શબ્દોના બાણ
શબ્દોના બાણ
1 min
7.3K
આજે અપેક્ષા ને આરવ વચ્ચે ઝગડો થયો. નાનકડી વાત મોટી થઈ. રાઈનું પહાડ બન્યું. "મને તારો ચેહરો જ ના બતાવતો.." શબ્દોના બાણથી વીંધાઈ આરવ ગાડી લઈ નીકળી ગયો. ગુસ્સામાં ગાડીનું નિયંત્રણ ચૂક્યું. જયારે અપેક્ષાએ એનું પાર્થિવ શરીર જોયું તો ચેહરો સફેદ ચાદર પાછળ ઢંકાયેલો હતો ને કાનોમાં એજ શબ્દો ગુંજી રહ્યા.."મને તારો ચેહરો જ ના બતાવતો.."