Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

#DSK #DSK

Drama Tragedy

2  

#DSK #DSK

Drama Tragedy

ક્યાં સુધી કોઈના માટે...

ક્યાં સુધી કોઈના માટે...

2 mins
722


આપણી વ્યક્તિને ગમતું જ આપણે કરવાનો પ્રયાસ કરીએ છીએ.કદાચ ક્યારેક આપણી ચાહિતી વ્યક્તિને ચાહતું ન પણ થાય, ત્યારે અણધાર્યું પણ થાય ને સમજદાર વ્યક્તિ હોય તો એમ પણ કહે કશો વાંધો નહીં. હશે ક્યારેક એવું પણ થાય! અથવા એવું તો ચાલ્યા જ કરે, દુનિયા છે, સંસાર છે.!!!

ગમતું કરે એ જ આપણી વ્યક્તિ કહેવાય કે પછી સમજદાર હોય એને પણ આપણી જ વ્યક્તિ કહેવાય?સવાલ છે જવાબ માત્ર આપણી વ્યક્તિને શોધવાના છે.

બે પ્રેમી વચ્ચેની વાત છે પ્રેમિકા તેના પ્રેમીને બહું બધી છૂટ આપતીને, વિશ્વાસ તો એટલો હતો કે જેટલો રામને લક્ષ્મણ પર અને મીરાંને કાન્હા પર, તે માત્ર એક વિશ્વાસમાં જ હતી કે તેનો પ્રેમી તેની સાથે જે 'ઘાત' કહેવાય એ ક્યારેય નહિ કરે મિત્રો આ ''ઘાત '' એટલે "વિશ્વાસઘાત".

બહુ બધો વિશ્વાસને બહુ બધા પ્રેમે એકવાર તારણ કાઢ્યું મારા કોઈ પ્રોબ્લેમમાં કે મને જ કેમ સહારો આપતા તેના પ્રેમીને પ્રોબ્લેમ આવે છે.જયારે જયારે પ્રેમિકા તરફથી ગુસ્સો આવે કે પ્રેમી ભૂલ સ્વીકારી લે અને પ્રેમિકા માની પણ જાય. આવું ૭-૮ વર્ષ ચાલ્યું અંતે એક દિવસ પ્રેમિકાના મનમાં શન્કા જાગી ને તારણ કાઢ્યા ૭-૮ વર્ષના ઇતિહાસમાં પ્રેમિકા તેના પ્રેમી સાથેના સમ્બન્ધમાં ઓછી રહી,એ જગ્યા બીજી કોઈ વ્યક્તિ એ લઈ લીધી દરેક વખતે પ્રેમી તરફથી "એમાં તું ને હું નથી" આથી સમાજ વાતો નહિ કરે, એવા બહાના કાઢી છટકતો રહ્યોને પ્રેમિકાની એક સો ને દસ ટકા ભૂલ કે તેને છટકવા પણ દીધો "આ હતો આંધળો વિશ્વાસ" જયારે પ્રેમિકાની આંખ ખુલી ત્યારે ખબર પડી "પોતે એક રેતી ભર્યા એ રણમાં પહોંચી ગઈ છે કે જ્યાં રણ ના ઝાંઝવાને જળ સમજી તેની પાછળ દોડીને હરણ પોતાનો જીવ આપે છે,"

પણ મિત્રો સમ્બન્ધ જયા સુધી મજબૂતી રહે ત્યાં સુધી તેમાં બધું લગભગ સો ટકા યોગ્ય જ હોય છે પણ "જયારે મજબૂરી બને ત્યારે એ વિનાશ પોતાનો યા બીજાનો કરે છે"

બસ એવું જ હતું આ પ્રેમિકાનું પ્રેમી એ જે વિચાર્યું જે કર્યું એ મુબારક પણ તેના કારણે તેની પ્રેમિકા અવશ્ય થોડી યાદ શક્તિ, થોડું તેનું સંતુલન તેનો બીજાના પરનો વિશ્વાસ ગુમાવી ચુકી હતી.પ્રેમીને

કોઈ અસર નહોતી ક્યાંથી હોય?

આવી તો કેટલીય ભારતીય નારી છે તેના સાથે એવો અન્યાય થાય છે પણ પણ એ સમજી શક્તિ નથી કેમ કે "પ્રેમ આપવાનોને પ્રેમ કરવાનો તેનો સ્વભાવ છે" પણ સામે છેડે એ છોકરી પણ આમ બે વ્યક્તિ વચ્ચે "વિખવાદનું કારણ બને એવી ભારતીય નારી તો ના જ હોવી જોઈએ."

ખેર આ વાર્તામાં જે થયું (કાલ્પનિક વાર્તા ) તે પણ; કોઈ આવી ભૂલ ન પડે એ માટે થોડી તૈયારી રાખવી જ જોઈએ. નહિતર આપણા પ્રેમને આપણી મૂર્ખામી ગણવામાં આવે છે ને હસી ને ઉડાવી દેવાય છે.

ભલે છોકરા એ પ્રેમિકાનો કહેવાતો અંતિમ લાભ ન તો લીધો પણ લાભ તો લીધો ને?? પણ કહેવાયને "વિશ્વાસને વળતો પ્રહાર આપ્યો "ઘાત " સ્વરૂપે."


Rate this content
Log in

Similar gujarati story from Drama