Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Romance Tragedy

3  

#DSK #DSK

Romance Tragedy

યે રિશ્તા તેરા મેરા-૧૦

યે રિશ્તા તેરા મેરા-૧૦

4 mins
14.4K


"ઇશ્વરને પણ શુ વેર હશે ખબર નહી ! હતી એટલી ઇજ્જત સ્ત્રીને જ આપી."

કામથી થાકેલીને લોથપોથ થયેલી મહેકને પ્રિયા ગિફ્ટ શોપમા લઇને ગઇ. આ ગોલ્ડેન સીટીનુ મોટુ ગિફ્ટશોપ. મોટા માણસો આવેને આ ગિફ્ટ પર પૈસાનો વરસાદ કરે. ચારેબાજુ ગિફ્ટની એવી ગોઠવણ કે જોતા જ આંખોને સંતોષને દિલને સુકુન મળે. મનને શાંતિને વિચારોને વેગ મળે.

એવરી દે ન્યુ ગિફ્ટ

આવનારનુ સ્વાગત કોઇ પણ કોલ્ડીંક્સથી થાય. શોપમા જાવ એટલે કોઇની જરુર જ ન પડે. ગિફ્ટની એવી ગોઠવણ કે ભાવ સાથે વસ્તુ તમે જોય શકોને તમે જ તેના સ્થાને પરત ગોઠવી પણ શકો. મોટી જગ્યામા આ શોપ તમામ પ્રકારની ગિફ્ટ તમને મળી રહે.

પ્રિયા; "મહેક આ બુકે કેવો છે ?"

મહેક; "બેસ્ટ...ધી...બેસ્ટ"

[પ્રિયા સાઇડમા રાખે છે. એક પછી એક એમ બધી જ ગિફ્ટની ખરીદી થઇ જાય છે ને પેકીંગ કરીને આપેલા એડ્રેસ પર પહોચાડવા માટે કહીને બંન્ને જતા રહે છે]

મહેક થાકી ગઇ છે. તે અંશને કહે છે કે તે ઘેર જમવાનુ નહી બનાવે. તે બહારથી જ જમવાનુ લઇ આવે છે. હવે, મહેકને છેક લગ્ન સુધી "ડી" ના ઘેર જવાનુ છે."ડી"નુ બીહેવ બોવ મસ્ત છે, એટલે મહેક ન જાય તેવુ કશુ છે જ નહી. હવે, બંન્ને "ડી"ને લઇને નિશ્ચિંત થઇ ગયા. આજે ત્રીજો દિવસ મહેક "ડી"ના ઘેર પહોચી. તે પ્રિયા પાસે ઉપર રૂમમા જ જાય છે કે સીડી પર..

જયદિપ; 'મહેક' (મહેક; કશુ બોલ્યા વગર સામે જુએ છે પછી સીડી ચડવા લાગે છે.)

જયદિપ; 'મહેક...તુ હજુય નારાજ છે ?'

મહેક; 'કામ સિવાય મને ન બોલાવો તો મને ગમશે જયદિપજી.'

જયદિપ; 'પણ આમ સાડા પાંચતુ એકલી અહીં કે અંશ પણ છે ?'

મહેક; 'હમ્મ્મ્મ...તારા જેમ "ડી" પણ મારા ગળે વળગ્યો છે.'

જયદિપ; 'કેમ ?'

મહેક; બધી જ વાત કરે છે

જયદિપ; 'હમ્મ...ખરેખર બોવ અઘરુ છે આમ પ્રિયા માટે...'

મહેક; ' જી....પણ શુ થાય? અમૂક વ્યક્તિ બીજાને હેરાન કરીને જ ખુશી મેળવી શકે છે ખરુને ?'

જયદિપ; 'હમ્મ..પણ આમ તુ અહીં એકલી...'

મહેક; 'હુ મારુ ધ્યાન રાખુ છુ ને યાદ કરાવી આપુ અંશ જિવિત છે..તા..રે..ચિંતા કરવી નહી.'

જયદિપ; 'મારો હક પણ નથી.'

મહેક; 'ચોક્કસ, તુ હક ગુમાવી ચુક્યો છે પણ થેંક્સ.'

જયદિપ; 'એ પાછુ વળી કેમ ?'

મહેક; 'તે મને "ડી " વિશે જણાવેલુ તે સાચુ.'

જયદિપ; 'જયદિપ ડરી ગયો. તેણે ડરીને પુછ્યુ તને "ડી" એ મજબૂર તો નથી કરીને ?'

મહેક; 'બધી જ વાત કરે છે. ચિંતા ન કર. મને "ડી" એ મજબૂર નથી કરી.'

જયદિપ; 'હા.… શ.… ઓકે...એક ઉંડૉ શ્વાસ લે છે.'

મહેક; 'જયદિપ'

જયદિપ; 'બોલ'

મહેક; 'મને તારો માત્ર એક સા....થ જોઇ...એ...છે.'

જયદિપ; 'બોલ'

મહેક; 'તુ એવુ કંઇક વિચાર કે "ડી" સુધરવા માટે વિચારવા લાગે. પ્રિયાને તેના મમ્મીને તેના હકની ખુશી મળે.'

જયદિપ; 'કાલ સુધીમા હુ વિચારી રાખીશ.'

મહેક; 'થેંક્સ જયદિપને મહેક હલ્દી ડે પતાવી નીકળી ગયા. જયદિપ આખી રાત વિચારતો રહ્યો. આખરે એવુ શુ કરે કે ડી તેના તમામ કામ છોડવા માટે વિચારે ? હુ મહેકની મારા તરફની આ ઇચ્છા પુરી કરવા માંગુ છુ. હુ મહેકને આ સાવ સામાન્ય એવી ગિફ્ટ આપવા માંગુ છુ. હુ મહેકના વિશ્વાસને પાત્ર બનવા માંગુ છુ. હુ તારો એક પવિત્ર દોસ્ત બનવા માંગુ છુ. હુ તારા દરેક દુખમા સાથ આપીને મારી ગલતીની સજા ભોગવવા માંગુ છુ. હુ તને ખુશ કરવા માંગુ છુ પણ કેમ ? કેમ... કેમ ?

***

સવારનો સોનેરી તડકો જયદિપની આંખ પર બારી પર લગાવેલ પડદા ઉંચા નીચા થાય તેમ આવી રહ્યો છે. મહેકે સોપેલા કામને વિચારતો આખી રાત ન ઉંઘી શકેલો. જયદીપને વધારે વધારે ગાઢ નિદ્રા બનતી જાય છે. જયદીપના મમ્મી દરવાજો ખોલીને જયદીપ માટે ચા લઇને અંદર પ્રવેશી જાય છે. જયદીપને આમ ગાઢ નિદ્રામા સુતેલો જોઇ તે ખુશ થય જાય છે. ટેબલ પર ચાયની ડીશ મુકી જયદીપની બાજુમા બેડ પર બેસી જાય છે. દિકરા પર હાથ ફેરવતા – ફેરવતા બડબડે છે.

જયદીપના મમ્મી આરતીબેન; 'મારો દિકરો ક્યારે મોટો થઇ ગયો એ મને ખબર જ ન પડી. મને હતુ હુ મારા દિકરાની નજીક છુ, પણ બેટા હુ તારુ દીલ ન સમજી શકી.'

જયદીપ જાગી જાય છે ને મોં ધોઇ પાછો બેડ પર બેસે છે.

જયદીપ; 'મમ્મા અત્યાર અત્યારમા વહેલ વહેલા.'

મમ્મા; 'ચાય લાવી તારા માટે'

જયદીપ; 'ઓહ'

મમ્મા; 'દિકરા આઈ એમ સોરી' હુ તારા દિલને ક્યારેય સમજી ન શકી.

જયદીપ; 'શુ થયુ મમ્મા ?'

મમ્મા; 'મને હ્તુ હુ જાણી લઇશ કે તુ કોને પ્રેમ કરે છે ! ને હુ તને તારા જ પ્રેમની ગિફ્ટ આપીશ. પણ દિકરા તે વાત એટલી બધી આગળ વધારી કે મને કોઇ સમય જ ન રહ્યો.

જયદીપ; 'મમ્મા, સાફ સાફ બોલોને શુ વાત છે ? મને કશુ જ સમજાતુ નથી.'

રાહુલભાઇ જયદીપના પાપા

પાપા; 'બેટા, જે થયુ તે ખરાબ થયુ, તુ ચિંતા ન કર.હું જીવુ છુ.હુ સંભાળી લઇશ.'

જયદીપ; 'તે ઉભો થઇને બોલ્યો પણ વાત શુ છે ? એ તો કહો ?

પાપા; 'તારી સગાઇ પંદર દિવસમા જ છે ને પછીના દોઢ મહિના પછી મેરેજ. મે અને નિરવાના પાપા એ બધુ જ ફાઇનલ કરી દીધુ છે તો હવે તારી ઇચ્છાનો કોઇ સવાલ જ નથી.

જયદીપ; 'પણ શા માટે ?'

પાપા; 'ફાર્મ હાઉસ પર જે બન્યુ તેની વાત નિરવા એ તેના મમ્મીને, તેના મમ્મી એ તેના પાપાને તેના પાપા એટલે મારો જિગરી, જાન આકાશ[નિરવાના પાપા]એ મને કરી.'

જયદીપ; 'પણ...પાપા દુનિયા તો કંઇ પણ કહે તો શુ માની લેવાનુ ?

પાપા; 'તો શુ નિરવાની ઇજ્જતનુ કશુ નહી ? તેના પાપાના માન-સન્માનનુ કશુ નહી એમ ?'

જયદીપ; 'પ...ણ...'

પાપા; 'બેટા… ઇજ્જત ઇજ્જત હોય છે. તારે બેન નથી પણ હોયને તેની સાથે આવુ થાય તો ?'

જયદીપ; 'પાપા મારે બેન નથી એટલે. બાકી હોય તો એ નિરવા જેવી નીચ હરકત ક્યારેય ન કરે.'

[રાહુલભાઇ એ જયદીપને સટ્ટાક એક ગાલ પર આપી]

મમ્મા; 'જયદીપ, પ્લીઝ! તમે ચુપ રહો, હુ જયદીપને સમજાવીશ પ્લીઝ !

પાપા; 'તો સમજાવ આ નાલાયકને કે એક દિકરીની ઇજ્જત શુ હોય ? એમ સમજાવ તારા નાલાયક દિકરાને ! તે જતા રહે છે.

જયદીપ; 'પાપા, સાંભળતા જાવ મારી દીદી ! હોય તો એ નિરવા જેવી નીચ હરકત ન જ કરે, ન જ કરે, કેમ કે પાપા તેના શરીરમા તમારુ લોહી વહેતુ હોય પાપા તમારુ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Romance