Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational

1.5  

Vijay Shah

Inspirational

મન મળે ત્યારે રે’વાય નહીં

મન મળે ત્યારે રે’વાય નહીં

5 mins
14.3K


કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. 

-અનિલ ચાવડા

રંભા અને ભદ્રા બંને નસીબથી દાઝેલી.. એકે પતિ ખોયો કાર અકસ્માતે બીજીએ કેન્સરથી ખોયો. વળી બંનેના મન ઉપર આધિપત્ય બીજાનું. તેથી મેળ કદી થાય જ નહીં સાથે રહેવાનું ને ભદ્રાનો ભાઇ સરખે હિસ્સે પોતાનો ભાગ ખર્ચાનો ના આપવા શીખવાડે અને સમજાવે કે આ કાળઝાળ મોંઘવારીમાં પૈસા હશે તો ઘડપણમાં કોઇ હાથ પક્ડશે. વળી તું તો એકલી જાત..રંભાનાં બે સંતાન.. તે તો મોટા થઇ જશે ત્યારે માને જાળવશે તને નહીં. જ્યારે રંભાની બહેન તેને શીખવે કે ભદ્રા જેઠાણી છે મોટી છે અને પેટે કોઇ છે નહીં તો તારી દીકરીને તેની દીકરી ગણીને ખર્ચે છે તો ખર્ચવા દેને? તને ય એટલી રાહતને?

એક દિવસ ભદ્રાના ભાઇએ ભદ્રાને શીખવાડ્યું કે ‘આંગળીથી નખ વેગળા એટલે વેગળા જ.” ખોટી કુટાઇ મરે છે રંભાની બે છોકરીઓ માટે...ઘરમાં ચાર જણા ખાનારા અને તારે ખર્ચાનો અડધો ભાગ આપવાનો? ભદ્રાનું આંતરમન બોલ્યું કે વાત તો ભાઇ તારી સાચી પણ તુMસમજતો નથી ભાઇ રંભા ઘર સંભાળે છે તેથી તો હું બે નોકરી કરી શકું છુંને? રંભાને તેની બહેન કહે “માંગને ઘર ખર્ચામાં ઘર રીપેરીંગનાં ખર્ચા.. દર વર્ષે કંઇ ને કંઇ ઘરમાં બગડે અને તેને સુધારવાના પૈસા તો તારી જેઠાણીએ આપવા જોઇએને? રંભાનુંય આંતરમન બોલ્યું.. ભાભી તો એકલા છે છતાંય અડધો અડધ ખર્ચામાં ભાગ આપે છે ને? મારાથી સોનાની કટારી પેટે ના મરાય.'

દિવાળી વખતે બોનસ આવ્યું ત્યારે રંભાએ ભદ્રાને કહ્યું “ભાભી આ વખતે ખર્ચો વધુ થાય છે તો મકાનનું રંગ કામ ના કરાવીયે તો?”

“ના રે ના છોકરીઓ મોટી થાય છે તેમની બહેનપણીઓ આવતી હોય છે ત્યારે મકાન તો સારું અને સુઘડ હોય તો તે સારું જ છે, આ વખતે બોનસમાંથી ઘર રંગાવી દઇશું.” અને ભદ્રાનો ભાઇ વંકાયો...જાણે તું ઘરની હેડ હોય તેમ મારા બોનસમાંથી ઘર રંગાવી દઇશુ કહી દીધું” અને રંભાની બહેને તાળી દેતા કહ્યું” નસીબદાર છે રંભા!..ભલેને પતિ ના હોય.. પણ પતિ જેવી સંભાળ તો રાખે છેને?”

મોટી દીકરીના વિવાહ થયા ત્યારે દાગીનો આપ્યો ત્યારે ફરી ભદ્રાનો ભાઇ વંકાયો....”જો ભદ્રા મારું કહ્યું તને યોગ્ય ના લાગતું હોય તો તું જાણે અને તારી રંભા જાણે...પાંચસો એકનો ચાંદલો કરે તો ય દીપે તેને માટે ૨૫૦૦૦ રુપિયાનો દાગીનો લઇને તારા પગે તું જ કુહાડો મારે છે હવે લગ્ન વખતે શું કરીશ?”

“પણ ભાઇ રંભાને અને મોટીને બેઉને સારુ લાગે તેથી કર્યુ...” તેનો જવાબ સાંભળી મોટી અને રંભાની બેન બેઉ મલક્યા...પણ રંભાને પહેલી વખત લાગ્યું..ભાભીનો ભાઇ સાચું જ કહે છે.”

તે દિવસે પાપડ વણતા વણતા રંભા બોલી “ભાભી!..મને લાગે છે બાવીસ વર્ષથી આપણે સાથે રહીયે છે..અને હજી આગળ પણ સાથે રહેવાના હોઇએ તો આપણી જે સમજણ છે તેને સરકારી મહોર મારી દઇએ તો?”

“અલી કંઇ સમજાય તેવું બોલને?”

“જુઓ ભાભી.. છોકરાવને તો પાંખો આવશે એટલે ઉડી જશે.. પછી આપણું શું?”

“એ તો મારો પ્રશ્ન છે... તારે તો છોકરાઓ છે.. મારે તો કોઇ જ નથી.. મારું શું?”

“આ ભયને ખાળવા ચાલો આપણે લગ્ન કરી લઇએ.”

“શું ગાંડી થઇ છે?”

“ના હું સાચું કહું છું.. આપણે બધી રીતે સરખા છીએ.. આપણા સુખો સરખા છે આપણા દુઃખો સરખા છે તો પછી આપણી ભવિષ્યની ચિંતાઓને કેમ સાથે ન કરીયે?”

“એટલે ભાભી આ બે નોકરીઓને કારણે તમે મશીન જેવા થઇ ગયા છો. તમને કશું થઇ જશે તો હું ધ્યાન રાખીશ અને જે મારું અને તમારું એમ બે છુટું છે તે ભેગું કરી દઇશું તો તમારે પણ બહુ કામ નહિં કરવુ પડે. તમે કમાજો અને હું ઘર ચલાવીશ.. તમે પતિ અને હું પત્ની...”

“અલી ગાંડી! સજાતીય લગ્ન ના થાય” “ભાભી લગ્ન એ તો સમજણ છે. જાતિય સુખની ક્યાં આપણને પડી છે? આતો સહકાર અને મન મળ્યાની વાત છે..“

ભદ્રા રંભાની સામે જોઇ રહી.. તેના હાથમાંનું પાપડનું ગુલ્લું પીસાયા વીના અધુરું રહી ગયું. તે જોઇ રહી હતી કે રંભા જે કહી રહી હતી તે એક શક્ય સ્વપ્ન હતું...બેઉ જણા ને જે અધુરપ લાગતી હતી તે પુરી થઇ જતી હતી અને સરકારી મહોર વાગી ગયા પછી ભાઇને કશું બોલવાનું રહેતુ નહોતું.. તેને હવે શુંના પ્રશ્નથી અકળાવાનું નહોતુ..

તેણે વહાલથી રંભા સામે જોયું અને રંભા હસી પડી..”હવે મોટી અને નાની પણ તમારી છે અને હું પણ તમારી અને તમે પણ અમારા બધ્ધાના...” “પણ સમાજ સ્વીકારશે?”

“જુઓ દરેક નવી વાત સમાજ સ્વીકારતા અચકાતો હોય છે..તો આપણે ક્યાં ઢંઢેરો પીટવા જઇએ છે? લગ્નની વ્યાખ્યા શરીર સુખ પુરતી સીમિત સમજનારા ટુંકા દ્રષ્ટીના સમાજને ક્યાં ખબર છે કે પાછલી ઉંમરે સંગાથ અને સાથી હોવાની અનુભૂતિ કેટલી મોટી ઘટના છે. અને એ આપણા જેવા જેઓએ નાની ઉંમરે પતિને ખોયા હોય તે લોકો જાણે.”

ભદ્રાના ભાઇ અને રંભાની બહેને જ્યારે આ જાણ્યું ત્યારે બંને બોલ્યા... મુર્ખા છે બંને અને બંને કહેતા હતા અમને અમારા પગમાં જોડા ક્યાં ડંખે છે તેની ખબર તમને ક્યાંથી હોય..?મને અમારી ચિંતાઓ પણ હતી અને એકમેકની પણ ચિંતા હતી.”

મોટી ખુબ જ ખુશ હતી. તેને ચિંતા મમ્મી અને કાકીની કાયમ જ રહેતી...નાની તો જાણે કોર્ટમાં પરણી ગઇ હતી.. મોટી હવે નિશ્ચિંત થઇને તેનો સંસાર માંડશે.. બંને જમાઇને પહેલી વખત લાગ્યું કે હવે જવાબદારી સાથે સાથે વારસો પણ મળશે.

હિંદુ મેરેજ એક્ટ આવી બાબતે શું કહેશે તેની ચિંતા વિના બંનેના સહિયારા જીવનની સમજણ ને સ્ટેંપ પેપર પર લખી કોર્ટમાં રજીસ્ટ્રેશન માટે ગયા ત્યારે સંમતિથી થયેલા આ કરારને “લગ્ન”નું નામ ના આપી તેને “મૈત્રી કરાર” બનાવી કોર્ટે માન આપ્યું ત્યારે બંનેના હરખાતા ચહેરા એટલું તો કહેતા હતા કે જોડીઓ સ્વર્ગમાં જ નહીં આ ધરતી ઉપર પણ બની શકે છે.

જજ કહેતા હતા કે લગ્નની સ્થૂળ વ્યાખ્યા તમે બંનેએ બદલીને ‘સમજણ'નું નવું નામ આપ્યુ તે બદલ ઝાઝેરા અભિનંદન..કેટલાક ચુસ્ત માણસોએ નાકનું ટેરવુ ચઢાવ્યું અને બબડ્યા પણ ખરા મનોરોગી છે બંને...કંઇ પતિ અને પત્ની સજાતીય હોય ખરા? અખબારોએ સાચી વાત જાણ્યા પછી આને સ્તુત્ય ઘટના કહી બીરદાવી..વળી વચોટીયા માણસોના ટુંકા દ્રષ્ટિબિંદુને વખોડ્યા..સમયનું ચક્ર ચાલ્યું અને એ ચાલતા સમયના ચક્રમાં બે વિધવા મટી ગઇ અને બે સધવા જન્મી..એકમેકની હુંફે આખી જિંદગી જશેના આનંદ સાથે...રેડીયો પર પાછળથી કાવ્ય સંભળાતું હતું.. 

માણસ છે ભાઇ માણસ છે, ક્યાં શું કરે તે કે’વાય નૈ

માણસ છે ભાઇ માણસ છે, મન મળે ત્યારે રે’વાય નૈ

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational