Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Crime Drama Thriller

3  

Mariyam Dhupli

Crime Drama Thriller

આખરી અદાલત

આખરી અદાલત

4 mins
7.8K


(સ્પર્ધા પેજ ની હરીફાઈ માટે)

બધીજ અદાલતોની એ સર્વોચ્ચ અદાલત હતી. આની આગળ કોઈ અદાલત બ્રહ્માંડમાં ન હાજર હતી , ન હાજર છે , ન હાજર હશે. અહીં એક કેસ વર્ષો સુધી ઘસડાઈ ઘસડાઈ ઘરડો ન થઇ શકે. અહીં પુરાવાઓ જોડે કોઈ પણ પ્રકારની છેડછાડની કોઈ શક્યતાજ ન હોય. અહીં હાથના સ્પર્શ માટે ધર્મપુસ્તકોના પુરાવાની કોઈ જરૂર ન રહે. "જે પણ કહીશ સત્ય કહીશ સત્ય સિવાય કઈ ન કહીશ." એવી શપથ લઇ અસત્યો અને જૂઠની કબડ્ડી ન રમી શકાય. અહીં કોઈ બેલ કે જામીન સ્વીકારાય નહીં. પૈસાની પકડ અને ઓળખાણના ગણિત અહીં આવી શૂન્ય. અહીં ફક્ત સાચો ન્યાય મળે. કર્મનું ફળ મળે. એ પણ અતિ શીઘ્ર અને તત્કાલ સ્થળ ઉપરજ. ન લાંબી, લાંબી સુનવણીઓ, ન કાળા કોર્ટ પહેરેલ દલીલબાજો, ન દસ્તાવેજ, ન કાગળીયાઓનો અનંત સઁગ્રહ. આરોપી અને ન્યાયાધીશ વચ્ચે અન્ય કોઈની દખલગીરી જ નહીં.

ન્યાયાધીશનું નૂર, તેજ સફેદ પ્રકાશની કિરણોથી ચળકી રહ્યું હતું. આંખોને અસહ્ય એવા તેજના એ પ્રકાશ વચ્ચે બે આરોપીઓ મસ્તક ઝુકાવી ઉભા હતા. એમની જમણી તરફથી એક માર્ગ સીધો આગળ વધી રહ્યો હતો. જેને બીજે છેડે એક શાંત, સુંદર, આહલાદ્ક, રમણીય અને મોહક સૃષ્ટિ એમની રાહ જોઈ રહી હતી. પરંતુ જે નાજુક, કાચા પુલ ઉપર એમની માનવતા હિંચકા ખાઈ રહી હતી એના ઊંડાણોમાં ધગધગતી અગ્નિ પણ પોતાની વિનાશક, ભયાવહ જ્વાળાઓ દ્વારા એમને હૃદયદ્રાવક આમંત્રણ પાઠવી રહી હતી.

એક તરફ ભગવા વસ્ત્રો અને કપાળ ઉપર મોટું તિલક તો બીજી તરફ લાંબો સફેદ ઝભ્ભો અને કપાળ ઉપર વાળને ઢાંકતી સફેદ ટોપી, માનવતાના બે રંગ. માથાથી પગ સુધી, વાણીથી વિચાર સુધી, વર્તનથી પહેરવેશ સુધી એકબીજાથી તદ્દન વિપરીત. ફક્ત એક જ સમાનતા. કર્મની સમાનતા. બન્નેના હાથ માનવલોહીથી રંગાયા હતા.

"પોતાની સફાઈમાં કંઈ કહેવું છે?"

ન્યાયાધીશ તરફથી મળેલ સૌપ્રથમ અને અંતિમ તકનો ઉપયોગ કરતા ભગવા શરીરે પોતાના બચાવમાં દલીલ રજૂ કરી.

"એ માનવીએ ગૌ-હત્યા કરી હતી. માતાની હત્યા કરી હતી. એની હત્યા કરી હું ધર્મની રક્ષા કરી શક્યો કે જે થકી પ્રભુ આપને પ્રસન્ન કરી હું દ્રષ્ટિ સામેના આ રમણ્ય સ્વર્ગમાં હંમેશ માટે પ્રવેશી શકું."

ઝળહળતો પ્રકાશ હજી તેજ થઇ ન્યાયાધીશની નારાઝગી અને ક્રોધનો પુરાવો બની રહ્યો.

"માતાની હત્યા તારા હાથે પણ તો થઇ છે. જે દિવસે તારી પત્નીના ગર્ભમાં વિકસી રહેલ એક સ્ત્રીબીજને તું દૂર કરાવવા લઇ ગયો હતો એ દિવસે ભવિષ્યમાં થનારી એક માતાની જન્મ પહેલાજ તે હત્યા ન કરાવી હતી? કયા વેદ, કયા ઉપનિષદ, કયા ધર્મગ્રન્થમાં વાંચી તે નક્કી કરી નાખ્યું કે એક પ્રાણીની હત્યા પાપ છે, ક્રૂરતા છે, જયારે એક માનવની હત્યા, એક ગર્ભમાં વિકસી રહેલ બાળકીની હત્યા પાપ નથી, ક્રૂરતા નથી. મારા એક સર્જનનું વિનાશ કોઈએ કર્યું અને તારાથી ન સહેવાયું? તારા હાથે થયેલા મારા બે સર્જનનું વિનાશ હું કઈ રીતે સહી લઉં?"

માનવ જીવન નિઃશબ્દ, નતમસ્તક મૌન......

"ઔર તુમ્હે ક્યા કેહના હે?"

પોતાને મળેલી એકમાત્ર તકને ઝડપી શ્વેત પરિધાનમાં ઉભેલું માનવ જીવન પોતાના બચાવમાં દલીલ રજૂ કરી રહ્યું.

"મેરે હાથોંમેં જિહાદકા પાક ખૂન હે, જો મેરે રબ મેને આપકો રાઝી કરનેકે લિયે, અપને મઝહબકો નિભાને કે લિયે બહાયા હે તાકી આપકી રઝા ( પરવાનગી ) પા કે મેં સામને ખડી ઉસ ખુબસુરત જન્નત ( સ્વર્ગ ) મેં હંમેશા હંમેશા કે લિયે દાખિલ હો જાઉં."

ઝળહળતું નૂર ફરી વધુ તેજ પ્રકાશિત થતું નિર્ણાયકની નાપસંદગી અને અસંતોષની સાબિતી આપી રહ્યું.

"એ ઇન્સાન જિહાદ તો તુજે ખુદકી નફ્સ ( ઇન્દ્રિયો ) કે સાથ કરની થી. જિસ કુરાન ને કહા એક ઈન્સાનકી જાન બચાનેકા સવાબ ( પુણ્ય ) સારે કાયનાત કે ઈન્સાનકી જાન બચાને બરાબર ઔર એક ઇન્સાન કા કતલ (હત્યા) સારી કાયનાત કે ઈન્સાનોંકે કતલ કે બરાબર, તેરા ઉસ પાક કુરાન સે દૂર દૂર તક કોઈ રિશ્તા નહીં. મેરી માસુમ (નિર્દોષ) પેદાઈશ (સર્જન) કા ખૂન બહાકે તું કિસ મઝહબકે નિભાનેકી બાત કર રહા હે? "

માનવજીવન નિઃશબ્દ, નતમસ્તક મૌન .......

ઝળહળતો દિવ્ય પ્રકાશ પરાકાષ્ઠાએ પહોંચ્યો. એક ક્ષણ માટે બધુજ ધૂંધળું થઇ ઉઠ્યું. કાચો, નાજુક પુલ બે છેડામાં છૂટો થયો અને બન્ને માનવજીવન નીચે રાહ જોઈ રહેલ વિનાશક, ભયાવહ અગનજ્વાળાઓની લપેટમાં કણ કણ પીગળી રહ્યા.....!


Rate this content
Log in

Similar gujarati story from Crime