Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Tragedy Crime

3  

Pramod Mevada

Tragedy Crime

એક સબંધ આવો પણ... (ભાગ - 6)

એક સબંધ આવો પણ... (ભાગ - 6)

3 mins
7.5K


ઈશાએ આંખ ખોલી આસપાસ નજર ફેરવી તો તે ચોંકી ગઈ. ઈશા હોસ્પિટલમાં હતી.

થોડીક વારમાં નર્સ આવી ઇશાને ગુડ મોર્નિંગ વિશ કર્યું. ઇશાને દવા આપી. ઇશાએ લીધા પછી તેણે નર્સને પૂછ્યું કે તેને શું થયું હતું અને કોણ અહીં લાવ્યું ? નર્સે કહ્યું કે ઈશા સતત રડતી રહી હતું એટલે તે ડિહાઇડ્રેશન થઈ બેહોશ થઈ હતી. એના વોચમેને ઇશાને ન જોઈ એટલે પોલીસને ફોન કર્યો હતો. પોલીસે આવી રૂમનો દરવાજો ખોલ્યો અને જોયું તો તે બેહોશ પડી હતી. એમ્બ્યુલન્સ બોલાવી તેને મિસ્ટર રિતેશ પટેલે એડમિટ કરાવી હતી.  

ઇશાને યાદ આવ્યું તે રોજ જોબ પર જતાં પહેલા વોચમેનને સરસ સ્મિત સાથે ગુડમોર્નિંગ વિશ કરતી. જોબ પતાવી પાછી આવે ત્યારે પણ ગુડ નાઈટ વિશ કરતી. એ દિવસ રાત્રે ઈશા રૂમમાં ગઈ પછી બહાર નીકળી નહિ. એટલે બીજા દિવસે વોચમેનને ચિંતા થઈ. રાત્રે પણ સ્મિત સાથે ગુડ નાઈટ ન આવ્યું એટલે તેણે કશુંક અમંગળ બનવાની આશંકા એ પોલીસને ફોન કરી બોલાવી લીધી અને તે બચી ગઈ.

ઈશા વિચારી રહી....એક સ્મિત સાથેની વિશ તેનો જીવ બચાવી ગઈ ! જ્યારે કોઈ સાથે અઢળક લાગણી જોડાયા પછી તે આમ પ્રહાર કરશે ! વાહ રે દુનિયા ! અજીબ જેવું તદ્દન વિરોધાભાસી સત્ય ! જેને હૃદયથી ચાહ્યો તે જ લાગણીઓની મજાક ઉડાવી ગયો. જેમને ફક્ત રોજિંદા સ્મિત સાથે ફક્ત બે શબ્દો પૂરતી ઓળખાણ એને લીધે આજ બચી ગઈ.  

અચાનક રૂમનો દરવાજો ખુલ્યો ઇશાએ દરવાજા તરફ જોયું ને એક આછું સ્મિત સાથે એક આંસુ આંખમાંથી ટપકી પડ્યું. સામે રિતેશ પટેલ હતો. એક અજાણ્યો માણસ જે ફક્ત એની ફરજ પુરી કરવા માટે ને એક જ દેશના હોવાના લીધે આટલી હેરાનગતિ ભોગવે ! ઈશા મનોમન ઈશ્વર હોવાનો સાક્ષાત્કાર અનુભવી રહી. રિતેશ હળવે પગલે તેના બેડ પાસે આવ્યો. તેની ખબર પૂછી. ઇશાએ કહ્યું કે તે ટૂંક સમયમાં ઇન્ડિયા જવાની છે. રીતેશે કહ્યું "મારુ એક કામ કરશો ? ઇન્ડિયા જાઓ છો તો મારું એક પાર્સલ લેતા જશો ? મારા મમ્મી પપ્પા ઇન્ડિયા જ રહે છે. એમને હું કહીશ એટલે તે એરપોર્ટ પર પાર્સલ લેવા આવી જશે. જેથી તમને કોઈ તકલીફ ન પડે. પાર્સલમાં બીજું કાંઈ નહિ હોય એમના માટે મે થોડીક વસ્તુઓ ખરીદી છે તે જ હશે. તમને બતાવી પછી જ પેક કરીશ." ઇશાએ કહ્યું "હા મને વાંધો નથી હું લઈ જઈશ તમારું પાર્સલ." રીતેશે કહ્યું "થેન્ક્યુ સો મચ. હવે તમે આરામ કરો અને રજા આપે પછી મને ફોન કરજો." ઇશાએ હકારમાં માથું ધુણાવ્યું. રિતેશ "બાય ટેક કેર" કહી નીકળી ગયો. 

બે દિવસ પછી ઇશાને હોસ્પિટલમાંથી રજા અપાઈ. તે રૂમ પર આવી સહુ પહેલા પેલા વોચમેનને મળી અને તેમનો આભાર માન્યો. તેણે તેમને કહ્યું "અંકલ મને કોઈ ખ્યાલ પણ ન હતો કે એક ગુડ મોર્નિંગની વિશ મારો જીવ બચાવી લેશે. તમારું ધ્યાન ન ગયું હોત તો આજે હું જીવતી ન હોત. હું જીવનભર તમારી આભારી રહીશ." વોચમેને પણ એને જવાબ માં કહ્યું "મારી દીકરીની ઉંમરના છો તમે પણ તમને ખ્યાલ નહિ હોય કે તમારી આ ગુડમોર્નિંગની વિશ અને સ્મિત કાયમ મને મારા કામમાં અવતો કંટાળો કે નિરાશા દૂર કરી દે છે. હું વિચારું છું કે ચાલો કોઈકને તો મારું કામ અને મારું વર્તન ગમે છે એટલે મને આમ સ્મિતસભર વિશ કરે છે. સાછું કહું તો એ આખો દિવસ તમે વિશ ન કર્યું એટલે મને મનમાં કૈક અમંગળ બનવાની આશંકા થઈ અને મેં તપાસ કરી તો સાચું લાગ્યું એટલે તરત જ પોલીસ ને બોલાવી લીધી." 

ઈશા એમને બાય કહી રૂમમાં આવી. તેણે સહુથી પહેલા લેપટોપ ઓપન કરી ગગનને બ્લોક કર્યો. રાતે જમ્યા પછી તેણે રિતેશને મેસેજ કરી તેને રજા અપાઈ હોવાની જાણ કરી. રીતેશે મેસેજ જોયો એટલે રીપ્લાય આપ્યો કે તે આવતીકાલે સાંજે તેને મળવા આવશે. ઈશા થોડીક વાર સોશિઅલ મીડિયા પર ટાઈમપાસ કરી પછી દવા લઈ સુઈ ગઈ. આવતી કાલે શુ બનવાનું છે એ ખુદ ભગવાનને પણ ખબર ન હોય ત્યાં માણસની શું વિસાત ! 

સવારમાં ઈશા જાગી અને તેણે ટીવી ઓન કર્યું ત્યાં તો એને આંચકાજનક સમાચાર જોવા મળ્યા. હેડલાઈન હતી. 'પોલીસ ઇન્સ્પેકટર રિતેશ પટેલનું ગઈ કાલે રાત્રે એક અજાણ્યા વ્યક્તિએ ખુન કરી દીધું.' ઈશા હજુ તો આ આઘાત પચાવી રહે એ પહેલા તો એના મોબાઈલની રિંગ વાગી. ઇશાએ ફોન રિસીવ કર્યો ને...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy