Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

તારા વિના મારું શું થશે?

તારા વિના મારું શું થશે?

3 mins
7.3K


ખૂબ ગુસ્સે થયેલી હંસા એલફેલ બોલતી રહી. જ્યારે તે ગુસ્સે થાય ત્યારે તેને ભાન જ ન રહે કે તે શું બોલી રહી છે.

નિવૃત્ત રાજેન્દ્ર સામે ફક્ત એટલું જ બોલ્યો, ‘તું આજ-કાલ મીઠાઇ યાદ કરતી હતી એટલે... મીઠાઇ ભંડારની દુકાનમાં સમોસા ગરમ-ગરમ તળાતાં હતાં, તેથી એ લીધા અને તારા માટે ઓછી ખાંડવાળી તાજી મીઠાઇ સંદેશ લીધી.

”પણ મને તેં પૂછ્યું?”

”અરે ચાર સમોસા અને સો ગ્રામ સંદેશ ૫૦ રૂપિયામાં આવ્યા તેને માટે ફોન કરું?”

”હા, કોઈ પણ ખર્ચો કરતા પહેલાં મને પૂછવાનું. શું સમજ્યો?”

રાજેન્દ્ર જાણતો હતો કે હંસા ખોટી ચિંતાઓ કરી કરકસર અને બચતનાં નામે લોભે ચઢી હતી. ઘડપણમાં પૈસા ડોક્ટરો અને હોસ્પીટલ માટે ભેગા કરવાની લાયમાં એની ‘આજ’ બગાડી રહી હતી.

“હંસા આ પોળ પાસેનો મીઠાઇ ભંડાર બંગાળી મિઠાઇઓથી ભરેલો છે... અને મને સમોસા ગરમાગરમ સરસ સોઢાયા તો વિચાર્યુ કે ચાલ, આજે તને સાંજે રસોડામાંથી મુક્તિ અપાવું અને થોડીક મજા કરીએ.”

“બસ હવે ઘરડા થયા... આ બધા ભસકા રહેવા દે…” અને જોરથી ગુસ્સમાં પડીકાનો ભીંત ઉપર ઘા કર્યો.

સમોસા જે પડીકામાં હતા અને ભીંત સાથે જે પછડાયા તે છુંદાઇ ગયા અને સંદેશ ચાર બટકા ચારે દીશામાં વેરાઇ ગયા.

આટલી ઘટના રાજેન્દ્રને ઉશ્કેરવા માટે પૂરતી હતી…

પણ ના.

ગુસ્સો કરવાને બદલે સમોસાનાં પડીકાને સાવચેતીથી ભરી લીધું. અને રસોડમાં હંસાને ધૂંધવાતી છોડીને વરંડામાં હિંચકે ઝૂલતા-ઝૂલતા ગરમ સમોસાનાં બે છૂંદાયેલા સમોસા ચટણી સાથે શાંતીથી ખાવા માંડ્યા.

હંસાને હવે તેની એકલી માટે રસોઇ કરવાનો કંટાળો આવતો હતો... અને સમોસાની સુગંધ બરોબર લલચાવતી હતી... તેની વિચાર ધારાએ દિશા બદલી, “મૂઇ હું પણ કરમ ફુટલી... આટલા વર્ષે રાજુ મને લાડ કરવા અને રસોડામાંથી મુક્તિ અપાવવા ગરમ ગરમ સમોસા લાવ્યો અને હું… એની સાથે બેસીને ઝૂલવાને બદલે…

રાજુ ચુપચાપ હંસાનાં મો ઉપરથી ઉતરતા ગુસ્સાને જોઈ રહ્યો હતો.

સવારનું વાસી ખાવાનું લઈ ટીવી સામે હંસા બેઠી ત્યારે હીંચકા ઉપરથી રાજેન્દ્ર સોફા ઉપર આવીને બેઠો.

રડું-રડું થતાં ચહેરા પર અચાનક શ્રાવણનાં વાદળો ઊમટ્યાં...

“હું કેવી છું... મારાથી બિલકુલ જ તારી સાથે ગુસ્સે નથી રહેવાતું.”

રાજેન્દ્ર હળવેકથી બોલ્યો, “હવે બહુ ગઈ અને થોડી રહી. શા માટે નાની-નાની વાતો માટે ઝઘડવાનું અને અને પછી સાથે બેસીને રડવાનું?”

 

હંસાનાં હિબકાં થોડાં શમ્યાં ના શમ્યાં ને તે બોલી, ”આ તારો પ્રેમ... મારા તન અને મનમાં મને એવી જકડી રાખે છે કે વાત નહીં!... લોહીનાં કણે-કણમાં રાજુ રાજુ છે. એવી શું ભૂરકી નાખી છે તેં.”

“જો તારે જે જોવાનું છે તે તું ગુસ્સામાં બબડ્યા પછી જુએ છે જ્યારે હું તે પહેલાં જોઉ છું.. તું ગુસ્સે થાય ત્યારે મને તારો વિવાહીત સમયનો પ્રેમાળ ચહેરો દેખાય... લઈ જા લુચ્ચા મને તું લૈ જાની ધ્રુવ પંક્તિથી ભરેલા પ્રેમપત્રો દેખાય... ૪૦ વરસનાં લગ્નજીવન દરમ્યાનનાં તારા સંગાથે મને ફરી ઝઝુમવાની પ્રેરણા આપતી દેખાય તેથી... હું, જ્યારે તું આગ ત્યારે હું પાણી થઇ જઉં…”

હંસાની આંખમાંથી પસ્તાવા સાથે નિતરતાં વહાલનાં ધુધવાને ખાળતા રાજેન્દ્રએ પ્રશ્ન પુછ્યો, ”સમોસા ખાવા છે ને?”

ક્યાં છે? મેં તો ફેંકી દીધાને?

”ના રે, જે ભાંગી ગયા હતા તે મેં ખાધા. હજી જે બે સારા હતા તે રાખ્યા છે તારે માટે, તને ગરમ કરી આપું? આખા છે અને ખૂબ સરસ પણ છે.’’

” અને સંદેશ?”

એ પણ છે…

‘’ઓ મારા વહાલા રાજ્જા…’’ મનમાં વિચારતા હંસા બોલી. “તારા વિના મારું શું થશે?”


Rate this content
Log in