Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

વાત વટેથી

વાત વટેથી

4 mins
7.4K


અમેરિકન વહુ કેથરીનનો પીત્તો સાતમા માળે હતો. તે સંકેતને ખખડાવતા બોલી “મેં તને કહ્યુ હતુંને મારી ડેઝીને હું બેબી સીટર પાસે રાખીશ પણ તારા પપ્પા મમ્મી પાસે નહીં..તેનું કારણ હવે સમજે છે? તેમને ડેઝીને ગાર્ડનમાં લઇ જવાનું કોણે કહ્યું હતું?”

સંકેત માથુ નીચું રાખીને બેઠો હતો.. તેણે પપ્પા મમ્મીને એટલે રાખ્યા હતા કે ડેઝીની કાળજી સારી રીતે લેવાય અને ભારતના સંસ્કાર ધર્મ અને ભાષા સચવાય.. પણ તે બધુ બાજુએ રહ્યું અને ડેઝીના નામે ઘરમાં છ મહીનાનો ખાટલો આવી ગયો. ઝડપથી દોડતી ૭ વર્ષની ડેઝી બાગમાં કુંડાને અથડાઇ અને પગનું હાડકુ ભાંગી બેઠી. તાબડતોબ ૯૧૧માં ફોન કરી તેને પપ્પાએ અને મમ્મીએ ઇમર્જન્સીમાં દાખલ કરાવી અને સંકેતને ફોન કર્યો ત્યારે તેનો પહેલો પ્રતિભાવ એજ હતો.. “તમને કોણે કહ્યું હતું કે તેને બહાર લઇ જાવ?”

પ્રદીપ કહે “સંકેત! બનવા કાળ બની ગયું છે હવે આ પીષ્ટ પેષણ ના કર. સમજ્યો?”

“પણ પપ્પા ડેઝી એવી કેવી રીતે દોડી કે ન તમારું ધ્યાન રહ્યું કે મમ્મીનું?"

હોસ્પીટલમાંથી ડેઝીને ઘરે લઇ જતા સંકેત પપ્પા મમ્મી ઉપર છણકા કરતો હતો. કેથરીન હોસ્પીટલમાં રહેવાની હતી પણ પાટો બંધાયો સ્ક્રુ ચઢ્યા અને આઉટપેશંટ દર્દી તરીકે છુટ્ટી મળી ગઈ હતી.

રાધા કહે “સંકેત આ બન્યા પહેલા ડેઝી તો જબરી આનંદમાં હતી.. ખુબ ખીલી હતી..”કેચ મી” કરીને મને દોડાવતી હતી….અને જોરથી દોડતી હતી.. મેં તેને ના પણ પાડી પણ મારાથી દુર જવા તે જોરથી દોડતી હતી."

કેથરીન બબડી “મમ્મી મારી છોકરીને ખોડ રહી જશે તો? તમે આવા બેદરકાર કેમ રહી શકો.. ડેઝી તો હજી નાની છે.. મને તો એવી રીસ ચઢી છે ને કે શું કરી નાખુ?”

પ્રદીપ અંદરથી તો ધુંધવાતો હતો પણ કમાતી અને પાછી અમેરિકન વહુ… રૂઆબ પણ ના કરાય.. બાકી મજાલ છે કે સાસુ સસરા સામે ચું કે ચાં થાય! અને આ તો એક્સીડંટ હતો.

રાધાથી ચુપ ના રહેવાયું તે બોલી "કેથેરીન આતો અકસ્માત હતો.“

વિફરેલી કેથેરીન કહે “અહીંના કાયદા પ્રમાણે અમારી પરવાનગી વગર તમે ડેઝીને ઘર બહાર કાઢી જ કેમ?"

રાધા કહે “ડેઝી તારી છોકરી છે તેમ સંકેતની પણ છે અને અમે તેના ગ્રાંડ પેરેંટ છીયે..અમને તેને બહાર લઇ જવું ગમ્યું અને લઇ ગયા તેમાં શું મોટું આભ તુટી ગયું?”

“આ છોકરીને છ મહિનાનો પાટો આવ્યો તે કંઇ નાની વાત નથી.”

“સંકેત કેથેરીનને કહે સહેજ માન રાખે.. આ કંઇ જાણી જોઇને નથી કર્યુ..અકસ્માત છે..“ પ્રદીપ બોલ્યો.

“પપ્પા અને મમ્મી તમે શાંત બેસશો? કેથરીનની જેમ મને પણ હવે તો તમારી આવી બેકાળજીથી ત્રાસ થાય છે. સોરી કહીને વાતને શાંત પાડવાને બદલે આ કયો નવો ઝઘડવાનો મુદ્દો લૈને બેઠા છો?”

રાધા તો હબકી જ ગઈ.. આ તેનો સંકેત?

થોડીક ચુપકીદીભરી ક્ષણો ગઇ અને રાધા હીબકે ચઢી ગઇ. તેને સોરી કહેવાની વાતથી જબરદસ્ત આંચકો લાગ્યો.

પ્રદીપ રાધાને છાની રાખતા બોલ્યો “કેથરીન સોરી.. પણ હવે તમને બેબી સીટર મળે ત્યાં સુધી જ અમે અહીં છીયે. સંકેત અમે ભારત ભેગા થઇએ તેવી વ્યવસ્થા કરી દેજે.”

ઘર આવી ગયું હતું રાધાના હીબકાં અને ડેઝીના ઉંહકારા સાથે ગરાજ બંધ થવાનાં અવાજમાં દબાઇ ગયા હતા.

રીસ અને ગુસ્સો ચારે જણાને ઘરમાં દાખલ થયા પછી જુદી જુદી દિશામાં લઇ ગયો.

રાત વધતી જતી હતી રાધા અને પ્રદીપ નીચેના બેડરુમમાં અને સંકેત અને કેથી ઉપરના બેડરૂમમાં પોત પોતાની સચ્ચાઇ ઉપર ઝઝુમતા હતા. કદાચ વહેલી સવાર સુધી સૌ પાસા ઘસતા હતા.

સવારે સાત વાગે બોસ્ટનથી જનક મામાનો ફોન આવ્યો ત્યારે ફોન ઉપર સંકેત બોલ્યો “હા મામા ડેઝીને હોસ્પીટલથી ઘરે તો લઇ આવ્યા છે પણ પપ્પાએ અલ્ટીમેટમ આપી દીધું છે.“

“શાનું?”

“કેથી અને મમ્મીની ટક ટક ઘટે માટે “બેબી સીટર શોધી લેવાનું અને અધુરું હોય તેમ ભારત જવાની ટીકીટ કઢાવવાનું?”

“પણ ભાણાભાઇ કહોતો ખરા શું થયું?”

“ડેઝીએ મમ્મી અને કેથી બંનેની લાડલી.. પણ પહેલો હક્ક કેથીનો.. ખરુંને ? હવે તેને રડતી જોઇ એનું અને મમ્મીનું બંનેનું લાગણીઓથી મન ભરાઇ જાય.”

"સ્વાભાવિક છે.”

“કાલે ફોન ઉપર વાત કરી હતી તેમ અમને પુછ્યા વિના ગાર્ડન ફરવા લઇ ગયા હતા. અને તે દોડા દોડી કરવામાં અથડાઇ અને ફ્રેક્ચર થયું હોસ્પીટલમાંથી તેને પાછા લઇ જતા હતા અને અમેરિકન વહુ અને ભારતીય સાસુમાને થઇ ગઇ બોલા બોલી.. મેં લીધો કેથીનો પક્ષ અને પપ્પાએ મમ્મીનો.. વાતનું વતેસર થઇ ગયું. હવે હું કોને સમજાવું અને કોને નહીં?”

“ભલે ફોનની લાઇન ઉપર તું રહે અને મમ્મીને આપ.”

“મામા હમણા નહીં.. હું તેમનો જ છોકરો છું ને.. હું તેમની મન માની નહીં કરું અને કરવા પણ નહીં દઉં.”

“એટલે?”

“અરે હમણા ઘરમાં તેમની ખરેખર જરૂર છે ત્યારે વાતને વટે થોડી ચઢાવાય?"

“ના જ ચઢાવાય પણ પ્રદીપકુમાર મમ્મી કરતા જુદી માટીના છે.”

હા અને કેથી પણ કંઇ ઓછી માયા નથી પાકી અમેરિકન છે. મને તો થોડો સમય જોઇએ છે બંનેને ઠંડા કરવામાં.

ત્યારે ફોન નો ત્રીજો છેડો બોલ્યો “જો સંકેત! મમ્મીને કે મને બીલકુલ ખોટું નથી લાગ્યું.. અમને ચિંતા તારા લગ્ન જીવનની એટલે મેં તો તે ના બગડે તેથી આવું કહ્યું હતું. હું સમજી શકું છું કે કેથી જે કહે છે તે કેથી નથી કહેતી પણ તેનામાં રહેલી મા કહે છે.. અમે ઠંડા જ છીએ પણ.." રાધાના મોંમાંથી છુપાયેલું ડુસકું સરી પડ્યું…

વાત ચાલતી હતી ત્યાં ડેઝીએ બુમ પાડી..”દાદીમા!”

કેથી અને રાધા બંને એકી શ્વાસે પોતપોતાના રુમમાંથી ડેઝીના રૂમ ભણી દોડ્યાં..!

બંને પપ્પાઓ ભાગતી મમ્મીઓને જોઇ મુંછમાં મલકાઇ રહ્યા. જનક મામા પણ સમજીને ફોન ઉપરથી હટી ગયા.. વાત વટેથી ઉતરી ગઇ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy