Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Classics

3  

Vijay Shah

Inspirational Classics

ઝમકુબા

ઝમકુબા

6 mins
14K


ઝમકુબા છત સામે તાકીને તેમના રૂમમાં વિચારતાં હતાં. "મારો લાલજી – મારો લાલજી, કરતાં આખી જિંદગી મારુ મોં ના સુકાય અને એ લાલજીએ આજે મારા કેવાં હાલ કર્યા – રડતાં રડતાં વિચારતી હતી.

છ છોકરાઓ અને ત્રણ છોકરીઓનાં બહોળાં પરિવારમાં કોણ જાણે કેમ મને ભરોંસો બેસી ગયો હતો કે બધામાં સૌથી નાનો લાલજી એને ઘડપણમાં જાળવશે….પણ હું કેટલી ખોટી પડી?"

સુમનરાયના અંતિમ સમયે સુમનરાયે કહ્યું પણ હતું, "ઝમકુ, બધા તારા જ છોકરાઓ છે. લાલજી પાછળની તારી મમતાને કાબુમાં રાખજે. એ કંઈ તારો થવાનો નથી." પણ છતાંયે મારી મમતાએ જાણતાં અજાણતાં લાલજીમાં મારી જાતને રમમાણ કરી દીધી. લાલજીનાં બે છોકરામાં પણ તેને લાલજીનું બાળ સ્વરૂપ દેખાતું અને કાલી ઘેલી ભાષામાં તેને રમાડવા જતા – પણ લાલજીની વહુ પેટ્રીસીયા ફફડતી અને કહેતી કે બા તમને શ્વાસનો રોગ છે મારા દીકરાને આપી દેશો. તમે તેને રમાડવામાં મર્યાદા રાખો. તમારા લાલજીને તો દવાઓ કરાવ કરાવીને સારો કર્યો છે. હવે એ બંને તમારા નહીં. મારા “લાલજી” છે તે ધ્યાનમાં રહે. તમે તો મમતામાં ભૂલી જાવ છો કે તે શોન અને પીટર છે."

અમેરિકામાં લાલજી, લેરી પટેલ હતો અને લેરી પેટ્રીશીયાને પરણ્યો હતો. કારણ કે સુમનરાય પટેલનો વંશ તો આખા વિશ્વમાં પથરાયેલો હતો. બે છોકરી કેનિયામાં, એક છોકરો ફીજીમાં, બે છોકરી ઈંગ્લેન્ડમાં એક છોકરી પનામામાં રહે. બધાના છોકરા છોકરીઓ સાથે આખુ કુટુંબ ૭૦ના આકડે પહોંચ્યું. ઝમકુબા, બધે બોલાવાય. પણ ઝમકુબાને લાલજીની માયા જબરી તેથી મન ત્યાં ખેંચાય. પેટી હસતા હસતા કહે પણ ખરી, ગ્રાન્ડ મા, ગ્રો નથી થયાં. એને લાલજી અને શોન એક સરખાજ લાગે."

સુમનરાયે ૧૯૩૫માં દોરી લોટા સાથે આફ્રિકા પ્રયાણ કરેલું અને ઝમકુ તે વખતે ૧૮ની. કેનિયામાં નાનો વેપાર શરુ કરી પટેલ એન્ડ સન્સની ધીખતી પેઢી કરી.

અંગ્રેજને જરૂરી દરેકે દરેક વસ્તુ નૈરોબીમાં પટેલ એન્ડ સન્સમાં મળે. ૧૯૩૫થી ૧૯૫૨ છોકરા અને ઘરમાં ક્યાં જતાં રહ્યાં ખબર ન પડી. ૧૯૫૨માં લાલજીનો જન્મ થયો ત્યારે ઘરમાં અઢળક ધન આવ્યું અને પુષ્ટિ માર્ગીય માન્યતાએ નાનકાને લાલજી બનાવી દીધો. નૈરોબીમાં મોટું મકાન, પૂરતી ગાડીઓ અને અંગ્રેજ પધ્ધતિ ઉછેરને કારણે છોકરા મંડાતા ગયા અને ધીખતો ધંધો નવા નવા સાહસો અને હિંમતથી સાત સમુદ્ર પારની સીમાઓ બનતો ગયો.

ઝમકુની જિંદગીમાં લાલજી આવ્યા પછી ધર્મ ધ્યાન વધ્યું. અને પેલી કોઈક ડૉક્ટરની ઓપરેશનની પ્રક્રિયા પછી હવે નવા છોકરાની ઝંઝટો રહેવાની નહોતી કારણ કે લાલજી વખતે મોટી દીકરી પણ ભારે પગી હતી અને શરમે મરી જવાતું હતું. પણ ખેર નવ નવ છોકરા થયા પછી પણ મમતા શમતી નહોતી. એટલે બધી જ ભેગી થયેલી મમતા નાનીયા ઉપર ઉતરી. અને ગમે કે ન ગમે, પણ ઝમકુબાનો હુકમ થાય એટલે નાનીયો તેનું પાલન કરે જ કરે. અને એમ મમતાનો છોડ ઝમકુબા તરફથી નાનીયા તરફ એક તરફી રીતે વધતો ગયો. મોટો થતા લાલજી માની આ નબળાઈ પામી ગયો કે જ્યારે પણ લાભ લેવો હોય ત્યારે ઝમકુબાના નામે મોટી ચીસ પાડવી અને જેમ અલાઉદીનના ચિરાગમાંથી જીન આવે અને બધી માંગણીઓ પૂરી થાય તેમ નાનકાની બધી માંગણીઓ ઝમકુબા પૂરી કરે જ કરે.

સુમનરાય સમતાથી ઝમકુને કહે પણ ખરા, "ઝમકુ આ બાકીના આઠ પણ તારા છે. તારી મમતાનો દોર નાનીયા તરફ વધુ છે. તને નાનીયો કયારેક તકલીફ કરશે. કોઈપણ વસ્તુનું અતિરેક પણુ સારુ નહીં."

ઝમકુબા દરેકના પ્રસંગો યાદ કરી એમ સાબિત કરવા મથે કે મને લાલિયો ગમે છે પણ મારે તો બધાં સરખાં. પણ હા, તે બધા સરખાં. જ્યરે બહારના પરિબળો સામે ગણત્રી કરવાની હોય ત્યારે! જયારે નવે નવને ગણવાના હોય તો લાલીયો ખાનગીમાં મેદાન મારી જ જાય. ઝમકુબા મોટાને સમજાવે. "હશે નાનો છે ને."

૭૫માં વર્ષની જન્મદિન ઉજવણી વખતે આખું સુમનરાય પટેલ પરિવાર એકઠું થયું હતું અને સુમનરાયને હાર્ટ ઍટેક આવ્યો. ફીજીમાં અક્ષય મોટી હોસ્પિટલ ચલાવતો હતો તેથી સુમનરાય અને ઝમકુબાને ફીજી લઈ આવ્યા. બીજા અને ત્રીજા ઍટેક વખતે લકવાગ્રસ્ત શરીરથી સુમનરાયની માવજત સારી રીતે થઈ. પરંતુ ૮૦ વર્ષની વર્યે સ્વર્ગવાસ થયો ત્યારે ઝમકુબા ૭૭નાં હતાં અને મમતા પાછી તેમને લાલજીને ત્યાં લઈ આવી.

પેટીનું મૂળનામ તો પ્રતિમા. તેનું પેટી થયું. જેમ લાલજીનું લેરી થયું. અને શ્વાસનો રોગ જંપવા ન દે. કામ ધંધા ચાલે પણ પેટી બંને બાળકોને બેબી સીટર પાસે મૂકે અને ઝમકુબા ઘરમાં એકલાં રહે તેથી મમતાના સંઘર્ષો અંતિમ ચરણે પહોંચે. પણ પેટી એમ ગાંઠે શાની?

લાલજીએ તે દિવસે ઝમકુબાને કહી દીધું. "હું નાનો હતો ત્યારે સમજતો નહોતો કે તમને પણ ના કહેવું હોય તો કહેવાય. તમે જેને મમતા કહેતા હતા તે તો નર્યો જુલમ હતો જુલમ. મને ગોળનો લાડવો ભાવે કે નહીં પણ તમે લાડવા ખવડાવી ખવડાવીને આ રાજરોગ ડાયાબીટીસ આપ્યો. તમે હવે એ ભૂલ શોન અને પીટર માટે તો ન જ કરાય ને!"

ઝમકુબાની આંખમાં પહેલી વખત બોર – બોર જેવા આંસુ દેખાયાંં. સુમનરાયના શબ્દો તેમના કાને પડધાતા હતા. લાગણીના પટારાને બંધ કરવાના પ્રયત્નોમાં ઝમકુબા ઝાટકો ખાઈ ગયા સંતોની વાત યાદ આવી. ભગવાન પથ્થર સ્વરુપે તમારો પાસે ભાવના અને ભક્તિનો ભુખ્યો છે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેમની બુધ્ધી પણ સતેજ થતી જાય…

સંસ્કાર ના હોય તો કહી જ દે કે 'લીવ મી અલોન' જેવો અઢારનો થાય ત્યારે તેને સમજતો બધી જ પડે પણ મમતાનું મોલ ન આપી શકાય તેથી માનથી તમને જોતો થાય આ સમયે આપણે વળવું જોઈ. વાનપ્રસ્થાશ્રમનું પ્રયાણ સહજ રીતે કરવું જોઈએ. અને તેથી જ પ્રભુ જુદા જુદા સંકેતો દ્વારા તમને કહે છે ચેતો, બદલાવ અને નહીં બદલાવ તો થપ્પડો ખાઈને બદલાવું પડશે. ઝમકુબા ક્ષણ માત્ર માટે તો ઠરી ગયાં. પેટીના વિચારોમાં લાલજી આવું બોલે છે. બાકી તેને તો હું નસેનસમાં ઓળખુ ને? આ તેના વિચારો નથી. જુની પેટી હવે ત્રાસ રૂપ લાગવા માંડી. મારો છોકરો પડાવી ગઈ. ઝમકુબાને હવે શોન અને પીટરમાં લાલજી ઉપરાંત પેટી પણ દેખાવા માંડી. અને તે રાત ઝમકુબા રૂમમાં એકલુંએકલું ખૂબ રડ્યાં. સવાર પડી. રૂમ બહાર ન નીકળ્યા. દસ વાગે પેટી આવીને પૂછી ગઈ, "બા, ઊઠો સેવાનો સમય થઈ ગયો."

છતને તાકી રહેલાં અને નખને ખોતર ખોતર કરતા ઝમકુબાની મૌન સમાધિ ત્રણ દિવસ ચાલી. લાલજીએ બહુ પૂછ્યું. ફીજીથી 3 ફોન આવી ગયા. કેનેડાથી દીકરીઓના પણ ફોન આવી ગયા. "ઝમકુબા ઠીક નથી." કહી વાત ટાળતાં. ડોકટોરો બધા ટેસ્ટ કરી ગયા બધું જ નૉર્મલ છે. પણ ઝમકુમા સમજી ગયાં હતાં કે હવે કશું જ નૉર્મલ નથી. એકલાં પડે અને આંખમાંથી આંસુ નીતર્યા કરે. તેને તેની મમતાથી કરેલા અન્યાય યાદ આવ્યા. અને અંદરથી બહુ જ પોતાની જાત માટે દુર્ગંધ આવવા માંડી. એને એવું થવા લાગ્યું મારા ઉપર ધૂળ પડે છે. ધૂળ પડે છે. અને ચોખ્ખા ચણાક જેવી ઝમકુબા શરીર ઉપરથી એ ધૂળ ખંખેરવા માંડી. એમનું આંતરિક મનમાં એ રીતે લાલજીની માયા ખંખેરતું હતું…

લાલજી અને પેટીએ ફરી પૂછ્યું, "બા શું થાય છે ?" ઝમકુબાની આંખમાં મમતાને બદલે છેતરામણીનાં ભાવો હતા… ફરિયાદો હતી. એ બોલ્યા, "તને ખંખેરુ છું."

પેટી ધીમે રહીને બોલી, “બાનું છટકી ગયું લાગે છે.” ઝમકુબા ખડખડાટ હસતા બોલ્યા, "હા, ખરેખર છટકી તો ત્યારે ગયું હતું જ્યારે લાલજી માટે હું દુનિયા સાથે લઢતી હતી. આજે તો હજી ભાનમાં આવી છું તેથી તો તેને ખંખેરુ છું. આ થપ્પડ સહન કરતા ત્રણ દિવસ લાગ્યા. હવે સમજાય છે એક વાત. વ્યવહારની વાત દરેક ઠેકાણે મોહ રાજા દગો કરે છે. મને દગો થયો છે. તને ન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને સાથે સાથે તારા રુપી મોહને ખંખેરું છું." ભજનના સુર ત્યારે રેલાયા….. 

પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે, બહું રે સમજાવું તોયે પંખી નવું પીંજરું માંગે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational