Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Drama Fantasy Thriller

3  

Alpesh Barot

Drama Fantasy Thriller

રહસ્ય:૧૯

રહસ્ય:૧૯

5 mins
14.3K


દરેક સંસ્કૃતિ, સભ્યતા કેટલી સારી કેટલી મહાન છે. તે જાણવાં માટે તે જે તેની છાપ છોડી ગયા છે. તેનાં અસિમો, તેના અવશેષો જ તેની મહાનતાનું પ્રમાણ આપી દે છે. એક નાનકડાં ગામનાં શિવમંદિરની ચાવી આટલાં દૂર ટાપુ ઉપર પોહચાડવાંવાળા લોકો કેટલાં મહાન હશે? આજનાં આટલાં આધુનિક યુગમાં, એડવાન્સ ટેકનોલોજી હોવા છતાં અહીં સુધી કોઈ પહોંચી નથી શક્યું. તે લોકો કેવી રીતે અહીં આવ્યા હશે? કેવી રીતે તેઓએ આ સુરંગ બનાવી હશે? તમામ વસ્તુઓ, તમામ માહિતીઓ તે અહીં સુરંગની દીવાલો પર કોતરી ગયા છે. પણ આપણે જ તે સંસ્કૃતિ તે ભાષા વિસરાવી દીધી છે. હજારો વર્ષ પછી પણ કોઇ અહીં આવશે, તેની તેઓએ તૈયારી રાખી હતી. તે અમારી ભાષા જાણે છે. પણ અમે તેની ભાષા નથી જાણી શકતાં. તે સંસ્કૃતિ મહાન કેમ હશે ખબર છે? આપણે નાત,જાત, રીતિ,રિવાજોમાં જ રચ્યાં પચ્યાં રહ્યા. જ્યારે તે સભ્યતાનાં પ્રાણીઓનો પણ એક આગવું સ્થાન હતું. માન હતું!

****

"આગળ જતાં પહેલાં મારે તમને અહીંનાં કેટલાક નિયમો સમજાવવાં છે." ભલ્લુકે કહ્યુ.

"નિયમો કેવા નિયમો?" અજયે કહ્યું.

"હવે આગળ તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે."

"કંઈ સમજાયું નહીં? ભલ્લુક" રાજદીપે કહ્યુ.

"હવે વનવાસીઓ અહીંથી આગળ નહીં આવી શકે...."

"નહીં આવી શકે, પણ કેમ?"

"અહીંનાં નિયમ છે. જે તમારે ફરજિયાત માનવાનાં છે. તેથી વિશેષ હું પણ કંઈ નથી જાણતો. મને તમારી મદદ માટે અહીં રાખ્યો છે."

"આપણે હવે નીકળવું જોઈએ"

ભલ્લુકે, વનવાસીઓને તેની ભાષામાં સમજાવ્યું. પણ વનવાસીઓ અહીંથી જવાં તૈયાર ન હતાં. બને પક્ષ વચ્ચે જોરજોર થી આરગ્યુમેન્ટ ચાલતી હતી. વનવાસીઓ અમને ઈશારો કરી આગળ વધવાનું કહ્યુ.

"ભલ્લુક, વનવાસીઓનાં અમે આભારી છીએ, જો તે અમારી સાથે ન હોત, તો અમે અહીં સુધી પોહચી જ ન શકયાં હોત.અમે બધાં તેનાં ખૂબ આભારી છીએ, બસ આટલું તમે વનવાસીઓને કહી દેજો." રાજદીપનાં કહેવાથી ભલ્લુકે વનવાસીઓને કહ્યુ.

વનવાસીઓનાં ચેહરા પરથી લાગ્યું નહી, કે તેને અમારો અભિવાદન ગમ્યું હોય! ના તો તેઓએ કોઈ જ જાતનો ઉત્તર ન આપ્યો.. તે સુરંગની બહાર તરફનાં દરવાજા તરફ આગળ વધી ગયાં.

અમે સુરંગની બનાવટ, તેની કારીગરી પર કાયલ થઈ ગયાં હતાં. અંદરો અંદર વાતો કરતાં અમે આગળ વધી રહ્યા હતાં રીંછ અમારાથી આગળ હતો. અમે તેની પાછળ-પાછળ,

ભલે અમે વનવાસીઓની ભાષા નહતાં જાણતાં પણ તેઓ જયાં સુધી અમારી સાથે હતાં. ત્યાં સુધી અમે નિશ્ચિન્ત હતાં. જયારથી તેઓ ગયા છે. સુનુંસુનું લાગતું હતું. કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો.

સુરંગમાં થોડા આગળ જતાં. ભલ્લુકે દિવલ પર કંઈ હાથ વડે આકૃતિઓ દોરી, જે રીતે આપણે ફોન અનલોક કરવાં પેટન દોરીએ. એક ખુફિયા દરવાજો ખોલ્યો. દરવાજાની અંદર એક્સેલેટર હતું. જે વળાકં લઈને ઉપર તરફ ગતિ કરી રહ્યા હતાં.

"એક્સેલેટર? તે પણ આ સુરંગમાં." પ્રિયાએ કહ્યું.

આ લોકો આટલાં એડવાંસ હતાં. કે ગુફાની અંદર પણ એક્સેલેટર બનાવી."

"ચલો ચલો જલ્દી કરો. આપણી પાસે સમય ઓછો છે." ભલ્લુકે કહ્યું.

"એક મિનિટ કોઈ આગળ ન વધતાં. આ રસ્તો ખોટો છે. તે તમને મણી તરફ નહી. મોત તરફ લઈને જશે..." બીજો સફેદ બોલ્યો.

"તમે કોણ છો?"

"હું ભુલ્લક છું." રીંછે કહ્યું.

"ના, હું ભુલ્લક છું. આ ભ્રમ છે. તે તમને મણી તરફ જતાં રોકે છે. મારી સાથે ચાલો, આ ગુફા હવે થોડી જ ક્ષણોમાં બંધ થઈ જશે પછી ક્યારે પણ નહીં ખુલે..."

"તે જૂઠું બોલે છે. તે તમને મણી તરફ નહી, મોત તરફ લઈ જશે."

"મને લાગે છે. આપણે આ ગુફામાં જવું જોઈએ." અજયે રાજદીપનાં કાન પાસે આવીને કહ્યું.

"ફક્ત પાંચ મિનિટ રાહ જોઈએ. હમણાં જ ખબર પડી જશે આમાંથી કોણ સાચું છે. કોણ ખોટું." રાજદીપે કહ્યુ.

"પાંચ મિનિટમાં તો આ દરવાજો હંમેશ માટે બંધ થઈ જશે...."

"હું દરવાજો બંધ થવાની જ રાહ જોઉં છું...." રાજદીપે કહ્યુ.

"જલ્દી ચાલો, દરવાજો બંધ થઈ રહ્યો છે."

બધાનાં ચેહરાં પર ડરની રેખાઓ હતી. ખરેખર દરવાજો હંમેશા માટે બંધ થઈ જશે? રાજદીપે બધાને રાહ જોવાનું કહ્યુ....

દરવાજો લિફ્ટનાં દરવાજાની જેમ બંધ થઈ ગયો.

"ભલ્લુંક ફરીથી તે પેટન ડ્રો કર...."રાજદીપે કહ્યું.

"હું સાચું કહું છું. તે દરવાજો હવે નહિ ખુલે..."

"અમારી માટે તું પેટન ડ્રો કર દરવાજો ખુલે કે ન ખુલે..."

રીંછે પેટન ડ્રો કરી પણ દરવાજો ખુલ્યો નહિ.

"મેં કહ્યું હતું ને આ દરવાજો હવે ક્યારે પણ નહિ ખુલ્લે."

રાજદીપે બીજા ભુલ્લક કહ્યું "તને આ દરવાજાનો લોક ખબર છે?"

તેને તરત હા કરતા માથું ધુણાવ્યું.

બીજો રીંછ તેવું ઈચ્છતો ન હતો. તેથી તેણે બીજા રીંછ ઉપર હુમલો બોલી દીધો... બંને વચ્ચે ખૂબ મારા મારી થઈ, આખી સુરંગ તેનાં અવાજથી ગુંજી રહી હતી.

"મને પહેલાથી જ આની ઉપર શક હતો. તે આપણી મદદ કરવાં નહિ પણ આપણે ગુમરાહ કરવાં આવ્યો છે." રાજદીપે કહ્યું.

"તમને કેવી રીતે જાણ થઈ?"

"બસ હવે થોડી જ વાર, સત્ય તમારી સામે હશે"

એક રીંછ ઘાયલ અવસ્થામાં ખૂણામાં પીડાથી કરગરી રહ્યો હતો. બીજો રીંછ અમારી આવીને બોલ્યો. "આપણે હવે અહીંથી નીકળવું જોઈએ."

"હું અસલી ભુલ્લક છું."

"ખોટું બોલી રહ્યો છે.અસલી ભુલ્લક હું છું." જમીન પર પીડાથી કરગરતો રીંછ બોલ્યો.

"કોણ સાચો ભૂલ્લક છે. તેની જાણ હમણાં જ થઈ જશે... કોણ સાચું કોણ ખોટું તેનો નિર્ણય હવે હું લઈશ. " રાજદીપે કહ્યુ.

"ઠીક છે. "બને રીંછ સહમત થયા.

"મારી એક શરત છે. હું આ નિર્ણય લઉં તે પહેલાં આ સુરંગની પેટન ડ્રો કરી સુરંગનો મુખ ખોલવામાં આવે....."

શરીરનાં પાછળનાં ભાગે નાનું કાળો નિશાન ધરાવતો રીંછ પોતાની જગ્યાથી હલયો નહિ... સફેદ બેદાગ રીંછ ઉભો થઈને આગળ આવ્યો. તેણે દિવાર પર પેટન ડ્રો કરતાં જ ગુફાનો મુખ ખુલી ગયો.

"બન્ને ભુલ્લક ગુફાનાં દ્વારા પાસે ઉભા રહી જાવ..."રાજદીપનાં કહેવાથી બને રીંછોએ તેવું જ કર્યું. તે ગુફાનાં મુખ પાસે આવી ઉભાં રહી ગયાં.

રાજદીપે એક ભુલ્લક તરફ આંખ મિચકારી... આગલી વખત જ્યારે ગુફા ખુલી ત્યારે તેનાં બંધ થવાનાં સમયનો અનુમાન રાજદીપે મેળવી લીધો હતો. સંપૂર્ણ સફેદ ભુલ્લકે રાજદીપ સાથે બીજા ભુલ્લક જોરદાર ધક્કો માર્યો.

તે એક્સેલેટરની ગતિ સાથે ઉપર તરફ વધી ગયો. ગુફાનું મુખ બંધ થઈ ગયું.

"ધન્યવાદ મારી ઉપર ભરોશો કરવા બદલ..." ભુલ્લક બોલ્યો.

"રાજદીપ તમે કઈ રીતે જાણ્યું કોણ આપણો મિત્ર છે. કોણ આપણો શત્રુ?" પ્રિયાએ કહ્યું.

"આપણે જ્યારે સુરંગની અંદર પ્રવેશ્યા ત્યાં દીવાલો પર ઘણાં બધાં ચિત્રો હતાં. આ ચિત્રોમાંં બે રીંછનાં ચિત્રો પણ હતાં. એક રીંછની પૂંછ ઉપર નિશાન હતો. જ્યારે બીજા રીંછનાં ચિત્ર પર કંઈ જ નહતું."રાજદીપે કહ્યું.

"તે તો ફક્ત કોતરેલા રંગહિન ચિત્રો હતાં. તેની ઉપરથી કઈ રીતે ખબર પડી?" કલ્પેશે કહ્યું.

"હા, હું જાણું છું. તે રંગહિન ચિત્રોમાં કઈ રીતે ખબર પડી... આ એક જાળ હતું. ચિત્રમાં પણ એક રીંછનાં પાછળનાં ભાગમાં એક નાનકડું બિંદુ હતું. તેનો ચેહરો ખંડિત હતો."

"હજારો વર્ષ જૂની આ ગુફામાં કોઈ બીજા કારણે પણ તે તૂટી શકે છે." પ્રિયાએ કહ્યું.

"ના....બીજા કારણે નહતું તૂટ્યું... ત્યાંનાં બધાં જ ચિત્રો જેમનાં તેમ હતાં. ફક્ત એક રીંછનાં ચિત્રને છોડીને આ એ ઈશારો હતો. ત્યાર પછી જે રીતે તેનું વર્તન હતું. તે જોઈને મને તેની ઉપર શંકા થઈ. તે રીંછની ચોરી પકડાઈ ગઈ. ત્યારે તેણે આપણે ઉલઝાવવા બીજા રીંછ ઉપર તુટી પડ્યો. તે રીંછને એવું લાગ્યું મેં તેની પીઠ પાછળ રહેલો નાનો નિશાન કોઈની નઝરે ચડ્યો નથી. આટઆટલું થયા છતાં તે

ભોળપણનો નાટક કરતો હતો. જાણે કંઈ થયું જ ન હોય!

જ્યારે મેં સુરંગ ખોલવાનું કીધું ત્યારે તે ચાલાકી પૂર્વક આગળ ન આવ્યો." રાજદીપે કહ્યું.

ક્રમશ.


Rate this content
Log in

Similar gujarati story from Drama