Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Inspirational

3  

Vrajlal Sapovadia

Inspirational

વિશ્વાસનું બીજું નામ

વિશ્વાસનું બીજું નામ

5 mins
598


ડિસેમ્બર ૨૦૦૪માં સુનામીનો પ્રકોપ થયો, તે દિવસે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટના આમંત્રણથી રાજકોટ 'ટ્રસ્ટ એન્ડ કોઓપરેટીવના ઓડિટ' ઉપર લેકચર આપવા આવવાનું થયેલ. લેકચર પૂરું થયા પછી એક સજ્જન મારી અટકના આધારે ઓળખ કરી મળવા આવ્યા અને પૂછ્યું, તમારું વતન નાનડિયા છે ? મારો જવાબ હા સાંભળી તેને જણાવ્યું કે અમે ડાયારામ આશ્રમ, નાનડિયાના ઓડિટર છીએ. મને સ્વાભાવિક હતું કે તો તો દર વરસે નાનડિયા જતા હશો. તેમને કહ્યું, સ્ટાફ જાય છે, હું ૨-૩ વર્ષે એકાદ વાર જાઉં છું. મઢીના સંચાલક બહુ પ્રામાણિક અને કામમાં ચોક્કસ છે. થોડા સમય પહેલા એમનું અવસાન થતા હવે નવો વહીવટ કેવો છે એ જોવા જવું પડશે. ડાયારામ આશ્રમ મઢીથી ઓળખાય છે. વ્યવસાયે સજ્જન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વાત કરી રહ્યા હતા છગનભાઇ સાપોવાડીયાની.


ડાયાભાઈનો જન્મ નાનડિયા ગામના ખેડૂત પટેલ પરિવાર એવા ચાડસાણિયા કુટુંબમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં થયો. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મ પછી સવા મહિને ૨૫ ડિસેમ્બર, ૧૮૮૯ એમનો જન્મ દિવસ. તેમના વિવાહ નાનડિયા ગામના ગરાળા પરિવારમાં કરેલ. તે જમાનામાં ખેડૂતના દીકરા ખેતી કરે એ ન્યાયે ડાયાભાઇ ખેતીકામમાં બચપણથી જોડાય ગયા પણ ખેતીમાં મન ઓછું ને ભક્તિમાં વધારે. ઘર અને ખેતી બંને સૂના મૂકી, ખેતરમાં ખાધા પીધા વગર રાત દિવસ ભજન કરતા બેઠા રહે. ભજન કરતા ગિરનારમાં ને કેશોદ પાસે સોંદરડા ગામમાં એમની રામ નામની ધૂણી ધખ્યા કરતી.


ડાયાભાઇ હવે ડાયારામ તરીકે જાણીતા થયા અને સોંદરડા અને આસપાસના ગામોમાં પ્રસિદ્ધિ સાંભળી નાનડિયાના આગેવાનો ડાયારામ બાપાને ૧૯૫૬ આસપાસ વાજતે ગાજતે નાનડિયા લાવ્યા. ગામના પટેલ માઘાબાપા કણસાગરાએ પોતાની ગામની લગોલગ મોકાની જમીન ભેટ આપી. એકાદ વરસમાં ડાયરામબાપા સ્વર્ગે સિધાવ્યા. માઘાબાપાની ખેતીની જમીનનો ટૂકડો સૂકુ ખેતર હતું ને તેમાં ડાયારામબાપાની ઘાસની ઝૂંપડી હતી. એ જગ્યામાં પ્રાણ પૂર્યા ૨૫ વરસના છગનભાઈએ. 


ડાયારામ બાપા માત્ર ભક્તિ કરતા, તેમનું ઉપદેશનું કોઈ પુસ્તક કે સંગ્રહ નથી. આવી પરિસ્થિતિમાં તેમને ચિરંજીવ બનાવવા મુશ્કેલ નહિ પણ અકલ્પનિય છે. પણ છગનભાઈએ ખુબ જ નાની ઉંમરથી ડાયારામ બાપાના ભક્તિ સ્થળને એક પવિત્ર મંદિરનું રૂપ ૧૯૫૮થી જ આપવાનું ચાલુ કર્યું. નાની એવી ઝૂંપડીને ફરતી નાનકડી વાડી, તેમાં કૂવો જીવતો કરી ગામ લોકો, અને ઢોર માટે પાણીની વ્યવસ્થા કરી. દૂરંદેશી છગનભાઈએ તે સમયમાં (૧૯૬૦ ના દશકમાં) બે કામ એવા કર્યાં જેની વાત આજની સરકાર ગાઈ વગાડીને કરે છે, જાણે કોઈ બહુ મોડર્ન સંશોધન હોય! વાયુ જળ પ્રદુષણ (ક્લાયમેટ ચેન્જ)ને લગતી બંને સેવા ત્યારના સમયની બહુ જ મોટી જરૂરિયાત હતી.


નાનડિયામાં તે સમયમાં વીજળી (લાઈટ) નહોતી. ગામમાં વીજળી પ્રથમ ૧૯૬૯માં આવી. પ્રદુષણ વિના વીજળી તૈયાર થાય તેવી અને નિરંતર વીજળી મળે તેવો પવન ચક્કીનો ઉપયોગ કરી છગનભાઈએ ખુબ જ પ્રશંશનીય કામ કર્યુ. પવનના હોય ત્યારે ક્રુડથી ચાલતું મશીન પાણી ખેંચતું અને બાકી અમે સવારના ૫ વાગ્યામાં મઢીના કૂવામાંથી સિંચનથી પાણી ખેંચતા. નાતજાતના કે ગરીબ તવંગરના ભેદ વગર અમે બધા પાણી ભરતા, તો મઢીની બહાર નાનો હવાડો (અમે તેને અવેડો કહેતા) હતો જેમાં ઢોર પાણી પીતા. મઢી મોકાની જગ્યાએ હતું એટલે તે સ્થળ ગામના બસસ્ટેન્ડનું કામ કરતુ અને બહારગામના મુસાફરો પણ પોતાની ને ઢોરની તરસ છિપાવતા.


તે સમયમાં ગામમાં પાણીની ખુબ જ સમસ્યા હતી પણ મઢીએ પાણી ના હોય તેવું મને ક્યારેય યાદ નથી. અવેડા પાસે ખુલ્લામાં સંડાસ જવા ૫-૬ ડબલા મુકેલ હતા. આજના દોરમાં સ્વછતા અભિયાન અને ઘેર ઘેર સંડાસના સરકારી કાર્યક્રમો વચ્ચે, કોઈને ખ્યાલ ના આવે કે એ ડબલાની ને પાણી કેટલી કિંમત હોય ! બાજુમાં પ્રાથમિક નિશાળ હતી, નિશાળમાં પાણી હોય નહિ કે નહોતા સંડાસ. ઘરે પણ ના હોય સંડાસ કે પાણી લેવા જવાનો સમય. પ્રેસર જેમ આજે કોઈની શરમ નથી રાખતું તેમ ત્યારે પણ ના રાખતું, ક્લાસમાં અમે જેવી બે આંગળી ઊંચી કરી સંડાસની રાજા માંગીએ અને સાહેબ હકારમાં માથું ધુણાવે એટલે અમે સીધી મઢી તરફ દોડ મૂકી અવેડામાંથી પાણીની બોટલ કે લોટો ભરી દોડતા અને નજીકની જગ્યામાં રિલેક્સ થતા ત્યારે સાક્ષાત ભગવાન મળ્યા હોય એવો આનંદ થતો. નાની લગતી આ સવલતો અમારા જીવનની દોરી હતી. ગામની ખેતીમાં ઢોરનું ત્યારે અત્યંત મહત્વ ધરાવતું, આ ઢોરને ખેતર આવતા જતા પાણી પાવાનું સ્થળ હતું મઢીનો અવેળો. અત્યારના સમયમાં વિન્ડ પાવરના વ્યવસાયમાં જોડાયેલ કંપની ખુબ પૈસા કમાય છે ત્યારે, છગનભાઈએ ૬૦-૭૦ વરસ પહેલા નાનડિયામાં પવન ચક્કીનો સફળ પ્રયોગ કરેલો.


મઢીની નાની એવી જગ્યાને ઝૂંપડી વચ્ચે, છગનભાઈએ મઢીને ફરતે સરસ મોટા ઝાડ વાવી વાડ બનાવી તો અંદર સુંદર ફૂલ ઝાડના વૃક્ષ વાવી સમગ્ર જગ્યા અત્યંત રમણિય બનાવી. આવી સુંદર જગ્યાને નાનું એવું મંદિર ધીમે ધીમે ફરવાનું ને દર્શનનું સ્થળ બનવા લાગ્યું. વિકાસના આ યજ્ઞમાં કોઈ મજુર નહિ, બધા સ્વૈછિક સેવાધારી ગામના યુવાનોને છોકરાઓ અને તેના મુખિયા છગનભાઇ. છગનભાઇ મારા પિતાના પિતરાઈ ભાઈ થાય એ ન્યાયે અમે તેમને કાકા કહેતા. આવી વ્યાપક પ્રવૃત્તિ વચ્ચે જીવનમાં અને વ્યવહારમાં ખુબ નિયમિતતા એમનું જમા પાસું. એ સમયમાં દિવાળી પછીના બીજા દિવસે એટલે કે ગુજરાતી નવા વરસના દિવસે મોટા ભાગના લોકો ગામના ઓળખીતા અને સંબંધીના ઘરે નૂતન વર્ષાભિનંદન કરવા જાય. અમારા ઘરે સવારના ચાર વાગ્યે મળવા આવનાર પ્રથમ વ્યક્તિ છગનકાકા જ હોય. પોતે ઘરે જમવા ને સૂવા જાય બાકી સમય બધાની જોડે કામમાં, વ્યવસ્થામાં અને માર્ગદર્શનમાં મઢીમાં જ વિતાવે. કોઈ શરમ સંકોચ કે મોટપ વગર પોતે દરેક કામમાં જોતરાય જાય અને બધા હોંશે હોંશે મઢીનું કામ પ્રેમથી કરે.


મોટા ભાગના ખેડૂતના ઘરે ગાય ભેંસ હોય અને દર સોમવારે ઘી બને. ઘીનો પહેલો ભાગ આપવા છોકરાઓ મઢીએ જાય. છગનભાઇ કોઈ પાસે દાન દક્ષિણા માંગે નહિ પણ દર્શનાર્થી સ્વયં મંદિરે આવે તો બે પૈસા દાનપેટીમાં નાખે. જેમ જેમ દર્શનાર્થીની ભીડ વધતી ગઈ તેમ આવક પણ વધતી ગઈ. પૈસાનો બરોબર હિસાબ અને યોગ્ય ઉપયોગ કરી મઢીની સુંદરતા પ્રતિ વર્ષ વધતી ગઈ. શરૂઆતમાં કોઈ ટ્રસ્ટ નહોતું, પણ છગનભાઈની પ્રામાણિકતા ઉપર કોઈ શંકા રહે નહિ એવું તેનો વ્યવહાર હતો. તે જેટલા કડક સ્વભાવના હતા એટલા માયાળુ હતા, ગામના કેટલાય છોકરાઓને નાની મોટી નોકરીએ લગાડી ખુબજ સરાહનીય સેવા કાર્ય કર્યું. એના કડક અને ચકોર સ્વભાવથી તેની નજર નીચે તોફાની છોકરા પણ સીધા દોર અને પ્રામાણિક રહે. અને છગનભાઇની હૂંફ તેમના જીવન ઘડતરમાં મહત્વની રહી. આવક અને પ્રવૃત્તિ વધતા કાયદેસર ટ્રસ્ટ બન્યું અને દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ ડાયારામ બાપાના જન્મ દિવસની ઉજવણી શરુ કરી. રાતના ડાયરા જેવા સામાજિક મનોરંજનના કાર્યક્રમ થાય અને ગામ અને આસપાસના લોકોને મહાપ્રસાદ આપવાની પ્રથા ઉભી કરી. ગામના વતની લોકો દૂર સુદૂરથી આ પ્રસંગે આવે ને એક બીજાને મળવાનું થાય.


આમ મઢી એક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગઈ તો ગામ માટે કે ઓળખ ઉભી થઈ. મઢીની પાસે અઢીને આવેલી જમીનમાં પટેલ સમાજ ઉભો થતા, ગામની અંદર સારા નરસા પ્રસંગ પાર પાડવાની સગવડ ઉભી થઇ. લગભગ ૭૩ વરસની ઉંમરે તેમનું અવસાન થતા ગમે એક પ્રામાણિક, સજ્જન, દીર્ઘદ્રસ્ટા સમાજ સેવક ગુમાવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational