Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Inspirational Romance Tragedy

4  

Irfan Juneja

Inspirational Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૨૮

હમ તુમ્હારે હૈ સનમ - ૨૮

8 mins
14.8K


અરમાનના અમ્મી ડેલીથી બહાર આવે છે. અરમાન ત્યાં ઉભો હોય છે.

"બેટા તારી માસીનો વાંક નથી, મારી ભૂલ છે. મારી ભૂલની સજા તમને બંનેને મળી રહી છે..."

"અમ્મી ચાલો ઘરે જઈએ તમે રડશો નહીં..." અરમાન એના અમ્મીના આંસુ લૂછતાં કહે છે.

બંને એ જ કાકા વાળી રિક્ષામાં બેસીને નીકળે છે. બસ સ્ટેશન પહોંચી આયતના ઘર તરફ જતા રસ્તા સામે જોઈને અરમાનના અમ્મી ખુબ રડે છે. અરમાન એમને હાથ ખેંચી ને આગળ લઇ જાય છે. રિક્ષાવાળા કાકા પણ આ દ્રશ્ય જોઈને રડે છે.

"અમ્મી હવે બસ કરો રડશો નહીં. બે-ચાર મહિનામાં ભૂલી જઈશ.. પછી તમે પૂછશો ને કે આયત... તો હું કહીશ કોણ આયત... ચાલો અમ્મી બસ આવી ગઈ."

અનિશા જી આ સાંભળીને ખુબ રડે છે. બન્ને બસમાં બેસીને રાજકોટ પહોંચે છે. અહીં સારા પોતાના ઘરે આવે છે.

"બેટા તું આવી ગઈ?"

"હા અમ્મી પણ હવે આયતની ઘરે જાઉં છું..."

"કેમ ફરીથી આયતને ત્યાં?"

"અમ્મી હકીકતમાં તો હવે આયતના ઘરે જાઉં છું પહેલા તો ખોટા માર્ગે ચડી ગઈ હતી. એ બિચારી એકલી હશે.."

આયત પોતાના રૂમમાં બેઠી હોય છે. રડતા રડતા એક ગીત ગઈ રહી હોય છે.

"એક તું ના મિલા... સારી દુનિયા મિલે ભી તો ક્યાં હૈ...

એક તું ના મિલા... સારી દુનિયા મિલે ભી તો ક્યાં હૈ...

મેરા દિલ ના ખીલા... સારી બગીયા ખીલે ભી તો ક્યાં હૈ..."

સારા ત્યાં આવી જાય છે. આયતને આ હાલતમાં જોઈને એને ગળે વળગીને ખૂબ રડે છે.

"આયત મને માફ કરી દે..."

"ચલ પગલી ચુપ થઇ જા રડ નઈ... સેની માફી..."

"આયત મારાથી ભૂલ થઇ ગઈ હતી..."

"સારા તું એમ સમજે છે કે તને અરમાન સાથે પ્રેમ થઇ ગયો એટલે હું નારાજ છું ? ક્યારેય નહીં... તે તો મારા પ્રેમની કદર કરી... મને હતું કે હું જેને પ્રેમ કરું એને તું કરીશ... ચાલ ચુપ થઇ જા મારી પાક્કી સહેલી..."

"આયત તારું મન કેટલું મોટું છે. આજે એ આવ્યો હતો.."

"હા મને ખબર છે. મેં જોયો હતો પણ એનો ચહેરો ન જોઈ શકી. આ મારી કમનસીબી છે કે પછી એ ચહેરો દેખાડવાની હિંમત ન કરી શક્યો... તું ચિંતા ન કર આજે એ તને મળવા નહીં મારા માટે આવ્યો હતો. મને કહેવા આવ્યો હતો કે એ એના અબ્બુ અકબર જેવો નથી... સાચે ખુદા કસમ એ એના અબ્બુ અકબર જેવો બિલકુલ નથી સારા... મૌલવી સાબ કહેતા હતા એના કપાળ પર ચાંદ બનતો દેખાય છે. તું જોજે એક દિવસ ચાંદ બની જે ચમકશે..."

અહીં અરમાન એના અમ્મી રાજકોટ પહોંચે છે. અરમાન પોતાના રૂમમાં જાય છે. અરમાન બુક લઈને વાંચવા બેસે છે.

"અરમાન આ કોઈ વાંચવાનો સમય છે..." અક્રમ બોલ્યો.

"સાચું કહું તો આ કોઈ અલગ થવાનો સમય પણ ન હતો અક્રમ પણ અલગ થઇ ગયા ને... છેલ્લી મુલાકાતમાં એને કહી ને મોકલ્યો હતો. ખુબ ભણવામાં ધ્યાન આપજો. તમે એક દિવસ ચાંદ સિતારાની જેમ ચમકશો... અને હું એમને જોઈને સમજીશ કે તમને જોયા..."

નીચે અરમાનના અમ્મી પથારીમાં બેઠા છે. ઝોયા એમના પગ દબાવે છે. આબિદ અલી પણ ત્યાં જ બેઠા છે.

"મારા અરમાનનું ધ્યાન રાખજો... એની પર ગુસ્સો ન કરતા.. આબિદ... હવે તો એ ભણવા પણ લાગ્યો છે. મારા કારણે એને બહુ મોટી સજા મળી છે હવે એને વધુ દુઃખ ન આપતા..."

"હા અનિશા હું આમ પણ એને ક્યાં કહી કહું છું..."

થોડીવારમાં ઝોયા રાડ પાડે છે. અરમાન અને અક્રમ પણ નીચે આવી જાય છે. આવીને જુવે છે તો અરમાનના અમ્મી પરલોક પધારી ચુક્યા હોય છે.

(આઠ વર્ષ પછી...)

અરમાન પોતાની ઓફિસમાં અમદાવાદ ઈરફાન સાથે હોય છે. ઈરફાન એની આ સ્ટોરી લખતો હોય છે. અરમાન ઈરફાનને જણાવે છે.

"અમ્મીના અવસાન બાદ માસી છેલ્લીવાર મારી ઘરે આવ્યા હતા પણ આયતને નહોતા લાવ્યાં. એ પછી તો ક્યારેય આયત સાથે મુલાકાત જ ન થઇ... કિસ્મત મારી આ પ્રેમ કહાનીને વધુ ને વધુ કોમ્પલેક્ષ બનાવી રહી હતી..."

"પછી આગળ શું થયું અરમાન ?"

"ઈરફાન પહેલા આપણે ચા પી લઈએ..."

"હા સારું અરમાન..."

અરમાને પોતાની કેબીનમાં ચા પીતા પીતા વાત આગળ વધારી.

"ઇરફાન પછી હું પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન આપવા લાગ્યો. કોઈ સારી કમ્પની તો નહીં પણ રાજકોટની એક નાની સોફ્ટવેર કમ્પનીમાં મને જોબ મળી. સમય જતા મને એક મોટી કમ્પનીની ઓફર આવી. હું અમદાવાદ શિફ્ટ થયો. અને બે વર્ષ પછી મેં ખુદની કંપની ચાલુ કરી જેમાં આજે તમે બેઠા છો. ૨૦૧૧ માં મારા લગ્ન થઇ ગયા. કાયનાત નામ છે મારી પત્નીનું.

૨૦૧૩ માં અબ્બુ એ મારા પત્ની દ્વારા સમાચાર મોકલાવ્યા કે આયતના પણ નિકાહ થઇ ગયા. જૂનાગઢના જ કોઈ છોકરા સાથે.. મેં આ વાત ખૂબ જ હિંમત કરીને સાંભળી. મારી પત્ની આ વાતથી ખુશ હતી પણ એની આંખમાં પણ આંસુ હતાં."

"અરમાન તો પછી તમે ક્યારેય આયતને મળ્યા?"

"ઈરફાન તમને લાગતું હશે કે સ્ટોરી અહીં પૂરી થઇ. આયતે લગ્ન કરીને આ પ્રેમને દફનાવી દીધો હશે. પણ હજી સ્ટોરી અહીં પૂરી નથી થઇ..."

"તો આગળ શું થયું અરમાન?"

"હું મારી ઓફિસમાં ૫ ઓક્ટોબર ૨૦૧૪ના બેઠો હતો. બહાર ખૂબ જ વરસાદ થતો હતો. મારા ડ્રાઈવરે આવીને કહ્યું કહી લાવી દઉં જમવાનું... એટલામાં જ ફોન રણક્યો..."

"હાલો કોણ ?"

"અક્રમ બોલું છું અરમાન... "

"અક્રમ?"

"હા અક્રમ... અરમાન..."

"બોલ અક્રમ બધું બરાબર તો છે ને? અબ્બુ ને ઝોયા બધા ઠીક તો છે ને..."

"અરમાન બધા બરાબર છે પણ તારા માટે ખુબ દુઃખના સમાચાર છે..."

"શું દુઃખના સમાચાર અક્રમ?"

"મને એ કહે અરમાન તારામાં કેટલી હિંમત છે સાંભળવાની..."

"બહુ હિંમત છે તું બોલ."

"આયત... આ દુનિયામાં નથી રહી અરમાન... આયત મરી ગઈ..."

અરમાન આ સાંભળીને જાણે પગ નીચેથી ધરતી ખસી જાય એમ સ્તબ્ધ બની ગયો. સામે ઉભેલા ડ્રાઈવરે આ જોયું.

"સાહેબ પાણી લાવી આપું?"

"ના... એવી કોઈ વાત નથી... ચાલો ગાડી કાઢો ઘરે જવું છે..."

અરમાન ગાડીમાં બેસીને ઘરે ગયો. અરમાનની પત્ની દરવાજા પર અરમાનની રાહ જોઈ રહી હતી.

"અસ્સલામું અલયકુમ..."

"વાલેકુમ સલામ..."

"કાયનાત જમવાનું આપ મને ભૂખ લાગી છે..."

"અત્યારે જમવાનું?"

"હા આજે ઓફિસમાં કઈ કામ નહોતું એટલે ઘરે આવી ગયો..."

અરમાન જમીને ફ્રેશ થઇને પોતાના બેડરૂમમાં બેસે છે. કાયનાત ત્યાં આવે છે.

"અરમાન તમને કોઈનો ફોન નથી આવ્યો?"

"ના કેમ?"

"તમને સાચે કોઈ સમાચાર નથી મળ્યા?"

"કેવા સમાચાર ? તું જણાવ મને જલ્દી..."

"અરમાન આયત મરી ગઈ... " કાયનાત રડતા બોલી...

"હા તો કાયનાત ... અલ્લાહ એને જન્નત નસીબ કરે. તારી એક ચિંતા હતી એ પણ દૂર થઇ ગઈ ને..."

"અરમાન તમે આટલા કઠોર બની ગયા છો...? તમે એને છેલ્લીવાર જોવા પણ નહીં જાઓ?"

"ના ક્યારેય નહીં..."

"ઓહ અરમાન... તો પછી તમે ગયા આયત ને જોવા?" ઈરફાને અરમાનને પૂછ્યું

"હા મારી પત્ની એ કસમ આપી હતી કે હું આયતને છેલ્લીવાર જોવા જાઉં... હું જતો હતો અને એણે મને હાથ પકડીને રોક્યો... અને બોલી... અરમાન તમને મારી કસમ છે આજે એને મન ભરીને જોજો. જ્યાં સુધી એનું મોઢું કફનમાં બાંધી ન દે ત્યાં સુધી એને પ્રેમ ભરી આંખોથી જોજો. તમે એને તમારા હાથેથી કબરમાં ઉતારજો.. અને કહેજો કાયનાતે માફી માંગી છે. પ્લીઝ એને માફ કરી દેજે...

હું ઘરેથી જૂનાગઢ નીકળ્યો. જુનાગાઢ પહોંચીને મારી ગાડી કબ્રસ્તાન પાસે રોકાઈ..."

"કેમ કબ્રસ્તાન પાસે?"

"આખા કબ્રસ્તાનમાં બધી કબર વેરાન પડી હતી. એક કબર પર ફુલ હતા જે હાલ જ બનાવી હોય એવું અનુભવાતું હતું. મારા પહોંચતા પહેલા જ એને દફનાવી દીધી હતી..."

"યા અલ્લાહ... તો તમે એનો ચહેરો પણ ન જોયો.."

"ખુદાને નહીં મંજૂર હોય ઈરફાન..."

"તો પછી તમે એના ઘરે ગયા કે નહીં?"

"હું મારા અંદાજા પર જલ્દી વિશ્વાસ નથી કરતો. હું એના ઘરે ગયો હંમેશની જેમ આજે પણ મારી માટે એ ડેલી બંધ જ હતી. પણ એક જ વાર ખખડાવતા એ ખુલી ગઈ. ડેલી ખોલતા જ સામે જોયું તો મારા નાની, માસી અને બધાં સફેદ કપડામાં ફળિયામાં બેઠા હતા. મને જોતા જ માસી ઉઠીને આવ્યાં..."

"અરમાન બેટા મારી દીકરી મરી ગઈ... આપણી આયત મરી ગઈ..."

અરમાન માસીને ધક્કો મારી દૂર કરી અને એના નાની પાસે ગયો.

"અરમાન દીકરા મેં આ લોકોને કહ્યું હતું કે આજે મારો અરમાન જરૂર આવશે પણ કોઈએ તારી રાહ ન જોઈ... ને દફનાવી દીધી..."

અરમાન એના નાનીને ગળે વળગીને ખૂબ રડ્યો. અક્રમ એની પાસે આવીને એને ગળે લગાવીને હિંમત આપી.

અંદર લિવિંગ રૂમમાં નાની, જેતપુર વાળા માસી અરમાન અને અક્રમ બેઠા.

"શું થયું હતું નાની એને?"

"કઈ નઈ બેટા તને પામ્યા વગર એ રોજ મરી રહી હતી..."

"અરમાન મેં કોશિશ કરી સાંજે ચાર વાગ્યા સુધી પણ તું ના આવ્યો પછી એને દફનાવા લઇ ગયા. તારી આવવાની ઉમ્મીદ હતી ત્યાં સુધી તો એની આંખો ખુલ્લી હતી પણ જયારે કબરમાં ઉતારી ત્યારે આંખો બંધ થઇ ગઈ હતી..." અક્રમ બોલ્યો

"ક્યાં છે એનો પતિ... મારે મળવું છે..."

આયતના પતિને કોઈક બોલાવીને લાવ્યું. એકદમ સીધો સાધો વ્યક્તિ હતો.

"અસ્સલામું અલયકુમ..."

"વાલેકુમ સલામ બેસો ભાઈ..."

"અરમાન આમાં મારી કોઈ ભૂલ નથી.. બસ મને તો પછી ખબર પડી..."

"હા ભાઈ... તમારો કોઈ વાંક નથી... બસ હવે ફાતેહા પઢો અને દુઆ કરો..."

થોડીવાર આયત માટે દુઆ કરી ને અરમાન બોલ્યો.

"હું નાનીમાં હવે રજા લઉં..."

"બેટા આજે તો રોકાઈ જા..."

"ના નાનીમાં આ ઘરમાં હવે મારી કોઈ જગ્યા નથી..."

અરમાન બહાર નીકળે છે. આયતના પિતા એને પથારીમાં સુતા સુતા ઈશારાથી કહે છે.

"અરમાન બેટા મને માફ કરી દેજે..."

અરમાન એમની સામે ઘડીભર જોઈ રહે છે અને આગળ નીકળે છે.

"ભાઈજાન જાઓ છો?" આયતની બેન એની સામે આવે છે.

"તમે કોણ?"

"હું કૌશર... મને ન ઓળખી ભાઈજાન..."

"ઓહ.. આટલી મોટી થઇ ગઈ? સમય ક્યાં ગયો ખબર જ ન પડી..."

"હા ભાઈજાન મારા તો લગ્ન પણ થઇ ગયાને એક દીકરી છે..."

"સારું ચાલ તો હું જાઉં.."

"એના છોકરા ને નહીં જુવો?"

અરમાન કૌશર સામે બે ઘડી જોઈ રહ્યો.

"હા, લાવો કેમ નહીં..."

આયતની બીજી નાની બેન આયતના એક વર્ષના દીકરાને લઈને આવે છે. અરમાન એને તેડીને ચૂમે છે.

"ખુબ જ પ્રેમાળ ને સુંદર છે... ચાલ હવે હું નીકળું..."

"ભાઇજાન નામ નહીં પૂછો?"

"શું નામ છે આનું?"

"અમાનત.....!"

નામ સાંભળતા જ અરમાને આયતને કહેલી વાત યાદ આવી જાય છે.

"આયત મેં સાંભળ્યું છે કે પ્રેમ કરનારા કાં તો મરી જાય છે ને કાં તો એમના લગ્ન જલ્દી થઇ જાય છે. આપણે એનું નામ અમાનત રાખીશું... "અ" થી આયત "અ" થી અરમાન અને એમના પ્રેમની નિશાની એટલે અમાનત..."

અરમાનની આંખો ભરાઈ આવે છે અને એ બાળકને કૌશરને આપીને નીકળી જાય છે.

સમાપ્ત...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational