Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

4  

Pravina Avinash

Others

માયાળુ શબ્દો

માયાળુ શબ્દો

2 mins
13.8K


કહેવાય છે માયાળુ શબ્દો’ ગોળ કરતાં પણ ગળ્યા’ છે. વાત સત્ય છે.કિંતુ એ શબ્દો માત્ર હોઠથી સરતા હોય અને હ્રદય કાંઈ જુદું જ વિચારે તે શા કામનું. આવું અનામિકાનું કામકાજ. બે મોઢે વખાણ કરતાં લોકો થાકે નહી.
નણંદબા આવ્યા હોય ત્યારે મિસરી જેવી ગળી લાગી હોય તેમ વર્તન કરે.જાય પછી અભિજીતનું માથું ખાઈ જાય. અભિજીત બિચારો શું કરે. એક બાજુબહેન અને બીજી બાજુ બૈરી.  ભલું થજો કે તેના માતા પિતા ગામમાં રહેતાંહતા. ગામમા જાય ત્યારે સાસરીમાં થોડાંક દિવસ્ર રહેવાનું  હોય તેથી બહુ ઝંઝટ ન થાય.
અનુ બહેન પોતે બધું કામ સરળતાથી કરતાં.કામવાળી બાઈ અને રસોઈ કરવાવાળા બહેન વર્ષોથી પરિચિત હતાં તેથી અનામિકાને સાસરીમાં ખૂબ બાદશાહી ભોગવવા મળતી. અભિજીતને થતું હાશ અંહી મને શાંતિથી જીવવા મળે છે. અભિજીતને માતા પિતા સાથે ખૂબ આનંદ આવતો. બાળપણ અંહી ગુજાર્યું હતું.
એક વખત અનુ બહેન અને અનિલભાઈ કોઈ સંબંધીને ત્યાં ગયા હતા. રસોઈ કરવાવાળા બહેનને મુંબઈથી લાવેલી સાડી અને બંગડી અનુબહેનની ગેરહાજરીમાં આપી ઘરની વાતો જાણવાની કોશિશ કરી. બહેનતો ભોળા હતા , વખાના માર્યા નોકરી કરતાં હતા. વાતમાં ને વાતમાં  ખબર પડી કે અનુ બહેન ત્રણેક બાળકોને ભણાવા માટે મદદ કરે છે. બસ પછી તો પૂછવું જ શું.
અનુબહેન પાસેથી બધી વાત માયાળુ શબ્દો દ્વારા કઢાવી. ‘તમે  કેટલું સરસ કાર્ય હાથ ધર્યું છે.’ વિ.વિ. દસ દિવસ સાથે ગુજારી પાછા મુંબઈ આવ્યા. અભિજીત દર મહિને ગામમાં માતા પિતાને પૈસા મોકલતો.તેમની પાસે પૂરતાં પૈસા હતા પણ અભિજીતને ગમતું તેથી મોકલતો. અનુબહેન તેપૈસાનો સદ ઉપયોગ કરતાં. આ વખતે અનામિકા કહે, ‘શામાટે તું આટલા બધા પૈસા મોકલે છે. તને ખબર છે તે પૈસા ક્યાં વપરાય છે? ‘
અભિજીત તો સ્તબ્ધ થઈ ગયો. અનામિકા તું શું કહે છે તેનો તને ખ્યાલ આવે છે. હા, અનામિકા બોલી. તેં કોઈ દિવસ તારી  મમ્મીને પુછ્યું છે એ પૈસાનું શું કરે છે?’ અભિજીત કહે મને તેની જરૂર જણાતી નથી.

હા, તે પૈસા ગામના છોકરાઓને ભણવામાં વપરાય છે. મને અંહી કોઈ વાર તું ખોટા ખર્ચા કરવાની ના પાડે છે. અભિજીત તાળી પાડીને બોલી ઉઠ્યો ,હા તેં જ કબૂલ કર્યું ‘ખોટા ખર્ચા.’ ગામના બાળકો ભણે એ તો આનંદની વાત છે.’ તું જુએ છે ને હું ભણ્યો તો આજે આપણી હાલત કેવી સધ્ધર છે.
અનામિકાના ‘માયાળુ શબ્દ’ અંહી  કારાગત ન નિવડ્યા. અભિજીત અડગ રહ્યો. વાણી કરતાં
વર્તન   ચડે——–

 


Rate this content
Log in