Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દક્ષેશ ઇનામદાર

Drama Thriller

4  

દક્ષેશ ઇનામદાર

Drama Thriller

અસ્થિકુંભ

અસ્થિકુંભ

36 mins
1.1K



સરિતા રૂમમાં આવી. થોડાક સમય એનાં બેડરૂમમાં આવેલી ખુરશી પર બેસી રહી. એને આજે કંઈ ચેન નહોતું પડતું અકળામણ વધી રહી હતી મનમાં ઊંડે ઊડે એને ગ્લાની થઇ રહી હતી. એને હતું મારાથી કોઇ ભૂલ ના થાય હું આવું પાપ કેવી રીતે કરી બેઠી ? એને પોતાની જાત ગુનેગાર લાગી રહી હતી એને થયું હું મારી જાતને જ માફ નહીં કરી શકું ઊંડે મનમાં પોતાનો અપરાધ ભાવ એને ખાઈ રહેલો એવું ચેન એનો આનંદ ખૂંચવાઇ ગયેલો. નાસ્તિક તો હતી જ પરંતુ એને વાસ્તવિક જગત પણ એનું વેરી લાગી રહેલું.


   અનાયાસે એની નજર એનાં બેડરૂમનાં વોર્ડડ્રોબ પર પડી. એ જોઇ રહી. થોડીવાર પછી ઉભી થઇને વોર્ડડ્રોબ પાસે આવીને ખોલ્યો અને વચ્ચેનાં ખાનામાં એની નજર સ્થિર થઇ ગઇ. એ અપલક નજરે જોઇ રહી ધીમે ધીમે એનું મન નબળું પડવા લાગ્યું. એનાં હૈયામાં તોફાન ઉઠવા લાગ્યા. એનું હૃદય કૂણૂ પડીને... આંખોમાં આંસુનાં તોરણ બંધાયાં એ ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠી એનાં હાથ ઉંચકાયા ખાનામાં રહેલી વસ્તુને પકડવા. પરંતુ હિંમત નહોતી થતી. એ એક અસ્થિકુંભ હતો. માટીનાં કૂંડમાં મૂકેલાં અસ્થિ એનાં પર લાલ સુતરાઉ કાપડ બાંધેલું હતું. એ અસ્થિ એનાં એક સમયના પ્રેમી-પ્રિયત્તમ-પતિ સાગરનાં હતાં. હજી સુધી એ અસ્થિ પધરાવી શકી ન હોતી. શરીતા ફરી જૂની યાદોમાં ખોવાઇ ગઇ.....


   સુર સુર ક્યાં છે ? ક્યારનો તને બુમ પાડી રહ્યો છું. સાગરે સરીતાને જોતાં જ કહ્યું સાગર સરીતાને લાડમાં સુર કહેતો. એ કહેતો તુ મારા જીવનમાં સરીતા બનીને મારામાં ભળી ગઇ. મારા જીવનનો મધુર સૂર છે તું મારી ખૂબ વ્હાલી સરીતા તું સર્જાઇ જ છું ફક્ત મારા માટે જ અરે મારા સાગર સમ્રાટ અહીં જ છું. તમારા કપડાની જોડી સરખી કરીને કબાટમાં મૂકતી હતી. થોડીવારમાં તો કેટલી બૂમાબૂમ કરી નાંખી સહેજ પણ ધીરજ જ નથી અને મીઠો છણકો કરીને સાગરને વળગી પડી. સાગર કહે" હું તને એક પળ પણ આઘી નથી કરી શકતો નથી જોઇ શકતો. તું જ મારું સર્વસ્વ છે એમ કહી સરીતાને વ્હાલથી ચૂમી ભરી લીધી. સરીતા પણ મસ્તીનાં મૂડમાં હસી બીજો ગાલ ધરી કહે અહીં સાગરે ત્યાં ચૂમી લીધી પછી કપાળ બતાવ્યું પછી આંખો, પછી ચીબૂક અને પછી સાગરે બધેજ ચૂમી ભર્યા પછી એનાં હોઠ સરીતાનાં હોઠ પર મૂકી દીધાં એનો અવાજ ના નીકળ્યો. સાગર સરીતાનાં ભીનાં રતુંબડા હોઠ ચૂસવા લાગ્યો અને મધુર રસ પીવા લાગ્યો બંન્ને એકબીજામાં સંપૂર્ણ ખોવાઇ ગયાં. સાગરનો ઉછાળા મારતો મોજા રૃપી પ્રેમ સરીતાને પોતાનામાં સમાવીને છેવટે શાંત થઇ ગયો.


   એય મારા સમ્રાટ મને તારા વિના એક પળ નહીં ચાલે. તું પણ ઓફીસ જાય કે બીજા કામ પર જાય ત્યારે હું વિરહમાં તડપી ઉઠું છું તારાં હોઠ, તારાં મીઠાં બોલ મને જીવંત રાખે છે. માય હેન્ડસમ હસબંડ આઇ લવ યુ વેરી મચ. કહીને પાછી સાગરને વ્હાલ કરતી વળગી ગઇ.


   "સાગર પણ તમે આજે ઓફીસ કેમ નથી ગયાં? તમારાં આ પ્રેમ આલાપ અને પ્રેમનાં તોફાનમાં પૂછવાનું જ ભૂલી ગઇ" સાગર કહે માય ડાર્લીંગ આજે નો મૂડ સ્ટ્રાઇક છે. હું આજે ઓફીસ નથી જવાનો. હું આજે ધરે તારી પાસે જ રહેવાનો છું અને એ પણ તને આખો દિવસ વીંટલાયેલો અને વળગેલો જ. આજે મારી આ પ્રેમાળ નાગચૂડમાંથી છૂટી નહીં શકે.


   “અરે પણ શા માટે નથી જવાનાં ? કોઇ કારણ ? નો મૂડ સ્ટ્રાઇક કેમ ?" સાગર કહે" અરે મારી સુર મારી ટુર પુરી થઇ છે બધાં જ ટાર્ગેટ ફુલફીલ થઇ ગયાં છે અને બોસે સામેથી જ કહયું "મી.સાગર તમારાં લગ્નને હજી સમય નથી થયો વધુ. તમે બધી ટુર પતાવી ટાર્ગેટ એચીવ કરી લીધો છે. તમારે બ્રેક લેવો હોય લઇ શકો છો." પછી હું કાંઇ છોડું ? બસ હવે તમારી સેવામાં જ તમારો સમ્રાટ બોલોને મહારાણી હું તમારી શું સેવા કરી શકું ? ઉભો થઇ નીચો નમીને હાથ ફેલાવી બોલ્યો "ગુલામ તમારી સામે છે. હુકુમ કરો કહીને હાથથી માથું નમાવીને કુર્નીશ બજાવી. સરીતા એકદમ ખડખડાટ હસી પડી અને કહ્યું "અરે મારા આકા, રાણી ખુશ હુઇ અને સાગરને કસીને વળગી ગઇ. સાગરે એને ફરીથી ઊંચકી લીધી પલંગમાં સુવાડી અને પ્રેમનો બીજો અધ્યાય પુરો કર્યો.


   સાગર સરિતા એક ફ્રેન્ડનાં મેરેજ ફંકશનમાં ભેગા થયેલાં પ્રથમ નજરે પ્રેમ થયો. નિખાલસ અને સાહસીક સાગરે તરતજ પૂછી લીધું અને પ્રેમથી પ્રસ્તાવ મૂકી દીધો. હાય! આઇ એમ સાગર ત્રિવેદી હું તમને પ્રથમ નજરે જ પસંદ કરી ચૂક્યો છું. આશા રાખું છું, આપ સીંગલ જ હશો. તમે મારા પ્રથમ નજરનાં પ્રેમને સ્વીકારશો ? હું સમય બગાડવામાં માનતો નથી. પહેલે આપ પહેલે આપમાં ટ્રેઇન છૂટી જાય એનાં કરતાં પૂછી લેવું સારું તમારો કોઇપણ જવાબ મને માનપૂર્વક માન્ય રહેશે.

   સરિતા તો સાગરનાં પ્રથમ નજરનાં પ્રેમ અને આવી રીતે પ્રેમની રજૂઆતથી આશ્રર્યમાં જ પડી ગઇ. એ થોડી ખચકાઇ પછી કહ્યું હું સીંગલ છું પણ મારે મારા પરેન્ટસને પૂછવું પડે. સાગરે કહ્યું અત્યારે ક્યાં લગ્ન કરવાનાં છે ? આતો તમારી સહમતિ છે કે નહીં એ પૂછું છું. સરીતા શરમાઇને નીચું જોઇ ગઇ પરંતુ આંખના ભાવથી સ્પષ્ટ જણાઇ આવ્યું કે એની સંપૂર્ણ સંમતિ છે. પ્રથમ નજર થયેલો પ્રેમ થોડાં સમયમાં લગ્નનો બંધનમાં ફરેવાઇ ગયો. બંન્નેનાં મા-બાપ એમની પસંદગીથી ખુશ હતાં. સાગરનાં પેરેન્ટસ ખૂબ ખુશ હતા. અંધેરીમાં મોટો લક્ઝરીયર્સ ફલેટમાં રહેતાં હતાં. ખાધે પીધે ખુબ સુખી અને સાગર એકનો એક દિકરો એમણે સાગરની પસંદગી વધાવી લીધી. સરિતાનાં પેરેન્ટસ પણ ખુબ ખુશ હતાં સરીતાની માં એ કહ્યું આટલું સારુ કુટુંબ તો અમે પણ ના શોધી શક્યા હોત. સરીતાનાં પિતા લોકલ ન્યૂઝ પેપર અનામિકા પ્રકાશનમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતાં સામાન્ય પણ સુખી કુટુંબ હતું. બીજી નાની બેન હતી કોલેજમાં ભણી રહી હતી.


   સાગર સરીતાનાં લગ્ન પછી એ લોકોનો સંસાર ખૂબ સુખમય જઇ રહ્યો હતો. સાગરને ફરીથી ટુરમાં જવાનો સમય આવ્યો. સાગર સરીતા બંન્ને ઉદાસ થઇ ગયાં. સાગરે સરીતાને બાહોમાં ભરી લીધી. ચૂમતાં કહ્યું. "થોડાં દિવસ છે, એય સુરુ તારા વિનાં મારાં કામમાં પણ સૂર નહીં લાગે. એક કામ કર તું થોડાં દિવસ તારી મમ્મીના ઘરે જઇ આવ. હું આવવાનો હોઇશ ત્યારે પાછી આવી જજે." સરીતાએ ઉદાસીન થઇને કહ્યું નોપ. અહી પણ મમ્મીને ઠીક નથી. મેં એમને ઉઠવાની જ ના પાડી છે. આરામ કરવા દીધું છે. મમ્મી પપ્પા કદાચ વડોદરા જવાનાં છે, માસીના ઘરે ત્યારે હું બે દિવસ જઇ આવીશ." સાગર કહે" મમ્મી પપ્પા વડોદરા જવાનાં છે? મને તો કંઇ ખબર જ નથી". સરીતા કહે "તમે કામમાં જ કાયમ વ્યસત હોય છો થોડા સમય એ લોકો સાથે પણ બેસો. મને મમ્મીએ કહ્યું હતું એટલે મને ખબર છે." સાગર કહે ઠીક છે. તું પછી જઇ આવજે ત્યાં સુધીમાં હું પાછો આવી જઇશ. સાગરે સરીતાને પલંગ ઉપર પોતાની પાસે ખેંચી લીધી અને રેશ્મી બ્લેન્કેટ ઓઢાડી પોતાની પાસે લઇ લીધી.


   સાગર ટુરમાં ગયો. આ વખતે એની ટુર લંબાઇ ગઇ એની પાસે ટેરેટરીમાં બે સ્ટેટ હતાં. ગુજરાત -મહારાષ્ટ્ર એને પ્રમોશન આપવા સાથે ટેરેટરી રાજસ્થાન અને મધ્યપ્રદેશ એડ કર્યા. એને કામનો ભાર ખૂબ વધી ગયો. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમ.પી. એનો પગાર પણ ડબલથી વધારે અને ફેસીલીટી-એલાઉન્સ બધુ જ ડાયરેક્ટર લેવલનું થઇ ગયું એનો પગાર અને પકેજ વધી ગયાં પણ સાથે સાથે સમય પણ બધાજ કંપનીને જાણે લખી આપ્યો. સતત બીઝી રહેવાં લાગ્યો. સરીતાને કહ્યું હતું દસ દિવસમાં પાછો આવી જશે. એની જગ્યાએ આખો મહિનો પુરો થઇ ગયો. સરીતા અઠવાડીયુ સાગરનાં મમ્મી પપ્પાની સેવા કરી. એ લોકો વડોદરા ગયા અને એ એમની રજા લઇને એનાં મમ્મી પપ્પાનાં ઘરે બોરીવલી આવી ગઇ. એનાં શરૃઆતનાં ચાર-પાંચ દિવસ જતા રહ્યાં પછી એ અહીં પણ બોર થવા લાગી. રોજ એ સાગર સાથે મોબાઇલ પર અવારનવાર વાત કરી લેતી. પરંતુ ઘણીવાર કામનાં સ્ટ્રેસ અને મીટીંગોની ભરમારમાં ઘણી વાર વાત પણ નહોતી થતી. એ સાગરને જલ્દી પાછા આવવા માટે કહ્યા કરતી.


   એક સવારે સરીતાનાં પાપા પ્રેસ પરથી આવીને એની સાથે બેઠાં કહ્યું દીકરા કેમ ઉદાસ છે ? સાગર ટુરમાં ગયા છે આવી જશે આમ તું ઉદાસ રહે નથી ગમતું. સરીતા કહે પાપા હવે સમય નથી જતો. બધી ફ્રેન્ડ સાથે વાતો થઇ ગઇ બધી પોત પોતાનામાં બીઝી. મોટાં ભાગની બધી જ જોબ કરે છે હું સાવ એકલી અને નવરી જ. શોપીંગ પણ કરવાનું કરી લીધું એવું કહ્યું. એનાં પાપા એ કહ્યું. એક વાત કહું આ સમયે સાગર પાછા આવે ત્યારે એમને પૂછી લેજે કે તું જોબ કરે તો એમને વાંધો નથી ને? મારે ત્યાં જ જરૂર છે તારા જેવી છોકરીની. એડીટરની અંડરમાં કામ કરવાનું એડીટર પણ મારા મિત્ર છે. મી. ભોંસલેએ મને કોઇ પાત્ર શોધી આપવા કહ્યું છે એડ નથી આપી. તું મારી નજર સામે રહીશ અને સમયનો પ્રોબ્લેમ નથી.


   સરીતા તો આનંદથી ઉછળી પડી કહે હું સાગરને ચોક્કસ પૂછી લઇશ એ ના નહીં જ પાડે. હવે બે દિવસમાં પાછા આવવાનાં છે હું વાત કરી લઇશ થેંક્યું પપ્પા. આનંદથી પપ્પાને વળગી ગઇ.


         સરીતા તે વાત કરી મેં સાંભળી. તું તારાં પપ્પા સાથે પ્રેસમાં જ હોય એટલે વાંધો જ નથી. પરંતુ મારી ઇચ્છા નથી. હું તને રાણીની જેમ રાખવા માંગુ છું. તારે શા માટે કોઇ કામ કરવું પડે ? આપણને પૈસાની કોઇ જરૂરીયાત નથી. તું અહીં આપણાં મમ્મી પપ્પા સાથે રહે મજા કર. મમ્મી સાથે શોપીંગમાં જા મુવી જોવા જાવ. તારી ફ્રેન્ડસને અહી બોલાવ, પાર્ટી કરો, મજા કર. આ નોકરીનું ભૂત ક્યાં માથે ચઢાવ્યું ? સરીતા કહે "મને ખબર છે સાગર આપણને પૈસાની કોઇ અગવડ નથી. મમ્મી પપ્પાનો સ્વભાવ પણ ખૂબ સારો છે પણ મારાં સમ્રાટ તારા વિના મારો સમય નથી જતો. આખો દીવસ ઘરમાં બેસી શું કરવું. નોકર રસોઇયા એનુ કામ કરે, મમ્મી પણ એમના ગ્રુપમાં કીટી પાર્ટીમાં જાય. પપ્પા એમનામાં હોય. કેટલું શોપીંગ કરું ? ટીવી જોઉં. પ્લીઝ સાગર મને કરવા દેને... તારી મનસુફી પ્રમાણે કરીશ. અહીં હોઇશ ત્યારે રજા મૂકીશ. તું કહીશ ત્યારે છોડી દઇશ જોબ. પપ્પાની ઓફીસમાં જ કરવાની છે. બીજો કોઇ પ્રશ્ન નથી. સરીતાની જીદ અને આગ્રહ એનાં કારણોને ધ્યાનમાં રાખી નિરાશ થઇને ના છૂટકે સાગરે એને સંમતિ આપી કહ્યું" તારા શબ્દો તું યાદ રાખજે. હું કહુ ત્યારે જોબ છોડી દેવાની. હું નો મૂડ સ્ટ્રાઇક ની રજા પર હોઊં તારે રજા પાડી દેવાની. પ્રભુની દયાથી પૈસાની જરૂર નથી. આ શરત મંજૂર હોય તો જ જોબ કરજે.


     સરીતા ખુશીની મારી સાગરને વળગી ગઇ અને ચૂમીઓથી આખો નવરાવી દીધો. કહ્યું "મારા રાજ્જા...તું કહીશ ત્યારે ઘરે રહીશ જ. તું કહીશ ત્યારે નોકરી છોડી દઇશ પ્રોમીસ, લવ યુ, એન્ડ થેક્યું સો મચ માય લવ. સાગરે પણ એને બાહોમાં સમાવી લીધી અને એમનામાં ખોવાઇ ગયાં."


************

     સાગર ટુરમાં જતો. ત્યારે સરીતા નિશ્ચિંત થઇને અનામિકા પ્રકાશનમાં સારી રીતે કામ કરી શક્તી એણે એના પાપાને સાગરની શરત કહી હતી એટલે એનાં પપ્પાએ માલિકને પણ કહ્યું હતું. મારી દિકરીના હસબંડ પૈસા ટકે બહુ સુખી છે એટલે સરીતાને જોબ કરવાની નાં પાડતા હતાં પરંતુ સરીતાની ઇચ્છા હતી એટલે સરીતાને જ્યારે રજાની જરૂર પડે આપશો. એવી વિનંતી કરી હતી. પગારની કોઇ એવી આવશ્યકતા નહોતી. વર્ષોથી અહીં નોકરી હતી એટલે માલિકે પણ વિનંતી માન્ય રાખી હતી. એડીટરના હાથ નીચે લેવા સાથે સરીતા પત્રકારત્વ પ્રત્યે કામ કરતી અને આકર્ષવા લાગી હતી. એને કામ ખૂબ ગમવા લાગ્યું હતું. એનાં એડીટર યંગ અને ખૂબ પ્રભાવી હતા. અવિનાશ ફણસે. અવિનાશ સરીતાને રીપોટીંગનું કામ પણ સોંપવા લાગેલો અને સરીતાનાં કામથી સંતોષ હતો.


     સરીતા અનામિકા પ્રકાશનમાં કામમાં સેટ થવા લાગી હતી એને નવા નવા સમાચાર અને રીપોર્ટીંગનો રોમાંચ હતો. એનાં પપ્પા પણ એને મદદ કરતાં અને સરીતાને કામમાં નિપુણ થતા જોઇ આનંદીત થતાં. એ હંમેશા પ્રોત્સાહન આપતાં. અવિનાશે સરીતાને એકવાર કેબીનમાં બોલાવી કહ્યું "સરીતા થોડાંક જ સમયમાં તને કામમાં આટલી પ્રવિણ થતાં જોઇને આનંદ થાય છે. કીપ ઇટ અપ. તને થોડાંક રીસ્કી પરંતુ રોમાંચીત પત્રકારત્વ કરવું ગમે ? સરીતા કહે અરે હા ચોક્કસ મને ગમશે જ પ્લીઝ એવી કોઇ તક આવે મને જરૂર જણાવજો સર ! હું ચોક્કસ કરીશ. અવિનાશે કહ્યું" શ્યોર તને રસ છે તો હું જરૂર જણાવીશ આમ સરીતાની ગાડી પુરબ્હારમાં દોડવા લાગી.


*******

         સાગર ટુર પરથી આવી ગયેલો. સરીતા પણ સવારથી એની સાથે ને સાથે હતી. સાગરે પૂછ્યું "સરીતા કેમ ચાલે છે તારી જોબ ? તારું પત્રકારત્વ ? સરીતા કહે" સાગર મને ખૂબ મજા આવે છે. નવી જોબ ખૂબ આનંદ સાથે મજા લેતા કરી રહી છું. નવું નવું જાણવા મળે છે . મારાં બોસ અવિનાશ સરનો સ્વભાવ પણ સારો છે મને નવી નવી તક પણ આપે છે. એમણે હમણાં મને પૂછેલું કે તને થોડીક જોખમી પરંતુ રોમાંચક પત્રકારત્વ કરવું ગમે ? મેં હા પાડી એવી તક આવે મને આપજો. સાગરે એને અટકાવતાં કયું “સરીતા તારો ઉત્સાહ અને આનંદ જોઇ મને ગમ્યું. પરંતુ આ લાઇન જોખમી છે અને હું નથી ઇચ્છતો તું કોઇ જોખમમાં ફસાય એટલે સંભાળીને કરજે. ત્યાં તારાં પપ્પા છે એટલે હું નિશ્ચિંત છું. ઓકે ચાલ હવે આપણી વાત પર આવ. ઘણાં સમયે મને તારાં હાથનાં ગરમા ગરમ દાળવડા ખાવાની ઇચ્છા છે આજે બનાવ. અને વાતાવરણ પણ ખુશનુમા છે મોસમનો રંગ પણ રોમન્ટીક છે અને આજે તારે ઓફીસ પણ નથી જવાનું આજે તારે... એમ કહીને સરીતાને બાહોમાં ખેંચી લીધી અને પગથી માથા સુધી ચુંબનોનો વરસાદ કર્યો બહાર આકાશમાં વીજળી ચમકી અને ધોધમાર વરસાદ વરસી રહ્યો અહીં બંન્ને પ્રેમી એકબીજામાં મગ્ન થયા અને પ્રેમનો વરસાદ વરસી રહ્યો.


     આજે આખો દિવસ સાગર સરીતા પ્રેમ યોગ કરતા રહ્યાં વરસાદ સમી જતાં બંન્ને બાલ્કનીમાં આવીને બેઠાં. એટલામાં સરીતાનાં ફોનમાં રીંગ વાગી અને પ્રેમી યુગલ ડીસ્ટર્બ થયું. સાગરને આ ખલેલ ના ગમી છતાં એણે જ સરીતાને ફોન આપ્યો અને ઇશારામાં જલ્દી ફોન પતાવવા જણાવ્યું. સરીતાએ ફોન લીધો ઓફીસથી ફોન હતો અવિનાશ સર "સરીતા સોરી હું ડીસ્ટર્બ કરું છું. પરંતુ જણાવવું જરૂરી હતું. મેં તને એક વાત કરી હતી એવી તક આવી છે આવતી કાલે એક આવું રીપોર્ટીંગ કરવાનું છે અને એ એકદમ રોમાંચક છે, છતાં જોખમી પણ છે, જો તું કાલે જ્વા હા પાડે તો હું આ કામ બીજાને ના સોંપું. સરીતાએ વિચાર્યા વિના જ ઉત્તેજના સાથે કહ્યું "નો સર બીજા કોઇને નહીં હું ચોક્કસ જઇશ. અવિનાશે કહ્યું" ઓકે ફાઇન કાલે સવારે 8.00 વાગે આવી જજે હું કામ સમજાવી દઇશ." અને ફોન કટ થયો.


     સાગરે કૂતહૂલતા સાથે પૂછ્યું. "શું વાત છે સરીતા? કાલે ક્યાં જવાનું છે શેના માટે તું આટલી ઉત્તેજીત જણાતી હતી? સરીતાએ સાગરને પ્રેમથી હાથ ગળામાં ભેરવી લાડ કરતાં કહ્યું" સાગર મેં તને કહેલું એ તક મને કાલે જ મળે એમ છે. કામ કાલે સવારે સમજાવશે. સાગરે એની સામે જોતાં કહ્યું "સુરુ મેં તને કહેલું યાદ ના રહ્યું, હમણાં હુ અહીં હેડકવોટર પર જવું ત્યાં સુધી તું કોઇ કામ માટે હા ના પાડીશ. જવું પડે એવું હોય તોજ જ્જે નહીંતર લીવ મૂકવા જણાવેલુ, મે કહ્યું હતું અત્યારે સીઝન સારી છે, આપણે લોનાવાલા ફરવા માટે જઇશું. ઘણાં સમયથી આપણે આમ આઉટડોર ગયા નથી. સરીતા કહે " અરે રાજા! પ્લીઝ તે કહ્યું હતું પરંતુ મારે આવી તક નહોતી જવા દેવી. આજે મારાથી કહેવાઇ ગયું, ના ન પાડી શકી. કાલનોજ દિવસ છે મને જઇ આવવા દેને " સાગર કહે ના ન પાડી શકી એટલે ? તારાં માટે મારી સાથેનો સેહવાસ અગત્યનો છે કે તું કોઇને ના ન પાડી શકે એ અગત્યનું છે ? હું ટુર પર હોઉં ત્યારે તને ક્યારેય તારા કામની વચ્ચે હું નથી જ આવતો. તું આટલાં 5-6 દિવસ મારી સાથે મેનેજ ના કરી શકે ? થોડા સમય પછી મારાં પ્રમોશનનાં ફરી ચાન્સ છે પછી તો ટુર પણ આટલી નહીં થાય, હું રીજીઓનલ મેનેજર થઇ જઇશ. મારે ઓફીસમાં બેઠાંજ કામ કરવાનાં અત્યારે છે એનાંથી સાવ ઉલ્ટુ આખા મહિનામાં માંડ 5-6 દિવસ જ ટુર કરવાની આવશે.


     "અરે વાહ સાગર તારું બીજું પ્રમોશન આવશે ? વેરી ગુડ પછી આવી ટુર નહીં હોય મને ખૂબ ગમશે. સાગર પણ આ વખતે જઇ આવવા દેને. સાગર કહ્યું" મને વાંધો નથી તને જે પ્રાયોરીટી લાગે એ તું કરી શકે છે એમ કહી ત્યાંથી ઉઠી અંદર આવી ગયો. સરીતા પછી કાંઇ બોલી નહીં એણે બાલ્કનીમાંથી કપ-ડીશ વિગેરે લઇને કીચનમાં જતી રહી.


******

     સવારે સાગરનાં ઉઠતાં પહેલાં જ સરીતા ઉઠીની તૈયાર થઇ ગઇ હતી એ ઓફીસ જવા તૈયાર થયા બાદ બેડરૂમમાં સાગરને ઉઠાડવા આવી. "એય મારાં રાજ્જા - ઉઠોને પ્લીઝ. તમારે રજા છે મારે જવાનું છે. તમારાં માટે ચા-નાસ્તાની તૈયારી કરું છું. ચાલો આવો. સાગર ઊંધરેટીયા અવાજે આંખો ખોલ્યા વિના જ સરીતાને કહ્યું" તું તારે જા, હજી મારે નીંદર લેવી છે, ખૂબ સૂસ્તી છે, હું મોડો ઉઠીશ મમ્મી ને કહીશ એ બનાવી આપશે. સરીતા કહે "શ્યોર ?" સાગરે કંઇ જવાબ ના આવ્યો અને પડખું ફેરવીને સૂઇ ગયો.


     સરીતા કંઇક વિચારીને અવાજના થાય એમ પર્સ અને ફાઇલ લઇને ત્યાંથી સાચવી રૂમ બંધ કરીને નીકળી ગઇ. એનાં ગયા પછી સાગરે ઉઠીને જોયું. સરીતા મમ્મી ને કહીને કામ પર જવા નીકળી ગઇ.


******

     ઓફીસે પહોંચી સરીતા સીધીજ અવિનાશ સરની કેબીનમાં ગઇ. અવિનાશ એનાં કામમાં વ્યસ્ત હતો. એણે હાથનાં ઇશારાથી જ સરીતાને સામે બેસવા માટે જણાવ્યું. પાછો કામમાં વ્યસ્ત થયો. સમય થોડો ગયા પછી સરીતાએ ખીંખારો ખાધો અને જણાવ્યું કે એ ઓફીસમાં આવીને સામે બેઠી છે રાહ જોઇ રહી છે. અવિનાશે નજર ઊંચી કરીને કહ્યું" સોરી સરીતા હું થોડો વ્યસ્ત હતો આજનું રીપોર્ટીંગ છે એનો પ્લાન કરી રહ્યો હતો. એમાં ક્યાંય ત્રુટી કે ભૂલ થાય પોષાય એમ નથી. હું તને હવે આખો પ્લાન સમજાવું છું. તારી સાથે હું આપણો સીનીયર રીપોર્ટર ભાવેશ અને કેમેરામેન સચીન બંન્નેને મોકલુ છું. ખૂબ કાળજીપૂર્વક તારે આ કામ કરવાનું છે. એમ કહીને એણે કામ સમજાવવાનું શરૂ કર્યું. આખું કામ સમજાવ્યા પછી કહ્યું શરૂઆતમાં તારે એકલીએ જવાનું અને આખુ ઓપરેશન પાર પાડવાનું છે. ભાવેશ સચીન તારી ઇન્સ્ટ્રકશન પછી જ તારાં સાથમાં આવશે. એટલે ખૂબ જ કુશળતા પૂર્વક, કાળજી અને સાવધાનીથી કામ કરવું પડશે. આ ખૂબજ જોખમી છે રોમાંચ પણ છે, અને ખૂબ મોટાં વીઆઇપી સાથે કામ પાર પાડવાનુ છે. અહીં આ રીપોર્ટીંગની ભાષામાં સ્ટ્રીંગ ઓપરેશન કહે છે. અને કામ આગળ કેવી રીતે પુરુ કરવું સમજાવ્યું અને સતતએ સરીતાનાં કામ પર વોચ રાખશે.


******

     સાગર સરીતાનાં ગયા પછી ઉંઘીજ ના શક્યો એને સરીતા સાથેની બધી પળો યાદ આવવા લાગી. એ સરીતાને બેશુમાર પ્રેમ કરતો હતો. સરીતાને એણે પૂછ્યું "સુરુ હું તને આટલો પ્રેમ કરૂં છું હું જીંદગી ભર તને પ્રેમ કરતો રહેવાનો. અલબત્ત, રોજ રોજ વધતો રહેવાનો. એવું તો નહીં થાયને કે મારાં પ્રેમમાં ઘટતા તુષ્ટીગુણનાં નિયમની જેમ તું મારાથી કંટાળી જાય અને પ્રેમ ઓછો થઇ જાય ? સરીતાએ સાગરનાં ઝૂલ્ફોમાં આંગળીઓ પરોવી અને આંખમાં આંખ મિલાવીને કહ્યું" એય મારા સમ્રાટ હું તો તારાં આટલા અપાર પ્રેમ હોવા છતાં તરસતી જ રહીશ બસ ફક્ત તેને જ. તારો જેટલો પ્રેમ છે બઘોજ વધાવીને તને ખૂબ પ્રેમ કરીશ.


     સાગર કહે "મારો પ્રેમ અપ્રતિમ છે મારાં પ્રેમનાં વંટોળને સમાવી લેજે જે ફક્ત તારાં માટે છે એવું ના થાય કે તું મારો પ્રેમ વધાવામાં કાચી પડે." સરીતા કહે" મારાં સમ્રાટ મારી ઉત્પત્તિજ તારાં માટે થઇ છે હું મારાં સાગરના પ્રેમ સાગરમાં સંપૂર્ણ સમાઇ ગઇ છું. કાયમ માટે તારામાંજ સમાયેલી રહીશ.


     સાગર કહે "સરિતા છે જ સાગરમાં સમાવવા માટે. મારાં જીવનમાં ફક્ત સરીતાની આશ છે. મારાં પ્રેમમાં ઇશ્વરનો પ્રેમ સમાયેલો છે. સરીતા કહે" સાગર હું ફક્ત તમારી છું. તમારા માટે સર્જાઇ છું. જીવનમાં ક્યારેય તમારા સિવાય કોઇ વ્યક્તિ -સંજોગ કામ અરે કાલે ઉઠીને આપણાં બાળકો પણ થાય, કોઇ મારા માટે અગત્યનું નહીં હોય, મારા માટે હરહંમેશ સાગર તમેજ પ્રાથમિક થી અંત સુધી છો. બધીજ પ્રાથમિકતા ફક્ત તમારી જ રહેશે. બસ મને આમ જ તમારો પ્રેમ લુટાવતાં રહેજો."


         સાગરને આજે સરીતાનાં બધાં શબ્દો યાદ આવી રહેલાં એ થોડો લાગણી વશ થઇ ગયો. એનાં હૃદયમાંથી પ્રેમનાં સ્પંદનો ઉછાળા મારવા માંડ્યા એનાથી ના રહેવાયું અને સરીતાના મોબાઇલ પર એણે ફોન કર્યો 3-4 વાર રીંગ મારવા છતાં સરીતાએ એનો ફોન ઉંચક્યો નહીં સાગર નિરાશ થઇ ગયો એણે ગુસ્સામાં ફોન સ્વીચ ઓફ કરી દીધો અને રૂમમાં આવી પાછો સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો.


         સરીતા અવિનાશ જોડે બહુ સમજી રહી હતી. બધું જ પુરુ થઇ ગયું એણે ક્યું “સર તમે નિશ્ચિંત રહેજો હું આખું ઓપરેશન ખૂબ કુશળતા અને સાચવીને પાર પાડીશ. અને એનાં મોબાઇલ પર સાગરનાં ફોન આવવા લાગ્યા એણે અવિનાશની સામે જ ફોન કટ કર્યા પછી એનાં ફોન ચાલુ હતા એને ફોન મ્યુટ કરી દીધો. અવિનાશે ભાવેશ અને સરીતાને કેબીનમાં બોલાવીને કહયું મે સરીતા સાથે વાત કરી લીધી છે. બરોબર 12 વાગે તમે હોટેલ પહોચી જજો. નેતાજીની એપોઈમેન્ટ 1 વાગ્યા પછીની ફિક્ષ થઈ છે. તમારે લોકોએ હોટેલ તાજ પહોચી જવાનું છે. સરીતા પહેલા બરોબર 1 વાગે નેતાજી પાસે જશે એના ટીશર્ટ પર અને બેલ્ટપર કેમેરા હશે જે અગાઉથી આપણાં એક્સપર્ટએ ફીટ કરી દેશે. સરીતા પાસે તેનો મોબાઇલ તેના પેન્ટ ના ખિસ્સામાં હશે હાથમાં ઓફિસ નો ફોન જેમાં ઇમરજ્ન્સી ઓપશનમાં 1 નંબર દાબતા સીધોજ મારો સંપર્ક થશે. અને બે નંબર દાબતા ભાવેશ તને લાગશે. અને કોઇ ઇમરજ્ન્સી થાય તો ૦ ડાયલ કરી દેવાનો. એ સીક્યોરીટી ને લાગશે. તૈયારી બધીજ જડબેસલાક કરી છે. ક્યાંય કોઈ ભૂલ ના થાય એની કાળજી રાખી છે. આ નેતાજી સતા પક્ષનો મોટો મિનિસ્ટર છે. અને આપણી પાસે પાકી માહિતી છે કે એક નંબરનો વ્યભીચારી અને ચરીત્રહીન છે. એ કોઇપણ છોકરીને જોબ અપાવે છે તથા ધંધાકીય લોન અપાવવાના કામ હેઠળ યુવતીઓને ફસાવે છે. એ માણસનો શોખ હવે લત બની ગઇ છે. એને રોજ રોજ નવી છોકરીઓ જોઇએ છે. આપણે ઘણાં સમયથી આ પિશાચ પર જાળ બિછાવતાં હતાં આ પ્રાણી હમણાં જ ફસાયું છે. આપણે સરીતા પાસે હમણાં કોલ કરાવેલો નેતાજીએ સરીતાને સચીવાલયમાં કાયમી સરકારી નોકરી અપાવવા પ્રોમીસ કર્યુ છે. અને એના માટે એનો બાયોડેટા પર્સનલ પ્રોફાઇલ માટે રૂબરૂ સચીવાલયમાં ન બોલાવતા હોટલ તાજમાં બોલાવી છે. અને પોતાનો પર્સનલ નંબર આપ્યો છે. મારી પાસે એમનાં ખાસ માણસો પાસેથી માહિતી મળી હતી કે નેતા આવા જ કામ કરે છે એટલે આખો પ્લાન ગોઠ્વાયો છે એમને ઉઘાડા પાડવા માટે.


     સરીતાએ કહ્યુ એવો કોણ માણસ આટલું પર્સનલ જાણે છે અને તમને માહિતી આપે છે? તમને જાણ કરવાથી એમને શું ફાયદો થાય ઉલ્ટાનું નેતાજીને જાણ થાય તો એમનીતો જીદંગી ખરાબ થઈ જાય, અવિનાશ કહે આ કોન્ફીડેન્સીય્લ છે. પરંતુ તારી સાથે શેર કરવામાં વાધોં નથી. એ માણસ એમનો કાયમી ડ્રાઈવર જ છે. અને એ ડ્રાઈવરની બહેન સાથે પણ નેતાજીએ ખરાબ કામ કર્યુ છે. ત્યારથી ડ્રાઈવર ઉશ્કરાયેલો ફરે છે. એ કંઈ કરી શકતો નથી, નથી સહી શકતો. એક ચોક્ક્સ માણસ ઘ્વારા એ ડ્રાઈવરે આપણા પ્રકાશનમાં માહિતી પહોંચાડી છે. અને મારી પાસે આ કામ આવ્યુ અને તે કરવા મે નિશ્ચય કર્યો. એકવાર એ નેતા ખુલ્લો પડી જાય બધાની જીદંગી બચી જાય. પરંતુ સરીતા તુ ખૂબજ સાવચેતી રાખજે એ જંગલી વરુ જેવો છે. છોકરીઓ જોતા જ એની દાઢ સળકી જાય છે. હજુ એકવાર વિચારી લે. અને તારે તારા પપ્પા ને કે તારા હસબંડને પૂછવું હોયતો એકવાર પૂછી લે એમની શું કંસર્ન છે એ જોઇલે હજી સમય છે.


     સરીતા કહે ના હું કુશળતા પૂર્વક સાવધાનીથી કરીશ તમે ચિંતા ન કરો. તમારો સાથ અને સહકાર છે ભલે બહાર પણ સાથે ભાવેશભાઈ અને સચીનભાઈ છે. આ ફોન છે જે મારી સીક્યુરટી માટે છે. એમાં તમે ટ્રાંસમીટર ફીટ કરેલું છે. તમે અમારા સંવાદ સાંભળી શકશો તમને પરિસ્થિતિનો પૂરો ખ્યાલ રહેશે. હું સારી રીતે કરીને આવીશ. અવિનાશે ઉભા થઇને સરીતાને બેસ્ટ ઓફ લક કહયું, ટેક કેર સરીતા, આજે તું મારી રીસ્પોંસીબીલીટી છું. સંભાળજે, સરીતા એ કહયું “ડોન્ટ વરી સર થેંક્યું" કહીને કેબીનની બહાર નીકળી ગઈ.


     સરીતા કેબીનની બહાર આવીને પોતાની જાતને ઢંઢોળી..... જે કંઈ કરી રહી છું બરાબર કરી રહી છું ને ? મેં સાગરને કંઈ જ પૂરી વિગત સાથે જણાવ્યુ નથી. એમજ કીધું ખૂબ જ રોમાંચક રીપોર્ટીંગ છે. ન કરે નારાયણ ને કાંઈ થાય તો ? એણે પોતાના ટીશર્ટ પર કોટ પહેરી લીધો. કોટના શોભતા બટનમાં કેમેરો છુપાવેલો છે. સ્ટ્રીંગ ઓપરેશન કરવું છે. અને એ એના મોબાઈલમાં અને બહાર વાતમાં બેઠેલા ભાવેશ -સરીન પણ રેકોર્ડ કરી શકશે તથા ઓફિસ ઇમરજન્સી વખતે વાપરવા આવેલો ખાસ સીક્યુરીટી મોબાઈલ એમાં ટ્રાન્સફરમીટર પણ લાગેલું છે. બહુજ ચેક કરીને એણે ભાવેશ અને સરીન જે રાહ જોઈને બહાર બેઠા હતા એમને જઇને મળી. એણે પૂછ્યું બધી તૈયારી બરોબર છે. એ લોકો એ સામે થમ્સ બતાવી ઓકે કર્યુ અને ત્રણે જણાં હોટેલ તાજ જવા નીકળી ગયાં.


     રસ્તામાં સચીને ભાવેશને પૂછ્યું "આ આટલો મોટો વીઆઈપી આમ સરકારી નોકરી માટે છોકરીઓને આવી મોંઘી હોટલોમાં કેમ બોલાવે? મુંબઈમાં લક્ઝરી હોટેલો ની કયાં કમી છે? ભાવેશે કહયું અરે યાર આ પોલીટીક્સ લીડર્સના ફંડા છે અહીં એ લોકોની પાર્ટી મીંટીંગ ફોરેનથી આવનાર ગેસ્ટ અને પોલીટીક્લ મીટીંગ થતી હોય સાથે સાથે પર્સનલ શોખ માટે આ બધાનાં ઊંચા સેટીંગ હોય છે, આપણી સમજની બહાર છે અને અહીં આ લોકોને પ્રાઈવસી અને સીક્યુરીટી મળી રહે છે. બાય ધ વે સરીતા તું કોન્ફીડ્ન્ટ છે ને કોઈ બીજો વિચાર નથી ને? આર યુ ઓકે? ક્યારની સાવ ચૂપચાપ બેઠી છે. સરીતા કહે " નો આઈ એમ ઓકે. એકજ વાત મનમાં છે કે મેં મારા હસબંડને પૂરી માહિતી નથી આપી. એ મને ખટકી રહી છે. આમાં કંઈ પણ ગરબડ થઈ તો ખબર નથી તેનું શું રીએકશન હશે." ભાવેશે કહયું તારી વાત સાચી છે સરીતા તારી ભૂલ છે. આવા કામ માટે તારે એમને વિશ્વાસમાં લેવા જોઈએ તું એક કામ કર.... એની વાત કાપતા સચીન બોલ્યો જે થઈ ગયું એ થઇ ગયું, તું આવુ બોલી ને એને ગીલ્ટી ના કરાવ વધારે નર્વસ થઇ જશે. ભાવેશ કહે હું નર્વસ નથી કરી રહ્યો સાચો અભિપ્રાય આપુ છુ. હા સરીતા, તું અત્યારે ફોન કરીને જણાવી દેને કે તું આમ જઈ રહી છે અને એ તારા સંપર્ક માં રહે. સરીતા કહે ના એ ભડક્શે ઘરે જઈને જ વાત જેવા પડ્શે એવાં દેવાશે, ભાવેશ કહે તો તારા પપ્પાને ખબર છે ને? સરીતા હવે એમને ખબર છે પણ આમ મીનીસ્ટરનું સ્ટીંગ ઓપરેશન છે એ ખબર નથી પણ અવિનાશ સર વાત કરવાના છે. આમ વાતો કરતાં તાજ આવી ગઈ.


     સરીતા પહેલા ઉતરી સાથે ભાવેશ ઉતર્યો બંને તાજના મુખ્ય ગેટ તરફ જવા આગળ નીકળ્યા. સચીનને સીક્યુરીટીએ કહયું લાવો ચાવી હું પાર્ક કરી આવું, પણ સચીને કહયું પ્રેસની કાર છે. હું પાર્ક કરુ છું. એ લોકોએ એમનાં આઈ કાર્ડ બતાવ્યા. સીક્યુરીટીએ એમને જવા માટે કહયું.


     સરીતા અને ભાવેશ મુખ્ય દ્વારમાંથી અંદર આવ્યા અંદર પ્રવેશ કર્યા પછી કાચનાં મોટા મોટા દરવાજા અને ચારો તરફ વીન્ડોર્ઝ પરથી મોટાં કાચ અને આધુનીક પડદાઓથી શોભતી હતી. એરકન્ડીશન ની ઠંડક અને ઘણાં વીઝીટર હોવા છતાં શાંતી જણાતી હતી. ટ્રેડીશનલ સોફાઓની બેઠક અને આકર્ષક અને મોંધા મોટાં ઝૂમ્મર લટકતાં હતાં, એમાંથી ધોળા દિવસે પણ પીળી રોશની થઇ રહી હતી. સાથે ધીમું ક્લાસીકલ મ્યુઝીક વાગી રહ્યું હતું. દિવાલો પર મોંધા મોઘા પેઇન્ટીંગ્સ લાગેલા, ત્યાં છત ડબલ ઊંચાઇવાળી હતી, જે હોલનાં મોભામાં વધારો કરતી હતી. સામે રીશેપ્શન ડેસ્ક પર એક યુવતી અને બે યુવક હાસ્યની મુદ્દામાં ઊભા હતાં યુવતી એની બુકમાં કંઇક લખી રહી હતી. યુવક યુનીફોર્મમાં ટાઇ સરખી કરતો ગેસ્ટને કંઇક સમજાવવામાં વ્યસ્ત હતાં.


     સરીતા-ભાવેશ રીસેપ્શન પર ગયા અને પેલી યુવતીને ક્યું એક્સયુઝ મી. મેડમ અમારે ખાંડેકર સરને મળવાનું છે. અમારી અત્યારની એપોઇન્ટમેન્ટ છે. રીસેપ્શનીસ્ટે સરીતાને સામે જોયું અને થોડું મલકાઇ અને પછી ક્યું “ઓહ મીસ સરીતા છો આપ ? ખાંડેકર સરની સૂચના છે અહી તમારી એપોઇન્ટમેન્ટ 1.00 વાગ્યાની છે. તમારું આઇ.ડી.આપો. સરીતાએ આઇ.ડી.આપ્યું. રીસેપ્શીસ્ટે સ્માઇલ આપતા કહ્યું તમે એકલા રૂમ નં.1201 માં સામે લીફ્ટમાંથી જઇ શકો છો. ભાવેશે કહ્યું "સરીતા તું જા હું અહી વેઇટ કરુ છું. એમ કહીને સરીતાને લીફટ પાસે મૂકી કહ્યુ " બેસ્ટ લક એન ટેઇક કેર" હું અને સચીન અહીં એક જગ્યાએ બેસીશું, તારી વેઇટ કરીશું અમારી પાસે મોનીટર છે અમે કનેકટ જ રહીશું. તું ચિંતા વિના આગળ વધ. એટલામાં સચીન કાર પાર્ક કરીને આવી ગયો. સચીને પણ બેસ્ટ લક કહ્યું. અને સરીતા થેંક્યું કહી લીફ્ટમાં જવા નીકળી ગઇ. ભાવેશ અને સચીન એમનું કામ સંભાળવા સેફ જગ્યા જોવા લાગ્યા. કોઇ બે આંખો આ વધુ જ દૂરથી જોઇ રહી હતી અને રેકોર્ડ કરી રહી હતી.


     સરીતા તાજ હોટલમાં ટાવરનાં 12માં માળે પહોંચી ગઇ એણે 1201 નંબરનો રૂમ જોવા દ્રષ્ટિ પરી અને લીફ્ટની સામેનાં પેસેજમાં જતાં છેલ્લો રૂમ 1201 હતો. એને નવાઇ લાગી સીક્વન્સ પ્રમાણે પ્રમાણે 1201 પહેલો આવે. ઠીક છે. એ લાલ-કારપેટ બિછાવેલા પેસેજમાં હળવે પગલે ચાલતી આગળ વધી. એ લીફ્ટથી વધતા રૂમની સીસ્ચ્યુરેશન, ડેકોરેશન બ્રાસનાં સ્ટેન્ડ પર મૂકેલા ઇન્ડોર પોટ્સ જોતી આગળ વધી. 1201 પર આવી એક સેકન્ડ અટકી અને મન મજૂબત કરીને આગળ-પાછળ લોબીમાં જોયુ કોઇ નહોતું, એણે ડોરબેલ માર્યો.

     થોડાંક સમયમાં ડોર ખૂલ્યો, એમાંથી એક લેડી બહાર નીકળી સ્ટાઇલીશ કપડામાં..... કપડાં કહેવા પૂરતાં પહેરેલા એણે સરીતા સામે જોયું અને આંખો ચઢાવી કટાક્ષ ભાવમાં હોઠ વંકાવી બહાર નીકળી ગઇ, અને એને અંદર જવા કહ્યું "પ્લીઝ ગો ઇન, સર, ઇઝ વેઇટીંગ ફોર યું" સરીતા કોટ સરખો કરી થોડાં ગભરાયેલ સ્વરે બોલી. યપ થેંકયુ એનાં શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઇ. કાળજુ કઠણ કરી અંદર ગઇ.... દરવાજો બંધ થઇ ગયો છતા એણે પૂછ્યું ? મેં આઇ કમ ઇન સર !


     એક કદાવર અને મુખથી સોહામણો ખાંડેકર સામે ખુરશી પર બેઠેલો. સામેની ટીપોય પર અનેક ફાઇલો પડી હતી. મોટી મોટી આંખો અને પ્રભાવશાળી ચહેરો હતો. રૂવાબ એનાં મોં અને બોલવામાં છલકાતો હતો. એણે સરીતાને કહ્યું "પ્લીઝ કમ એન્ડ બી સીટેડ". સરીતાને હાથથી સામેની ખુરશીમાં બેસવા ઇશારો કર્યો.


     સરીતા થેંક્યુ કહીને સામે બેઠી. ખાંડેકરના ફોનની રીંગ વાગી એણે ફોન રીસીવ કરી વાત કરવા માંડી. સરીતાએ ત્યાં સુધી રૂમની અને બધી સીચ્યુએશન વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માંડ્યું એને થયું અવિનાશ સરને કંઇ માહિતી ખોટી મળી લાગે છે.. અને એટલામાં ખાંડેકરે ફોન પુરો કરીને કહ્યું" સરીતા ત્રિવેદી ! એમ આઇ રાઇટ ? હાં તમારા માટે મારી પાસે ભલામણ આવી છે, તમે તમારાં સર્ટીફીકેટને બધુ લાવ્યા છો ? સરીતાએ કહ્યું" હાં સર આ રહી મારી ફાઇલ. એમ કહીને ખાંડેકરનાં હાથમાં ફાઇલ મૂકી. અને ફાઇલ આપીએ ખુરશી પર સંકોચાઇને પાછી બેઠી. ખાંડેકરે પહેરેલા ચશ્મા કપાળે ચઢાવી ફાઇલ ખોલીને પાના ફેરવવા માંડ્યા, પછી ત્રાંસી નજરે સરીતા સામે જોવા માંડ્યુ એવુ ધ્યાન પેપરમાં નહી સરીતામાં જ હતું. સરીતાની અને ખાંડેકરની આંખ મળી એટલે ખાંડેકરે ફાઇલ બાજુમાં મૂકીને કહ્યું "સર્ટીફીકેટ તો જોઇ લીધા. તમારો અનુભવ શું છે ? તમારી અપેક્ષા શું છે ? બાય ધ વે તમે શું લેશો ?"


     સરીતાએ સંકોચ સાથે કહ્યું કંઇ નહી સર, થેંક્યુ બસ આ જોબ મને મળી જાય તો સારું મારે ખૂબ જરૂર છે. ખાંડેકર કહ્યું" હાં હાં એતો દેખીતી વાત છે. તમને જોબની જરૂર છે. એમ કહીને ઉભા થઇ સામેનાં ડેસ્ક પરથી પાણીની બોટલમાંથી ગ્લાસમાં પાણી કાઢી સરીતા તરફ ધર્યો. ત્યાં સુધીમાં સરીતાએ બધુ ચેક કરીને રેકોર્ડીંગ ચાલુ કરી દીધેલું સરીતાએ ગ્લાસ લીધો. ગ્લાસ આપતી વખતે ખાંડેકરે સરીતાની આંગળીઓ પર એની આંગળીઓનો સ્પર્શ કર્યો. પછી એકદમ જ હસતાં હસતાં કહ્યું. "તમારી જોબ નક્કી જ તમારાં સર્ટીફીકેટસ તો જોયાં પણ તમે આવ્યા ત્યારથી જ જોબ આપવાનું નક્કી કરેલું, બાય ધ વે તમારી સાથે બે છોકરાઓ સાથે આવ્યા છે કોણ છે ?

     સરીતાને થયું હું આવી એની સાથે કોઇએ ફોન કરીને જાણ કરી છે કે હું એકલી નથી આવી. સરીતાને સ્વસ્થ થતાં ક્હ્યું "સર મારો એક ભાઇ છે અને એક કઝીન. મુંબઇમાં આવી હોટલમાં પ્રથમવાર પગ મૂક્યો છે. એ લોકો સાથે આવ્યા છે, મારાં કઝીનને હોટલ જોવી હતી એટલે સર... એની વાત કાપતાં ખાંડેકરે કહ્યું "ઓહ ઓકે ઓકે મેં રીસેપ્શન પર એમનું ધ્યાન રાખવા કહ્યું છે. ચા-કોફી કે એમને જે ફાવે તે આપવા કહ્યું છે. તું ચિંતા ના કરીશ બી રીલેક્ષ. સરીતાને મનમાં થયું આ બધે બહું જ ધ્યાન રાખીને બેઠો છે. મારે સાવચેત રહીને વર્તવુ પડશે, એને કોઇ રીતે વ્હેમ ના જ આવવો જોઇએ.

     ખાંડેકરે ક્યું "ઓકે શું હોબી છે ? અને બીજા શોખ ? સરીતાએ યુક્તિપૂર્વક જવાબ આપવા માંડ્યા. ખાંડેકરને વ્હેમ ના આવે અને જાળમાં ફસાય. સર ! મને મુવીઝનો ખૂબ શોખ તથા જોવા લાયક અને હરવા ફરવાનો ખૂબ શોખ છે ક્યારેક ફ્રેન્ડ્રસ સાથે પબમાં જઊ ત્યાં ડીસ્કો... ખાંડેકર કહ્યું" વાહ ભાઇ વાહ એમ કહી ખાંડેકરે ટીપોય પરથી બોટલ લીધી ગ્લાસમાં પેગ કાઢતાં કહ્યું તું લઇશ ? સરીતાએ કહ્યું "ના સર અત્યારે નહીં મારી સાથે મારાં ભાઇઓ છે. ખાંડેકરે હસવા સાથે કહ્યું" ઓહ.... ઓકે ઓકે કહીને એક સાથે ડ્રીંક પુરુ કરી ગયો. પછી કહે "એકદમ લાઇટ બનાવું ? તારી નોકરી પાકી...

સર! ના ના અત્યારે નહીં ખાંડેકર ઉભો થયો અને બીજો પેગ બનાવવા લાગ્યો. સરીતાએ ફોનમાં ચેક ક્યુટ રેકોડીંગ ચાલુ હતું અને સીક્યુરીટી ફોનમાં પણ બધું ઓન હતું. ખાંડેકર કહ્યું તું કંઇક બીજા વિચારમાં છે ? સરીતાએ બાજી સંભાળતા કહ્યું "નો નો સર આઇ એમ હીઅર ઓન્લી. ખાંડેકરે થોડાંક આગળ વધી એની ખુરશી સરીતાની ખુરશીની લગોલગ લાવી દીધી અને કહ્યું" મને ફાલતું વાતોમાં રસ નથી તને સીધું જ આમંત્રણ આપી દઉં, આવી જા અહીં મારી પાસે અને બેડ તરફ ઇશારો કર્યો. સરીતા કહે નો સર મારાં ભાઇઓ અને સર હું એવી છોકરી નથી. ખાંડેકર ખુરશી પરથી ઉભો થઇ ગયો. એણે એનું ઉપરનું પહેરલા અંગરયું કાઢીને ખુરશી પર નાંખી દીઠું અને સરીતાને હસતાં ઇશારાથી આમંત્રિત કરવા લાગ્યો. સરીતા હવે ગભરાઇ એણે કહ્યું. "નો સર હું એવી છોકરી... ખાંડેકર કહે અહીં આવે એ પહેલાં આવું જ બોલે. એક્ચ્યુલી સાચું કહું તમારી છોકરોની આ સ્ટાઇલથી ટેવાઇ ગયો છું, ના પાડે એમાં જ હાં હોય છે. તમે રંડી થોડી કહે કે કીધું ને અમને વશ થઇ જાવ... હેં હેં હે. કહી હસ્યો બીજો પેગ પણ પી ગયો. સરીતા ઉભી થઇ ગઇ અને સલામત અંતરે જઇને કહ્યું સર હું તમને પછી મળીશ.


     ખાંડેકરે કહ્યું "પછી ? આવતીકાલ કોણે જોઇ છે? જો જો મેં તારાં નામનો એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર જ કરાવી રાખેલો છે. ખાતામાં પણ રેકોર્ડમાં કોપી છે. તને કોઇ દગો નહી થાય એ આખું ડીપાર્ટમેન્ટનો પોર્ટફોલીયો મારાં હાથમાં છે એમ કહી કાગળ બતાવ્યો, પાછો ટીપોય પર મૂકીને સરીતા તરફ આગળ વધ્યો. એણે સરીતાને ગળામાથી પકડી બાથમાં લીધી અને ગાલ પર ચુંબન કરવા લાગ્યો. સરીતાને કહે "આવી જા હવે મને તડપાવ નહી ?.. આવી જા કહી એને ઊંચકવાનો પ્રયાસ કર્યો. સરીતાએ એનાં હાથમાંથી છુટવા ખૂબ પ્રયાસ કર્યો પેલાએ એને ઊંચકીને પલંગમાં ફેંકી અને એની ઉપર....


******

     આ બાજુ ભાવેશ-સચીન બધું રેકોર્ડીંગ જોઇ રહેલાં એમને તો ત્યાંથી ઉભા થઇ જઇને ઉપર આવવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાં કોઇ આવીને એમને કહ્યું અહીં ચૂપચૂપ બેસી રહો. સીક્યુરીટીનો માણસ ગન સાથે ઉભો હતો. ભાવેશ -સચીન સમય સૂચકતા વાપરી પાછા બેસી ગયાં.


******

     સરીતાએ સીક્યુરીટી ફોનનાં 1 નંબર ડાયલ કરવા કી દાબી દીધી. ખાંડેકર બેડ પર આવને સરીતા સાથે જબરજસ્તી કરવા લાગ્યો સરીતાથી હવે ના રહેવાયું એણે કહ્યું ઘાંટો પાડીને "એય કૂતરા ઉભો થા અહીંથી તારી અસલીયત મારી સામે આવી ગઇ. તારો આ નાગો નાચ કેમેરામાં કેદ થઇ ગયો છે સીધો જ ઉભો થઇ જા, નહીતર હાલ હુ પોલીસને બોલાવી લઇશ. ખાંડેકર હસતાં હસતાં કહ્યું" હું કોઇ કાચો ખેલાડી નથી. મને સીસીટીવી કેમેરામાં કેદ થયેલું બધુજ દેખાય છે. તારો કેમરા ક્યાં છે જો આ રહ્યો.

     એમ કહીને કોટનાં બટનની સાથેનો કેમેરા ખેંચી કાઢ્યો. અને એનો કોટ ખેંચી ફાડી નાખ્યો. સરીતાનાં શરીર પર ટીશર્ટ અને પેન્ટ રહેલાં ખાંડેકર હવે નશામાં પાગલ થયેલો એણે સરીતાનું ટીશર્ટ ખેંચવા માંડ્યું કહ્યું બધુ કાઢી નાંખ, મને વશ થઇ જા નહીંતર બરબાદ થઇ જઇશ. અહીંથી પાછી નહીં જઇ શકે. તારાં ભાઇઓ પણ નહીં જઇ શકે. સરીતાએ સીક્યુરીટી ફોનની ચાંપ દબાવવા માંડી અને મનોમન ઇશ્વરને પ્રાર્થના કરવા માંડી.


******

અવિનાશનાં ફોનમાં સીક્યુરીટી સાયરન વાગી એ તાત્કાલીક ઉભો થઇ ગયો વેઇટરને પૈસા આપી તુરંત રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી હોટલનાં પ્રવેશદ્વારા તરફ આગળ વધ્યો. એ પહેલેથીજ તાજની રેસ્ટોરમાંજ બેસી રહેલો. સરીતાનો સંકેત મળતાં જ સીક્યુરીટીને કાર્ડ બતાવી અંદર ગયો. જતાં જતાં એણે પોલીસ કમીશ્નરને ફોન કરી દીધો. વાત ટૂંકમાં સમજવી દીધી. સામે મીનીસ્ટર છે એ વાત છુપાવી. અવિનાશ ઝડપથી બારમાં માળે લીફ્ટથી પહોંચી ગયો અને દરવાજો તોડી કાઢયો. ભાવેશ અને સચીનને હોટલ મેનેજર સાથે ઉપર બોલાવ્યા.


******

     ખાંડેકર હવે નર પિશાચ બની ગયેલો અને પોતાની આપા ખોઇ બેઠેલો. એણે સરીતાને બાહોંમાં લઇને ચૂથવા માંડી. જબજસ્તીથી એનાં મુખ પર ચૂંબન લેવા માંડ્યો. એનું ટીશર્ટ ફાડી નાંખ્યું. એ આગળ વધે એટલામાંજ એનાં રૂમનો દરવાજો ખૂલ્યો અને એ ચોંકીને બેડ પરથી નીચે ઉતરી ગયો. સરીતા બે હાથ વડે ઇજ્જત બચાવતી ખૂબ રડતી કકળતી બેડમાં પડી હતી. અવિનાશે જોરથી ત્રાડ પાડી "સાલા સુવર ખાંડેકર આજે તારી પોલ ખૂલ્લી થઇ ગઇ. તારો ચહેરો બેનકાબ થઇ ગયો. ભાવેશ અને સચીન કેમેરાથી રેકોર્ડીંગ કરી રહેલાં પાછળ સીક્યુરીટી એ કમીશ્નરનાં આદેશ સાથે આવેલી પોલીસ, ખાંડેકરને ગીરફતાર કર્યો. સરીતા અવિનાશને જોઇને "સર જુઓ આ શું થઇ ગયું ? કહીને અવિનાશને વળગીને ધુસકે ઘુસકે રડી પડી. અવિનાશે કોટ ઉતારીને એને પહેરાવી દીધો.

     એટલામાં બીજી ચેનલમાં મીડીયાવાળાને ખબર પહોંચી ગઇ તાજ પર બધા દોડી આવ્યાં. થોડાંક જ સમયમાં હોટલ સમરોગણ બની ગઇ બધાએ ફોટા અને રેકોર્ડીંગ કરવા માંડ્યુ રડતી સીસકતી ડુસ્કા ભરતી સરીતા અવિનાશની બાહોમાં આશરો લઇ રહી હતી પોતાનું મોં અને જાત છુપાવી રહી હતી.


******

     ખાંડેકરનો ભાંડો ફુટી ગયો હતો. સ્ટીંગ ઓપરેશન સફળ રહ્યું પરંતુ સરીતાને ઘણો આઘાત પહોચ્યો. હવે એ સાવ સૂનમૂન થઇ ગઇ. અવિનાશ સાથે એ ઓફીસ આવી ગઇ. ખાંડેકરને એરેસ્ટ કરીને પોલીસ લઇ ગઇ. આજે ટીવી અને ન્યૂઝ પેપેરમાં હેડલાઇન મળી ગઇ. બ્રેકીંગ ન્યૂઝમાં ટીવી પર વારંવાર ન્યૂઝ આવી રહ્યા. લાઇવ સ્ટીંગ ઓપરેશનમાં મહારાષ્ટ્રનાં મીનીસ્ટર રંગે હાથ ઝડપાયા. એમની કામલીલા ખૂલ્લી પડી ગઇ. અત્યાર સુધીમાં ન જાણે કેટલી છોકરીઓમાં શીયળ અભડાવ્યા, હવે પરંતુ પાપનો ઘડો ભરાઇને ફૂટી ગયો. આજે પકડાઈ ગયો. છોકરી કોણ હતી એ વર્ણન નથી આપ્યુ પણ કોઈ ચોક્કસ પ્લાનીંગ સાથે આ સ્ટીંગ ઓપરેશન પાર પાડ્યું છે એ નક્કી. છોકરીએ ચહેરો ઢાંકી દેતા ઓળખ નથી થઈ શકી પરંતુ જેણે કરાવ્યું છે એના દ્વારા જાણ થઈ શક્શે. આમ ટીવી નાં બ્રેકીંગ ન્યૂઝમાં સમાચાર ચમક્વા લાગ્યા.


     સરિતાના ગયા પછી ભાવેશ સચીન અંદર અવિનાશ કેબીનમાં આવ્યા ભાવેશ કહે સર હું તો ગભરાઈ ગયેલો કે આ ખાંડેકર આજે સરીતાને ફેંદી નાખશે, સીક્યુરિટીવાળાએ મને ક્યું હવે મામલો ગરમ છે તમે ઉપર જાવ. એટલામાં સર તમે પાછા આવી ગયા. અવિનાશ કહે આ સિક્યુરિટીવાળો મારો જ હતો. મેં જ એને ફોડી રાખેલો. ભાવેશ સચીન બંને એક સાથે બોલી ઉઠ્યાં હેં? તો એણે અ‍મને કેમ રોક્યા ? અવિનાશ કહે મારી સૂચનાથી જ ત્યાં બરોબર સીન થાય બધુ બરોબર ગરમ થાય તો મીડીયામાં વાત ચગે ને ભાવેશ કહયું પરંતુ સર વધુ મોડુ થઈ જાત તો સરીતા નો બળાત્કાર થઈ ગયો હોત. અવિનાશ કહે “મારે કાંચુ નહોતું કાપવું. ખાંડેકર એ એના પર હુમલો કર્યો એને ફેંકી ખૂબ ચૂંબનો કર્યા. મેં થોડી ધીરજથી રાહ જોઇ આ ન્યુજ રીકોર્ડીંગ થવું જરૂરી હતું આજ તો પાકો પુરાવો હતો પણ લાગ્યુ એને ખાંડેકર નહી બક્ષે. ને ત્યારે તમને પોલીસને બોલવીને હું ત્યાં પહોંચી ગયો. આવા સમાચાર બનાવવા માટે કોઈકે તો કંઈ બલિદાન આપવું પડે ને સેટ્રીસફાઇસ કર્યા વગર ક્યાં મળે છે? એમ કહી ફરી આંખ મીચકારી, હવે આપણે ગોળ ગરાસ બંન્ને આપણી પાસે કહી ત્રણે જણાએ હસતાં હસતાં હાથ મિલાવ્યા.


     સરીતા ઘરે આવી ગઈ એનાં સાસુએ દરવાજો ખોલ્યો પરંતુ એ કંઇ પણ બોલ્યા વિના સીધી એના રૂમમાં જતી રહી. ડ્રોઈંગ રૂમમાં સાગર બેઠેલો એને પણ આશ્ચર્ય થયું. ઠીક છે ફ્રેશ થઇને આવશે એમ સમજી એને ટીવી ચાલુ કર્યું. દરેક ન્યૂજ ચેનલ પર સરીતાના સ્ટીંગ ઓપરેશન સમાચાર હતા. એને ખબર પડી ગઈ. આ સરીતા જ છે અને પછી એણે સરીતાનાં કહેવાતાં રોમાંચિત સમાચાર જોવા લાગ્યો. સરીતાને હોટલ માં પ્રેવેશી રૂમમાં ગઈ. વાતચીત બધાં સમયે કેમેરા ખાંડેકર તરફ જ મંડાયેલો હતો. કારણ કે સરીતાનાં કોટના બટન સાથે હતો એટલે સરીતા જોવાતી નથી ફ્ક્ત ખાંડેકર જ દેખાય છે. પરંતુ સાગરને તો ખ્યાલ આવી ગયો. છેડા સુધી રેકોરડીંગ પ્રસારીત થઈ પછી અચાનક સીન બદલાયો. પોલીસ-મેનેજર સાથે દરવાજો ખોલી અંદર આવે છે. સરીતાને ચીથરે હાલ ચૂંથાયેલી જુએ છે. પછી સરીતાનું મોં ઢાંકેલુ હોય છે. સરીતા અવિનાશને ભેટીને ધુસકે ધુસકે રડે છે. બધું જ છેડા સુધી એણે જોયું, અવિનાશ સરીતાના ખૂલ્લા બરડા પર હાથ પ્રસરાવે છે. પછી એનો કોટ પહેરાવીને લઈ જાય છે. ખાંડેકરનો કામલીલાનો પર્દાફાશ કેબીનેટ ને પક્ષમાંથી હકાલપટ્ટી વગેરે ન્યૂઝ સતત દરેક ચેનલો પર ચાલવા લાગ્યા.


     સાગર સમાચાર પૂરા જોઇને. ટીવી બંધ કર્યું અને તરતજ એનાં રૂમ તરફ દોડી ગયો. રૂમમાં જઇને દરવાજો બંધ કર્યો અને સરિતા બેડ પર બેઠી બેઠી રડી રહી હતી. સાગર ગુસ્સામાં ધૂંઆપૂંઆ હતો. એણે સરીતાને ક્યું "તું આ શું કરી આવી ? શેનું સ્ટીંગ ઓપરેશન ? શું છે આ બધું ? તને આ બધી જાણ હતી ? કોણે કર્યું આવું પ્લાનીંગ ? એક સામટાં અનેક પ્રશ્નો પૂછી લીધા."


     સરીતા એ રડતાં રડતાં કયું "હું બધુ જ કહુ છું. વિગતથી મને માફ કર, સાગર મારી ભૂલ થઇ ગઇ. સરીતાએ શરૂઆતથી અંત સુધી બધીજ વાત કરી. આખું પ્લાનીંગ અવિનાશનું હતું એમ જણાવ્યું, એનાથી એનાં અખબાર અને ન્યૂઝ ચેનલને ખૂબ લાભ થયો ટી.આર.પી. વધી ગઇ. મારાં આ કાર્યએ અખબારનો કારોબાર રાતો રાત વધારી દીધો.


     સાગરે કયું "અરે બેવકૂફ તારો ઉપયોગ થયો. તને શું લાભ થયો ? કમાનારા કમાઇ ગયા. લાભ લેનાર લાભ લઇ ગયા, તારી આ બેવકૂફી ભરી રોમાંચક સફરે તારી ઇજ્જતનાં ફનાફાતીયા કરી નાંખ્યા. યુ રાસ્કલ, તે કોને પૂછીને આ કર્યું ? તારો બાપ તો એજ અખબારમાં છે. એને ખબર નહોતી કે દીકરીની ઇજ્જત પર ખેલ ખેલીને એણેય દોઢીયા કમાઇ લીધા ? તને ખબર પડે છે ? તે શું ગુમાવ્યું છે ? પેલો રાક્ષસ તારા શરીર સાથ ચેડા કરે છે, તને ગંદી રીતે ફેંદી રહ્યો છે. તારાં કપડાં ફાડી રહ્યો છે આ બધુ તમારાં સ્ટીંગ ઓપરેશનનું લાઇવ બતાવી રહ્યા છે આખું જગ જોઇ રહ્યું છે અને હું લાચાર બેવકૂફની જેમ તારી લૂંટાતી ઇજ્જત ઘરે બેસીને જોઇ રહ્યો છું એણે તારાં કપડાં નહી. તારી ઇજ્જત-આપણી ઇજ્જત પ્રેમ સંબંધ-કુટુંબ સાથે બહુ જ એક ઝાટકે ફાડી નાંખ્યુ, બધુ જ લૂટી લીધુ તારી સંમતિથી જ. બધુ જ લૂટાઇ ગયું. એમ કહી સાગર ખૂબ રડી પડ્યો. આઇ હેટ યુ આઇ હેટ યુ......યુ બીચ આઇ હેટ યું. કહીને બારણાં પછાડી બહાર જતો રહ્યો.


     સરીતા પલંગ પર હાથ પગ પછાડીને ખૂબ રડી રહી. એને સમજ નહોતી પડતી એ શું કરે? એણે શરમ છોડી બહાર ગઇ, સાગરનાં પગ પકડી લીધાં ખૂબ જ રડી. માફી માંગી હું જ ખરાબ ચીતરાઇ. મારો ઉપયોગ થઇ ગયો, પરંતુ તું મારો સાથ આપ, મને આમ તિરસ્કારીશ નહીં. નહીંતર હું નહી જીવી શકું, સાગર મને માફ કર એ એનાં પગ પકડીને રડતી રહી.


     આખી રાત સરીતા રડતી રહી. સાંજે સરિતાનાં માતા પિતા પણ એને મળવા માટે આવી ગયા. સરીતા કોઇને ના મળી. રૂમ બંધ કરીને અંદર જ બેસી રહી. એનાં મમ્મી પપ્પા જતાં સાગરને મળીને માફી માંગી અને દિકરીને માફ કરી દેવા વિનંતી કરતાં ગયા. સાગર કંઇ બોલ્યો નહીં. એ લોકો મળીને નીકળી ગયા. રાત્રે સાગરનાં મમ્મી પપ્પા સુરતથી પાછાં આવી ગયાં, એ લોકો 4-5 દિવસથી સુરત એનાં મામાંના ઘરે ગયેલાં હતા. ઘરમાં સુસ્તી લાંગતા સાગરને પૂછ્યું" શું થયું છે દીકરા" એ લોકો બાકીની કંઇ ખબર જ નહોતી કારણ કે સરીતા છે એ ગણતરીનાં લોકોને જ ખબર હતી. સાગરે કહ્યું" કંઇ નહીં તબીયત નરમ છે, સરીતાની ગોળી લઇને સૂઇ ગઇ છે. તમે લોકો આરામ કરો હું પણ સૂવા જઊં એમ કહી એ ગયો.


***********

     સવારે સાગર ઉઠ્યો એણે સરીતાને ઉઠાડી કહ્યું, ઠીક છે જે થઇ ગયું એ થઇ ગયું. ગઇ ગૂજરી ભૂલી જા. સ્વસ્થ થા મમ્મી પપ્પાને કાંઇ ખબર નથી આપણે કોઇ સીન ઉભો નથી કરવો. મારે આમેય કાલે ટુર પર જવાનું છે. તું હમણાં રજા મૂકી દે જે." સરીતા કહે" હું આમ પણ જવાની નથી ક્યાંય. ઘરે જ છું પણ સાગર તમે મને સાચેજ માફ કરી દીધી છે ? કાલે ટુર પર જવાનો ? હમણાં ના જઇશને પ્લીઝ, સાગરે સરીતાની આંખમાં આંખ પરોવીને કયું હું એક સેકન્ડ ઊંધ્યો નથી, મારી આંખ સામે તારી લૂટાતી ઇજ્જત જ દેખાય. એમાં ક્યાં તારી બેવકૂફીનો લોકોએ કેવો ઉપયોગ કર્યો ? અને તારાં ખુલ્લા બરડા પર, શરીર પર પેલો બાસ્ટર્ડ હાથ ફેરવતો રહ્યો, તું એની બાહોમાં ભરાયેલી રહી જેણે તારો આવો ઉપયોગ કર્યો. હું બધુ નથી જોઇ શક્યો, નથી ભૂલી શકયો. એમ કહીને એ ખૂબ રડી પડ્યો બોલ્યો મારુ દીલ ટૂટી ગયું છે હું આવું કેવી રીતે સહી શકું ? પેલો મીનીસ્ટર તો પીશાચ હતો જ, પરંતુ આ રામનામ બોલીં રાવણનું કામ કરી ગયો, તારી ઇજ્જત તો અવિનાશે લૂંટી છે. બીજા પાસે લૂંટાવી-એણે લૂંટી અને કેમેરા સામે તને જગજાહેર ચૂંથતી બતાવી.


     સરીતા ધૂસકે ધૂસકે રડી પડી. મને માફ કરો, મને માફ કરો. મારાથી મોટી ભૂલ થઇ ગઇ છે. સાગર ચાલો આપણે ક્યાંક બહાર જતા રહીએ. અહીં આ બંને મીડીયા શાંતિથી જીવવા નહી દે. સાગરે સ્વસ્થ થતાં કયું "નોપ હવે ક્યાંય નથી જવાનું, મારે કાલે ટુર પર જવાનું છે, મારી કેરીયરનો ટર્નીંગ પોઇન્ટ છે. મારુ પ્રમોશન પાકુ છે. તારે આ બધુ જોઇને સહેવાનું એજ તારી શિક્ષા. આપણે હવે ક્યાંય નથી જવાનું અહીં જ રહેવાનું છે આજ લોકો વચ્ચે એમની જ સાથે.


***********

     સવારે ઉઠીને સરીતાએ જોયું સાગરે બેડ પર એક કવર મૂક્યું છે. એણે કવર ઝડપથી લીધું. અને ત્વરાથી કાગળ બહાર કાઢીને વાંચવા લાગી.


     "સરીતા હું ટુર પર જવા નીકળું છું. આપણાં કબાટમાં મેં જરૂરી પૈસા મૂકેલા છે. પપ્પા મમ્મી પણ સવારે પાછા સુરત જવાં નીકળી ગયા છે. મામાની તબીયત ફરીથી ગંભીર છે. તારી સાથે થયેલી ઘટનાં પછી હું એક પળ નિશ્ચિંત થઇ સૂઇ નથી શક્યો. તે તારો શોખ પૂરો કરી લીધો. પરંતુ તને ખબર નથી તે એનાં માટે કેટલી ભારે કિંમત ચૂકવી છે કે હજી ચૂકવી રહી છે. મેં તને સમજાવેલી કે આપણી સ્થિતિ પૈસે ટકે ખૂબ સારી છે. તારે કમાવાની જરૂર નથી. પરંતુ તારો શોખ અને જીદ કે તારો ઉછેર મને નથી સમજાતું કે તારી વિચારસરણી અને વર્તન માટે શું કારણ આપું પરંતુ છેવટે તે તારી ઇજ્જત દાવમાં મૂકી. મારો આટલો અપાર પ્રેમ સામે તારી ઇચ્છાઓ જીતી ગઇ. સાગરમાં સરીતા ભળવા માટે સર્જાઇ છે. એ તારાં શબ્દો હતાં પરંતુ સરીતાએ માર્ગ બદલી નાંખ્યો. એ સાગરને મળવાનાં બદલે કીચડ ભર્યા ગંદા તળાવમાં જઇને પડી, જ્યાં તને કીચડથી વધુ કંઇજ હાથના લાગ્યું. હું સાગર તારાં પ્રેમમાં પહેલી નજરે જ ઘાયલ થયેલો. તારા માટે કંઇ પણ કરવા તૈયાર હતો. પરંતુ ખબર નહીં હું પ્રેમ માટે ને તું તારી ઇચ્છા માટે કંઇ પણ કરવા તૈયાર થઇ ગઇ. સાગર એનાં કિનારે માથાં પછાડી પછાડી ને રુદન કરી રહ્યો છે. સરીતા એની આંખ સામે કાદવ કીચ્ચડમાં જઇને પડી."


     સાગરને હવે સરીતાનો ઇન્તજાર નથી હવે એ સરીતાને ભૂલવા મથે છે. પ્રેમથી પણ ઊંચી ઇચ્છાઓ હોય છે. એ સાબિત થઇ ચૂક્યું છે. બધુંજ લૂંટાવી દીધા પછી તું રડી રડીને માફી માંગે એનો શું અર્થ! હું તને માફ પણ કરી દઉં, પરંતુ મારા હૃદયમાં જે દ્દશ્યો કોતરાઇ ગયા છે. એ મને ક્યારેય તારી નજીક નહીં આવવા દે. તારો સ્પર્શ મને હવે દામશે. તારાં અભડાયેલા શરીરને હું સ્પર્શ નહીં કરી શકું, આજે હું તારો ત્યાગ કરુ છું. સરીતાને હું બધાંજ બંધનમાંથી મુક્ત કરું છું. સાગર હું સાગર ભલે ખારો છું, પણ વિશાળ છું. કેટલાંય જીવોને પાળું છું તું સરીતા મીઠાં પાણીની હોવા છતાં તારું કોઇ અસ્તિત્વ નથી, તું કોઇકને આધારીત છું. સહુ મારે આધારીત છે. તું ચંચળ ક્યારે ક્યો માર્ગ લે એનો ભરોસો નથી. હું અચળ સફાટ મહાસાગર છું. હું સમ્રાટ છું. હું સાજે તને આ અંતિમ પત્ર લખી રહ્યો છું. ટુરમાં જવાનું મેં પત્રની શરૂઆતમાં લખ્યું છે એ સારું જ છે, આ ટુર મારી અંતિમ છે. આમાંથી કોઇ પાછું આવ્યું નથી કે આવશે. હું તને કાયમ માટે ત્યજુ છું. આ દગાખોર-નીચ અને અવિશ્વાસુ તકવાદી અને સ્વાર્થી દુનિયાને અલવિદા કરું છું, બહાર ડ્રોઇગરૂમમાં હું તારી રાહ જોઉં છું.


     સરીતાએ સજળ નેત્રે કાગળ વાંચી - એકદમ બહાર દોડી ગઇ અને ડ્રોઇંગ રૂમમાં જોયુ તો સાગરનો મૃતદેહ ફાંસી ખાધેલો લટકતો હતો એનાં હાથમાં બીજો કાગળ ચોંટેલો હતો. ઓ સાગર...નામની મોટેથી બૂમ પાડી એનાં પગ પકડી લીધાં ખૂબ રડી, પરંતુ સાગર આજે જીવ અને જળ વિનાનો થઇ ગયો હતો. એણે હાથનો કાગળ વાંચ્યો, હું કાયમ માટે છોડીને જઉ છું, તું સાચું પ્રાયશ્ચિત કરે તોજ મારાં અસ્થિને સ્પર્શ કરજે, નહીંતર તને એ પણ અધિકાર નથી. સાચા પ્રેમીને તે તારાં ઇચ્છાઓનાં નાગથી ડસી લીધો છે. બાય....


************

     સાગરનાં મૃત્યુ પછી.. મંમી પપ્પાને ખબર આપી. અચાનક થયેલાં અવસાન અને એ પણ આપધાત. સાગરનાં આપધાત માટે જાત જાતની વાતો વહેતી થયેલી. સરીતાએ પણ સાગર પાછળ જીવ આપવાનું નક્કી કરેલું પરંતુ સાગરનાં માતા પિતા કહ્યું હવે અમારું જે ગણો, તું જ છે દીકરા, તું એવું કોઇ પગલું ના ભરીશ કે આ ઉંમરે અમે અનાથ થઇ જઇએ. સરીતાને સાચાં કારણની ખબર હતી, આ રહસ્ય એ એકલીજ છાતીમાં દબાવીને જીવી રહી હતી. પોલીસ તપાસમાં કંઇ આવ્યું નહીં. કોઇ કામનાં બોજનાં કે અગમ્ય કારણસર આપધાત થયો એમ કેસ ઊંચો મૂકવામાં આવ્યો હતો.


************

     સરીતાને સમજાતું નહોતું એ પ્રાયશ્ચિત કેવી રીતે કરે ? શું કરુ કે મારું પાપ ધોવાય. સાગરનાં આત્માને શાંતિ મળે. એ રોજ સાગરનાં ફોટો પાસે દીવો અગરબત્તી કરી ખૂબ પ્રાર્થના કરતી, રડતી કકળતી કહેતી. "તમારાં મમ્મી પપ્પાનો હું સહારો બની છું. મેં પાપ કર્યું, પરંતુ તમે કાયર થયા, કેમ એકલા જીવ લીધો ? મને મારી નાંખીને જીવ આપવો હતો ને.. તમે કેમ આવું પગલું ભર્યું ? સાગરનાં અગ્નિદાહ દીધા પછી અસ્થિકુંભ એણે પોતાનાં અને સાગરનાં વોડ્રોબમાં મૂકેલો. એને ઘણીવાર અહેસાસ થતો કે સાગર એની આસપાસ જ છે, એ સતત એની ઉપર ધ્યાન રાખે છે. ઘણીવાર કબાટમાં રાખેલો કુંભ જાણે અવાજ કરતો હોય એવું લાગે. સૂઇ ગયા પછી એને એવું લાગે એની બાજુમાં કોઇ સૂઇ ગયું છે. હવે એને અહેસાસમાં સાગર સાથે જાણે મૌન વાર્તાલાપ થવા લાગ્યો હતો, એ એકલી એકલી સાગર બાજુમાંજ હોય એમ વાતો કરતી. અને પછી આંખ મિચાતાં સૂઇ જતી.


************

     આજે સરીતા વહેલી ઉઠીને નાહીને તૈયાર થઇ ગઇ. એણે મમ્મી પપ્પાને વચન આપેલું કે એ બનારસ લઇ જશે. એણે બધી તૈયારી કરી લીધી અને પ્લાનીંગ પ્રમાણે ટ્રેઇનમાં બેસીને બનારસ જવા નીકળી ગયા. એણે સાથે સાગરનો અસ્થિકુંભ લીધેલો. મનોમન નિર્ણય કરેલો બાબા કાશીવિશ્વનાથનાં દર્શન કરાવીને સાગરનો અસ્થિકુંભ ગંગામાં વહાવી દેશે. સાગરનાં મમ્મી પપ્પા પણ ખૂબજ ખુશ હતાં. એમને યાત્રા થઇ જશે અને સાગરનાં અસ્થિ પધરાવી દેવાશે.


******

     બનારસ પહોંચીને પહેલાં કાશી વિશ્વનાથનાં દર્શન કર્યા. પછી માંના દર્શન કર્યા, કાળ ભૈરવનાં દર્શન કર્યા. બધાજ દર્શન પતાવીને સાગરનાં માતા પિતાને લઇને મોક્ષદ્વાર પર આવી ગઇ. માતા પિતાને ત્યાં બેસાડીને અસ્થિકુંભ કાઢ્યો અને એને વિધીવત પૂજા કરીને એ અસ્થિકુંભ બંન્ને હાથથી કાળજી પૂર્વક લઇને ઘાટ ઉતરતાં ઉતરતાં ગંગા નદીનાં પાણીમાં ઉતરી. એ આગળ વધતાં વધતાં ગંગાનાં મુખ્ય પ્રવાહ તરફ જવા લાગી. અચાનક એને અહેસાસ થયો કે કુંભમાં કંઇક હલી રહ્યું છે. કુંભમાં સ્પષ્ટ એક જાતની ધુજારી અનુભવવા લાગી સંચાર થવા લાગ્યો અને આશ્ચર્ય થયું, હવે કુંભ એણે પકડયો હોવા છતાં જાણે કુંભે એનાં હાથ સજ્જડ પકડયા હોય એવું અનુભવવા લાગી. ગંગાનાં મુખ્ય પ્રવાહ તરફ એનાં પગ જાણે જબરજસ્તી મંડાતા હતાં. કુંભમાં કોઇ જીવ હોય એમ એ જીવને તાબે થઇ રહી હતી. અને બે ક્ષણમાં તો ગંગાના ઝડપી પ્રવાહમાં એ જવા લાગી અને થોડીવારમાં એનો બધોજ કંટ્રોલ ખૂટી ગયો, એ પરિસ્થિતિમાં વશમાં આવીને તણાવા લાગી એનાં હાથમાંથી કુંભ છૂટે એ પહેલાં કુંભમાંથી સાગર જાણે બોલી રહ્યો "સરીતા અને હું તો સાગરમાં સમાવવા માટે લઇ આવ્યો છું, તું મારાં અસ્થિ ગંગામાં પધરાવવા નહી આવી પણ હું મારાં સાચાં પ્રેમ થકી તને મારાં અસ્થિ સાથે મારાં પ્રેમનાં અતૂટ અસ્તિત્વ સાથે હું તને મારી સાથે વહાવીને સમાવીને લઇ જઉં છું. અને અસ્થિકુંભ સાથે સરીતા પણ સરીતામાં સમાઇ ગઇ. દૂર ઘાટ પર બેઠાલાં વૃધ્ધ માતા પિતા બંન્ને અસ્તિત્વને સરીતામાં શમતાં ઓગળતાં અદશ્ય થતાં જોઇ રહ્યા.

------- સંપૂર્ણ -------



Rate this content
Log in

Similar gujarati story from Drama