Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Abstract Others

3  

Alpa DESAI

Abstract Others

સાધના-૧

સાધના-૧

3 mins
14.6K


"અ રે ! મમ્મી ! આમ ધોમધખતા તડકામાં કેમ ઉભા છો ? અંદર આવી જાઓ !

પણ ,સાધના એ તેની વાત ન સાંભળી, તે નિરુત્તર ત્યાં જ ઊભી રહી. વિધિ જલ્દી આવીને લગભગ સાધનાને હાથ પકડીને ખેંચીને ઓસરીમાં લઇ આવી.

'મમ્મી, તમે હું લાઈટનું બીલ ભરવા ગઈ ત્યારના ત્યાંજ ઉભા છો ?

સાધનાના પગ પર પાણી રેડતા રેડતા વિધી બોલી. આ મે માસ જેવી ની કાળઝાળ ગરમી ! ને તમે ત્યાં જ ઉભા હતાં ?

તમારા પગમાં તો ફોડલા પડી ગયા છે. તેને ઝટપટ બરનોલ લગાવીને પંખો ફૂલ કર્યો. સાધના ની સ્થિતિ જોઇને વિધિ ની આંખોમાં આંસુ આવી ગયા. તે મનોમન વિચારવા લાગી, મમ્મી ની તબિયત સારી નહી થાય ?

એટલી જ વારમાં સાધના પલંગ પર બેઠેલી હતી, ને ત્યાં જ ઢળી પડી. મમ્મી ! કરતા જ વીધી એ બૂમ પાડી. સાધનાનું વજનદાર શરીરને બેઠું કરવા લાગી. પણ નિરર્થક નીવડી. તેણે સાધનાને સરખી સુવાડી દીધી. પણ દીવાલ સાથે માથું અથડાવવાથી તે માથું ફેરવી રહી હતી. અને કણસતી હતી. વિધિ ,ગભરાઈ ગઈ,તેણે રાજને ફોન કર્યો,

"હેલ્લો"

"બોલ" સામેથી રાજનો ઊંચક, અવાજ... "શું થયું ?"

"તમે જલ્દીથી ઘરે આવી જાઓ, મમ્મીને સારું નથી. પડી ગયા છે. જલ્દીથી આવો.

દિવાળી પાંચ દિવસ પછી જ હતી. તેથી ઓફિસમાં બહુ કામ હતું. છતાં પણ મેનેજર રાજની મમ્મીની તબિયત જાણતા હતા. તેથી જવાની રજા આપી. રાજે ફૂલ સ્પીડમાં બાઇક હંકારી મૂક્યું. તે દરમિયાન વિધિ એ

ડૉ. શુક્લની ફાઈલ કાઢી. પોતાના પાકિટમાં પાચ હજાર મુકીનેને રીક્ષાને બોલાવી લાવી. થોડી જ વારમાં રાજ આવી પોંહોચ્યો. તેને અને વિધિ એ થઈને સાધનાને ખુરસી પર બેસાડીને રીક્ષા સુધી લઈ ગયા. વિધિ પણ હાથ પકડીને ગોઠવાઈ ગઈ. રીક્ષા સીધી જ ડૉ. શુકલની હોસ્પિટલમાં લેવા કહ્યું. રીક્ષા વાળા ભાઈ પણ પરિસ્થિતિ પામી ગયા.... તેણે પણ રીક્ષાને ધ્યાન થી ચલાવી. રાજ હોસ્પિટલમાં વહેલો પોંહોચ્યો તેથી સ્ટૅચર તૈયાર રાખવા માં આવ્યું હતું. સાધના ને ફટાફટ આઇ. સી.યુમાં દાખલ કરવામાં આવી.

ત્યાં તો ભરતભાઇ પણ આવી પોહોંચ્યાં. વિધિ એ માંડીને બધી વાત કરી. ભરતભાઇની આંખો પણ ભરાઈ આવી. તેણે વિધી ને પૂછ્યું કે. "તમારી મમ્મી, કંઈ બોલ્યા ?"

"ના પપ્પા જી, કંઈ નહીં." હું ફેન ફાસ્ટ કરવા ગઈ ત્યાંજ તેઓ પડી ગયા."

ભરતભાઇને થોડીવાર પછી રૂમમાં જવા દીધા. તેણે સાધનાના પગ સામું જોયું. નાના નાના ફોડલાથી પગ ભરાઈ ગયા હતા. અને સાધના નિસ્તેજ પથારીમાં પડી હતી. ભરતભાઇ રૂમની બહાર નીકળી ગયા.

બહાર રાજ ડોક્ટર સાથે ઉભો હતો. તે લોકો કશી ચર્ચા કરતા હતા.

ભરતભાઇ રીતસર બેસી જ પડ્યા. વિધિ પણ તેની બાજુમાં બેસી ગઈ. તેને તો સાસુને સસરા એમ બન્ને ની કાળજી લેવાની હતી. તે સસરા જીને આશ્વાસન આપવા લાગી.

"પપ્પા, હવે તો વિજ્ઞાન ખૂબ અગળ નીકળી ગયું છે. ડૉ. પણ ખૂબ હોશિયાર છે. તેથી મમ્મીને કાંઈ જ નહીં થાય. તમે ચિંતા ન કરો."

થોડી વારમાં રાજ આવ્યો તેણે ડોક્ટર સાથે થયેલી વાત કહી,

"મમ્મીને સિટીસ્ક્રીન કરવું પડશે. મગજમાં પાણી ભરાઈ ગયું હોવાથી , થોડા સમય પેલા પાણી ખેંચવ્યું હતું તેથી કઈ મુશ્કેલી તો નહીં પડે ને તેમ પૂછતો હતો. ત્યાંજ, નર્સે આવી કહ્યું,

"રાજભઈ, તમને ડોક્ટર. બોલાવે છે."

રાજ ને વિધિ ડોક્ટરની ચેમ્બરમાં દોડીને પોહોંચી ગયા. ડૉ . શુક્લ જરા ચિંતિત જણાતા હતા. તેમણે બંનેને બેસાડયા. પછી વાત કરી,

"તમારા મધરને હમણાં જ થોડી વૉમીટ થઈ છે. થોડી પરિસ્થિતિ ગંભીર છે. સાધના બેન કંઈ જ રિસ્પોન્સ આપતાં નથી, બ્લેડ પ્રેશર બહુ હાઈ છે. ડાયાબિટીસ પણ નોર્મલ નથી. મને વાત ગંભીર લાગે છે. આપણે બધા જ પ્રયત્ન કરીશું."

રાજ પણ થોડો નર્વસ થઈ ગયો. તે બહાર આવીને તેના પપ્પાની

બાજુમાં બેસી ગયો. અને હળવેથી વાત કહેવા લાગ્યો,

"પપ્પા, જુઓ, મમ્મીની તબિયત સારી નથી. બી.પી.ને ડાયાબિટીસ કાબુમાં આવતાં નથી. થોડી ઉલટી પણ થઈ છે.તેથી રાહ જોવાનું જ વાજબી લાગશે. ડૉ . બધા જ પ્રયત્ન કરશે. તમે ચિંતા કરો એટલે મને બોલાવ્યો હતો."

થોડી વારમાં વિધિના મમ્મીને પપ્પા પણ આવી ગયા. બંને ભરતભાઇની સાથે જ હતા. ભરતભાઇની ઇચ્છા રૂમમાં જવાની થઈ. તેણે રાજને કહ્યું,

"હું તારી મમ્મી પાસે જઈને બેસું ?"પણ રાજે ના પાડી આઈ. સી.યુ.માં છે તેથી ત્યાં જવા નહીં આપે. તો પણ હું રજા લઈ આવું. તેવું ઠાલું આશ્વાસન આપીને રાજ ત્યાંથી ગયો.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Abstract