Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aswin Patanvadiya

Abstract Romance

5.0  

Aswin Patanvadiya

Abstract Romance

દમયંતી

દમયંતી

3 mins
15.1K


હું ઑફિસ જવા બસ સ્ટેન્ડ પહોંચ્યો, ત્યાં મેં સામેથી મધ્યમ કદની એક સ્ત્રીને આવતા જોઇ. હું માત્ર તેના અર્ધબંધ ચેહરાને જોય શક્યો, કારણ કે તેને ઠંડીના કારણે, કે પછી આજની ફેશનને અનુસરી મ્હોં પર સ્કાફ બાંધેલ હતો. જેમ ચંદ્રમાં તેની અર્ધ કળાએ વધારે સુંદર લાગે તેમ, આ સ્ત્રીનો અર્ધબંધ ચહેરો પણ મને વધારે સુંદર લાગતો હતો. અચાનક એક ગાડી ફુલ સ્પીડથી હૉર્ન વગાડી પસાર થઇ. તેના પવનના ઝોકાથી તેના મોંઢા પરનો સ્કાફનો એક છેડો છૂટી હવામાં લેહરવા લાગ્યો. જાણે કે મારી સાથે ખુદા પણ, તેનો ચહેરો જોવા આતુર હશે ? સ્કાફ છુટતાં મારી નજર તેના ચેહરા ઉપર જ મંડાઈ, તેનો ચહેરો જોતાં જ મેં વિજનો ઝબકારો અનુભવ્યો.અરે! આતો ગૌરી, હું ને ગૌરી બારમાં ધોરણમાં સાથે જ ભણતા

હતા.

ગૌરી એટલે ગૌરી, ગૌરી તેના નામ પ્રમાણે જ હતી, જેટલી ગૌરી તેટલી ઘાટેલી પણ ખરી. સાથે ભણવામાં પણ વધારે હોંશિયાર. તેના આવા વ્યક્તિત્વથી સૌં વિદ્યાર્થીઓ સૂર્યમુખીના ફૂલનો જ અભિનય કરતા જોવા મળતા.

એકવાર ક્લાસમાં સર પ્રેમાનંદકૃત નળાખ્યાનનું એકાદ કડવું અમારા અભ્યાસક્રમમાં હોવાથી, હંસ અને નારદમૂનીએ કરેલ દમયંતીના રૂપનું વર્ણન, સાહેબે સહજરીતે વ્યાખ્યાન કરી સંભળાવ્યું. આખું કડવું પૂર્ણ થતાં, સાહેબે પ્રશ્નોતરી ચાલુ કરી.

સાહેબે કહ્યું: "ચાલો, હવે તમે દમયંતીના રૂપનું વર્ણન વિસ્તારથી કરી બતાવો ?" આ પ્રશ્ન દરેકના માથે ભમી, મારા સુધી આવ્યો.

"ચાલ, અમિત હવે તું દમયંતીના રૂપનું વર્ણન વિસ્તારથી કરી બતાવ ?"

સાહેબ જ્યારે હંસે અને નારદમુનીએ કરેલ, દમયંતીનાં રૂપ વિશે વિસ્તૃત સમજ આપતા હતા, ત્યારે મને નળાખ્યાનની દમયંતીની જગ્યાએ મને તો મારા વર્ગખંડની ગૌરી જ દેખાતી હતી. એટલે મનમાં શું સુજ્યુ કે , મારા મુખમાંથી ઉત્તર સરી પડ્યો કે" દમયંતીનું રૂપ એટલે કે, આ ગૌરીને જ જોય લો, સાહેબ..."

આખા દશ પાનાનો જવાબ મેં માત્ર, એક લીટીનાં દશમાં ભાગમાં આપી દીધો.

આખો ક્લાસ ખડખડાટ હંસી પડ્યો. ને સરના એક હાથનો સપાટો, મારા ગાલ પર ધસી પડ્યો. ત્યારબાદ સર લાલ આંખ કાઢી બોલેલા પણ ખરા,.તો તો તમે પોતાની જાતને નળરાજા જ માનતા હશો ને! એમ કહી તેમને બે હાથમાં બે સોટી પણ મારેલી.

બસ ત્યારબાદથી તો ગૌરીનુ દમયંતી તરીકે સંબોધન થવા લાગ્યું. અને બીજે દિવસે ગૌરી સ્કુલમાં ન^તી આવી. ત્યા મિલન આવી કેહવા લગ્યો, અરે યાર અમિત દમયંતી તો, અરે સોરી ગૌરી તો સ્કુલમાંથી દાખલો કઢાવીને જતી રહી. મિલનના એ શબ્દો પુર્ણ થાય તે પહેલાં હું, વિમાનની પાંખે ઑફિસમાં ગયો. જઇ, સાહેબને મળ્યો. સાહેબ કોકનુ ભણતર છોડાવી,હું નહિ ભણી શંકુ.

સરે મને ખૂબ સમજાવ્યો,પણ હુ એક નો બે ન થયો. ત્યારે મને જતા અટકાવી, સાહેબ બોલેલા કે તે દિવસે તને ગૌરીમાં દમયંતી દેખાતી હતી. મને આજે તારામાં નળ દેખાય છે. પછી મેં ભીની આંખે સ્કુલ છોડી દીધેલી. આજે ખરેખર રણપ્રદેશ જેવી મારી આંખે પણ ભીનાશનો અનુભવ કર્યો. મેં એ ભીનાશને રૂમાલ વડે લૂછતા. મેં તે સ્ત્રીને પૂછયું. માફ કરજો... તમે ગૌરી તો નથી ને ?

તેમને જવાબ આપતા કહ્યું, ના હું ગૌરી નથી..

હું મૂંઝાયો...

મને મૂંઝાયલો જોઇ તે બોલ્યા, હું ગૌરી તો નથી, પણ હું દમયંતી છું…


Rate this content
Log in

Similar gujarati story from Abstract