Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sargam Bhatt

Inspirational Romance

5.0  

Sargam Bhatt

Inspirational Romance

સ્મિતાનો સંતોષ ભાગ :- ૨

સ્મિતાનો સંતોષ ભાગ :- ૨

3 mins
901


લગ્ન બાદ આજના સમયમાં જેમ ટ્રેન્ડ ચાલી રહ્યો છે હનીમૂન પર જવાનું. પણ એવી જગ્યા એ જ્યાં કંઇક વિશેષ હોય. તેમ સંતોષે પણ વિચાર્યું કે તે સ્મિતાને કોઈક એવા સ્થળે લઈ જશે જે સુંદર હોય અને સાથે સાથે કંઇક વિશેષ મહત્વ ધરાવતું હોય ! અને સંતોષે એવી જગ્યા શોધી કાઢી ! "નરારા આઈલેન્ડ" જ્યાં કુદરતી સોંદર્ય ભરપૂર માત્રામાં હતું અને સ્મિતાને ગમે તેવા જળચર પ્રાણીઓ પણ !

સંતોષની આ લગ્નબાદ સ્મિતા માટેની પહેલી સરપ્રાઈઝ હતી ! અને એ બાદ તો સંતોષનો સરપ્રાઈઝ આપવાનો સિલસિલો ચાલુ થયો જે લગ્નના ૩૦ વર્ષ બાદ પણ યથાવત્ રહ્યો છે. સંતોષ સ્મિતાને દેશ - વિદેશમાં દરેક સ્થળે ફરવા લઈ જાય છે. જ્યાં કંઇક વિશેષ હોય. અને સ્મિતા તેનાબધા સરપ્રાઈઝને ખુબ જ સારી રીતે એન્જોય કરે છે.

સ્મિતા તો નરારા ટાપુ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તેને પ્રકૃતિના સાનિધ્યમાં અનેરો આનંદ મળ્યો હતો. તેની નવી જિંદગીની આ પહેલી ટ્રીપ હતી. સંતોષ સાથે જેમાં તેને સંતોષે અને ખૂબજ સુંદર યાદો આપી હતી. જે સ્મિતાને આજ સુધી યાદ છે.. અને ત્યારથી શરૂ થયેલી એ સરપ્રાઈઝની સફર લગ્નનાં આટલા વર્ષો બાદ પણ ચાલુ છે. સંતોષે સ્મિતાને મોટા ભાગના વિસ્તારોમાં પ્રવાસ કરાવ્યો છે અને હજી પણ કરાવે છે એ જ રીતે સરપ્રાઈઝ આપીને.

સ્મિતા જેમ દૂધમાં સાકાર ભળે તેમ તેના સાસરિયાં સાથે ભળી ગઈ હતી. તેના હસમુખા અને પ્રેમાળ સ્વભાવના કારણે લગ્નના થોડાં જ સમયમાં તે બધાની લાડકી "વહુરણી" બની ગઈ. સ્મિતાના સાસુ ઊર્મિલાબેન અને સસરા ભોળાભાઈ બને સ્મિતાને પોતાની દીકરીની જેમજ રાખતા હતા. કારણકે તેમને પણ એક દિકરી છે મીરા. જેને પણ તેમને પરણાવીન પારકા ઘરે મોકલી છે.

ઊર્મિલાબેન નામ પ્રમાણે ગુણ ઊર્મિઓથી ભરપુર. તેમની અને સ્મિતાને એકબીજા સાથે સારી મિત્રતા થઈ ગઈ હતી. બને પોતાની વાતો એકબીજાને કેહતા હતા. અને એકદિવસ સ્મિતાને વાત વાતમાં જાણ થઈ કે ઉર્મિલાબેનને કવિતા અને વાર્તા લખવાનો શોખ હતો. તેમના લગ્ન પેહલા અને લગ્નબાદ અમુક કારણોસર તે પોતાના શોખને આગળ વધારી ન શક્યા. સ્મિતાએ તેમને પ્રોત્સાહન આપ્યું અને ફરી લખવાના શોખને જાગ્રત કર્યો. આજે ઊર્મિલાબેન લેખન કાર્યમાં ખુબ ખ્યાતિ મેળવી રહ્યા છે.

ભોળાભાઈ પણ તેમના નામ પ્રમાણે એકદમ ભોળા. પોતાના કામથી કામ રાખે. અને ઘરમાં બધાની ભાવતી વસ્તુ લાવે અને ખુશ રાખે. તેમની નિવૃત્તિ બાદ તેમને અધ્યાત્મિક જીવનમાં વધારે રસ હતો. અને ભગવાનની સેવામાં પોતાની પાછલી ઉંમર વિતાવી રહ્યા છે. સ્મિતાના બને સંતાનો રિધમ અને રીધિમા પણ પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છે. બને પરદેશમાં પોતાની પસંદગીના ક્ષેત્રમાં જોબ કરે છે.

આજે સ્મિતાને એ વાત નો સંતોષ છે કે દરેક સ્ત્રીએ જેવી જીંદગીની અપેક્ષા રાખી હોય તેવી જિંદગી તેને મળી છે. સ્મિતા અને સંતોષની ફ્લાઇટનો સમય થઈ ગયો હતો. આથી સંતોષ સ્મિતાને લેવા આવ્યો અને બને પોતાની સરપ્રાઈઝ ટ્રીપ પર જવા નીકળી પડ્યા !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational