Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Drama Thriller Tragedy

3  

Vishwadeep Barad

Drama Thriller Tragedy

એક માત્ર પંદર ડોલર માટે..

એક માત્ર પંદર ડોલર માટે..

4 mins
15K



‘સુકેશુ, આર યુ ઓકે?(સુકેશ, તું ઓ.કે છો?). સુકેશુની ચીસ સાંભળી સરલા સફાળી જાગી ગઈ અને સુકેશુને હલબલાવ્યો..ઓહ માય ગૉડ! સ્વપ્નમાં કે દિવસમાં મને એ વિચારો જીવવા નથી દેતા..હું હત્યારો છું! ખુની છું..મેં નિર્દોષ…સરલાએ વચમાં વાત કાપી…એક પ્રેમાળ હગ(આલિંગન) આપ્યું.ના સુકેશુ આવા ખોટા વિચારો ના કર! તારાથી જે થયું એ તે જાણી જોઈને કર્યું જ નથી પછી ખોટો માથે આરોપ લઈ દુ:ખી ન થા.

આ અણઘટના ઘટ્યા પછી સાઈકિયાટ્રીસ્ટ ડૉક્ટર (માનસિક બિમારીના ડોકટર)નો સંપર્ક સાધી સુકેશુની સારવાર કરી. ડૉકટરના સલાહ મુજબ સુકેશુને બીજું કશું ટેનશન ના આપવું અને બનેલી ઘટના વિશે કોઈ પણ મિત્રો વાત ના કાઢે તેમજ તેને બીજી સારી સારી વાતો ધ્યાન દોરવું. સરલા પોતે એક નર્સ હતી તેથી સુકેશુની ખુશ રાખવા બધાંય પ્રયત્નો કરી રહી હતી. ધીરે ધીરે સુકેશુ આ પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યો હતો.

સુકેશુ આજે ઘણાં સારા મુડમાં હતો. ‘હવે આ ઉંમરે બાળકને એડાપ્ટ કરવું એ ઘણું જ મુશ્કેલ છે, બસ હું અને તું આ મહામુલ્યવાન જિંદગીમાં જે કંઈ સારું કરી શકાય તે કરીએ અને સુકર્મોનું ભાથું સાથે લઈ જઈએ.’ હા સુકેશુ તારી વાત સો ટકા સાચી છે. મને પણ આ ઉંમરે ભારતમાંથી અનાથ બાળક એડાપ્ટ કરી મોટો કરવું એ ઘણું કપરું કામ લાગે છે. હું અને તું બન્ને એકાદ વરસમાં રિટાયર્ડ થવાનો વિચાર કરી રહ્યાં છીએ. મને તારા વિચારો ગમે છે કે આપણાં દેશમાં ગરીબોને ભણવા માટે ઘણી બધી તકલીફો છે તો દરવર્ષે આપણે એમાં આપણાંથી બનતી મદદ કરીએ. ‘સરલા તારા નામ પ્રમાણે ગુણ છે તું બહુંજ સરળ સ્વભાવની છો.. આઈ લવ યુ ફોર ધેટ..( તારી આ વાતનો હું ચાહક છું).

બન્ને શિયાળામાં ભારત ગયાં અને અમદાવાદ નજીકના એક નાના ગામડાંમાં જ્યાં પાણીની પણ તકલીફ હતી ત્યાં એક કુવો બંધાવ્યો અને “સરલા-સુકેશુ પ્રાથમિક સ્કૂલ”ની સ્થાપ્ના કરી પ્રોજેકટ શરૂ કર્યો જે એકાદ વરસમા પુરો થઈ જશે. સુકેશ પોતે ન્યુક્લિયર એન્જિનયર હતો અને સરલા માર્ટિન લુથરકિંગ હોસ્પિટલમાં સર્ટીફાઈડ નર્સ હતી. બન્નેની આવક ઘણીજ સારી હતી.

સરલા આજે નાઈટ-શીફ્ટ કરી સવારે સાત વાગે ઘર પાછી ફરી રહી હતી. ફ્રી-વે પર એક ટીન-એજર રોડ ક્રોસ કરી રહ્યો હતો. સરલાએ એક જોરથી બ્રેક મારી એ બચી ગયો. એજ ઘડીએ સુકેશુનો અણછાજતો બનાવ આંખ સામે તરી આવ્યો. સરલા એ ગોજારી રાતે જોબ પર હતી. લગભગ રાત્રીના એક વાગે કોઈએ ઘર બ્રેક-ઇન કર્યું હોય એવું ભાસ થયો. સુકેશુ એકલો હતો એની ઊંઘ કાગડા ઊઘ! સફાળો જાગી ગયો. પોતાનો બેડરૂમ બંધ હતો. લીવીંગ રૂમમાં કોઈ હોય એવું લાગ્યું એમને તુરત પોતાના સેલ ફોન પરથી ૯૧૧ ડાઈલ કર્યો.

“ધીસ ઇસ is 911, મેં આઈ હેલ્પ યુ? ટેલ મી વોટ્સ યોર ઈમરજન્સી.(હું ઈમરજન્સી ૯૧૧ની ઓપરેટર છું, હું શું મદદ કરી શકું? ઈમરજન્સી શું છે તે જણાવશો.) આઈ હર્ડ સમ નોઈસ ઇન માય લિવિંગ રૂમ, આઈ થિંક, સમવન બ્રેકઇન માય હાઉસ...(બેઠક રૂમમાં કોઈનો અવાજ આવે છે, કોઈ ચોર ઘુસ્યો હોય એવું લાગે છે). સ્ટૅ કાંમ એન્ડ બી કેરફુલ, આઈ એમ એલર્તીગ પોલીસ રાઈટ નાઉ એન્ડ હી શુડ બી યોર હોમ વિધિન ફાઈવ મિનિટ્સ. એન્ડ સ્ટે ઓન અ ફૉન અન્ટીલ પોલીસ કમ.(ચપળ રહી, ચેતતા રહેજો, હમણાંજ પોલીસને મોકલું છે, પાંચજ મિનિટમાં ત્યાં આવી પહોંચશે..પણ પોલીસ આવે ત્યાં સુધી ફોન ચાલુ રાખજો) સુકેશે પોતાની ગન હાથમાંજ રાખી હતી.

ઓચિંતા એનાં બેડરુમનું બારણું પેલાએ ખૂલ્યું… ધડ..ધડ…ધડ ત્રણ ગોળી છુટી…એક ગોળી સીધી પેલા ચોરના માથું વિધી બહાર નિકળી ગઈ.. એજ સમયમાં પોલીસ ઘરનો ડોર બેલ વગાડ્યો. સુકેશુ ધ્રુજતા હાથે બોલ્યો: ’ઓહ માય ગોડ ‘બોલતા બોલતા દરવાજો ખોલ્યો.’પોલીસ ઓફિસર, આઈ એમ સોરી, આઈ શૂટ આ રોબર.( મને માફ કરજો, પોલીસ ઓફીસર, મેં ચોરને શુટ કરી દીધો…). ડું નોટ વરી, બી કાલ્મ. વી આર ડુઇંગ ટુ ટેક કેર ઓફ ઇટ.( ચિંતા ના કરો, શાંત થાવ, અમને અમારી ફરજ બજાવવા દો..) એમ્બ્યુલન્સ આવી, ઘરમાંથી લાશ ઉઠાવી પોસ્ટ-મોર્ટ્મ માટે હોસ્પિટલ મોક્લવામાં આવી..પોલીસે શાંતીથઈ બધી વિગત સુકેશુ પાસેથી લીધી અને કહ્યુ પણ ખરુ..”આ રોબરી અને સેલ્ફ ડીફેન્સનો કેસ છે..પ્રોસીજર પ્રમાણે કેસ ગ્રાન્ડ-જુરી પાસે જશે. તમને કશો વાંધો કે કોઈ આરોપ આવશે નહી, ચિંતા ન કરતા.”

કોર્ટમાં ગ્રાન્ડજુરીએ સુકેશુને “નો ગિલ્ટી”( નિર્દોષ) જાહેર કર્યા. પણ કેસની વિગતે સુકેશુને હચમચાવી નાંખ્યા! મરનાર વ્યક્તિ ‘૧૯ વર્ષનો માઈકલ’ એમના જ નેબરહુડમાં રહેતો હતો. એમનાં બ્રધર થોમસે કોર્ટમાં વિગત આપતાં કહ્યું: ‘મારા પિતાને હમણાં જોબ નથી. હું પાર્ટ-ટાઈમ જોબ કરી ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવતો હતો. ઘરના હપ્તા બે મહિનાથી નથી ભર્યા એથી મોરગેજ(બેંક)કંપનીને નોટીસ આવી છે કે હપ્તા ત્રીસ દિવસની અંદર નહી ભરો તો ઘર જપ્તે કરી લેવામાં આવશે. મારી મા ને બ્રેસ્ટ કેન્સર છે એની ટ્રીટમેન્ટ ચાલતી હતી. સારવારના પૈસા સરકાર આપતી પણ દવાના અમારે ભાગે પંદરથી વીસ ડોલર ખીસ્સામાંથી આપવાનાં રહે. ઘરમાં ખાવાના સાસા પડે ત્યાં દવાના પૈસા કેવી રીતે કાઢવાં?

મારી મા ને દર્દ વધતું જતું હતું..પેઈન(દર્દ) સતત હતું..ડોકટરે પેઈન કિલર (દર્દને મારવા)ની દવા લખી આપી…દવા ૧૦૦ ડોલર ઉપરની હતી પણ અમારે ૧૫ ડોલર ખીસ્સામાંથી આપવાના હતાં..એજ રાતે મારા અભાગી ભાઈના માઈકલના મનમાં શું વિચાર આવ્યા ખબર નહી. એ મા ની દવા માટે અમારા નેબર(પડોશી)નું ઘરમાં ૧૫ ડોલરની લાલચે ઘુસ્યો..ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યો..મેં મારો ભાઈ..ગુમાવ્યો…આજ મારી મા પણ કેન્સર અને દીકરાના દુ:ખમાં છેલ્લા શ્વાસ લઈ રહી છે. એક માત્ર પંદર ડોલર માટે”.


Rate this content
Log in

Similar gujarati story from Drama