Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Alpesh Barot

Drama Horror Thriller

3  

Alpesh Barot

Drama Horror Thriller

રહસ્ય:૧૫

રહસ્ય:૧૫

5 mins
14.2K


"મેગ્નેટિક હાઇવે?" કલ્પેશ બોલ્યો.

"હા, મેગ્નેટિક હાઇવે, ત્યાં એક જગ્યા છે. ત્યાં તમારી કાર ઉભી રાખી તેનું એન્જીન બંધ કરી મુકો તો પણ આપ મેળે કાર ઉપર ચડવા લાગે છે."

"એવું તે કઈ હોતું હશે? ગપ્પા મારવાની પણ હદ હોય પ્રિયા..."

"તે એક માત્ર એવી જગ્યા નથી.

તે સિવાય અમેરિકામાં લાસ વેગાસ, નેવાડામાં સ્થિત હોવર ડેમ જ્યાં તમે પાણીની બોટલથી પાણી નીચે તરફ જવા દો તો પણ ઉપર આવે, નીચે ફેંકવામાં આવતી દરેક વસ્તુ ઉપર ઉઠવાનું પ્રયત્ન કરે... પણ વૈજ્ઞાનિક એવું માને છે કે આવું ત્યાં ચાલવાવાળી હવાઓના કારણે થાય છે. ઠીક છે.... આપણે તે ડેમની વાત રહેવા દઈએ તો પણ, ધ મિસ્ટ્રી સ્પોટ એ ગુરુત્વાકર્ષણીય વિસંગતતા છે. જે કેલિફોર્નિયાના સાંતાક્રૂઝની બહાર રેડવૂડ જંગલોમાં સ્થિત છે. તે આશરે 150 ફુટ અથવા 46 મીટર વ્યાસનો ગોળાકાર વિસ્તાર છે. આ જગ્યાએ ન્યૂટનનો ગ્રુરુત્વાકર્ષણબળનો નિયમ કામ જ નથી કરતો. ત્યાં તમે આડા ઉભ રહો તો પણ નીચે નથી પડતા. લોંખડના ગોળાને તમે ગતિથી ધક્કો મારો તો તે એક તરફ જ જશે. ત્યાં હોકાયંત્ર જેવા ઉપકરણો પણ કામ કરવાનું બંધ કરી દે છે. તે સિવાય ઘણા ઝરણાઓ જે નીચે જવાની જગ્યાએ ઉપરની તરફ જાય છે. કોઈ કોઈ જગ્યાએ તો નદીઓનો પ્રવાહ પણ વિરોધ દિશામાં હોય છે."

"હા, મેં પણ આ વિશે સાંભળ્યું છે. આઈ એગ્રી વિથ યુ..." રાજદીપે કહ્યું.

" દુનિયાની તમામ જગ્યાએ ગુરુત્વાકર્ષણબળ ઓછાં પ્રમાણમાં કામ નહીં કરતો હોય, પણ અહીં તો બિલકુલ પણ ગુરુત્વાકર્ષણબળ નથી. આ તે બધી જગ્યાઓનો બાપ છે."

*****

કાળી અંધારી રાત, એમાં પણ ઊંડી ગુફા, આસપાસ રાતમાં જીવડાઓનો અવાજ આવી રહ્યો હતો. કોઈ કોઈ વાર કોઈ કોઈ પ્રાણીની ચીસ વાતાવરણને વધું ડર ભર્યું બનાવતું હતું. હવામાં ઊંઘવું કેટલું ઓકવર્ડ પડે? થાકેલાં શરીર બસ હવામાં મરેલી લાશની જેમ તરતા, જે રીતે ડુબી ગયેલી કોઈ ડેડ બોડી.

"કોઈ છે?" પ્રિયાએ જોરથી બૂમ મારી. જાણે માઈલો દૂરથી અથડાઈને તેનો અવાજ તેનાં સુધી પાછો આવ્યો.

"અમે તો છીએ?" કલ્પેશ બોલ્યો.

"તમે નહિ ઈડીયટ...."

"અમારા સિવાય અહીં કોણ હોય?"

"તું ચૂપ રહે....

જસ્ટ ઈમેજીન.... આ જગ્યા માં આત્માઓ નો વાસ હોય! કોઈ શેતાને આપણને અહીં કેદ કર્યા હોય. ચુડેલ જેના લાંબા ખુલ્લા વાળ હોય, તેનો પરુંથી લથપથ ચેહરો હોય, તેનું શરીર મરી ગયેલા ભૂંડની જેમ વાસ મારતું હોય... તેનાં પગમાં પહેરેલાં કથકવાળા ઘુઘરૂંઓનો છમછમ અવાજ, ક્યારેક રાઈટથી આવતો હોય ક્યારેક લેફ્ટથી. ક્યારેક તો એવું લાગે પાછળ ઉભી છે. તેનો અટ્ટહાસ્ય કરતો ચેહરો......"

"ભુતબુત જેવું કંઈ હોય જ નહીં. એ આપણા મનનો વહેમ છે. વહેમ.... હું તો કાળી ચૌદસે પણ સ્મશાનમાં જઈ આવ્યો છું."

"કલ્પેશ ભૂત..... ભૂત....."

"ક્યાં છે.... ક્યાં છે...."

કલ્પેશ ચીસો પાડવા લાગ્યો.

"બસ કરો મજાક... એ વિચારો બહાર કેમ નિકળવું?" રાજદીપે કહ્યુ.

"ગુફાની અંદર સુપરમેન જેવી ફીલિંગ આવે છે." કલ્પેશ બોલ્યો.

"હા, પણ આ સુપરમેન, અહીં કંઈ જ કામનો નથી. " રાજદીપે કહ્યું.

ગ્રુરુત્વાકર્ષણબળના કારણે એકને એક જગ્યાએ તરી રહયાં હતા. માત્ર હવામાં હાથ પગ માર્યા સિવાય તેઓ કંઈ જ નહોતા કરી શકયાં. થોડીવાર પહેલાં બધાં મસ્તી કરતા હતા. હસતાં હતાં, ઠહાકાઓ મારી રહ્યા હતાં. તે થાકના કારણે બિલકુલ જ બંધ થઈ ગયું. સુપરમેનની ચડ્ડી ભીની થઈ ગઈ હતી.

"હવામાં ઉડવું કોને ન ગમે? એટલે જ માનવીએ વિમાનની શોધ કરી હશે!" પ્રિયાએ કહ્યુ.

"બાળપણમાં આકાશમાં ઉડતાં પક્ષીઓ જોઈને થતું આપણે પણ ઉડી શકતા હોઈએ તો કેટલું સારું?" રાજદીપે કહ્યું.

"હા.... આપણને ખબર હતી કે આ હકીકતમાં તો સંભવ નથી. પેન્ટ ઉપર લાલ ચડી પહેરતો સુપરમેન ગમતો. હાથમાંથી જાળ કાઢતો સ્પાઇડર મેન ગમતો." કલ્પેશે કહ્યું.

ગુફા ખૂબ વિશાળ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગતિની જરૂર હતી. પણ અહીં ગતિ ક્યાંથી લાવવી?

"આપણે આગળ કઇ રીતે જઈ શકીશું?" મજીદે પૂછ્યું.

"ખબર નહીં.... આપણામાંથી કોઈ અંતરીક્ષ યાત્રી નથી. નહિતર તેને જ પૂછી લેત." પ્રિયા કટાક્ષ કરતા બોલી.

"હા સામન્ય માણસને તો આ ગ્રુરુત્વાકર્ષણનું નામ પણ નહીં ખબર હોય." રાજદીપે કહ્યું.

"જો આવું જ રહ્યું તો આપણે અહીંને અહીં જ મરી જઇશું...." કલ્પેશ કહ્યું.

"મારી પાસે એક આઈડિયા છે. જો તે કામ કરી જાય તો સારું?" રાજદીપે કહ્યું.

"આઈડિયા?" બધા એક સાથે બોલી ઉઠ્યા.

"હા, આઈડિયા... આપણી પાસે કેટલાંક રોપ પડયાં છે તો વનવાસીઓ પાસે કેટલાક વેલાઓ પડ્યા છે. તે રોપ, વેલાઓ આપણે એક બીજાનાં શરીર સાથે બાંધી, એક બીજાને જોરજોરથી પુશ કરીએ તો?"

"ખરેખર આ કામ કરશે?" પ્રિયાએ પૂછ્યું.

"તે સિવાય આપણી પાસે કોઇ રસ્તો નથી.... "

બધાંને એક પછી એક એમ અમુક અંતર સુધી એક બીજા સાથે બાંધવામાં આવ્યાં. એકને ધકકો મારવાથી બધા તેની સાથે થોડે સુધી આગળ જતાં હતાં. આજ રીતે બધા વારાફરથી એક બીજાને જોરજોરથી ધકો મારતા હતાં.

"યા. હું...... ઇટ્સ વર્કિંગ......" અજય બોલ્યો.....

*****

કલાકો સુધી આજ રીતે એક બીજાને ધકકાઓ મારતાં આગળ વધી રહ્યાં હતાં. અચાનક જ ગુરુત્વાકર્ષણની અસર શરું થઈ ગઈ. બધા જોરથી જમીન સાથે અથડાયા.... જગ્યા પથરાળ હતી. જેથી બધાને નાની મોટી ઇજાઓ આવી.

"ઓહ મમ્મી....." પ્રિયા હાથની કોણી પકડી બેસી ગઈ.

"શું થયું?" અજયે પૂછ્યું.

"મને વાગ્યું....."

વાગ્યું તો બધાને હતું. અચાનક જ ગુરુત્વાકર્ષણની અસર શુરું થતા એવું લાગ્યું જાણે ભર ઊંઘમાં સુતા સુતા બેડ પરથી પડી જઈએ...

"હું ચાલી નથી શકતો...." રાજદીપે કહ્યુ.

બીજાં કોઈએ હજું ઉભા થવાનો પ્રયત્ન નહોતો કર્યો.

"હું પણ.... મારા પગ સુન્ન થઈ ગયા છે." અજયે કહ્યુ.

"આપણા શરીરની ગ્રુરુત્વાકર્ષણ વગર થોડા સમયમાં આ હાલત થઈ છે. તો વિચારો અંતરીક્ષયાત્રીની હાલત શું થતી હશે?" રાજદીપે કહ્યું.

"તેઓને ડોકટરની નિગરાનીમાં રાખવામાં આવે.... તેઓને અહીંના વાતવરણમાં ફરીથી યુઝ ટુ થવા માટે ટાઈમ આપવામાં આવે...જે રીતે આપણાં શરીરના હાથ કે પગમાં ફેક્ચર આવ્યો હોય.. ત્યાર પછી જે રીતે ધીમેધીમે કસરતો કરાવવામાં આવે છે. આ બધું ફરી જેસે થે તેવા થવામાં ઘણો સમય લાગે છે." પ્રિયાએ કહ્યું.

"મેં સાંભળ્યું છે. જ્યારે તે અંતરીક્ષમાંથી પાછા આવે છે. ત્યારે તેની હાઈટ બે ઈંચ વધી જાય છે?" રાજદીપે કહ્યું.

"હા સાંભળ્યું તો મેં પણ છે. તેના પાછળનું કારણ એ છે. કે તે જ્યારે અંતરીક્ષમાં હોય ત્યાં ગ્રુરુત્વાકર્ષણબળ ન હોય તેનાં કારણે કરોડરજ્જુ સીધી થઈ જાય છે.તેના હૃદયનો આકાર અંતરીક્ષમાં બદલાય છે. આંખની કીકીઓ પર અસર થાય છે. અંતરીક્ષ યાત્રીઓના શરીર પર ઘણી અસરો થાય છે." પ્રિયાએ કહ્યું.

"આપણે આગળ વધવું જોઈએ." રાજદીપે કહ્યું.

બધાના શરીરમાં ફરીથી રિકવરી આવે ત્યાં સુધી બ્રેક લઈને બધાં આગળ વધ્યા. ગુફા ખૂબ ઊંડી હોવા છતાં... ખબર નહિ ક્યાંથી, પણ સૂર્ય પ્રકાશ આવી રહ્યો હતો. આગળ જતાં ઠેરઠેર ગુફામાંથી પાણી ટપક ટપક થઈ રહ્યું હતું. એક નાનકડું સરોવર જેવું એક જગ્યાએ એકત્રિત થયું હતું. ખળખળ અવાજ આવી રહ્યોં હતો. ટપકતાં પાણીની બુંદ મોતીની જેમ ચમકતી હતી.

"આપણે આ પાણીમાંથી આગળ વધવું પડશે."

એક પથ્થર ઉપાડી ફેંકતા રાજદીપે કહ્યું.

"બહુ ઊંડું નથી... કમર સુધી જ હશે." અજય બોલ્યો.

આગળ ગુફાનો મુખ સાંકડો થતો જતો હોય, જાણે કોઈ ધોરિમાર્ગ પર બાંધેલો હોય...

એક પછી એક બધાં પાણીમાં આગળ વધી રહ્યાં હતાં. ગુફામાં ગાબડું પડી ગયું. ભુ-સ્ખલન થયું. બધાં એક સાથે નીચે ધસી ગયા.

ટાઈમ ટ્રાવેલર એક દુનિયાથી બીજી દુનિયામાં પ્રવેશતો હોય જાણે પાતાળ લોકનો દરવાજો હોય.... તેમ બધા એક સાથે નીચે ધસી ગયા....

"બચાઓ બચાઓ........" ની ચીખો ગુફામાં ફરી વળી...

ક્રમશ.


Rate this content
Log in

Similar gujarati story from Drama