Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

મારે શ્યામાને નથી ખોવી

મારે શ્યામાને નથી ખોવી

3 mins
13.4K


વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે. વળી, દસ વર્ષના લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશાં ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે, "તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી.”

"વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો.”

"મારા જેટલું કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી… તારા બાપનું ઘર ભરે છે.”

પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યું હોય અને સરસ ચા બનાવી હોય. ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોતી. પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું.

શ્યામાનાં સાસુ તો લગ્ન પછી બે વર્ષે ગામતરું કરી ગયા અને સસરા તો શ્યામનાં જન્મ પછી બે મહીને મોટર અકસ્માતમાં મૃત્યુ પામેલા તેથી પાતળી આવકોમાં મા એ લોકોના કામ કરીને છોકરા ઉછેરેલા એટલે નાના ભાઈબેન ક્યારેક મોસાળ તો ક્યારેક ગામડે ઉછરેલા અને ઢંગનું કદી જીવન પામ્યાં નહોતાં. નિશાળો શરુ થઈ ત્યારે વડોદરા ભાડે આપેલું મકાન છોડાવી તેમા રહેવાનું શરુ કર્યુ અને ભણતર પુરુ કર્યુ અને સારી જગ્યાએ નોકરી મળી. શ્યામાનાં પલ્લામાં નાની બેન સુલભાને પરણાવી ત્યારે બાંધીમુઠ્ઠી લાખની સલાહ આપતી શ્યામની મા મોટે ગામતરે ગઈ ત્યારથી શ્યામ ઉપરનું નિયંત્રણ ગયું અને શ્યામાના દુઃખનાં દિવસો શરુ થયા…

સુલભાને આ વારે અને આ તહેવારે આ કરો ને તે કરો તેવા રિવાજોમાં બેન ભાણેજોને ગજા કરતા વધુ આપવાનું ચાલુ થયું અને ચાલુ થઈ અપેક્ષાઓની વણઝાર…

તે દિવસે શ્યામાએ ના પડી તેથી સુલભાએ દેકારો કર્યો. ગામની જમીન વેચીને તેનો અડધો અડધ ભાગ શ્યામે સુલભાનાં નામે એફ.ડી. કરીને મૂક્યો. તમે તો બે જ જણ અને બંને સારુ કમાવ છો તમારે શું પૈસાની જરુર ? એટલે સુલભાને ત્યાંથી વહેવાર આછા પાતળા પણ જ્યારે શ્યામે કરવાના હોય ત્યારે પાકા અને મોટા થાય. શ્યામ જો બોલે તો એકની જગ્યાએ પાંચ થાય તેથી ત્રસ્ત શ્યામા વહેવારોમાં તેના વેડફાતા જતા પૈસાને રોકવા જુદા મકાનનો પ્લોટ રાખી તેમા બંધાતા મકાનનાં હપ્તા ભરતી…

લગ્ન જીવનનો બીજો દાયકો શરુ થયો અને દારુએ તેની અસર બતાવી. લીવરનો સોજો, મધુ પ્રમેહ અને ઊંચો રક્ત દબાવ જણાયા… હોસ્પીટલમાં ખબર કાઢવા આવવાનો સુલભાને સમય જ નહોતો મળતો અને જ્યારે ને ત્યારે કાળીને લીધે મોટાભાઈને રોગ થઈ ગયોનું ગાણું ચાલતું. દવાનો તો ખર્ચ કંપની આપતી હતી પણ સોયો તો શ્યામને ખાવી પડતી હતીને… શ્યામા સાચા મનથી અને તનથી સેવા કરતી હતી. શ્યામ તો વિચારતો કે એમા શું એ તો એની ફરજ છે. પણ મનથી ઝંખતો કે સુલભા આવે અને તેની સાથે વાતો કરે…

હોસ્પીટલમાં તેની બાજુનાં પલગ ઉપર સોમાજી ડામોર કરીને વડીલને હ્ર્દય રોગની સારવાર અપાતી હતી. તે શ્યામ અને શ્યામાની રક્ઝક જોતા અને એક દિવસ કહે શ્યામ તને મારી જિંદગીની એક વાત કરું ?

શ્યામે હા પાડી તેથી તેમણે કહ્યું, "સાહીંઠ વર્ષે મને અનુભવ થયો કે મેં ચંદાને બહુ દુભવી. તે જે કહેતી તે બધું સાચું હોવા છતાં પુરુષપણાનો માભો એવો ચઢેલ કે તે કહે એટલે ના જ થાય. અને આજે ચંદા નથી ત્યારે ખબર પડે છે કે પોતાનું માણસ એટલે પોતાનું. બાકી આખી દુનિયા તેનો રંગ તેના સમયે બતાવે અને બતાવે જ ! આ ત્રીજો હ્રદય રોગનો હુમલો છ મહિનામાં આવ્યો… કોઇને સમય નથી..જેને પોતાના માન્યા હતા તેમને અને જેમની પાછળ જાત ખર્ચી હતી પૈસા ખર્ચ્યા હતા તેમને પણ. તે સૌની આજે મને જરૂર છે ત્યારે કોઇને સમય નથી..જો ચંદા હોત તો આ તમારી શ્યામાની જેમ મારી ખડે પગે સેવા કરતી હોત.

શ્યામ કહે, “દાદા તમે સાચું બોલ્યા તમને તો સાહીંઠ વર્ષે સમજાયું અને તે ચંદાકાકીને ખોયા બાદ… પણ મારે શ્યામાને નથી ખોવી.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational