Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Inspirational Others

1.0  

Vishwadeep Barad

Inspirational Others

સંઘર્ષ કે આપઘાત ?

સંઘર્ષ કે આપઘાત ?

5 mins
7.5K


રાકેશ પોતાની પાછલી જિંદગીની બહુંજ ઓછી વાત કરતો હોય છે. અને એ બાબતમાં હું પણ તેને કશું પુછું પણ નહી. અમારા લગ્ન-જીવનને ૩૦ વર્ષ થયાં, જીવનમાં ઘણી ચડ-ઉતર આવી પરંતુ જીવનની સમતુલ્લા હંમેશા જાળવી રાખી છે. અમારા સંતાન રીતુ અને ચિન્તુ બન્ને ભણી ગણી લોસ-એન્જલસમાં સી.પી.એ ફાર્મ ચલાવે છે. બન્ને મેરીડ છે. અમો બન્ને એકલા પડી ગયાં છીએ છતાં જિંદગીની એક એક પળની મજા માણીએ છીએ. મેં ૨૦ વર્ષ ફેડરલ ગર્વન્મેન્ટમા જોબ કરી નિવૃતી લીધી. રાકેશે પોતે અહીં અમેરિકા આવી ક્રીમનલ લૉયરની ડીગ્રી લીધી. તેની ક્રીમિનલ લૉયર તરીકે પ્રેકટીસ હજું સારી ચાલે છે. એ એમની આવકમાંથી અડધી આવક ગુજરાત દરિદ્ર બાળકોના વિકાસ અને કેળવણી માટે મોકલી આપે છે. એની પાછળ રાકેશના જીવનમાં બનેલી એક કરૂણ ઘટના જે બનતા રહી ગઈ. જે બની ગઈ હોત તો એ કદાચ મારા સુખી સંસારમાં આજ એ ના હોત !

‘લત્તા, મારા કુટુંબની એકદમ દરિદ્ર પરિસ્થિતીને તું જાણતી હતી છતાં તે મારી સાથે લગ્ન કરવાની હા પાડી.’

‘રાકેશ, મને ખબર હતી કે તું એક ધુળમાં પડેલો કોહીનૂરનો હીરો હતો, તું મારા કરતાં ભણવામાં ઘણોજ હોશિંયાર અને બુદ્ધીમાન હતો. મેં મારા પિતાને જ્યારે તારી સઘળી હકિકત કહી હતી. પહેલાં તો જેમ મુવીમાં બને છે તેમ ના કહી દીધી.'

‘આવા નિર્ધન ઘરમા તું કદી પણ સુખી નહીં રહી શકે. રાકેશના કુટુંબની સઘળી જવાબદારી તેના પર આવી જશે અને તમારે બન્નેને જિંદગીભરા વૈતરા કરી એમના કુટુંબનું ભરણ-પોષણ કરવું પડશે. હું મારી એકની એક દીકરીને જાણી જોઈ કુવામાં નથી નાંખવા માંગતો.’

પરંતુ મારો મોટો ભાઈ મહેશ અમેરિકા હતો અને એમની મદદ અને સમજાવટથી મારા પેરન્ટસ તૈયાર થઈ ગયાં.

'લત્તા, હું તારા લીધેજ આજ અમેરિકાની ધરતી પર છું. નહીતો ક્યારનો આ દુનિયામાંથી…'રાકેશની આંખમાં આંસુ આવી ગયાં.

‘રાકેશ, આ વાત બંધ કર..’

'ના લત્તા,આજે તો મારે તને સઘળી વાત કરી મારું દિલ હળવું કરવું જ છે.'

‘રાજકોટથી અમદાવાદમાં આવી કોલેજ કરવાની મારી મોટામાં મોટી ભુલ હતી ખરું કહું તો એ મારી સજા હતી. હેતુ સારો હતો પણ એ હેતુના બીજ સારા હતાં પણ એજ બીમાંથી જંગલી વીડ ઉગી કાંટા બની જશે…. ' મે વાતનો દોર બદલતા કહ્યું.

‘હે ! રાકેશ તું અમદાવાદ ભણવા ના આવ્યો હોત તો આપણે કદી મળ્યાજ ના હોત ! ખરુને ?’

મેં વાત હળવી કરવા કોશીષ કરી.’

એ વાત સો ટકા સાચી છે, જેને લીધે આજ હું અહીં છું. મેં કદી પણ વિચાર્યું નહોતું કે મારી જિંદગી નર્ક બની જશે ! મારા માસી અમદાવાદમાં રહેતાં હતા.એના ઘરમાં એમના છ છોકરાઓ અને માસાની માત્ર એક આવક. છેડા કદી એક ન થાય ! કાયમ ઘરમાં પૈસાનો કકળાટ !એજ માસીએ મને ભણવા માટે અમદાવાદ બોલાવી લીધો કે રાકેશ હોશિંયાર છે અને અહીં સારી કોલેજમાં એને એડમીશન મળી જશે. મારા મમ્મી-ડેડી એ વાતમાં સહમત થયાં. મને કૉમર્સ-કોલેજમાં એડમીશન મળી તો ગયું તેમજ મારા કોલેજની ફી ફેમિલીની ઓછી આવકને લીધે માફ થઈ જતી હતી. છ મહિનામાંજ માસીનો અસલી સ્વભાવ જોવા મળ્યો. ભારે ગુસ્સાવાળા. માસા સાથે, એના છોકરાઓ સાથે બસ કકળાટજ કર્યા કરે-ગુસ્સે થઈ છોકરાઓને મારે. આવક ઓછી એટલે ઘરમાં ચીજ વસ્તુ લાવવા પૈસા પણ નહી.

મારી સાથે પણ ઘણીવાર ગુસ્સાથી વાત કરે. રસોઈ જો ગુસ્સામાં કરે તો બે-ત્રણ વસ્તું બળી ગઈ હોય, જમવાના સમયમા કોઈ ઠેકાણું જ નહી. મેં પાર્ટ -ટાઈમ સર્વિસ કરવાનું નક્કી કર્યું. સવારે કોલેજમાં અને બપોરબાદ નોકરી. જે મહિને પગાર આવે તે માસીને ખાવા ખર્ચીમાં આપી દેવાનો. કોઈ વખત હાથ-ખર્ચીના ૧૦-૨૦ રુપિયા પગારમાંથી મને આપે. માસીને ખબર હતી કે મારે કોલેજ બાદ નોકરી પર જવાનુ હોય તો પણ મારા માટે ઘણીવાર સમયસર રસોઈ ના બનાવે અને મારે ભુખ્યા-પેટે નોકરી પર જવું પડે. ખિચ્ચામાં એક પૈસો ના હોય કે જેથી બહાર નાસ્તા-પાણી કરી લઉ. નોકરી પર શેઠ બે વખત ચા મંગાવે તેમાંથી આખો દિવસ ચલાવી લઉ. સાંજે આંઠ વાગે નોકરી પરથી આવું. માસીનું મો મોટાભાગે બગડેલું જ હોય. કિચનમાં જઈ જોઉં તો વધ્યું-ઘટ્યું જમવાનુ પડ્યું હોય તે જમી લેવાનું. મને સાંજે દુધ પિવાની ટેવ પણ દુધનો છાંટો પણ ન મળે.હું કોલેજમાં કોઈ મિત્ર પણ ના બનાવી શકું !

એક વખત મારા મિત્રને ઘરે બોલાવ્યો તો માસીને ચા બનાવવા કહ્યું. માસી મો બગાડી મારા મિત્રની હાજરીમાં કહ્યું.

‘આ ઘર કઇ ધર્મશાળા નથી. બધાને મફતમાં ચા પિવડાવશું તો દીવાળું ફૂકવુ પડશે !’

ત્યારથી કોઈ મિત્રને હું માસીના ઘેર ના બોલાવું. મારા પેરન્ટની આર્થિક પરિસ્થિતી એટલી નબળી હતી કે રાજકોટથી પપ્પા કે મમ્મી પાસેથી પૈસા પણ ના મંગાવી શકું. એક તો મારુ શરીર બહુંજ દુબળું ઉપરથી ખાવામાં અડધા ભુખ્યા રહેવું પડે ! દિવસે દિવસે શરીર પણ નબળું પડવા લાગ્યું. કંટાળી ગયો હતો. કોને આ મનની વાત કરું ? એક બાજું ભણવાનું, નોકરી કરવાની અને બીજી બાજું આ માસીનો માનસિક ત્રાસ. મેં માસીને કંટાળીને કહ્યું કે હું છેલ્લું વર્ષ રાજકોટ કરીશ તો તુરતજ ઉકળી પડયા.

‘મેં ત્રણ વર્ષ અહી રાખી ભણાવ્યો અને હવે પાછો રાજકોટ જઈ અપજશ આપવા માંગે છે. જશ ઉપર જુતીયા !’

એમ કહી એતો માથું કુટવા લાગ્યા. મારી તો સેન્ડવીચ જેવી પરિસ્થિતી થઈ ગઈ. કોઈ ખાવાનું ઠેકાણું નહી, કોઈ સુવા કે ઉઠવાનું ઠેકાણું નહી. એક રૂમ, એક રસોડા માં આઠ આઠ જણાં એ તો ઠીક છે હું રાત્રે ચાલીમાં સુતો અને મોડી રાત સુધી વાંચી અભ્યાસમાં ધ્યાન આપતો. મારે દર વર્ષે ફર્સ્ટક્લાસ આવે એનો મને ઘણોજ આનંદ હતો. પણ સાપના ફૂંફાડા મારતી માસીનો માનસિક ત્રાસ મને મેન્ટલી ટોર્ચ્યુન કરી રહ્યો હતો. આ બધી વાત, મમ્મી-પપ્પાને દુઃખ થાય એથી મેં કદી એમને કહી જ નહોતી.

એક દિવસ રાત્રે ૮.૦૦ વાગે નોકરી પરથી આવ્યો, બરાબરની ભુખ લાગી હતી, રસોડામાં ગયો તો એકાદ રોટલી, નાની વાટકી શાક હતું.

‘માસી, આટલું જ છે ?’ મને બહુંજ ભુખ લાગી છે.’

‘જે છે તે બધું રસોડામાં છે, ખાઈલે. હું અત્યારે થાકીને લોથ થઈ ગઈ છું, મારે તો બસ બધાના વૈતરાજ કરવાના ! મને તો ઉંઘ આવે છે.’

‘માસી હું એકાદ-બે ભાખરી બનાવી લઉ ?’

‘ઘરમાં લોટ જ નથી.’

મેં રસોડાના ડબ્બામાં જોયું તો આખો ડબ્બો લોટનો ભરેલો હતો. માસીના આવા જુંઠાણા સાથે ત્રાસભર્યા વર્તનથી ત્રાસી ગયો. ભુખ્યા પેટે જે ક્રોધ આવે તે જવાળામૂખી કરતા પણ વધારે ભસ્મીભૂત કરનાર હોય છે. માસીને કીધા વગર,કશું જમ્યા વગર જ ભૂખ્યો, ભૂખ્યો અગાસીની પાળ પર ચડ્યો. આ પુતના માસી, મારો જીવ લઈ ઝંપશે !આમની સાથે હું જીવી જ કેવી રીતે શકું ?

ચાર માળના મકાનની અગાશી પરથી ઝંપલાવા એક પગ બહાર કાઢ્યો. બીજો પગ ઉપાડી મારી જાતને ઝંપલાવાની તૈયારીમાંજ હતો. શું થયું ? એકદમ મમ્મી યાદ આવી ગઈ. એની મમતા મને વહાલથી બોલાવી રહી એવો આભાસ થયો..એજ ઘડીએ હું ક્ષણભર થંભ્યો. હું આપઘાત કરીશ તો મારી મમ્મી નહીં જીવી શકે! એ પણ પ્રાણ ત્યાગ કરશે !

'રાકેશ! તું શુ કરી રહ્યો છે ? તેનું તને ભાન છે ? મોતની ખીણમાં એક વખત કુદકો માર્યા પછી કોઈ પાછું ફરી શકતું નથી. મોત તો કોઈ પણને ભરખવા હંમેશા તૈયારજ હોય છે.' બન્ને પગ પાળ પરથી અગાસી પર લીધા અને એ જે ક્ષણો હતી એ ભયાનક હતી. આપઘાત એતો માનવ જીવનનો અંત છે. આવતી સમસ્યાનો ઉકેલ નથી, દુઃખના દાવાનળનો કોઈ ઉપાય નથી. મન ઉપર સારા-નરસા વિચારોનો હુમલો થઈ રહ્યો હતો. હજું પાળ પરજ બેઠો હતો. મમ્મી મારા રટણમાં હતી.

‘રાકેશ તું ભણીગણી સારી નોકરી કરજે.અમારુ જીવન સુધારજે!’

એ મમ્મી એ કહેલા શબ્દો એકધારા માઈન્ડમાં પરોઢની આરતીની ઝાલરની જેમ વાગતા રહ્યાં હતાં. રાકેશ, ઊઠ! આપઘાત એ તો કાયર-વ્યક્તિનું કામ છે.એને માનવ ના કહેવાય ! માનવ એજ કહેવાય કે જન્મથી મરણ સુધી સતત જીવન-સંગ્રામ અને સંઘર્ષ કરી જીવન જીવી જાય, નહી કે આપઘાત. હા લત્તા મારા પૉઝીટીવ વિચારોએ અને મમ્મીની મમતાએ મને જીવાડી દીધો !’ રાકેશની આંખમાં ઝળઝળીયા આવી ગયા!

રાકેશે મારા ખોળામાં માથું મુક્યું દીધું. હ્ર્દયમાં સઘરી રાખેલ અસહ્ય દર્દભરી ઘટના શબ્દો દ્વારા નીકળી આંસુમા વહી ગઈ. એ આસુંના વરસાદે મારા ખોળાને ભીંજાવી દીધો.એ ભીંજાસની મને પણ ઠંડક લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational