Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

3  

Pramod Mevada

Others

અપૂર્ણતાનો અહેસાસ - ભાગ ૧

અપૂર્ણતાનો અહેસાસ - ભાગ ૧

2 mins
7.5K


સવારના સાત વાગ્યા છે. તૃપ્તિએ હાથમાં ચાનો કપ લઈ ન્યૂઝ પેપર વાંચવાનું શરૂ કર્યું. આ તેનો નિત્યક્રમ હતો.

હાથમાં ચાનો કપ, આહલાદક શીતળ સોનેરી સવાર, ન્યૂઝ પેપર અને એનો માનીતો હીંચકો. અર્ધો કલાકની આ રોજિંદી ઘટમાળ. વર્ષો પછી પણ એમાં કોઈ ફરક પડ્યો ન હતો. તૃપ્તિ પોતે જ કહેતી કે આ સવારનો અર્ધો કલાક એ પોતાના માટે જીવે છે. પછી શરૂ થતી રોજિંદી ક્રિયા જેમાં બપોરના બાર ક્યાં વાગી જતા એને ખુદનેય સમજાતું નહીં.

દીકરી દીકરાના સ્કુલની તૈયારી... પતીદેવનું ટીફીન... સહુ માટે નાસ્તો અને પછી સમય થતા સહુ પોતાના ગંતવ્ય સ્થાને જવા નીકળી પડતાં... પછી તૃપ્તિ સાચે જ એકલી હોવા છતાંય એકલતા ન અનુભવતી કામના ભારણ હેઠળ. પણ ક્યારેક ક્યારેક એ પોતે વિચારતી કે આખરે શુ મળ્યું એને? આટલી ઘરસંસારની જવાબદારીમાં ઓતપ્રોત થઈને એને જે જોઈએ છે તે મળ્યું છે ખરા!

આજે કંઈક અલગ જ સવાર હતી એના માટે. ઘરમાં એના સિવાય કોઈ ન હતું. પતીદેવ, દીકરો, દીકરી બધા બહારગામ હતા એટલે કામની કોઈ ઉતાવળ ન હતી. ન્યૂઝપેપર પૂરું વાંચી જરાક આંખો મીચી એ બે મિનિટ શાંત બેસી અને ક્યારે મનમાં વિચારો શરૂ થઈ ગયા એની ખબર પણ ન પડી.

નાનપણથી લાડકોડમાં ઉછરેલી તૃપ્તિ નજર સમક્ષ તરી આવી. બ્રાહ્મણ કુટુંબમાં મર્યાદા છતાં સંસ્કારનું સિંચન પામેલી તૃપ્તિને કોઈ જ પાબંદી ન હતી. કાઈ જ રોકટોક ન હતી એના પર એના મમ્મી પપ્પાની.

એ એવું દ્રઢપણે માનતા કે બાળકને સંસ્કાર જ એવા આપો કે તેનું ધ્યાન તે જાતે રાખતા શીખે. તૃપ્તિ કદાચ એટલે જ બીજા બાળકો કરતા વધુ તેજસ્વી હતી. અભ્યાસમાં, ઈત્તર પ્રવૃતિઓમાં, બધે તેનું નામ ગાજતું અને તેના મમ્મી પપ્પા હરખાતા પણ ખરા. એમ કરતાં કરતાં તૃપ્તિ જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે તેને સારું ઘર... સારું વ્યક્તિત્વ જોઈ પરણાવી.

સાસરે આવતા જ તૃપ્તિને ખ્યાલ આવ્યો કે તેના પિયર કરતા તદ્દન વિપરીત વાતાવરણ છે. બેરોકટોક ફરતી તૃપ્તિને હવે જાણે કે વાતે વાતે બધાની પરવાનગી લેવી પડતી. ઘણી વખત કહેવાતા સંસ્કારના અંચળા હેઠળ તૃપ્તિને ન ગમતા કામ પણ કરવા પડતા.

પીયર કરતાં તદ્દન વિપરીત રસોઈ. એ પણ બધા માટે અલગ અલગ પ્રકારની. પતીદેવ ભલે બ્રાહ્મણ પણ સવારે નાસ્તામાં ઓમલેટ જોઈએજ. સાસુસસરાને હળવો નાસ્તો અને કડક મીઠી ચા. એમ કરતાં કરતાં સાસરીમાં એડજસ્ટ થતા તૃપ્તિને એક વરસ ક્યાં વીતી ગયું ખબર પણ ન પડી.

એક દિવસ સવારે તૃપ્તિને ચક્કર આવ્યા અને તે રસોઈ કરતા કરતા રસોડામાં જ પડી ગઈ...(ક્રમશઃ)


Rate this content
Log in