Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khushbu Shah

Thriller Drama Crime

3  

Khushbu Shah

Thriller Drama Crime

કોણ છે એ - ભાગ 6

કોણ છે એ - ભાગ 6

2 mins
463


  ઇન્સ્પેક્ટર ઘોડબોલે અને તેમની ટીમ એઝેડ કંપની પર પહોંચી ચુકી હતી , સદ્દનસીબે કંપનીના મલિક મિ. સોમવ્રત પણ આ વખતે ત્યાં જ હાજર હતા , તેથી ઘોડબોલેએ સવાલોની લડીઓ ચાલુ કરી.

"મિ. સોમવ્રત , ઘણું મોડું થયું ને તમને અહીં આવતા આ ઘટનાઓ પછી ?"

"હા સર , આફ્રિકાથી આવતા થોડો સમય લાગ્યો. "

"ગુડ , હવે એ સવાલનો જવાબ આપો કે તમને તમારી કંપનીના બિઝનેસની દરેક વિગતો ખબર છે ?"

"હા, લગભગ."

"ઓ.કે , તો તમારા સિવાય એવી બીજી કઈ વ્યક્તિ છે, જે પૂરી વિગતો જણાવી શકે."


"સર, હા મારો દીકરો રાહુલ , એને પણ ઘણી વિગતો ખબર છે , હું સામાન્ય રીતે બિઝનેસનો નાણાકીય વહીવટ સંભાળું છું અને મારો દીકરો ઉત્પાદન વગેરે ખાતાઓ સંભાળે છે."

"ઓ. કે , તો એની કંપનીના સુપરવાઇઝર સાથે ઘણી વાત થતી હશે ને ? શું તમે મારી સાથે એની વાત કરાવી શકો ?"

"હા , કેમ નહિ ." કહેતા જ મિ.સોમવ્રતે તેના પુત્ર રાહુલને ફોન કર્યો અને તેની ઉલટ તાપસ કરતા ભાંગી જઈ રાહુલે કબુલ્યું કે કોંગોના જંગલોમાંથી લાકડા અહીં એઝેડ કંપનીમાં સ્મગ્લ થતા હતા , અવૈધ્ય રીતે જ. એઝેડ કંપની સીલ કરવામાં આવી , મિ. સોમવ્રતને તો હળવી સજા થઇ શકે તેમ હતું પણ રાહુલને માટે લાંબી સજા નક્કી જ હતી.


   આમ લાકડા કારણ તો હતા જ પણ હત્યાઓ કેમ થઇ એ હજી પણ રહસ્ય હતું, તેથી કંપનીમાં વિખરાયેલા તમામ લાકડાઓ ભેગા કરી ફોરેન્સિકમાં મોકલાયા. આખરે શહેરભરમાં થયેલ મોતના તાંડવના તાર આફ્રિકા સાથે જોડાઈ રહ્યા હતા, કોંગોના જંગલના અંધારિયા ખૂણાઓમાં જ કયાંક જવાબ છુપાયો હતો , શું કારણ હતું ? કેમ હત્યાઓ થઇ હતી ? આખરે ગુનેગારોને સજા થઇ શકાશે કે ગુનેગારોને સજા થઇ ચૂકી હતી ?


(ક્રમશ :) 


Rate this content
Log in

Similar gujarati story from Thriller