Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Romance

1.1  

Sapana Vijapura

Romance

પ્રતીક્ષા

પ્રતીક્ષા

3 mins
14.5K


ચૌદમીમી ફેબ્રુઆરી અને મધુબેનની બારણાની ડોરબેલ વાગી ! સામે સુંદર ગુલાબનો બુકે લઈને એમાઝોન વાળો ઊભો હતો. "મિસ મધુ" ? ૬૫ વરસની મધુએ હકારમાં માથું હલાવ્યું ફૂલ ડિલીવરી વાળાએ મધુને બુકે આપ્યો અને કહ્યું, "હેપી વેલેન્ટાઈન્સ ડે મેમ!" મધુ અચરજથી બુકેની સામે અને પછી ફૂલ ડિલીવરી વાળાની સામે જોઈ રહી ! કોણે આ ફૂલ મોક્લ્યાં હશે ? કોણે ? મને તો વેલેન્ટાઈન ડે ના દિવસેય કોઈ યાદ કરતું નથી ! જ્યારે વેલેન્ટાઈન્સ ડે આવે એટલે એને થાય કે આ ચૌદફેબ્રુઆરી કેલેન્ડરમાંથી નીકળી જાય તો કેવું સારું ! આ શું લફડા બધાં !પ્રેમનો એક દિવસ હોય કે પછી આખી જિંદગી પ્રેમ હોય ! જે પ્રેમ કદી ના મળતો હોય એની પાછળ રણમાં પાણી માટે હરણાની જેમ ભાગવું એ મુર્ખતા નહીં તો બીજું શું ! પણ તો પણ ચૌદમીમી ફેબ્રુઆરી આવતી અને બધાં સ્ટોર લાલ રંગના હાર્ટથી ભરાઈ જતાં. અને ફૂલો ફૂલો ચારે તરફ ! એને ફૂલ ખૂબ ગમતાં પણ કેમ ખબર વેલેન્ટાઈન્સ ડેના દિવસે એ ફૂલો એને ઝહેર જેવા લાગતા. એ સ્ટોરમાં જવાનું પણ ટાળતી !

આજ ૧૪ મી ફેબ્રૂઆરી અને ૨૪ ગુલાબનો બુકે દરવાજા પર આવી ગયો ! કોણે યાદ કરી કોણ મને પ્રેમ કરે ! એણે ધ્રુજતા હાથે કાર્ડ હાથમાં લીધું ! પણ ખોલતા જીવ ચાલતો ન હતો !જાણે કે પરબિડિયામાં કોઈ પતંગિયુ હોય અને ઊડી ના જાય ! જાણે કે એમાં કાચનું કોઈ સપનું હોય અને તૂટી ના જાય !

કાર્ડ માં લખ્યું હતું,"પચાસ વરસના વ્હાણા વહી ગયાં પણ એક પણ દિવસ એવો નથી જ્યારે તને યાદ ના કરી હોય ! અને આજ જ્યારે તારાં હાથમાં આ ગુલાબનો બુકે છે તો નવાઈ નહીં પામતી કે મેં તારું સરનામું શી રીતે શોધ્યું ! આ ગુગલના જમાનામાં એ કામ અઘરું ન હતું, પણ અઘરું કામ મારી હિમંત એકઠી કરવાનું હતું ! અને આજ જ્યારે તારા અને મારાં વિરહની પચાસમી એનીવરસરી છે ત્યારે હિમંત એકઠી કરી શક્યો છું તને ફૂલો મોકલવાની ! મધુ, કેવું મીઠું મધ જેવું લાગે છે તારું નામ આજ વરસો પછી પણ ! ઈશ્વરે આપણો સાથ નહોતો લખેલો ! આપણે બન્ને જુદાં જુદાં જીવનસાથી સાથે બંધાઈ ગયાં ! પણ જે લગન મારાં અને તારા આપણા મને કરી લીધાં હતાં એ લગન સમયનો આટલો મોટો ગાળો તોડી ના શક્યો ! તો તું જ કહે ક્યાં સાચા લગન જે સમાજે કરાવી આપ્યા તે કે પછી આપણે બગીચાના બાકડા પર બેસી વચન આપી કરેલા તે ? હું તારા કરતા ઉમરમાં મોટો અને તું નાની હતી. મારી નાનકડી મધુ ! મીઠી મીઠી ! તું પૈસાદાર માબાપની દીકરી અને હું ગરીબ ! પણ હું મારાં હ્ર્દયને મનાવી ના શક્યો અને તારા પ્રેમ માટે તરસવા લાગ્યો. મને તારા મનની ખબર નથી ! પણ મારું ધડકતું હ્ર્દય મને કહે છે કે તું હજું મને ચાહે છે!! એમ સમજીને આજ વેલેન્ટાઈન્સ ડેનાદિવસે આ બુકે મોકલ્યો છે આ સાથે મારો ફોન નંબર લખું છું જો તું મને ફોન કરીશ તો હું સમજીશ કે તારા કોમળ હ્ર્દયમાં હજું મારું સ્થાન છે ! હેપી વેલેન્ટાઈન્સ ડે માય લવ !"

ફોન કરું ? કે ના ના કદાચ એની વાઈફ ઉપાડે તો ! પણ કરવા તો દે ! મધુએ ફોન ડાયલ કર્યો...સામેથી એક અજાણ્યો અવાજ આવ્યો, "કોનું કામ છે ?"  "ક..ક.. કિશોર !" મધુના મુખમાંથી પરાણે શબ્દો નીકળ્યા ! સામેથી રુક્ષ અવાજ આવ્યો, "હા, આજ સાંજે બેસણુ છે એમનું !" મધુ કિશોર.....કહી ફસકાઈ ગઈ ! ફરી કિશોર મને એકલી કરી ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Romance