Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Others Romance

3  

Mahebub Sonaliya

Others Romance

એક્સિડન્ટ : પ્રેમના પગલાં - ૧૭

એક્સિડન્ટ : પ્રેમના પગલાં - ૧૭

15 mins
14.2K


લાલ કલરનાં ફેન્સી બોક્સમાં સુંદર મજાનાં ઇન્વિટેશન કાર્ડ સાથે ભાવનગરની પ્રખ્યાત મીઠાઈનું બોક્સ, કાર્ડ પર ગોળાન શાહીથી બહુ સુંદર 'વર્ડઆર્ટ' વડે લખાયેલું હતું 'સિમ્પલ વેડ લકી.' સિમ્પલને ખબર હતી કે ભૂતનું રહેણાંક પીપળો જ હોય. તેથી તે મારુ અને માધવીનું ઇન્વિટેશન કાર્ડ સાથે જ લાવી હતી. તેણે માધવીને પણ ફોન કોલ કરીને બોલાવી લીધી હતી એટલે અમે ચારે હોટલ સંકલ્પ ભેગા થયા. ચારે એટલે સિમ્પલનો 'લકી વન' લકી પણ સાથે આવેલો.

"તુમ દોનોં કો જરૂર આના હૈ." સિમ્પલ અમને બંનેને કાર્ડ આપતા બોલી.

"જી જરૂર આયેંગે. "હું અને માધવી એક સાથે બોલ્યા.

"સોરી મેં તો ઇન્ટ્રો કરવાના ભૂલ હી ગઈ. યે હે માનવ ઓર યે માધવી." અમે લકીની સામે સ્માઈલ એક્સચેન્જ કરી.

"ઓર યે હૈ મેરે હોને વાલે હસબંડ લકી." લકી એ હાય કહ્યુ.

લકી એટલે ટિપિકલ પંજાબી ગભરુ જવાન, તેની ઉંચાઈ લગભગ ૬ ફૂટથી પણ વધારે હશે. ક્લાસિક રેડ ટર્બન, ફેરીશ લુક, સ્માર્ત પર્સનાલીટી બન્ને ગાલમાં ખંજન, ટ્રિમ કરેલી દાઢી અને માસૂમ મુસ્કાન. તેણે કોફી મગ એવી અદાથી પકડ્યો હતો કે જાણે તે કોઈ શો નો એન્કરહોય.

"તુમ વાકયીમેં લકી હો મેરે યાર." મેં કહ્યું.

"વાય સો?" પહેલી મુલાકાતમાં પહેલું જ વાક્ય આવું સાંભળવા મળે તો જરા અમસ્તી જીજ્ઞાશા તો જાગે જ.

"તુમ્હારી વાઇફ ચાહે જીતના ભી સજ સવરલે લેકિન હંમેશા સિમ્પલ હી રહેગી." મેં કહ્યું અને સૌ હસી પડયા.

સિમ્પલ સાથે થોડા સમયમાં જ મારુ અને માધવીનું દિલ મળી ગયું હતું. તે તેની ઉંમર કરતાં ઘણી વધારે મેચ્યોર હતી. બિલકુલ મારી જેમ જ. તેથી જ તો તે હંમેશા મારો અને માધવીનો શિકાર બની જતી. અમે ભેગા થતા, હસતા, જમતા, મજા કરતા અને છુટા પડી ફરી મળવાની રાહ જોતા. હજી ગત અઠવાડિયે જ અમે એક નાની એવી પિકનિક જેવું ગોઠવ્યું હતું.

"વેસે મેં પહેલેસે હી તુમકો વોર્નિંગ દે દૂ, યે જરા સી ભી સિમ્પલ નહીં હૈ." માધવી પણ ચાલતી ગાડીમાં ચડી ગઈ. આમ પણ નારીશક્તિનું અનામત હોય ને.

"ઓહ માય ગોડ, મેં તો ડર ગયા, આઈ થીંક યુ હેવ ટૂ રી-થીંક" લકી પણ વિંક કરતા બોલ્યો.

"કયા રી-થીંક બોલો?" સિમ્પલના ગુલાબી ગાલ ધીમે-ધીમે લાલ થવા લાગ્યા.

"મુજે ડર લગ રહા હૈ, મે સોચતા હું કે શાદી મે ટ્રેડીશનલ પંજાબી શુટ પેહનું યા વેસ્ટર્ન આઉટ ફીટ કયું કે તુમ્હારે દોસ્ત લેગ પુલિંગ કરતે હૈ. ક્યાં પતા કલ મે પંજાબી આઉટફિટને આયા તો યે લોગ ક્યા કરેંગે?" અમેં હસી પડ્યા. સિમ્પલ તો રોકે રોકાઈ નહી.

"નહીં યાર, તું સચ મેં લકી હૈ. હમારી દોસ્ત સોના હૈ." મેં તેના હાથને પકડતા કહ્યું.

"અરે સાલે, પહેલે તું મેરી વાઈફ કે સાથ ડેટ કરેગા ઓર બાદમે તું હી મુઝે બતાયેગા કે વો મેરે લિયે બેસ્ટ હૈ." લકી એ ગુસ્સે ભરાતા કહ્યું.

"લકી.... ક્યા હુઆ?" સિમ્પલ વચ્ચે બોલી.

"તું ક્યાં સમજતા હૈ કે તું નહિ બોલેગા તો મુજે પતા નહીં ચલેગા?" તે એકલો હસી રહ્યો હતો અને બાકીના અમે ત્રણે તેને દંગ થઇ ને તેને જોઈ રહ્યા હતા.

"ચહેરે તો દેખો સબકે, ઓય કાકે કયા સિર્ફ તું હી ખીંચાઈ કર સકતા હૈ?" લકી પંજાબી ઢંગથી હિન્દી બોલી રહ્યો હતો.તેના ક્લેરિફીકેસનથી અમને રાહત થઈ અને અમે સૌ તેની સાથે હસ્યાં.

"ઔર વેસે ભી મેરા તો એક હી સપના થા કી મેં જબ ભી શાદી કરુંગા સિમ્પલ સે હી કરૂગા. મેં તો બચપન સે હી ઇસકા આશિક થા. પર ઉસે કભી ભી કેહ નહીં પાયા. ઔર એક દિન અચાનક પાપાજીકા ફોન કોલ આયા. 'સુણ બેટા જી, તેનું સિમ્પલ નાલ વ્યાહ કરના હૈ. મેને જુબાન દે દી હૈ.' જિંદગી મેં પહેલી બાર પાપાજી કે કમિટમેન્ટ પર પ્રાઉડ હો રહા થા. પાપાજી કો કોન સમજાયે કે મેં તો સિમ્પલ સે શાદી કરને કે લીએ મરે જા રહા થા. તુમ માનોગે નહીં કોલ કે કટ હોતે હી મૈને ભાંગડા પાયાસી." તે એકલો બોલતો ગયો અને અમે હસતા ગયા.

સિમ્પલે શરમાઈને તેના હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું હતું. જો કે આ કવર અપનો જાજો ફાયદો નહોતો. તે પણ હસી રહી હતી જે બધાને સાફ સાફ દેખાઈ રહ્યું હતું. થોડી વાર બાદ જેને લકી ની પીઠ પર પંચ માર્યો અને અમે હસી પડ્યા.

"પર ઇટ ઈસ ક્યુટ સરપ્રાઈઝ આપ યહાઁ કેસે?" માધવી બોલી

"અરે આપ વાપ કી ફોર્માલીટી છોડો, ઔર યે સબ ઇન સે પુછો." લકીએ સિમ્પલ તરફ ઈશારો કર્યો.

"વેલ મમ્મી કી તબિયત દિન બ દિન બીગડ રહી હૈ. ઇસ હાલત મેં હમ ઉનકો પંજાબ નહીં લે જાયા સકતા. વેસે ભી મમ્મા કો એરો ફોબિયા તો હૈ હી. સો ઉનકો બાય રોડ યા બાય ટ્રેઈન લે જાના સેફ નહીં. ઇસી લીએ મેને લકી સે રીક્વેસ્ટ કી કે વો અપની ફેમીલી કો યહાઁ લે આયે."

"વેલ ડન મેન, યુ આર ગ્રેટ મેન."મેં લકીને હગ કરતા કહ્યું.

"અરે એ તો મેરા ફર્ઝ થા."

"પાપાજી સે લડ કર આયા હૈ તબ જા કે યહાઁ પર સબ આયે હૈ. યે ભી તો બતાના" સિમ્પલ ગર્વથી બોલી.

"શીખ માનવ, તું પણ કંઈક શીખ." માધવીએ મને ટલ્લો મારતા કહ્યું.

"હા મારે તો બધું જ ફિક્સ છે. મારા તરફથી લગ્નની અડધી તૈયારી તો થઈ ચૂકી છે." મેં કહ્યું.

"મને પૂછ્યા વગર આટલું બધું કરી નાખ્યું? તો બાકી શું રાખ્યું?" માધવી બોલી.

"મારા તરફથી લગ્નની હા કહી દીધી છે. બસ હવે એક છોકરી શોધવાની બાકી છે!" મે ગંભીર મુદ્રામાં કહ્યું. મારું અનુમાન એવું હતું કે તે તે લાલચોળ અંગારા જેવી થઈ જશે. પરંતુ થોડીવાર માટે તે સાવ સૂનમૂન બેસી રહી. મેં મારું ધ્યાન તેના પરથી હટાવી લકી અને સિમ્પલ પર શિફ્ટ કર્યું. એટલે હિટલરે કરેલા બ્લીત્ઝક્રિગની માફક તેણે ચિતાની ઝડપ ડેર મારા પડખામાં હચમચાવીને ચોંટિયો ભર્યો.

"ઓય શું કરે છો?'' મેં દર્દથી કણસતા કહ્યું

"આવા ખોટા બકવાસ જોક હવે નહીં મારતો. નહીંતર તને મજા નહીં આવે." માધવી તેની પકડ હળવી કરતા બોલી.

"બેટા મે તો લકી હી હું લેકિન તેરા પતા નહીં." લકી તાળી પાડતા બોલ્યો.

ઘણા સમયથી ગુજરાતમાં રહેતા હોવાથી લકી અને સિમ્પલ બંને ગુજરાતી તો સમજી શકે છે કદાચ બોલી પણ લેતા હશે પરંતુ અમે જ હરખપદુડા થઈને હિન્દીમાં બોલીએ એટલે તેમને માથાકૂટ જ નહીં.

"ધે આર નોટ સિમ્પલ." સિમ્પલ એ વાક્ય શરું કર્યું અને ન જાણે શું થયું કે તે બાકીના શબ્દો ગળી ગઈ. "ધે આર જસ્ટ ગુડ ફ્રેન્ડ." તેણે વાક્યનો શબ્દાર્થ શોધી લીધો. પરંતુ તેનો મર્મ અમે ચારેય સમજી ગયા હતા .

આઈ એમ સોરી દોનો કી કેમિસ્ટ્રી દેખ કે મુજે એસા લગા કી યે દોનો સિર્ફ દોસ્ત નહી હો સકતે." લકી બોલ્યો.

હું અને માધવી બંને એકબીજાની સામે જોઇ રહ્યા હતા. તે તેની લાક્ષણીકતાથી વિપરીત કેટલાય વિચારોમાં સફર કરી રહી હતી. લકી અને સિમ્પલે તેને ઘણા બધા પ્રશ્ન વિચારવા મજબૂર કરી દીધી હતી. "તેનો મારી સાથે શું સંબંધ છે? શું કામ મારી દરેક બેવકૂફી પર તેને હસવું આવે છે? શું કામ મારી દરેક પ્રોબ્લેમમાં તે મારી સાથે ઉભી રહે છે? શું કામ મારી સાથે રડે છે, હસે છે? રોજે રોજ દુનિયા બદલાય છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી અમારો સંબંધ એવો ને એવો જ રહ્યો છે. એનું કારણ શું છે? અમે હજારો વાર સાવ એકલા રૂમ માં હતા. બંન્ને જવાન હતા તો વિજાતીય આકર્ષણનો નિયમ તો અમને પણ લાગુ પડતો હતો. છતાં કેમ ક્યારેય પણ અમે એકબીજાને એવો સ્પર્શ પણ નથી કર્યો. બન્નેનો દિવસ એકબીજા વગર બેકાર વીતે છે. ગમે તે પરિસ્થિતિમાં બંને ભલે ને પાસે હોય કે દૂર, ક્યારેય પણ અલગ નથી થતા. માધવી મને રોજ પજવે છે. અને જો તે પજવે નહીં તો મને જમવાનું હજમ નથી થતું. વર્ષોના આ અનામી સંબંધને નામ શું દેશું? માત્ર ફ્રેન્ડશીપ? તેના વગર વીતેલા સાત દિવસ જાણે સાત જન્મ હોય તેવું લાગતું હતું. એવું તો શું છે કે જેનાથી આવું મહેસુસ થાય છે? હું નિરાલી સાથે વર્ષોથી નથી મળી, તેના વિશે તો આવું કંઈ પણ મહેસૂસ નથી થતું કે બીજા કોઇ પણ ક્લાસમેટ, ફ્રેન્ડ કે કોલેજ વિશે આવી ભાવના કેમ નથી થતી?"

માધવીનો ચહેરો સાવ એક્સપ્રેશનલેસ હતો. તેનામાં કંઈ પણ બોલવાની હિંમત નહોતી. સિમ્પલે લકીને ઈશારા વડે પુછ્યું કે "તે આ શું કર્યું?" લકીએ તેના કાન પકડ્યા અને અને ઈશારા મારફતે સોરી કહ્યું.

"માધવી ઈટ્સ ઓકે." મેં તેનો હાથ પકડતા કહ્યું. પહેલી વખત માધવી મારા હાથના સ્પર્શને અજાણ્યો સમજી રહી હતી. તેની આંખોમાં પ્રશ્નોના વાદળ ઘેરાયા હતા. તેની માનસીક અવસ્થામાં કોઈ ફર્ક પડ્યો નહોતો.

"માધુ?" મેં તેના હાથને દબાવતા કહ્યું.

"આઈ હેવ ટૂ ગો. માધવીએ પોતાનો હાથ છોડાવ્યો. તે ઉભી થઇ અને ચાલવા લાગી તેણે પાછળ ફરીને એક વાર પણ જોયું નહીં. જોતજોતામાં તેની ગાડી દૂર ચાલી ગઈ અને હોટેલના લોંજમાં અમે ત્રણેય એકબીજાની સામે મુક બધીરની માફક જોઈ રહ્યા.

***

"તું શું કરે છે?" માધવીનો રેસ્ટોરન્ટમાંથી ગયા બાદ આજે બે દિવસ બાદ કોલ આવ્યો.

"તું ક્યાં છો. બે દિવસથી ન તો કોઈ ફોન કોલ, ન તો કોઈ ટેક્સ્ટ. મને તારી ચિંતા થતી હતી." હું એક શ્વાસે બોલતો ગયો

"આઈ એમ ઓલરાઈટ. તુ ક્યાં છો અને અત્યારે શું કરો છો?" માધવી બોલી.

"ઓફિસમાં છું."

"તો ઓફિસ છોડ અને હું અડ્રેસ ટેક્સ્ટ કરું ત્યાં આવી જા." તેને કોલ કર્યો અને એ થોડીવારમાં મારા મોબાઈલ પર ટેક્સ્ટ આવી ગયો.

***

"માધવી તે મને આ હોસ્પિટલમાં શા માટે બોલાવ્યો છે? એવરીથીંગ ઈસ ઓક?" મેં ચિંતાના સ્વરે પૂછ્યું

·"હા બધુ સારું જ છે હવે."

"કોઈ બીમાર છે?"

"તું ચાલને, બહુ સવાલ ન કર." અમે શહેરના ફેમસ સી.જી. હોસ્પિટલમાં લોબીમાં બેઠા હતા. દર્દીઓની સાથે આવેલા તેમના સગાવહાલા દોડાદોડ કરી રહ્યા હતા. નર્સ તથા ડોક્ટર એક પછી એક આવતી લોકલ બસની માફક અમારી પાસેથી પસાર થઇ રહ્યા હતા. અહીં શહેરના મલ્ટી સ્પેશ્યાલીસ્ટની ફોજ હોય તેવું કેશ કાઉન્ટરપાસેના સાઈન બોર્ડ વાંચીને લાગતું હતું. હોસ્પિટલનું પ્રિમાઈસીસ ખૂબ જ આધુનિક તેમજ સુંદર એન્જિનિયરિંગના નમૂના સમાન હતું.

વિશાળ હોસ્પિટલ છતાં નીટ એન્ડ ક્લીન, થોડા થોડા સમયાંતરે હોસ્પિટલની ચાલતી સાફ-સફાઈ હોસ્પિટલના દર્દીઓ માટે ફાયદાકારક હતી. આમ પણ હોસ્પિટલમાં ઘણા બધા બેડ હોવાથી દર્દીઓને સારી સગવડ મળી રહે છે. વત્તા મોટાભાગના સ્પેશિયાલિસ્ટ અહીં ઉપલબ્ધ છે.

અમે એકથી બીજે વોર્ડ જઈ રહ્યા હતા અને વારેવારે હોસ્પિટલનો નકશો જોઈ લેતા છતાં અમને અમારુ વોર્ડ શોધવામાં ઘણી તકલીફ પડી. તેનું મુખ્ય કારણ હતું મોડર્ન આર્કિટેક્ચર. અમે ફાઈનલી અમારા વોર્ડમાં પહોંચી અને વેઇટિંગ પ્લેસમાં બેસી ગયા. માધવી બરાબર મારી પાસે બેઠી હતી અત્યાર સુધીમાં માધવી કશું બોલી નહોતી એટલે મને વધુને વધુ બેચેની થવા લાગી હતી

"માધુ..." મેં તેના હાથ પર મારો હાથ મુકતા કહ્યું.

"હં.." તેણે કોઈપણ સંવેદન વગરનું હં કહ્યું. પરંતુ તેણે પોતાના હાથ મારા હાથથી અલગ ન કર્યો. એટલે મને હાશકારો થયો. જો તે હજી ગુસ્સામાં હતો તો પોતાનો હાથ ઝાટકાભેર ખેંચી લેત.

"શું થયું બાબુ?" મેં તેની આંખોમાં આંખ પોરવતા કહ્યું.

"ઉંહુ..."તેણે પોતાનું માથું ડાબેથી જમણી બાજુ હલાવ્યું.

"તો..?" મેં પૂછ્યું.

"કંઈ નહીં." માધવીએ એ વાત પર પૂર્ણવિરામ મૂક્યું. તે પછી હું પણ કશું બોલ્યો નહીં. અમે થોડીવાર વોર્ડની દીવાલ પર લગાડેલા અલગ અલગ પોસ્ટર જોઈ રહ્યા હતા. ડો.ની ચેમ્બર બહાર બહુ ફેન્સી નેમ પ્લેટ હતી. તેમાં ડોક્ટરનું નામ સુંદર અક્ષરે લખાયું હતું "મિહિર જોશી" અને તેના પર ઘણી બધી ડીગ્રી અંકિત હતી અને તેમાંથી ઘણી બધી તો વિદેશમાં પ્રાપ્ત કરેલી હતી. મતલબ ડોક્ટર તો ફોરેન રીટર્ન છે. ઘણાં સમયના મૌનને સ્વયં માધવીએ જ તોડ્યું.

"તને આ તકલીફ કેટલા સમયથી છે?"

"હું સવા વરસનો હતો. મમ્મી કહે છે. હું બહુ મસ્તીખોર હતો."

"હજી છો." માધવી જરા હસીને બોલી.

"હસતો રમતો બાળક હતો. હું ત્યારે ચાલતા પણ શીખી ગયેલો. ખબર છે? તે સમયે TV પર પહેલીવાર રામાયણ રીલીસ થઈ હતી. હું લાકડીનો નાનકડો ટુકડો ખભે રાખી હનુમાનજીનો વેશ ધારણ કરતો તે પણ આખો દિવસ ખભા પર લાકડી, અર્ધનગ્ન શરીર અને મુખમાંથી નીકળતા.. " જય શ્રી રામ જય શ્રી રામ" ના નારા."

માધવી હસી પડી. "એટલે બાલ હનુમાનનો કન્સેપ્ટ ઓરીજનલી તારો છે એમને" ધીમે ધીમે માધવીનો ગુસ્સો આઈસ્ક્રીમ માફક પીઘલી રહ્યો હતો.

"હા, એક દિવસ મને તાવ આવ્યો. એટલે મને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. અમે ત્યારે પપ્પાના વતન સિહોરમાં રહેતા હતા. આજથી ૨૬વર્ષ પહેલાં ગામમાં એક જ ડોક્ટર હતો. તેથી તે એ વાતનો બહું ફાયદો ઉઠાવતો. તે કોઈના ઘેર વિઝીટ કરવા જતો અને ત્યાં પાડોશમાં કોઈ ઘરમાં બીમાર હોઈ તો તેના સ્વજન તે ડોક્ટરને તપાસી દેવા વીનંતી કરતા ત્યારે આ ડૉક્ટર તેને કહેતો કે 'હું એપોઈન્ટમેન્ટ નોંધાવ્યા વગર કોઈને ત્યાં નથી જતો. તમે મારા ક્લીનિકે જઈને કેસ લઈ આવો તો હું તમારા દર્દીને તપાસી દઉં.' "

"અરે આ તો હદ થઈ ગઈ. હું ત્યાં હોત તો તેને સીધો કરી નાંખેત." માધવી બોલી.

"પણ ત્યારે બીજું કોઈ હતું પણ નહીં ને. આને હાંકી કાઢેત તો પછી બીમાર પડીએ ત્યારે ? ડૉક્ટરે મને તપાસ્યો. અને પેન્સિકીલીનનું ઇન્જેક્શન આપ્યું. તે એક ઇન્જેક્શનએ મારી જિંદગી બદલી નાખી. ઇન્જેક્શન દેવાથી રીએક્શન આવ્યું. રીએક્શનને ક્યોર કરવા તેણે સતત 3 દિવસ એક્ષ્પરિમેન્ટ કર્યા. એનું પરીણામ એ આવ્યું કે કેસ બહું કોમ્પ્લીકેટેડ બની ગયો હતો. તેણે મારા મમ્મી પાસેથી બધા પ્રિસ્ક્રિપ્શન તથા બિલ કબજે કરી લીધા અને પછી પોતાના હાથ ઊંચા કરી દીધા." મેં કહ્યું.

"ઓહ ગોડ! દુનિયામાં કેવા કેવા નાલાયક લોકો હોઈ છે"

"માધવી છોડને તે બધી વાતો. મને તેના પ્રત્યે કોઈ ફરિયાદ નથી."

ત્યાર બાદ અમે બન્ને મૌન ડોક્ટર ચેમ્બરની સામે જોતા રહયા. માધવી વારે વારે પોતાના કાંડે બાંધેલી ઘડિયાળ પર સમય જોઈ લેતી. તેને રાહ જોવી જરા પણ ગમે નહીં મેડમ ને સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈએ. એને કોણ સમજાવે કે લેડીસ ફર્સ્ટ એટલે સમગ્ર નારી જાતી નહીં કે માત્ર 'માધવી શાહ.' અંતે અમારી ઇંતેજારીનો અંત આવ્યો ડોક્ટરના ચેમ્બરમાંથી બઝર વાગ્યું અને કમ્પાઉન્ડરે મારું નામ પોકાર્યુ "માનવ શાસ્ત્રી".

અમે અંદર પ્રવેશ્યા ત્યારે ડોક્ટર પીઠ ફરીને ઊભા હતા અને ફોન પર કોઈની સાથે લમણા જીક કરી રહ્યા હતા.

"ફોર ગોડ સેક, સ્ટોપ ટોકિંગ નાઉ.. આઈ એમ એટ હોસ્પિટલ. આઈ વિલ કોલ યુ લેટર." ડોક્ટરે પોતાનું વાક્ય પૂરું કર્યું અને સામા છેડેથી શું જવાબ આવશે તેની પરવા કર્યા વગર કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.

"જી બોલો શું તકલીફ છે?" ડોક્ટરે પોતાના મોબાઇલને સ્વીચઓફ કરી અમારી તરફ ફરીને કહ્યુ. હું અને માધવી એક બીજાની સામે જોતા જ રહ્યા અમે તેને જોઈને દંગ રહી ગયા હતા.

આ ડોક્ટર મિહિર જોશી એટલે બીજું કોઈ નહીં માધવીના આદર્શ દંપતીમાંનો શ્રેષ્ઠ પતી. જી હા નેહા અને મિહિર, શ્રેષ્ઠ દંપતી. હવે અમે બંન્નેને ખાતરી હતી કે સામા છેડે બીજું કોઈ નહીં નેહા જ હોવી જોઈએ.

"હવે બોલો પણ ખરા. એકબીજા સામે પછી જોતા રહેજો." મીહીર ગુસ્સામાં બોલ્યો.

"શું? " મને વિષય વસ્તુની જાણ ન હોવાથી હું બોલી ઉઠ્યો.

"તમને શું તકલીફ છે? કે પછી મારો તમાશો જોવા આવ્યા છો." ડૉક્ટરે પોતાના સ્ટેટસની પરવા કર્યા વગર કહ્યું.

"મને તો કોઈ તકલીફ નથી" મેં કહ્યું .

"સર આને કશો ખ્યાલ નથી. હું તેને લાવી છું ." માધવી બોલી.

"આ તારી પત્ની છે. " મિહિરે પૂછ્યું.

"ના હવે." અમે બંન્ને સાથે બોલ્યા.

"નસીબદાર છો. અહીંયા મારે તો હું હોસ્પિટલમાં આવું છું તેમાં પણ શંકા કરે છે. મને કહે છે કે આજે તારો રાઉન્ડ નથી તો તું શું કામ ગયો છે? હવે તો હદ થઈ ગઈ છે." મીહીર કોઈ પણ જાતની પરવા કર્યા વગર બોલતો જ ગયો. તે પોતાના અંગત પ્રશ્નો સાવ અજાણ્યા માણસ સામે રજુ કરતા પણ સંકોચાયો નહીં.

"સર માનવને તપાસો ને. તેનામાં કોઈ ફેરફાર લાવી શકાય તેવી સંભાવના છે. આજકાલ તો મોર્ડન સાયન્સ એટલું વધી ગયું છે કે ગમે તે સંભવ છે." માધવી બોલી.

"અરે તું મને શું સમજે છો?" ડોક્ટર ક્રોધાવેશમાં એક સ્ત્રીનું સન્માન પણ ભૂલી ગયા હતા.

"ઓ સાહેબ સ્ત્રી સાથે કેમ વાત કરવી એ તો જુઓ." મેં કહ્યું.

"હું ડોક્ટર છું. કોઈ ભગવાન નથી.અને આવા કેસમાં તો સ્વયં ભગવાન ચાહે ને તો તે પણ કશો ફેરફાર કરી શકે નહીં. હું તો સામાન્ય માણસ છું. "તે ઘરનો ગુસ્સો માધવી પર ઉતારવા લાગ્યો હતો.

હદ તો ત્યાં થઇ ગઇ કે તેણે મને તપાસવાની વાત તો દૂર પરંતુ મને જોયો પણ નહોતો અને ગુસ્સો કરવા લાગ્યો. ક્રોધનો સૌથી ખરાબ પોઇન્ટ એ છે કે તે વિવેકબુદ્ધિનો નાશ કરી નાખે છે. તેથી જ તો આ વિદેશમાં ભણેલો ડોક્ટર સાવ અભણની માફક ઈશ્વરને ચેલેન્જ આપે છે. તેને ખબર નથી કે જે સમગ્ર સૃષ્ટિની રચના કરી શકે. તેને આવા સામાન્ય કામ માટે ચેલેન્જ ન કરવાની હોય.

"સર તમારા માટે કોલ છે." ચેમ્બરના ખૂણામાં ઊભેલો કમ્પાઉન્ડ કદાચ વધારે પડતો ધાર્મિક હશે . સાહેબના ગુસ્સાથી નારાજ તો હતો પરંતુ કશું કહે તો તેની નોકરી પર આવી બને. મીહીરે પોતાનો ફોન બંધ કર્યો એટલે નેહાએ બિચારા કમ્પાઉન્ડરના ફોન પર કોલ કર્યો.

"હેલ્લો" મિહિર પોતાનો ગુસ્સો કંટ્રોલ કરીને બોલ્યો.

"નાઉ વોટ? આઈ હેવ ટોલ્ડ યુ આઈ એમ એટ હોસ્પિટલ. પ્લીઝ લેટ મી ડૂ માય જોબ.." નેહાના અટેક ને ડીફેન્ડ કરતો મીહીર બોલ્યો.

તે બંને ઘણી વાર એક-બીજા સાથે આક્ષેપોની કબડ્ડી અને જવાબદારીનો ખો-ખો રમીને કંટાળી ગયા હતા અને અમે સાંભળીને પાકી ગયા હતા. તેથી અંતે મેં મીહીરને કહ્યું કે નેહા સાથે હું વાત કરું. મને એવું ન કરવા ઈશારો કર્યો પરંતુ મને ખબર હતી કે હું શું કરી રહ્યો છું.

"આઈ વિલ ટોક યુ લેટર, ફર્સ્ટ ઓફ ઓલ ટોક ટૂ મી. શાસ્ત્રી." મિહિર કેસ પેપરમાંથી મારું નામ વાંચીને બોલ્યો.

"હેલ્લો મેડમ, સોરી આપની વાતોમાં ખલેલ કરી રહ્યો છું પરંતુ હું માધવી એનજીઓનો મેમ્બર છું. અમે સ્લમ એરિયામાંથી બીમાર બાળકોની સેવા કરીએ છીએ અને આજે હું એવા ૫૦ બાળકોને અહીં હોસ્પિટલમાં ચેક-અપ કરાવવા લાવ્યો છું. જેના સંદર્ભે આપના પતી ડોક્ટર મીહીર સાહેબને પણ આવવું પડ્યું છે. પ્લીઝ મેડમ તમે થોડી વાર પછી કોલ કરોને તો મારા છોકરાઓનુ ચેકઅપ જલદી થઈ જાય. બિચારા સવારના ભૂખ્યા આવ્યા છે. સોરી તમને ડીસ્ટર્બ કરવા બદલ." મેં મીહીરના હાથમાં મોબાઈલ મુકતા કહ્યું.

"નેહા હું તને પછી ફોન કરું ઓકે?" મીહીરે જરા ધીમા સ્વરે કહ્યું.

"સોરી આટલું સરસ કામ કરે છે ને પાછો કહેતો પણ નથી. એનીવે આઈ એમ પ્રોઉંદ ઓફ યુ." નેહાએ કોઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર ફોન મૂકી દીધો.

"થેંક યુ એન્ડ સોરી ટૂ" મિહિર બોલ્યો. મેં કોઈ જવાબ આપવાને બદલે એક સ્મિત કર્યું.

***

અમે ડૉક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા હું વેઇટિંગ પ્લેસની બહાર નીકળી રહ્યો હતો. ત્યારે મધવીએ મને થોડી વાર વેટિંગ પ્લેસમાં બેસવાનો આગ્રહ કર્યો. આમ પણ આટલા બધા સમય બાદ પહેલીવાર તે મારી સાથે બોલી હતી. તો હું તેની વાત કેમ ન માનું.

"રૂમ આખો ખાલી થઇ ગયો હતો. અમારા પછી માત્ર એક પેશન્ટ હતું. તે પણ ડોક્ટરની ચેમ્બરમાં ચાલ્યું ગયું હતું. એટલે હવે ત્યાં હું અને માધવી માત્ર અમે બન્ને જ હતા.વેઇટિંગ પ્લેસ લગભગ ૧૪ x ૨૦ નો હશે. બરાબર મધ્યમાં પાંચ વ્યક્તિઓ બેસી શકે તેટલી બેન્ચની છ કતાર. દરેક કતારની પાછળ ચાલવાવાળા માટે ખાસી એવી સ્પેસ છોડી બીજો કતાર શરૂ કરાઇ હતી.

હું પહેલી રોમા જઈને બેસી ગયો અને માધવી મારી સામે ઉભી રહી. મેં તેને બેસવાનો આગ્રહ કર્યો પરંતુ એને તો ઉભુ જ રહેવું હતું

"બોલ ને કંઈક" માધવી બોલી.

"મને એમ કે તારો મૂડ નહી હોય એટલે હું મૌન રહ્યો હતો આમ પણ નારાજ માણસ કશું બોલે નહીં ને." મેં કહ્યું.

"માનવ આઈ એમ સોરી."

"લે તને પણ સોરી કહેતા આવડે છે. મને એમ કે માત્ર મને જ સોરી આવડે છે.

"તું શરૂ થઈ જતો નહીં. પહેલા સાંભળ. હું તને સોરી એટલા માટે કહું છું કે કાફેમાંથી ગયા પછી મેં તારી સાથે વાત ન કરી. એમ મેં તને ચિંતામાં મૂકી દીધો હશે. પરંતુ તે પણ મને કોલ ના કર્યો." તે બોલી.

"માધવી તારું ચીત્ત સ્થિર નહોતું. તેથી મારી હિંમત ન થઈ. આમ પણ સંબંધ ગુમાવવાથી બહેતર છે સંબંધ શીથીલ રહે, નહીં" મેં તેની આંખમાં આંખ પોરવતા કહ્યું.

"એવું નથી માનવ, હું તને છોડી શકુ? પરંતુ લકીની વાતે મારા મનમાં ઘણા બધા સવાલોના વમળ પેદા કરી દીધા હતા અને જ્યાં સુધી તે સ્થિર નહીં થાય ત્યાં સુધી મને ચેન નહીં પડે. આ વિચારોના સમુદ્ર મંથનમાંથી જે જવાબો રૂપી અમૃત આવશે ને તે મારે આપણા બંને માટે સાચવી રાખવું છે. જેથી આપણો આ એહસાસ કાયમ અમર રહે."

"મતલબ મંથન હજી શરૂ છે મારે રાહ જોવી પડશે ? માધવી મારે કોઈ અમૃત સાથે લેવાદેવા નથી પરંતુ તને તો ખબર જ હશે કે દરેક મંથનમાં અમૃત સાથે ગરલ પણ આવે છે. શું આપણો તે એહસાસ આ ગરલ પીવા માટે તૈયાર છે? કોઈના કૈં પણ કહેવાથી આપણે આપણા સંબંધ પર સવાલ કરવાનો?"

"માનવ સવાલ તો એ જ છે કે આપણા સંબંધનું નામ શું છે?"

"મારા સબંધનું નામ તો "માધવી" છે તારા સબંધનું નામ તને ખબર." મેં માધવીની આંખોમાંથી વરસી રહેલી ઝીણી ઝરમરને લૂછી.

"I love you માનવ" જે રીતે વૃક્ષને વેલ વીંટળાયેલી હોય તેમ માધવી મને ભેટી પડી. તે રડી રહી હતી અને મારી પીઠ પર પ્રેમથી થપ્પડ મારી રહી હતી...


Rate this content
Log in