીને પહેરી શકાય તેવી ૬’ની ડનલોપની બેંચ હતી.

બાકીની ત્રણેય ભીંત ઉપર ચંપલ, બૂટ, ( ચાલવાના, જોગીંગના, હાઈકિંગના, બૉલિંગના બાળકોના બેઝબૉલના, ફૂટબૉલના, ટેનિસના વિ. વિ) રાખવા માટે ની અભરાઈઓ હતી.

દિપક વકીલ હતો અને આરતી ફાઈનાન્સમાં. બંનેની કમાણી સારી કહી શકાય તેવી હતી. દિપક રુમમાં ઉભો ઉભો વિચરી રહ્યો હતો જ્યારે વકિલાતનું ભણતો હતો. ત્યારે બસના આઠ આના બચાવી આઈસક્રિમ ખાવાની મોજ માણતો. ચંપલ ફાટે પછી ઓછામાં ઓછા બે વાર સંધાવતો મોચી પાસે ત્યારે રકઝક કરતો, "કાકા, ચાર આના ઘે, પન્નાસ પૈસે જાસ્ત આહે."

આરતી પાસે નહીં નહીં તો ૫૦ જોડી ચંપલ અને બીજા સેંડલ તથા બૂટ હશે. અને કહે છે; "મારી પાસે ચંપલ નથી." દિપક શું બોલે?

દિપક ખાધેપીધે સુખી ઘરનો હતો પણ ચાર ભાઈ બહેન હોવાથી બધું નિયમ અનુસાર મળે. હવે બંને અમેરિકામાં અને દોમદોમ સાહ્યબી. દિપકે બોલ્યા વગર બી.એમ. ડબલ્યુ ગરાજમાંથી બહાર કાઢી બારણા પાસે ઊભી રાખી. પોતાની ‘વહાલી’ને નારજ ન કરી શકાય. આવીને ઊભા રહ્યા ‘મેસી’ તે સિવાય તો ખરીદી થાય નહીં. ચાર જુદી જુદી સ્ટાઈલના સમરમાં પહેરવાના ચંપલ લીધાં. બીલ હતું માત્ર ૨૫૦ ડૉલર.

હજુ સ્કર્ટ અને શોર્ટ તો લેવાના બાકી હતા. કહેવાય છે કે "હસબન્ડઃ એટલે લગ્ન પછી જેનું હસવું બંધ થાય તે." આ અમેરિકાની હવા અને ડૉલરની રેલમછેલ ભલભલાની સામાન્ય બુધ્ધિ ગિરવે મૂકવા માટે પૂરતાં છે. હા, જો એમને કહીશું કે ડૉનેશન માટે ફાળો લખાવશો તો કહેશે ‘કેટલે ઠેકાણે કરીએ, આ આપણા ઈંડીયનો (દેશી) જ્યાં હોય ત્યાં માગતાજ હોય છે. ( જાણે ડૉનેશન પર તેમના ઘર ન ચાલતા હોય ?)

બાળકોના રમકડાં તો અ ધ ધ ધ ધ — આખું ‘ટૉયઝ આર અસ’ ઘરમાં જોઈ લો. કપડાં એક નાની દુકાન ખોલાય એટલાં. દિપક તો કોઈક વાર ડઘાઈ જતો પણ જો ભૂલે ચૂકે મોઢું ખોલે તો ઘરમાં ત્રીજું વિશ્વ યુધ્ધ સો ટકા થાય તેની તેને ખાત્રી હતી.

જ્યારે તેના મમ્મી અને પપ્પા ભારતથી આવતા ત્યારે દિપકને ચેન પડતું. હા, આરતીને દિલોજાનથી ચાહતો કિંતુ માબાપ પણ તેને ખૂબ વહાલા હતા. તેને સદા યાદ રહેતું આજની પોતાની આ પરિસ્થિતિ કોને આભારી છે. માને પૈસા આપવામા દિલ અને ખીસું બને ખુલ્લા રાખતો. માની જરૂરિયાત ખાસ હતી નહીં. ભારત પાછા આવી સતકર્મમાં વાપરતા. ગરીબ બાળકોને ભણવાની ફી અને ચોપડામાં ખર્ચતા.

આમ તે પૈસાનો સદ ઉપયોગ થતો. દિપક તેનાથી રાજીના રેડ થઈ જતો. છત હતી તેથી આ બધું કરી શકવાનો હૈયે સંતોષ રહેતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational