Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

માતા, પત્ની અને ભત્રીજી

માતા, પત્ની અને ભત્રીજી

4 mins
355


સ્ટોરીમિરરની સ્પર્ધાની પ્રથમ જ પંક્તિ કે દરેક સફળ પુરૂષની પાછળ, એક સ્ત્રી રહેલી છે! મારા હૃદયને સ્પર્શી ગઈ છે. એ સાથે મને એ જણાવતા આનંદ થાય છે કે મારા જીવનમાં ત્રણ સ્ત્રીઓ મહત્વની છે. એક મારી સ્વર્ગીય માતા સુનંદાબેન, બીજી મારી પત્ની દીપા અને ત્રીજી મારી ઢીંગલી જેવી પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી ભત્રીજી વેદશ્રી.

સર્વપ્રથમ તો આ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ નિમિત્તે, સ્ટોરીમિરરે આ અનોખી લેખન સ્પર્ધા ”વન્ડર વુમન ફોર યુ” યોજી મારા જીવન માટે વન્ડર વુમનની કદર કરવાની જે સોનેરી તક આપી છે તે માટે હું સ્ટોરીમિરરનો જીવનભર આભારી રહીશ.

મારા જીવનની સૌથી મહત્વની કોઈ વ્યક્તિ હોય તો તે છે મારા સ્વ. માતાશ્રી અ. સૌ. સુનંદાબેન. તેમને વાંચનનો અનહદ શોખ હતો. લગ્ન બાદ જયારે કોઈ સ્ત્રી પિતૃગૃહેથી સાસરે આવે ત્યારે જે વસ્તુઓ લઇ આવે તે સાથે મારા માતાશ્રી બે સંદુક ભરી પુસ્તકો લઇ આવ્યા હતા! મારા બાળપણમાં તેઓ મને ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ કહી સંભળાવતા. તેઓની વાર્તા કહેવાની શૈલી ખૂબ જ અદભૂત અને સુંદર હતી. વાર્તા કેવી રીતે લખવી એ વાત હું તેમની પાસેથી જ શીખ્યો છું. મારા લેખનના પ્રાથમિક તબક્કા વિષે મેં સ્ટોરી મિરર પર અગાઉ મારી પ્રકાશિત વાર્તા “મારી માતા અને હું”માં એ વિષયે લખ્યું છે. તેથી એ અંગે વધુ લખતો નથી. ત્યારબાદ કોલેજમાં આવ્યા બાદ મારું લખવાનું બંધ થઇ ગયું હતું. અભ્યાસપૂર્ણ થયા બાદ બીજા કોઈ એક ક્ષેત્રે મારો રસ વધ્યો. પરંતુ એ ક્ષેત્ર એવું હતું કે જ્યાં પોતીકા લાગતા લોકો જ આપણા સૌથી મોટા દુશ્મન હતા. આઘાત અને દગાબાજીની અસર મારા સ્વાસ્થ્ય પર પડતી ગઈ. મને હળવો હ્રદયરોગનો હમલો પણ આવ્યો હતો. મારો શોખ... શોખ કરતા પણ મારા માટે શોક વધુ બની રહ્યો હતો. એકદિવસ મારી માતાએ મને સલાહ આપી કે, “સમાજસેવા કરવી હોય તો કોઈ એક જ ક્ષેત્ર નથી આપણે બીજી અનેક રીતે એ કરી શકીએ છીએ. નાનપણમાં તું વાર્તાઓ લખતો હતો. ધોરણ છમાં અભ્યાસ કરતો હતો ત્યારે ચંપકમાં તારી લખેલી વાર્તા પણ પ્રસિદ્ધ થઇ હતી. તો પછી તું લેખન કાર્યમાં જ કેમ મન પરોવતો નથી?” મારી માતાની આ વાત મારા હ્રદયને સ્પર્શી ગઈ. પછી તો કાગળ અને પેન ઉઠાવી હું ફરી લખવા લાગ્યો. બસ હું લખતો જતો અને મારી માતાને મારી રચનાઓ વાંચી સંભળાવતો. ક્યારેક ક્યારેક રાતના ત્રણ પણ વાગી જતા ત્યારે પણ મારી લખેલી રચનાઓ સાંભળવા માટે મારી માતા તત્પર રહેતા! ખરેખર મારી માતા મારા માટે સર્વસ્વ હતી અને છે.

હું ગર્વ સાથે કહું છું કે મારી પત્ની દીપા મારા માતાશ્રીની પસંદગી છે. મારી માતા હંમેશાં મને કહેતા કે તારો સ્વભાવ ખૂબ ધૂની છે. તને સાચવવો એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે એટલે તારી સાથે ટકી રહે એવી છોકરી મારે જ પસંદ કરવી પડશે. આજે મારા લગ્નના પંદર વર્ષ બાદ હું એ ગર્વપૂર્વક કહી શકું છું કે, “હા, મા... તમારી પસંદગી સાચી નીવડી છે.”

મને એ કહેતા ખૂબ દુઃખ થાય છે કે સંતાનપ્રાપ્તિની અમારી ઈચ્છાની આડે આવ્યું મારી પત્નીને ત્રણ ત્રણ વાર થયેલું મિસ કેરજ. ત્રીજા મિસ કેરેજની સાથે અમે સંતાન પ્રાપ્તિની છેલ્લી તક ગુમાવી હતી. આ અંગે મેં મારી વાર્તા “ઈશ્વરને પ્રાર્થના”માં લખ્યું જ છે. આ છેલ્લી તક માટે અમે પતિપત્નીએ મેડીટેશન, રેકી, સુજોક જેવી વિવિધ વૈકલ્પિક સારવારનો પ્રયોગ પણ કર્યો હતો પરંતુ ખબર નહીં ક્યાં ભૂલ થઇ ગઈ! આવા સંજોગોમાં કોઈ બીજી સાસુ હોય તો શું કરે? મહેણાં ટોણા મારી વહુનું જીવન દોહ્યલું બનાવી દીધું હોત પરંતુ મારી માતાએ તેમની વહુને પોતાની દીકરીને જેમ સંભાળી લીધી. ઉલટાનું તેઓ એ કહી અમને બંનેને હિંમત આપતા કે, “જે લોકોને સંતાન છે તેઓ સુખી જ છે એવું નથી. જો તમે એકમેકની સાથે હળીમળીને રહેશો... એકબીજાને સાચવશો તો સંતાન હોવું જરૂરી નથી.”

૧૨ ફેબ્રુઆરી ૨૦૧૭નો દિવસ મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ હતો. હું એ દિવસને નફરત કરું છું કારણ આ દિવસે મેં મારી માતાને ખોઈ છે. મારા માતાશ્રી સાથે વિતાવેલ આ છેલ્લા દિવસની યાદ ને મેં “મને તારી ખૂબ ચિંતા થાય છે.” વાર્તામાં વિસ્તારપૂર્વક વર્ણવી છે.

મારી માતાના મૃત્યુ બાદ હું હતાશ અને નિરાશ થઇ ગયો હતો. પરંતુ ઈ.સ. ૨૦૧૭માં લગ્નના પુરા બાર વર્ષ બાદ મારા ધ્યાનમાં આવ્યું કે કેમ મારી માતાએ મારા પત્ની તરીકે દીપાની જ પસંદગી કરી હતી. હું જયારે સર્વસ્વ ગુમાવી બેસવાની લાગણીથી પીડાઈ રહ્યો હતો ત્યારે મારી પત્ની દીપાએ મને એક નાના બાળકની જેમ સાચવી લીધો હતો. આજે મારી માતાની જગ્યાએ તે મને મારા દરેક કામમાં સાથ સહકાર આપે છે. હવે અમે બંને પતિપત્ની મારી દરેક કૃતિને અમારું બાળક સમજીને સ્નેહ કરીએ છીએ અને તેની પ્રગતિ જોઇને ખુશખુશાલ થઈએ છીએ.

બીજું કે અમને સંતાન સુખથી વંચિત હોવાનું દુઃખ જરાયે લાગતું નથી અને તે પાછળનું કારણ છે અમારી ઢીંગલી જેવી ભત્રીજી વેદશ્રી. નાની અમથી આ ઢીંગલી પણ મને મારા દરેક કાર્યોમાં મદદરૂપ થાય છે. મારી બનાવેલી શોર્ટફિલ્મોની શ્રુંખલામાં અભિનયની સાથોસાથ છેલ્લી શોર્ટફિલ્મ “ભ્રમ”નું શુટિંગ પણ તેણે જ કર્યું હતું.

ખરેખર માતા, પત્ની અને ભત્રીજીરૂપે આ ત્રણે સ્ત્રીઓએ મારા જીવનને આનંદથી ભરપુર બનાવી દીધું છે. મારી સ્વર્ગસ્થ માતાના આશીર્વાદ, મારી પત્નીનો પ્રેમાળ સથવારો તથા મારી દીકરી જેવી ભત્રીજીની અમારી સાથેની કિલ્લોલપૂર્ણ ઉપસ્થિતિ મને નવીનતાસભર કાર્યો કરવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે અને તેથી જ સ્ટોરીમિરર તરફથી જે ડિજિટલ મોમેન્ટો પ્રાપ્ત થશે તેને મારા જીવનમાં આનંદ અને ઉલ્લાસ પ્રસરાવનાર આ વન્ડરવીમેનને સમર્પિત કરવા હું અત્યંત આતુર છું.

ખરેખર મારા જીવનમાં વન્ડરવુમન નહીં પણ સુપરવીમેન છે મારી આદર્શ માતા, મારી પ્રાણપ્રિય પત્ની અને મારી લાડલી ભત્રીજી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational