Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Romance Tragedy

3  

#DSK #DSK

Romance Tragedy

યે રિશ્તા તેરા મેરા-૨

યે રિશ્તા તેરા મેરા-૨

11 mins
14.8K


(આગળ જોયુ. . . જયદિપ મહેક વિદેશથી આવે છે ત્યારે તેની સાથે દગો કરે છે, મહેક તેના ઘરે રડતી હોય છે હવે આગળ. . .)

પોતની જાતને સંભાળી મહેક ઉભી થાય છે ફ્રેશ થાય છે. કશુ જમવાની ઇચ્છા ન હતી, જયદિપની યાદો સાથે રાત્રી થઈ જાય છે એ પણ ખબર રેહતી નથી અને પોતાના અતિતને યાદ કરતી રડીને આંખો ઘેરાય જાય છે.

સવારમા જાગીને જ ગામડે જવાનો નિર્ણય લઇ લે છે. પોતાનુ ગામ પોતાનુ જન્મ સ્થળને નામ પણ વૃંદાવન. તે જયદિપ માટે લાવેલી બધી જ વસ્તુ ત્યા જ છોડી જાય છે અને તે ટ્રેનમા નીકળી પડે છે. બે કલાકની સફર પછી તે વૃંદાવન પહોચી જાય છે. મહેકનો ભાઇ હજુ તો આવતાની સાથે જ મારા માટે શુ લાવી દીદી. તો મમ્મી પાપા ખુશ થય જાય છે દિકરી વિદેશમા નંબર લઇને આખરે આવી પહોચી. મહેક પહેલા તેના ભાઇને બધી જ વસ્તુ આપી મમ્મી-પાપાને તેની વસ્તુ આપે છે બધા ખુશ થય જાય છે ઘરમા ખુશીનુ વતાવરણ પણ મહેકના દિલમા દુ;ખનો સાગર ઘુઘવાતો રહે છે.

મહેક: "મમ્મી મારે ન્હાવાનુ બાકી છે હુ ફ્રેશ થઇને આવુ.

"હા, બેટા." આ દરમિયાન મહેકના મમ્મી-પાપા અને ભાઇ બધી વસ્તુ જોતા હોય છે ને મહેકના વખાણ કરતા જાય છે.પરિવાર સાથેનો આ પહેલો દિવસ સાંજમા ક્યારે ફેરવાય ગયો તે ખબર જ ન પડી. પછી મીત કહે દીદી આજે ટોસ્ટેર બનાવને ? મહેક હા પાડે છે અને રસોઇ બનાવે છે મહેક અને તેના મમ્મી. આ સમયે મહેકને જયદીપ સાથેનો સંવાદ યાદ આવતા તેની આંખમા ઝળઝળીયા આવી જાય છે અને મમ્મીને ખબર ન પડે એ રીતે ફ્રેશ થય જાય છે. બધા સાથે મળીને હસી મજાક કરતા કરતા જમવા બેસે છે. મહેક કામ પતાવીને બાજુમા સવિતામાસીને ઘેર બેસવા માટે જાય છે.

રમણકાકા: આવી ગઈ દિકરી કેમ છે?

"બસ મજામા હો."મહેક બોલે છે.

થોડીવાર વાતો કરે છે અને ઘેર આવી જાય છે અને મીત સાથે મસ્તી કરે છે. પછી બધા નિરાંતે સુઇ જાય છે. મહેકના પાપા નરેશભાઇ સવારમા વાડી એ જતા રહે છે. મહેક આંઠ વાગે જાગી ફ્રેશ થઈ નાસ્તો કરી મમ્મીને કહે છે, "હુ વાડી એ જઇ આવુ છુ."

મમ્મી; "હા, હા. જઇ આવ તને વાડી એ ગયા વગર ક્યા ચાલે જ છે ?" તે વાડી એ જઇને આટા મારે છે. પાપા અને રમણકાકા સાથે વાતો કરે છે. તે નજર ના પહોચે એટલા લાંબા અને પહોળા ખેતરમા હરિયાળી જોઇ રહી ‘’મને આ બધાની સાથે તુ જોઇએ જ’’ યાદ આવતા અસ્વસ્થ થઇ જાય છે. તે ઉભી જ હોય છે કે પાછળથી અવાજ આવે છે.

"સિલ્વર યુનિવેર્સિટી સેકંડ નંબર ગોલ્ડમેડાલીસ્ટ વાડીએ એમ ?"

"ઓ.. હો... તુ પણ એમ.બી.બી.એસ., એમ.ડી. પી.એડ. પાસ છે નાપાસ ક્યા છે ?"

"ઓ. . હો... મહેકુ, હુ તને ક્યારેય નહી પહોચી શક્યુ ?

"પણ તુ ઝગડે જ એ રીતે કે હુ જ જીતુ !" સામે વાળી વ્યક્તિ હસે છે.

'હાય તુ ક્યારે આવી ?"

"હુ કાલે આવી પણ તુ ? હમણા તો ઘેર ન તો દેખાતો ?"

"હુ.. હુ...ને એક કલાક પહેલા જ આવ્યો. આપણે બારમા ધોરણ પછી માંડ માંડ પાંચ-છ વાર જ મળી શક્યાપાંચ-છ વર્ષમા નહિ ?"

"હા... તુ મારાથી એક વર્ષ આગળ હતો એટલે તે એક વર્ષ વહેલા વૃદાવન છોડ્યુને મે એક વર્ષ પાછળ."

"હમમમ સાચી વાત મહેકુ"

"મારુ નામ. . . ."

"ખબર છે ને મને મહેક છે. પણ મહેકુ કેહવાની. એમ કહી તને ચીડવવામા જે મજા આવે છે તે મહેકમા નથી આવતી."

મહેક; "જ્યા સુધી સાથે રહ્યા બસ જગડ્યા જ છીએ."

અંશ; હસીને "બોવ સાચી વાત, પણ મજા બોવ આવતી હો. અને તુ દરેક વખતે મને હરાવતી ગમે તેમ કરીને અને બધા જ એટલે બધા જ મને ખીજાવતા યાદ છે ?"

મહેક; "પાપ કરેલા કેમ ભુલાય ? પણ તને ખબર છે હવે હુ બધી જ બાઝી હારી જાવ છુ કેમ કે સામે તુ નથી હોતોને ? સામેવાળી એ વ્યક્તિ હુ જીતુ એવુ જ કરે ? અને મને જીતાડે ? એવુ કોઇ નથી મળ્યુ આજ સુધી." (એક નિ:સાસો નાખે છે. )

અંશ; "શુ તુ પણ ? ફિલોસોફીની વાતો કરે છે ? એ બધુ જ કામ પર છોડીને આવવાનુ અહી આપણા વૃદાવનમા માત્ર ખુશ થવા જ આવવાનુ ?"

મહેક; "હમમમ. એમ.બી.બી.એસ. રાઈટ... મે એવુ સાંભળ્યુ કે તારુ હોસ્પિટલ ગોલ્ડન સિટીમાં નાબે છે !"

અંશ; "સાચી વાત છે. હવે થોડો કલર જ બાકી છે. હુ છ મહિના ડોકટરી પ્રેક્ટીસ માટે ગયો. અને છ મહિનાથી ગામમા જ પ્રેક્ટીસ કરુ છુ. સાથે ગોલ્ડેન સીટીમા હોસ્પિટલ બનાવુ છુ. હુ ત્યા જ હતો અભી જ આવ્યો. તારે કેમ ચાલે છે ? તે ક્યાય ન્યુ જોબ માટે એપ્લાય્ કરી છે ?"

મહેક; "ના, મારે જોબ નથી કરવી મારો નેક્સ્ટ પ્લાન માત્ર ઘર જ સંભાળવાનો છે."

અંશ; "એટલે હાઉસ વાઈફ?

મહેક; "હમમમ"

અંશ; "તુ પાગલ થઇ ગય છે કે શુ ? તારી આ બધી ડીગ્રી શુ કામની ? મહેનત શુ કામની ? તારા મમ્મી-પાપાની મહેનતનો શો અર્થ ? એવુ ના કરતી, તુ જ્યા છો ત્યાજ યા બીજી જગ્યા એ જોબ તો કરજે જ યાર.

મહેક; (માત્ર માથુ જ હલાવ્યુ)

અંશ; "ચલ, હવે ચા બનાવ."

મહેક; "હા... ચલ...તો...

રમણભાઇ આવ્યા, "લે અંશ તુ ક્યારે આવ્યો ?"

અંશ; "પાપા હમણા જ."

મહેક; "લે હમણા ક્યાથી બોવ વર્ષોથી આવ્યો છે તો ?" બધા હસી પડ્યા

રમણભાઇ; "મહેક તે અંશ સાથે જગડી લીધુ કે ? બોવ જગડ્યા છો તમે બંને હો. બોવ જ હેરાન કર્યા છે અમને અને મહેક તુ, તુ તો બોવ જ જિદ કરતી હો."

નરેશભાઇ બોલ્યા, "હવે તો મળવાનુ જ ક્યા થાય કે જગડે ?"

અંશ; "હા કાકા."

રમણભાઇ; "તે બોવ જગડેને તેને એમ જ થાય મળવાય ન પામે હો !"

નરેશભાઇ; "બરાબર છે."

અંશ; "પાપા જગડો યાદ આવેને ત્યારે હસવુ આવે કે અમે આવુય કરતા ?"

નરેશભાઇ; "તે હજુય ક્યા ઓછા છો ?"

અંશ; "તારા હાથની ચા તો ક્યારે પીધીને એ પણ યાદ નથી ?"

મહેક; "તે લે ને કીટલી ભરી જ છે પી જા, નવરાય જ છે."

અંશ અને મહેક 7-8 દિવસ સાથે રહે છે. ખૂબ જ હસી મજાક કરી અને ખૂબ વાડીમા ફર્યા. વાતે વાતે મહેકને જયદીપના નામની યાદ આવેને રડાય પણ જાય કોઇ ન જુએ એ રીતે દિલ ખોલીને તો રાત્રે જ રડી શકાય. એક પણ રાત એવી ન હતી કે મહેકને જયદીપની યાદ ન આવી હોય ને તે રડ્યા વગર રહી હોય. મહેકનુ દિલ સતત દુભાતુ આખરે જયદીપે કેમ આવુ કર્યુ ? સવાલ માત્ર એક જ હતો "કેમ ?" કારણ કે જયદીપ પર શક કરી શકાય એવો એક પણ પ્રસંગ ન હ્તો. કેમકે જયદીપે હંમેશા મહેકના દિલની કાળજી લીધી હતી, મહેકને ન તુ ગમતુ એ ક્યારેય કર્યુ જ ન હતુ. જયદીપ પણ એમ ન તો ઇચ્છ્તો કે માત્ર વિશ્વાસધાત કે શકની બુનિયાદ પર મહેક તેને છોડે. તાજો ઘાવ એમ કેમ રુઝાય ? અંશ ચોક્ક્સ તેને ખુશી આપતો પણ દિલથી દુભેલ વ્યક્તિ એમ કેમ દર્દ ભુલી જાય.

એક દિવસ રાત્રે મહેક પાપા સાથે ફળીયામા બેઠી હોય છે. તેના હાથમા મોબાઇલ છે તે ગેમ રમતી હોય છે હવે તેની પાસે એ સિવાય કામ પણ શુ હતુ ?

પાપા; "મહેક બેટા હવે તુ મોટી થઇ ગઇ છે અને સમજદાર પણ. કાલે હુ અને રમણકાકા બેઠા હતા. તેણે કહ્યુ જો મને તેના પરિવાર અને અંશથી કોઇ પ્રોબ્લેમ ન હોય તો તને એ તેના ઘરની વહુ બનાવવા માંગે છે. હુ તને પૂછવા માંગુ છુ કે તને શુ ઇચ્છા છે ? બેટા.

મહેક; "પાપા... શુ હું આપનો બોઝ છુ ?"

પાપા; "ના બેટા, તું મારી ખુશી છે અને મારી ખુશી હુ બીજાને આપવા માંગુ છુ."

મહેક; "પાપા આપ જેમ કહો તેમ પણ અંશને પૂછી લેજો એ શુ ઇચ્છે છે ?"

પાપા; "ચોક્ક્સ, બેટા હુ પાછળથી કોઇ ગોટાળો થાય એવુ નથી ઇચ્છતો." (નરેશભાઇ જતા રહે છે સુવા માટે. મહેક ખુબ જ રડી ન ધારેલુ કેવુ થવા માંડ્યુ ? તે પાપાને પોતાની અધૂરી લવ-સ્ટોરી કહેવા ન તી માંગતી અને અંશ સાથે હા પણ પાડવા નતી માંગતી. તેમ છતાય તેણે અંશને પૂછવા માટે પણ પાપાને કહી દીધુ)

રોજની માફક આજે પણ અંશ અને મહેક વાડીએ મળ્યા. ;

અંશ; "કાલે રાત્રે તારા પાપા એ જે વાત કરી એજ મારા પાપા એ કરી. હુ હવે જિંદગીથી કંટાળી ગયો છુ ન જાણે કેમ એક સંબંધ બાંધતા ડર લાગે છે. કોઇ સાથે જિંદગીભરની રીલેશનશીપ બાંધતા મને એક ‘’ઘાત’’નો ખૂબ જ ડર લાગે છે. તને નહી સમજાય હુ શુ બોલુ છુ પણ સાંભળ સત્યઘટના છે મારી. તેના વિશે જાણીને જ તારે નિર્ણય લેવાનો છે...'

હુ એમ.બી.બી.એસ. મા હતો ત્યારે મને એક છોકરી સાથે લવ થયેલો. તે મારી ફેકલ્ટીની ન હતી પણ તે અભ્યાસ જ કરતી હતી, તેની સાથે મારુ લવ બે વર્ષ ચાલ્યુ. પછી અમે અલગ થય ગયા. એ પછી મે ક્યારેય કોઇનીય સાથે કોઇ ફ્રેડશીપ કે લવશીપ કરી નથી. આ ઘટના પછી મે બધુ જ મમ્મી-પાપા કરશે એમ વિચારી મારી કરીઅર આગળ ધપાવી. આજે એવી પરિસ્થિતિ આવી કે મારે મારી ફ્રેંડ સાથે જ એક સંબંધમા બંધાવાનુ થયુ તો જુઠથી કેમ શરુઆત કરુ ? નિર્ણય તારે લેવાનો છે. તુ ના કહીશ તો હુ ગમે તેમ કરીને ઘરના લોકોને મનાવી લઇશ. પણ તુ કોઇ પણ પ્રકારના દબાણમા આવીને સંબંધ માટે હા ન કેહતી હુ થાકી ગયો છુ. આમ મજબૂરીઓથી.

મહેક; "હવે, તુ મને સાંભળીશ ?"

અંશ; "હમમમ બોલ."

મહેક; "હુ એમ કહુ તો કે મારી સાથે પણ તારા જેવુ જ થયુ છે તો શુ તુ મારી સાથે સંબંધમા આગળ વધીશ.

અંશ; "વોટ ? કોણ છે એ ? મને કે હુ તેને મનાવીશ અને તારા લગ્ન તેની સાથે કરાવી આપીશ. એટલે જ તુ આમ આટલી ઉદાસ અને ? હુ સમજી જ ન શક્યો યાર ખરેખર તુ.

મહેક; "બસ હુ તેની સાથેના તમામ સંબંધ તોડી આગળ વધવા માંગુ છુ, મને ‘’વિશ્વાસધાત’’ બિલકુલ પસંદ નથી અંશ. આપણે આ દુનિયામા એક વ્યક્તિ સાથે પણ વફાદારી ન નિભાવી શકીએ ? શુ એ પ્રેમ છે ? શુ આપણી વ્યક્તિને જે નથી ગમતુ એ આપણે ન છોડી શકીએ કે પછી આપણે જાણી જોઇને આપણી વ્યક્તિને તડપાવવા માટે તેની વિરોધમા જાયે ? શુ સચ્ચાઇ માત્રને માત્ર ફિલ્મના પડદા પર જ છે ? રીઅલ લાઇફમા નથી ? શુ એક છોકરો એક છોકરીને એમ કહી શકે હુ મારી લાગણી વ્યક્ત નથી કરી શક્તો, કે હુ તારા માટે હુ બીજા સાથે મારા સંબંધ બગાડુ એમ કહે એ કેટલુ વ્યાજબી અંશ. છોકરો બધા માટે બધુ જ કરી શકે એમ કહીને કે એ કહાનીમા આપણે બે નથી એટલે લોકો વાતો નહી કરે પણ એ જ છોકરો એમ કેમ નથી વિચારતો કે પોતાની વ્યક્તિને તેના આવા જવાબથી કેટલુ દુ;ખ થશે ? બીજાના માટે બધુ જ થાય પણ પોતાના પ્રેમ માટે કશુ નહી તો પછી સામે વાળી વ્યક્તિને સાફ સાફ શબ્દોમા કેમ કહી દેવામા નથી આવતુ કે હુ તારા ઉપયોગ સિવાય કશુ જ નથી કરતો ? અરે જો કોઇને પામવા માટે પ્રેમ હોય કે સમજવા માટે કે પછી ઉપયોગ કરવા માટે ? આટલું બોલતા તો એ ઢગલો થય પડી. આજે અંશ સમજ્યો મહેક કેમ ફિલોસોફીની વાતો કરતી હતી અને પોતે ડાહ્યો થયને ના પણ પાડતો હતો ?

અંશે માત્રને માત્ર મહેકને તેની છાતી સરસી ચાંપી એક જ હિંમત આપતા કહ્યુ, "મહેક હુ પૂરી કોશિશ કરિશ તને પ્રેમ કરવાની અને તેમા સફળ પણ થઇશ અને હા, સ્ત્રી ઉપયોગ માટે નહી માત્રને માત્ર પ્રેમ કરવા અને સમજવા માટે જ હોય છે. બીજુ જે વ્યક્તિ કોઇ છોકરીને ઉપયોગની વસ્તુ સમજે છે તો તેને પણ બહેન અને પોતાની માતા હોય જ છે. મને તારાથી કોઇ જ પ્રોબ્લેમ નથી. હુ તૈયાર છુ તારી સાથે મારી જિંદગી વિતાવવા, શાયદ એ જ વ્યક્તિ તને ન સમજી શકી જેને તે આટલો પ્રેમ કર્યો શાયદ તુ મારા નસીબમા છો એટલે જ તુ તેનાથી દૂર થય.

કોઇ એ નામની ચોખવટ જ ન પાડી કે સામેવાળી વ્યક્તિના નામ શુ હતા ? બંને એ પોતાના દિલની વાત કરી દીધી. બંને એ એકબીજાનો સ્વીકાર કર્યોને આગળ વધવા તૈયાર થયા. બંને એ પોતપોતાની મરજી ઘેર જણાવીને ઘરના સભ્યો તો આમ જ ચાહે છે કે પરિવારનો સંબંધ વધારે મજબૂત બને.

બીજા દિવસે બંને ગોલ્ડેન સીટી જવા નીકળે છે. અંશને હોસ્પિટલનુ કામ છે ને મહેકને ઇંટેરવ્યુ આપવા જવાનુ છે. આમ તો આ ઇંટેરવ્યુ માત્ર ઓપચારીક જ છે ન્યુ ગોલ્ડેન સીટી પહોચી મહેકે ઇંટેરવ્યુ આપ્યોને જોબ માટે હાજર થવા માટે કેહવામા આવ્યુ. મહેકે અને અંશે મહેકની રૂમ ન્યુ ગોલ્ડેન સીટી ફેરવીને મહેકે કંપનીમા જવાનુ શરુ કર્યુ. અંશની હોસ્પિટલનુ કામ પૂરૂ થવા પર જ છે.

રોજ સવારમા વોકિંગ, નાસ્તો, સાંજના ચાલતા ફરવા જવુ ડિનેર આ બધાની વચ્ચે પંદર દિવસ ક્યા જતા રહ્યા એ જ ખબર ન રહી. મહેકની લાઇફમા પાછા પ્રેમના દિવસો આવ્યા. એ પણ પોતાના અસૂલોની સાથે. એક સારો છોકરો અંશ, એક સારી છોકરી મહેક, એક પ્રેમ કહાની શરુ થઇ. બંને એક દિવસ ગામડે જાય છે. મહેક ગોલ્ડેન સીટી આવતી રહીને અંશ હોસ્પિટલની તૈયારી કરવા ત્યા જ વૃદાવન રહ્યો. એક વીક પછી એ પણ આવતો રહ્યો. મહેકની જોબ શરુ છે.

તે બંને એ સાથે મળીને પણ તૈયારી કરી. જોરદાર હોસ્પિટલનુ ઓપનીંગ થયુ. તેની હોસ્પિટલ નુ નામ ‘’સર’’ રાખવામા આવ્યુ. અંશના મમ્મી-પાપાના નામના પહેલા અક્ષર પરથી સવિતાબેન-રમણભાઇ. અંશે સફળ ડોક્ટરીની શરુઆત કરી.

બધુ જ બરાબર ચાલતુ રહ્યુ. મહેક અને અંશ પણ ખુશ છે, મહેક અને અંશના સગાઇની તારીખ પણ ફિક્સ થઇ ગઇ. થોડી-થોડી તૈયારી પણ શરુ થય ગઇ. અંશ રોજ સાંજના કોલ કરે તૈયાર થઇ જજે, આજે આમ ખરીદી કરવા જવુ છે આજે તેમ જવાનુ છે. શોપિંગ શોપિંગ શોપીંગ બસ બીજી વાત નહી.

એક દિવસ મહેકના મોબાઈલમાં call આવ્યો , કોલ અંશનો જ,

મહેક; "બોલ શુ છે ?"

અંશ; "મહેક આઈ એમ સોરી...

મહેક; "પણ કેમ ? શાના , માટે ?

અંશ; "મને મારો પ્રથમ પ્રેમ મળી ગયો છે, તેણે તેની તમામ ભુલ કબૂલી છે, માફી માંગી છે, હુ તેના વગર રહી શકુ તેમ નથી. તુ તો જાણે છે પ્રથમ પ્રેમનુ મહત્વ શુ છે ?

હમ જીતે હૈ એકબાર,મરતે હૈ એકબાર,

પ્યાર એકબાર હોતા હૈ ઓર; શાદી ભી એક હી બાર હોતી હૈ.

"મહેક હુ તારી સાથે સગાઇ નહી કરી શકુ પણ હા, એક વફાદાર દોસ્ત અવશ્ય બની રહીશ, શક્ય હોય તો મને માફ કરી દેજે ?"

મહેક; "પણ સગાઇની તારીખ, શોપિંગ, કાર્ડ આ બધુ તો થઈ ગયુ છે ! બીજી બાજુ આપણા પરિવાર અને માતા-પિતાની આબરુનુ શુ ?

અંશ; "આબરૂનું તો શું છે મહેક, આ બધું થોડીવારનું છે પણ મહેક એ છોકરી જતી રહેશે તો પાછી ક્યારેય નહી મળે ?

કોલ કટ

મહેક બોલી રહી, બસ, બોવ થય ગયુ. હુ હવે કોઇ પણ દર્દ સહન કરવા સક્ષમ નથી. બસ એક જ દર્દ સહન કરીશ એ પણ મરવાનુ, આત્મહત્યાનુ...(વધુ આવતા અંકે)


Rate this content
Log in

Similar gujarati story from Romance