Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Drama

3  

Mahebub Sonaliya

Drama

ત્યાગ

ત્યાગ

3 mins
7.0K


ગામમાં ઘણા બધા ફરસાણવાળા હોવા છતાં હું છેક રેલ્વે સ્ટેશન પાસે આવેળલી ‘ક્રીશ્ના ફરસાન માર્ટ’માં લેવા આવું છું. જો કે મારી એકલતા દૂર કરવા, ખુદથી બહુ દૂર ભાગવાનો પ્રયાસ  કરી રહ્યો છું.

રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન આવીને ઊભી રહી. ગાંઠિયા હજી ગરમાગરમ તળાતા હતા. મારી નજર પ્લેટ્ફોર્મ પરથી પોતાનો સામાન લઈને આવી રહેલી માધવી પર પડી. હજી એટલી જ સુંદર, એટલી જ સોમ્ય્ અને રોચક લાગતી હતી. હજી મન થાય કે બસ જોયા જ કરું તેને. તે રેલ્વે સ્ટેશનની બહાર આવી રીક્ષાની રાહ જોઈ રહી છે. “અરે માધવી! કેમ છો?” મેં પૂછ્યું. પરંતુ તેની આંખોમાં આંખો ન મેળવી શક્યો. “મજા છે.” બહુ જ ફિક્કો જવાબ તેણે આપ્યો. “ઘણા સમયે મળ્યા.” મેં વાત વધારવા નુસ્ખો કર્યો. “હા” તેનો જવાબ માત્ર “હા....” “માધવી હજી મારાથી નારાજ છો?” મેં પૂછ્યું “અરે, માનવ તું કેવો માણસ છો? તારી યાદોથી દૂર જવા હું આટલા દૂર પરણી ગઈ. તારા કારણે હું મારા માતા પિતાની નજરોમાં હલકી થઈ ગઈ. આખું ઘર કેહતું હતું કે તું મારા લાયક નથી. હું મારા પરિવારની સામે થઈ ગઈ. અને તું...? માત્ર કાયર બિકણ અને ડરપોક.” તે મારી આંખોમાં આંખો નાખીને બોલી.

થોડીવાર બન્ને મૌન રહ્યાં. ત્યાં જ મારું ફરસાણનું પાર્સલ લઈને ક્રીશ્નાવાળાનો માણસ આવ્યો. “માધુ, તારે ઘરે જ  જવું છે ને. ચાલને હું ઘરે જ જાઉં છું. ચાલ તને લિફ્ટ આપી દઉં.” મેં હિમ્મત કરીને કહ્યું, “ના, હું મારી રીતે ચાલી જાઈશ.” “અરે માધુ આપણી મંજીલ એક જ છે અને મારે તને ક્યાં ઉપાડીને લઈ જવી છે? ગાડી છે.” “કદાચ મંજીલ એક હશે પણ હવે રસ્તા અલગ અલગ છે.” તેણે મારી સામે એક અણગમાથી જોયું. અને જોરથી બોલી, “રીક્ષા... રીક્ષા... રીક્ષા...” એક રીક્ષાવાળો આવ્યો તે ચાલી ગઈ એકવાર પણ પાછું વળીને ન જોયું. માત્ર 'કાયર', 'ડરપોક', 'બિકણ'..... તેનાં શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા.

મેં મારું માથું સ્ટેયરીંગ વ્હીલ પર નમતું મૂક્યું. હું જે બધું ભૂલી જવા માંગુ છું તે બધું જ યાદ આવે છે. તે રાતે માધવીના ભાઈ મારી પાસે આવ્યા હતા. કેમ આદ આવે છે તે, “માનવ તું સારો માણસ છો મારી બહેન તારા પ્રેમમા ગાંડી થઈ ગઈ છે. પ્લીઝ તું એને સમજાવ અમે તેના માટે કેટલા સારા છોકરાઓ બતાવીએ છીએ પણ એ તારા કારણે કોઈ ને 'હા' નથી પાડતી.” માધવીના ભાઈ મને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. “ભાઈ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું શા માટે તેને સમજાવું કે બીજા સાથે પરણીજા. અને તે મારા વગર રોઈ રોઈને મરી જશે. હું તેને દુઃખી કરવા નથી માંગતો.” મેં કહ્યું. “હા, તો કરી લો લગ્ન જીવો સાથે. માનવ તું અપંગ છો, મારી બહેન સાવ નોરમલ છે. તું કઈ રીતે તેને ખુશ રાખી શકીશ. જ્યારે પ્રેમનો નશો ઉતરશે ત્યારે તે જ માધવી તારા માટે નહીં પણ તારી સાથે રોઈ રોઈને મરી જશે. માનવ હવે નીર્ણય તારે લેવાનો છે. તારી સાથે રહીને રડે કે પછી બીજા સાથે સુખી રહીને તારા માટે રડે.” હું જબકી ગયો. મેં સ્ટીયરીંગ વ્હીલ પરથી મારું માથું ઉપાડ્યું. મારી નજર સાઈડ કાચ પર પડી. અરીસો રડતો રડતો મને જોય રહ્યો છે. અને હું મારા નહીં રડી શકાયેલા આંસુઓ જોઈ જોઈને થીજી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama