Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Drama Thriller

3  

#DSK #DSK

Drama Thriller

યે રિશ્તા તેરા મેરા ૨.૪

યે રિશ્તા તેરા મેરા ૨.૪

5 mins
435


યે રિશ્તા તેરા મેરા-2.4

ચલો,બધા તૈયારને? અંશ બોલ્યો.

જી અમે બધા જ તૈયાર છીએ પણ તમારા સાળા સાહેબ ક્યા છે? મહેક બોલી...

ત્યા જ મીરા બોલી: લો તમારા સાળા સાહેબ તૈયાર જ છે.

મીત બોલ્યો..અંશ ભાઇ....આઇ એમ રેડી...લેટ્સ ગો નાઉ...

અંશ; ઓકે, પણ આ ગલ્સ તો....બહુ જ હેરાન કરે છે હજુ તૈયાર જ...

ત્યા અવની જોરથી બોલી,,,,અંશ ગલ્સ તો કારમાં જ છે, તમે નહી આવો તો અમે જતા રહીશું..

મીત; ઓહ,માય ગોડ!! ભાઇ, આ લોકો તો હમણા જ અહીં...એટલી વારમાં ચકમા દેકર ભાગ ગઇ સભી...

બધા ભાઇઓ હસી પડ્યા...અંશ, આકાશને હમણા જ નવો આવેલો ડૉકટર....

[ડૉકટર.....કેયુર.....].

હા,આ કેયુર હમણા નવો નવો જ આવ્યો છે. એમ માનો કે આજે જ આવ્યો.આ પે'લા અંશ માત્ર કેયુરને મળેલો.

આજે જ્યારે એ પિકનિક પર જાય છે ત્યારે અંશે કેયુરને બોલાવી લીધો કે તું પણ પિકનિક પર આવ...હવે તું પણ આપણી હોસ્પિટલનો જ એક મેમ્બર છે.

જ્યારે અંશે કોલ કર્યો ત્યારે પહેલા તો આનાકાની કરી પણ અડધી કલાક પછી પાછો કોલ કર્યો તો કેયુરના મમ્મી કહે "હવે જઇ આવ,એ કહે જ છે તો ના કેમ કે'વાની?" ને કેયુરે પિકનિક પર આવવાની હા પાડી....]

બધા હસી પડ્યા..મીતની વાતથી. બધા કારમા બેસી ગયા...ગિરધર ડ્રાઇવીંગ કરે છે. જે અંશની જ હોસ્પિટલમાં કામ કરે છે મોટા ભાગે એ જ બધે હોય.

મીરા; આજે હું બહું જ ખુશ છું જાણે એવું લાગે છે કે આપણા કોલેજના દિવસો પાછા આવી ગયા.

અવની; હા,મીરા...આજનું વાતાવરણ પણ જો, જાણે એવું જ લાગી રહ્યુ કે....આપણે બધા કોલેજમાંથી જ પિકનિક પર જઇ રહ્યા છીએ.

મીત; મને પણ એવું જ લાગે છે

ફરી એકવાર બધાને મીતે હસાવી દીધા....

કેયુર બોલ્યો તારે હજુ વાર છે કોલેજની હો...

મીત; તો એવી વાત કરોને જેમાં હું પણ શામેલ થઉ!! શું કોલેજ-હોસ્પિટલ, કોલેજ-હોસ્પિટલ બીજું કશું ફાવતું જ નથી કે શું?

કેયુર; તો તું જ કે ને શું કરી શકાય? જેમા તું શામેલ થઇ જાય.

ત્યાં જ અવની વચ્ચે બોલી: જી,હા...કેયુરની વાત સાચી છે તું જ કે' એવું શું કરી શકાય...

અવની એ કેયુરની વાતને ટેકો આપ્યો આમ અવનીએ કેયુરને તેની સામે જોવા માટે મજબુર કરી દીધો....

કેયુરે અવનીને જોઇ પણ લીધી સુવ્યવ્સ્થિત...નજરને થોડી ઘણી છુપાવતા-છુપાવતા.

અંશ; યસ

મહેક; શું યસ?

અંશ; મને યાદ આવ્યું શું કરી શકાય....????

મીત; બોલ,ભાઇ શું કરી શકાય..???

અંશ; અંતાક્ષરી...

મીરા; યસ...

અવની; ઓકે

કેયુર; યા

આકાશ; હું મીતની ટીમમાં...

મીરા; હું અંશની ટીમમાં....

અવની; હું પણ મીતની ટીમમાં..

કેયુર; હું પણ

મહેક; ઓકે તો જગા બદલો....

પાછળ મહેકે બધાની જગા ફેરવી...

મહેક; અવની તું અને કેયુર એક બાજુ...થઇ જાવ..અરે કેયુર ઉભો થા, કોની રાહ જુએ છે? આકાશ તું અવનીની બાજુમાથી ઉભો થા, ત્યા અવની અને કેયુરને બેસવા દે.

આકાશ; ઓકે,.....

હવે, તું અને મીરા બાજુ-બાજુમા છો....

પણ,,,,,આકાશ તું મીતની ટીમમાં છો...

આકાશ; જી

મહેક; અવનીને કેયુર પણ...

મહેક આગળ બોલી હું અંશને મીરા...

મીત; તમે ત્રણ અમે તો ચાર.

મીરા; અમારા જોડે ગિરધર છે..

ગિરધર; બિલકુલ અંશભાઇની ટીમમાં આપણે...

મીત; ઓહ, નો!!!

અંતાક્ષરી શરુ કરી....સામસામે બોલિવૂડ સોંગની રમઝટ ઝામીને, ક્યારે રસ્સા-કસ્સી તો ક્યારેક ટીક,ટીક વન,ટુ,થ્રી....થાય તો ક્યારેક એકબીજા એકબીજાનો હુરિયો બોલાવે.....

આમ કરતા આવી ગયું....પિકનિક...પ્લેસ....

સંપુર્ણ કલાત્મક સ્થળ જ્યા સૃષ્ટીની તમામ કલાનું વર્ણન કલાત્મક રીતે થયું છે...એક સરસ મધ્યમ કદનું લેક, તેના કિનારે નાના વૃક્ષો, પશુ-પક્ષી, જીવ-જંતુથી માંડીને તમામ વસ્તુ કલાત્મક....માછલી, મગર. અન્ય દરિયાઈ જીવ.....ડુંગરને ડુંગર પરના વૃક્ષો, ડુંગર પરથી વહેતું કલકલ નાદ કરતું ઝરણુ...અહીં મનુષ્યની બુધ્ધીનું અસલ પ્રદર્શન થાય એવી સજાવટ.

તો બીજી બાજુ ખુદ કુદરતી બગીચો, હીંચકા, લપસણી, વૃક્ષો, ફૂલો, છોડ, વેલ આ બગીચો અસલ કુદરતીથી બનેલો...

આ બધું જોતા જ ઘણો સમય જતો રહ્યો, બપોર થઇ, ભુખ પણ લાગી....આ બધું જોવામા અંશને મહેક જોડે,આકાશને મીરાને અવની મીત જોડે, કેયુર પણ મીત જોડે.....

કેયુર લાગ જોઇને અવની જોડે વાત કરી લે.

પણ, અવનીનું સંપુર્ણ ધ્યાન તેના આગળના ટાર્ગેટ માટે, જેમાં તેને મીતનો સાથ અવશ્ય જોઇએ જ જોઇએ.

એ તો જ શક્ય બને જો મીત અવનીની નજીક આવે. શક્ય એટલી મદદ મીતને કરીને વાતે વાતે બોલતી જાય જોને મહેક તો અંશ જોડે ફરવામાં જ છે તેને ક્યા ખ્યાલ છે તેનો ભાઇ છે, એ પણ નાનો?

કેયુરનું ધ્યાન ચુકે એટલી અવની પોતાનો દાવ ફેકે, આ બધું જોવામા ચાર કલાક જતા રહયાં, પણ અવની એ મીતને વચ્ચે નાસ્તો પણ કરાવ્યો, ડ્રીંક પણ આપ્યું. પોતાની જોડે લાવી એ,જોડે કેયુરને પણ લાભ મળ્યો.

આ ચાર કલાકમાં અવની એ ચારસો વાર મીતને એહ્સાસ અપાવ્યો કે મહેક પોતે હરવા ફરવામાં જ છે અંશ જોડે. તેને ભાન જ નથી કે મીત અહીં છે, અંતે એક્વાર બહાર નીકળતા જ હદ થઇ...મીરા એ બે ચોકલેટ મહેકને આપીને મહેકે એક અંશને આપીને એક તેણે.

પેલા તેણે આજુબાજુમા જોયું, પણ મીત ન દેખાયો એટલે પોતે જ ખાય લીધી, જ્યારે મીરા એ ચોકલેટ આપી ત્યારે અવનીનું ધ્યાન પણ મીતનું નહી એટલે જાણી જોઈને મીતને અંદર કર્યો જેથી મહેક ન જોઇ શકે ને મહેકે ચોકલેટ ખઈ લીધી કે તરત જ બોલી....

કશો વાંધો નહી મીત શાયદ તને નહી જોયો હોય,

મીત; હા,સાચી વાત. પણ મીતના મનમાં વિચાર અચુક આવ્યો દીદી, અંશભાઇ ને કારણે આજે તેને ભુલી ગઇ. તે સીટીમા આવીને પોતાના ભાઇને ભુલી ગઇ, અંશભાઇ જોડે રહીને તેનો ભાઇ તેના જોડે છે એ પણ યાદ નથી,,,,એવો વિચાર આવ્યો. અવનીને લાગ્યુ તેનો પ્લાન સકસેસ જાય છે.

કહેવાય કુમળો છોડ જેમ વાળો તેમ વળે...

અવની એક ડૉકટર, તેને આ કહેવતની ખબર ન હોય એ તો શક્ય જ નથી....

બધા જમવા માટે ગાર્ડેનમા બેઠા....મહેકની બાજુમા મીત બેઠો...મહેકે જોયુ તો ત્યા થોડા પત્થર પડેલા તેને વિચાર આવ્યો મીતને નહી ફાવે, તે બોલી ‘’મીત અવનીની બાજુમા બેસી જા’’ ને અંશ તું અહીં બેસી જા.

મહેકે કોઇ ચોખવટ ન કરી કે અહીં પત્થર છે એમ...ને ફરી એકવાર અંશ માટે જ દીદી એ પોતાને ધકેલ્યાનો એહસાસ થયો.....

આ સમયે અવનીને મીતની નજર એક થઇ ને મીત કશું જ ન બોલ્યો.

થોડીવાર આરામ કર્યો, થોડીવાર રમ્યા આ બધામા કેયુર, અવનીને મીત જોડે .પેલા ચાર જોડે. સાંજ થતા ઘેર જવા નિકળ્યા. મીત મહેકની બાજુમાં બેઠો મહેકને એમ કે છોકરાઓને મોટા ભાગે બહાર જોવું વધારે પસંદ આવે ને વધારે જગામા બેસવું તો એ બોલી ‘’મીત ગિરધરભાઇ જોડે બેસી જા, આગળ.’’

એ નીચે ઉતર્યો કે અવની જોડે અથડાયો તેના મનમા પણ દીદી માટે શંકા નથી પણ...અવનીએ શંકા પેદા કરી ત્યા અંશ આવશે, બચ્ચુ,જોઇલે જે. મીત બેઠોને એવું જ થયું.અંશ આવ્યો, મહેકની બાજુમાં બેઠો.

એમાં કશું નવું નથી પણ એક બાળક એ પણ બાર વર્ષનું, લાંબુ ન વિચારી શકે. તેના મનમાં જેવી શંકા નાખો એવી પેદા થાય. મીત ફરી એકવાર નારાજ થયો.

અવનીને લાગ્યુ હવે મીત પુરેપુરો પોતાના કબ્જામાં છે...એક દિવસ માત્ર એક દિવસમાં હું તારી દુનિયા બદલી નાખવા માટે સક્ષમ છું અંશ....તું આગળ જો, હજુ જો તારા જ સાળાને તમારી બે ના વિરોધમાં ઊભા ન કરુ તો હું અવની....નહી ને...તું મારો દોસ્ત નહી.....

(વધુ આવતા અંકે)


Rate this content
Log in

Similar gujarati story from Drama