Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tanvi Tandel

Romance

3  

Tanvi Tandel

Romance

ગુલાબી ગુલદસ્તો

ગુલાબી ગુલદસ્તો

3 mins
14.8K


આજે ઉદાસ હતો. સ્વપ્નીલ ફટાફટ ખૂબ જ ગુસ્સામાં ઘરેથી નીકળ્યો. પ્યૂનને કાર પાર્ક કરવા આપી ઓફીસમાં પહોંચ્યો. તેની સેક્રેટરી એ ગુડ મોર્નિંગ વિશ કરતા જ ગુસ્સામાં તેની તરફ જોયું. કેબિનમાં જઇ થોડી ફાઈલો આમતેમ કરી પણ મન આજે બીજા જ વિચારોમાં અટવાયેલું હતું...

એના મનમાં ઘમાસાણ મચ્યું હતું. પિતાએ આજે કડક શબ્દોમાં કહ્યું હતું. "મહેમાન" આવવાના છે. ચેતવણીના સ્વરમાં કહી હતું કે જો છોકરીને કોઇપણ કારણોસર ના પાડી તો... સંઘર્ષનો દોર પાક્કો ખેંચવાનો હતો... પોતે ભૂતકાળમાં સરી પડાયું...

પાંચ વર્ષ પહેલાં કોલેજના મનગમતા સમયમાં. પોતાનાજ વર્ગમાં ભણતી સ્તુતિ... રૂપ રૂપનો અંબાર... લાંબા કાળા કેશ... વેસ્ટર્ન કપડાં... ને સાથે બુધ્ધિ... ફર્સ્ટ ચોઈસ ઓફ ઓલ ધ બોયઝ... કોલેજનો દરેક છોકરો એને મેળવવા... એની સાથે વાતની બે ક્ષણ માટે તલપાપડ હતા... સ્પોર્ટ્સ હોય કે સાંસ્કૃતિ કાર્યક્રમ હમેંશ સ્તુતિ સૌથી આગળ. અભ્યાસમાં હંમેશ સ્વપ્નીલ કરતા આગળ, આજ બાબતે તેમની વાત આગળ નોટની આપલે અને પછી દિલની આપ-લેમાં ફેરવાઈ. બીજા વર્ષમાં સ્વપ્નિલે સ્તુતિને પ્રપોઝ કર્યું ને સ્તુતિનું દિલ પણ સ્વપ્નીલના પ્રેમના બંધનમાં જોડાયું. કોલેજનું મોસ્ટ એટ્રેક્ટીવ કપલ બનતા વાર ના લાગી... બન્ને એ એકબીજાને કારકિર્દી બનાવ્યા બાદ લગ્ન માટેનો માર્ગ પકડવાનો નિર્ધાર કર્યો હતો. છેલ્લા વર્ષમાં કોણ જાણે શું બન્યું કે સ્તુતિ પોતાનાથી દૂર થતી ગઈ. સ્વપ્નિલે બહુ કોન્ટેક્ટ કર્યા પણ સ્તુતિએ કશું જ ના જણાવ્યું... બસ એ દુરી... અભ્યાસમાં પણ પોતાનું મનના લાગતા એમને એમ વર્ષ પૂર્ણ થતાં ગયાં... પોતે મલ્ટી નેશનલ કંપનીમાં જોબ સ્વીકારી કારકિર્દી પાટે ચડાવી. પણ પ્રેમનો માર્ગ બસ કોલેજમાં જ અધૂરો રહી ગયો.

લગ્નની વાત આવે ને સ્તુતિ યાદ આવે. આમ ને આમ છવવિસ છોકરીઓ પર એને પરિવારની સમક્ષ ચોકડીઓ મૂકી હતી. આજે અગેઈન ૨૭... દરવાજો ખખડવાનો અવાજ આવતા એ વિચારોમાંથી ફરી વર્તમાનમાં આવ્યો. અતીતની અધૂરી યાદમાં સમયની ઘડિયાળ સરકતી જતી હતી એનો ખ્યાલ જ ના રહ્યો. સ્વપ્નીલને પપ્પાનો ચેહરો યાદ આવતાં જોયું તો બહુ મોડું થઇ ગયું હતું. આજે ઘરે વહેલા પહોંચવાની પપ્પાની ધમકી બરાબર જ્ઞાત હતી. પણ ઘરે જવાનું મન થતું નહોતું. એ જ ટેબલ... એ જ સોફસેટ... એ જ પપ્પાની પ્રશ્ન સૂચક નજર, અણગમતા મહેમાનો, છોકરી... બધાં જ હશે. ને પછી એ બધાના જતાંજ... કાયમનું લગ્નનું મહાભારત... છતાં ના છૂટકે ઘરે જવા પગ ઉપડ્યા. કાર ચાલુ કરી ઘરના રસ્તા તરફ જવા લાગ્યો. રસ્તામાં ટ્રાફિકમાં એક નાની છોકરી ગુલાબના ફૂલો વેચવા કાર પાસે આવી. એની કાકલૂદીને વશ થઈ ગુલાબના ફૂલો લેવાઈ ગયા.

ઘરે જતાં... જ ડોરબેલ દબાવતાં... આ શું... એ જ ચહેરો...! જે ચિરપરિચિત... હતો... એને હાસ્ય સાથે આવકારી રહ્યો હતો. એને પોતાની સમક્ષ રજુ દ્રશ્ય પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. અંદર ફરી જોતા જ સ્તુતિ એના મમ્મી-પપ્પા સાથે મારા જ આંગણે મારુ સ્વાગત કરી રહી હતી. કશું બોલાયું ન જ નહિ... કોઈ પણ પ્રશ્ન વિના અશ્રૂસભર નયને બન્ને એકબીજાને ભેટી પડ્યા. કોઈ પણ કારણ કે કોઈ ગીલા સિકવા વિના... ગુલાબનો ગુલદસ્તો હસી રહ્યો..


Rate this content
Log in

Similar gujarati story from Romance