Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

પદાર્થ પાઠ

પદાર્થ પાઠ

2 mins
14.4K


તે સમજી શકતી નહોતી કે લગ્ન પહેલાં અને લગ્ન પછી આટલો માણસ બદલાઈ જઈ શકે. સ્મીતાને મન તો સપ્તપદીના સાત ફેરા એટલે સાત ભવનું બંધન. જ્યારે હર્ષનો હરખ તો હનીમુન પૂરતો પણ ન રહ્યો. સ્મિતાને મન હર્ષ એટલે સાત દરિયા જેટલી યુવા તરસોને ક્ષણ માત્રમાં ઈલમી હાસ્યથી દૂર કરતો જાદુગર… કંઇ કેટલાય શમણા સજાવતી નવવધુ ભારતથી આવી પણ અમેરિકાની ધરતી પર મુકતાં જ સ્મિતાને બીજા હર્ષનો અનુભવ થયો.

“સ્મિતા કસરત કર નહિંતર તારી મા જેવી જાડી થઈ જઈશ.”

“સાવ ગમાર છે તે હજી પેરીસ જોયું નથી?”

“તારા બાપાએ લગ્નમાં જેટલો પૈસો વાપર્યો તેના કરતાં તેટલા ડોલરની સીડી કરી હોત તો લેખે લાગત.”

“સાવ ખાલી હાથે આવતાં તને લાજ નથી આવતી?”

“તું નોકરી કરવા જાય તો ગાડી તારા બાપને ઘરેથી લાવવી હતીને?”

“ઘરે તારા તું શેની પૈસા મોકલવાની વાત કરે છે?”

“તારા ભણતરની લોન મારે કેમ ભરવાની?”

સ્મિતા અમેરિકા નિવાસના પાંચમે દિવસે સમજી ગઈ કે લગ્ન પહેલાની મીઠી મીઠી વાતો કરતો હર્ષ ખરેખર તો પૈસાનો ભુખ્યો છે. હવે લગ્ન થઈ ગયા ક્યાં જશે? એનો ભ્રમ તોડવા સ્મિતાએ પહેલું ઘુરકીયું કર્યુ...

“હર્ષ તને ખબર છે લગ્ન એટલે શું?”

“સપ્તપદીનાં ફેરા દરમ્યાન બ્રાહ્મણ તને સમજાવતો હતો ત્યારે ઉંઘતો હતો?”

“હું પરણીને તારે ત્યાં આવી છું. મારી ફરજ તને જમાડવાની, તારુ ઘર જળવવાનું અને તારો વંશ વધારવાનો. અને તારી ફરજ હું જીવું ત્યાં સુધી પાલવવાની અને ઘર માટે કમાવાનું.”

હર્ષને લાગ્યું કે આ ગમાર તો જબરી છે.

હર્ષે તેની મમ્મીને વાત કરી.

“આપણને તો એમ કે સહેજ દબડાવશુંને તો તેના ઘરેથી દાયજો લાવશે પણ આ તો લાવવાવાળી આ નથી.”

થોડીક ચણભણને અંતે બે લાખ ડોલરની માન હાનીના દાવા સાથે પંદર જ દિવસમાં સ્મિતાએ ઘર છોડ્યું. આખી જિંદગી કમાતી છોકરીના પૈસે ઘર ચલાવશું ના નપાણીયા હર્ષે ભુંડી નામોશી અને બદનામી સાથે બીજે મહીને છેડાછુટા કર્યા… ગમાર અને દેશી છોકરીઓને ફસાવતા નપાણીયા અમેરીકા બોર્ન કન્ફ્યુઝ્ડ દેશીને આવો પદાર્થ પાઠ શીખવતી સ્મિતા આજે સ્વમાન ભેર ભારત ભેગી થઈ અને ૭૮ લાખ રુપિયા ઉપર મજાથી જીવન જીવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational