Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

દેવપ્રિયા ભાગ-૬

દેવપ્રિયા ભાગ-૬

4 mins
191


ભાગ-૫ માં જોયું કે ભાર્ગવ કુરૂપ શ્યામા ને પાવાગઢ ના મહાકાળી માતાજી ના દર્શન કરાવે છે. જાણે પતિ અને પત્ની હોય એવું લોકો ને લાગે છે.. માતાજી ના પણ આકાશવાણી સ્વરૂપે આશીષ મલે છે. શ્યામાને એની ઝૂંપડી પહોંચાડે છે.પણ વરસાદ ના કારણે ભાર્ગવ ને આખી રાત રોકાઈ જવું પડે છે..

હવે આગળ...

ભાર્ગવ વિચારે છે.

અરે.... હવે તો હું ફસાઈ ગયો.

સવાર સુધી નીકળી શકાશે નહીં.

આ ગંદી ઝૂંપડી માં રાતવાસો...

સુવાની સગવડ પણ નથી ‌...

એક ગંદી ફાટેલી ગોદડી.. હશે આખી રાત જાગરણ કરીશ.. મહાકાળી માતાજી ની જે ...ઈચ્છા...

... મનમાં માતાજી નું સ્મરણ કરે છે.

યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ,

રાત વધતી જાય છે. ઝૂંપડીમાં અંધારું હોય છે. એક માત્ર ગોદડી પર શ્યામા સુઈ જાય છે.. પણ ભાર્ગવ ઝૂંપડીમાં એક બાજુ બેસીને સવારની રાહ જુએ છે. થોડીવારમાં ભાર્ગવની આંખો ઘેરાવા માંડે છે. એક ઝોકું આવી જાય છે. એટલામાં એને એની આજુબાજુ ઉંદરો નો અવાજ સંભળાયો છે. ભાર્ગવ ની આંખો ખુલે છે.

ઉંદર ને હટાવવા એ અવાજ કરે છે.

પણ ઉંદર એની આજુબાજુ કૂદકા મારતા હોય છે. અવાજ સાંભળીને શ્યામા જાગી જાય છે.

શ્યામા:-" સ્વામી , તમે અહીં આવી સૂઈ જાવ. આ ઉંદર મારી પાસે આવતા નથી. મિત્રતા થઈ ગઈ છે." એમ બોલીને હસી. પણ ભાર્ગવ ના પાડે છે.

શ્યામા:-" નાથ, જો તમને શરમ આવતી હોય તો હું એક બાજુ બેસીને રહીશ. પણ તમારી ઊંઘ બગડે છે. તમે આખા દિવસના થાકી ગયેલા છો. આરામની જરૂર છે. મને તો હવે સારૂં છે."

પણ ભાર્ગવ ને થાય છે કે આ અજાણી યુવતી ..એ પણ.. કુરૂપ... હે.. માતાજી.. મારી કેવી પરિક્ષા લો છો..

શ્યામા:-" સ્વામી, મને તો હવે ભૂખ લાગી છે. સવારે મેં ખીર બનાવી હતી. એ થોડી છે. ભગવાન ને ધરાવેલી છે.તમારે ખાવી હોય તો.."

ભાર્ગવ ના પાડે છે.

શ્યામા એક માટીનું પાત્ર લાવે છે. જેમાં ખીર હોય છે. શ્યામા થોડી ખીર ખાઈને ઓડકાર ખાય છે.

હાશ પેટ ભરાઈ ગયું. હવે સરસ ઊંઘ આવશે.

ધીરે ધીરે રાત વધતી જાય છે.

શ્યામા ઘસઘસાટ ઊંઘી જાય છે.

હવે ભાર્ગવ ને પણ શરીરે કળતર થાય છે.

એને લાગે છે કે આરામ ની જરૂર છે.

ભાર્ગવ ને પણ કકડીને ભૂખ લાગે છે.

વિચારે છે... આ પેટમાં કંઈક જશે તો શરીરને પણ થોડો આરામ થશે.

એ ધીમેથી ઉભો થયો.

ખીર નું પાત્ર લીધું.

જોયું તો થોડીક જ ખીર હતી.

એણે ખીર ખાવા માંડી.

આહ્.. શું ખીર છે !... આવી ખીર ખાધી નથી.

થોડી ખીર ખાતા ભાર્ગવ તૃપ્ત થયો.

એની આંખો ઘેરાવા માંડી..

એ ધીરે ધીરે શ્યામા ની પાસે આવ્યો.

શ્યામા ની બાજુમાં પડખું ફેરવીને ગોદડી પર સુઈ જાય છે.

થોડીવારમાં ભાર્ગવ ઘસઘસાટ ઊંઘી જાય છે.

ભાર્ગવની પીઠનો સ્પર્શ શ્યામા ને થતા શ્યામાની પીઠ પરનું કુબડુ પણું ધીરે ધીરે દૂર થાય છે.

શ્યામા ની આંખો ખુલે છે.

બાજુમાં ભાર્ગવ ને જુએ છે.

હાશ.. મારા નાથ મારી પાસે તો આવ્યા.

શ્યામા ગીત ગણગણે છે.

.....

ભલે સૂરજ ઉગે કે ના ઉગે,

ભલે ચંદર્ ડૂબે કે ના ડૂબે,

....્

ભલે દિવસ ઉગે કે ના ઉગે,

ભલે સાંજ ઢળે કે ના ઢળે,

જોડે રહેશું રાજ

....

શ્યામા ને લાગે છે કે.. મારો શ્રાપ થોડો ઓછો થયો છે.. કદાચ એ શ્રાપ મુજબ... હું બ્રહ્મ મુહૂર્તમાં થોડોક સમય મારા મૂળ સ્વરૂપે આવી પણ જાઉં... અને કદાચ...

આમ વિચારીને શ્યામા સ્નેહભાવથી ભાર્ગવને નિરખે છે.

જો યુવાન મારો સ્વિકાર કરે તો.. જીવનભર સેવા કરીશ..

પણ સવાર થતાં એ ચાલ્યો જશે તો..‌

સવાર પહેલા પણ મને મારી થોડીક પણ શક્તિ મળી જાય તો... તો... આ યુવાન ...મારો...

આમ વિચારીને એ જાગૃત અવસ્થામાં પડી રહે છે.

વરસાદના લીધે ઠંડી લાગતી હતી.

ભાર્ગવ કોકડું વળી ને સુતો.

એટલામાં એના પર કોઈ વસ્ર ઓઢાડવામાં આવ્યું.

ભાર્ગવ ને હવે ઠંડી લાગી નહીં. ને ચેનની ઊંઘ આવી.

.......

ભાર્ગવ ઘસઘસાટ ઊંઘતો હોય છે.. ને એને ‌છમ્ છમ્ અવાજ સંભળાયો.

ભાર્ગવે આંખના પોપચાં સ્હેજ ખોલ્યા !

આહ્. આ શું હું તો ઝૂંપડીમાં હતો.

આ તો ઝગમગાટ.. કોઈ મોટા મહેલમાં આવી ગયો કે શું?

એણે એ મોટા હોલમાં નજર માંડી.

કોઈ અપ્સરા જેવી રૂપસુંદરીના ચાલવાથી પાયલનો છમ્ છમ્ અવાજ આવતો હતો.

ભાર્ગવે પીઠ ફેરવીને જોયું કે શ્યામા ક્યાં છે ?

તો ભાર્ગવને લાગ્યું કે એ ગોદડી પર નથી.

કોઈ આરામ દાયક બિસ્તર પર હતો.

એને શ્યામા દેખાઈ નહીં.

ભાર્ગવ શ્યામાને શોધવા માંડ્યો.

એ અપ્સરા જેવી રૂપસુંદરી ભાર્ગવ પાસે આવી.

ને ભાર્ગવના માથા પર સ્નેહથી હાથ ફેરવ્યો.

ભાર્ગવની આંખો પુરેપુરી ખુલી ગઈ.

એ નવાઈ પામ્યો.

ભાર્ગવ બોલ્યો:-" હે અપ્સરા, રૂપસુંદરી, હે કમલ નયની.. સૌને મોહિત કરનારી મોહિની..... આપ કોણ છો ? હું અહીં આ મહેલમાં કેવી રીતે આવ્યો ? આપનો પરિચય આપશો "

એ રૂપસુંદરી બોલી... "હું દેવ કન્યા છું. મારૂં નામ દેવપ્રિયા છે."

એમ બોલીને મરક મરક હસી.

આ સાંભળી ને ભાર્ગવ બોલ્યો:-" પણ માતાજી ની આશીષ અને કૃપાથી સાજી થતી મારી શ્યામા ક્યાં છે ? એની ઝૂંપડીમાંથી આ મહેલમાં કેવી રીતે આવ્યો ? મહેરબાની કરીને આપ મને જણાવશો."

દેવપ્રિયા એ સુંદર સ્મિત કર્યું ને બોલી:-" શાંત થાવ... હું કહું છું...આટલી ઉતાવળ સારી નહીં. આમ તો બહુ ધીરજ રાખી ને શ્યામાને મદદ‌ કરી હતી..હે સોહામણા યુવાન તેં મારૂં મન મોહી લીધું છે... હવે તમારે આ મહેલમાં જ રહેવાનું છે."

( ક્રમશઃ ભાગ ૭ માં શ્યામા ક્યાં?.. દેવપ્રિયા પોતાની કહાની કહે છે.. શ્યામા નું રહસ્ય..? ભાર્ગવના કારણે શ્યામા નો શ્રાપ પુરો થાય છે... વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા " દેવપ્રિયા " )


Rate this content
Log in

Similar gujarati story from Drama