Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sapana Vijapura

Tragedy Romance

4  

Sapana Vijapura

Tragedy Romance

ઊછળતા સાગરનું મૌન 15

ઊછળતા સાગરનું મૌન 15

4 mins
13.8K


નેહાને ઘણાં સમય પછી નીરાંતે ઊંઘ આવી... પોતે કરેલા મક્કમ નિર્ણય પર પોતાને જ સંતોષ થયો હતો. ઘણીવાર માણસને પરિસ્થિતી કરતાં પરિસ્થિતીમાંથી નીકળવાની વિટંબણા મારી નાખે છે... જ્યારે માર્ગ ધૂંધળો દેખાય.. મંજિલ દૂર દેખાય અને મનમાં વિશ્વાસનો અભાવ અને ભગવાન પ્રત્યે ઓછી શ્રદ્ધા

નિર્ણય લેતાં દુર્બળ બનાવે છે. પણ જે સ્થિતિમાં તમારું અસ્તિત્વ ગૂંગળાતું હોય એ સ્થિતિમાંથી વહેલી તકે નીકળી જવું એજ યોગ્ય પગલું હોય છે પણ એ સ્થિતિમાંથી નીકળતાં વરસો લાગી જતાં હોય છે. માણસ સહન કરે રાખે, કરે રાખે... હા એક અરેબિક કહેવત યાદ આવી ગઈ કે "ઊંટ પર લાકડાં મૂકતાં જાઓ મૂકતાં જાઓ. ઊંટ કાઈ નહીં બોલે પણ છેલ્લું એક લાકડું મૂકશો... જે હદ કરી નાંખે છે... ઊંટ બેસી જાય છે. બસ હવે એ ઊઠી નહી શકે." નેહા પર પણ છેલ્લો વજ્રપ્રહાર થયો. હવે બસ... હવે બસ...

નેહા ઊઠી જરાં પણ ગુસ્સે થયાં વગર આકાશની પ્રાતઃક્રિયામાં રસ લીધો... આકાશ ગુસ્સામાં લાગતો હતો... અને આ શું સાડા આઠ થયાં તોય ઊભો નથી થતો તૈયાર થવાં નથી જતો... થોડી વાર પછી આકાશ શોપ પર ફોન કરતો હતો... "હા, સુરેન્દ્ર આજ હું શોપ પર નથી આવવાનો તમે દુકાન સંભાળી લેશો... હું

ઘર પર છું. તમને જરૂર પડે ફોન કરજો... "નેહા સાંભળી રહી ફોન્... અ...રે..રે હવે શું થશે? આકાશ તો શોપ પર જવાનો નથી અને સાગર નવ વાગે આવી જશે... સાગરને ના પણ શી રીતે પાડું... આકાશ તો સામે જ બેઠો... છે. મારે આકાશ સાથે વાત કરી લેવી જોઈએ. થોડો ખુલાસો... જો સાંભળે તો... વાત કરું કે ના કરું? ચાલ પહેલાં સાગરને ફોન કરું... બાથરુમમાં જઈને પ્રયત્ન કરું.

નેહા બાથરુમમાં મોબાઈલને ગઈ. ધીરેથી નંબર ડાયલ કર્યો... ધીમાં અવાજમાં હલો કર્યુ... પણ આકાશ એની પાછળ પાછળ જ હતો એને ખ્યાલ ના રહ્યો. આકાશે ધક્કો મારી બાથરુમનું બારણું ખોલી નાખ્યું... "કોની સાથે વાત કરે છે... સા..." આકાશે ફોન આંચકી લીધો અને નેહાને બાથરુમની બહાર ઘસડી લાવ્યો. "ફોન હજું ચાલુ જ હતો..." આકાશ, મારી વાત સાંભળી લે... એકવાર બસ હું... તને વિનંતી કરું છું પછી તારે જેમ કહેવું હોય તે કહેજે અને જેમ કરવું હોય તેમ કહેજે... પ્લીઝ... મારી વાત એક વાર સાંભળી લે...

આકાશ ઘૂરક્યા કરતો એની સામે જોતો હતો... નેહા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી..."

હું સાગરને મળવાં ગઈ હતી... આકાશ તે મારી સાથે જિંદગીભર કેવો વ્યવહાર કર્યો છે ? સુહાગરાતથી માંડીને આજ સુધી... મેં આત્મહત્યા કરવાં પ્રયત્ન કર્યો હતો..એ દિવસે તો મને ખબર પડી ગઈ હતી કે તું એવાં પથ્થરનો બનેલો છે જેને ઈશ્વર પણ પીગાળી નહીં શકે... મને હતું કે મારી 'મા' બનવાની ઈચ્છા પૂરી થશે તો હું મારા બધાં દુઃખ ભૂલી જઈશ પણ એ ઈચ્છાને પૂરી કરવાં પણ તે એક પણ પ્રયત્ન ના કર્યો... મારું જીવન અર્થહીન જઈ રહ્યુ હતું. આટલા વરસમાં તું મને સુખ ના આપી શક્યો અને મારાં દરેક પ્રયત્ન છતાં હું તને સુખ ના આપી શકી... શારીરિક અને માનસિક રીતે આપણે પતિ-પત્ની ના બની શક્યાં, ભલે સમાજ અને ઈશ્વરની નજરમાં આપણે સાત ફેરા ફર્યા. અને પવિત્ર બંધનથી બંધાઈ ગયાં પણ... મનથી ના બંધાઈ શક્યા. સુહાગ રાતે તારા પૂછેલા એક સવાલથી અને મારાં આપેલા એક જવાબથી આપણને બન્નેને એટલાં દૂર ફેંકી દીધાં કે ફરી મળી જ ના શક્યા. આવી જિંદગીથી કદાચ તને વાંધો ન હતો... પણ હું તો રોજ દિવસના સો વાર મરતી હતી અને સો વાર જીવતી થતી હતી... મને લાગ્યું કે મારે કોઈને વાત કરવી જોઈએ... સાયકોલોજીસ્ટને મળવાં તું તૈયાર ન હતો અને હું થાકી ગઈ હતી. મા બાપને કાંઈ કહી શકતી ન હતી. મિત્રો તે રહેવા દીધાં અહીં... મારાં શ્વાસ રૂંધાતા હતાં. હું મને ખૂલી હવાની જરૂર હતી... હું કાકીને ત્યાં ગઈ. મને સાગર મળવાં આવ્યો... હું જુઠ્ઠુ નહીં બોલું. મને સાગર સાથે પ્રેમ હતો અને એને ભૂલાવી તારી પાસે આવી પણ તે મને સાગરને ભૂલવા જ ના દીધો... બલ્કે કોલેજનાં જમાનાનો એ પ્રેમનો કુમળો છોડને તે મોટું અડીખમ વૃક્ષ બનાવી દીધું. પળ પળ જેને વીસરી જવાં પ્રયત્ન કરતી હતી હતી એને... તે મને એક ક્ષણ પણ ભૂલવા ના દીધો... હા સાગરને હું સાગર કિનારે મળી. પણ મારું હ્રદય એનાં પ્રેમથી તે જ ભરી દીધું હતું. મેં એને હોટેલમાં બોલાવ્યો..એ તો તૈયાર ન હતો... સાગર એક સંસ્કારી માણસ છે...

મારી જીદ સામે એ હારી ગયો... પણ અમે વાતો જ કરી... એક સમયે મને વિચાર આવ્યો કે આકાશ જે સુખ મને નથી આપી શક્તો એ સુખ. સાગર પાસે મેળવું પણ મા બાપના સંસ્કાર નડી ગયા..અને પાપ કરતાં બચી ગયાં..પણ મહેશભાઈ અમને હોટેલની બહાર જોઇ ગયા..." નેહા ડૂસકે ડૂસકે રડતી હતી..આકાશ થોડી વાર ચૂપ રહ્યો...અને પછી સોફામાંથી ઊભો થઈ ગયો... અને નેહાને કહેવા લાગ્યો, "તારી વાત હું માની લઈશ એમ તને લાગે છે? બધી વાત માની લઉં પણ હોટેલમાંથી તું પવિત્ર બહાર આવી કેવી રીતે માની લઉં ? એ તો તું કાદી સાબિત નહીં કરી શકે કે તું પવિત્ર છે... તું હાલ ને હાલ આ ઘરમાંથી નીકળી જા અને તારું કાળું મોઢું કર. અહિંથી... જા... નેહા સ્વસ્થ થઈ ગઈ..." આકાશ, ગઈ કાલે રાત્રે હું તો જવાનો નિર્ણય લઈ ચૂકી છું, જે પતિ પત્નીને સન્માન ના આપી શકે એ પતિ સાથે રહેવા કરતા હું મૃત્યુ વહાલું કરીશ... પણ હું તારા જેવાં નામર્દ માટે મરું પણ શા માટે?" આટલું કહી એ બેડરુમમાં જઈ બેગ પેક કરવાં લાગી. આકાશ ગુસ્સામાં બહાર ફરતો હતો... હારવાની એની આદત ન હતી. આજ નેહા એને માત આપી રહી હતી. આકાશ ધીરે ધીરે એ કેબીનેટ તરફ ગયો. જ્યાં એણે લાયસન્સવાળી પિસ્તોલ રાખેલી હતી…


Rate this content
Log in

Similar gujarati story from Tragedy