Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Inspirational Tragedy

3  

Vijay Shah

Inspirational Tragedy

ડીઝઘસ્ટીંગ કેન્સર

ડીઝઘસ્ટીંગ કેન્સર

3 mins
14.1K


 

અમેરિકામાં રહેતા ચંદ્રકાંતભાઈને ગુટકા ખાવા જોઇએ લગભગ ૧૮ કલાક એમના ગલોફામાં એક યા બીજી પણ તમાકુની પ્રોડક્ટ જોઈએ જોઈએ ને જોઈએ. તેમનો દિવસ તે ગુટકાથી શરુ થાય અને રાત્રે સુતી વખતે જ ગલોફું ખાલી થાય. તેમની દીકરી શ્રુતિને ત્યાં નાની દીકરી વાણી આવી. અઢી વરસની થઈ ત્યારે તે પહેલી વાર બોલતી થયેલી..ઘરમાં બધા પાસે જાય અને રમત કરે પણ નાના પાસે ના જાય. ત્યારે ચંદ્રકાંતભાઇએ પૂછ્યુ “બેટા મારી પાસ આવને?”

ત્યારે મોં કટાણું કરીને બોલી “નાના યુ સ્ટીંક..”

“હેં?” નાના તો હબક જ ખાઈ ગયા. પણ જે બોલી હતી તે સત્ય હતું તેથી તે જ દિવસે મનથી નક્કી કર્યુ હવે નો મોર ગુટકા… તે સમયે તેઓ સાસરીમાં હતા અને ચોથે દિવસે બરોબર માથું ચઢ્યું હતું. અને સસરાજી સાથે ગુસ્સે થઈ જવાયું ત્યારે કાંતાએ કહ્યું પણ ખરું “ચંદ્રકાંત, તને થયુ છે શું? તું બાપુજી સાથે ઉંચા અવાજે વાત કરે છે?”

ત્યારે ચંદ્રકાંતે લીધેલી ભિષ્મ પ્રતિજ્ઞા યાદ કરાવતા કહ્યું ”કાંતા તેં છેલ્લા ૩૫ વર્ષથી મારા ગુટખા સહન કર્યા પણ અઢી વરસની વાણી મને એક મીનીટ પણ ના સહન કરી શકી તેથી નો મોર ગુટખા અભિયાનનો આજે ચોથો દિવસ છે.”

કાંતા કહે “ભલે તો તો આ શુભ પ્રયત્ન માટે તમે મને ગમે તેટલા ઘાંટા પાડશો તો ચાલશે.”

“હા પહેલા હતું કે ગુટકા વગર કેમ ચાલે? અને આ વાણીની ટકોરને ચંદ્રકાંત્ભાઈના મને કડક રીતે પકડી તો આજે ચોથા દિવસે પણ ચાલ્યું.”

“તો તું માને છે ને કે મનની તાકાત ઘણી છે?” કાંતાએ કહ્યું.

“હા અને તેથી જ તો તું ધમપછાડા કરતી હતી ત્યારે મેં ગણકાર્યુ નહીં પણ આ વાણીએ સહેજ નાક મચકોડ્યું તો ઝાળ લાગી ગઈ.”

“હવે ક્રેવીંગ નથી ઉઠતા?”

“ક્રેવીંગ ઉઠે છે તો ઉઠે પણ જે વસ્તુ ખરાબ છે તે છે જ.”

મનને સાબૂત કર્યું તો બીજા બે દિવસ નીકળ્યા.

મન અને હ્રદયના દ્વંદ્વમાં કાંતા જ્યારે કહેતી ત્યારે મન પાસે એક અભિવ્યક્તિ એવી હતી કે જે મને ગમતી હોય.. અને તે બહાના હેઠળ આવી જતી.. મને ગમતું નથી.. મૂડ આવતો નથી..ફોકસ થતુ નથી અને મન તે ન છોડવાનાં હજાર બહાના કરતું. પણ આ વખતની વાત જુદી હતી. મને જ નક્કી કર્યુ હતું કે પૌત્રી વાણી જ સાચી છે આ ગુટકા મારી નબળાઈ બને તે કેમ ચાલે?

કાંતા અને શ્રુતિ તો ખુશીની મારી ફુલાતી નહોતી.

આયુર્વેદીક ઘરગથ્થુ દવાઓનો નાનકડો કપ ભર્યો જેમાં આદુ હતું, તલ હતા વળીયારી હતી અજમો હતો અને થોડુંક કોપરુ નાખ્યું અને કહે જ્યારે ક્રેવીંગ થાય ત્યારે આ મોંમાં રાખો અને અગત્યની વાત એ છે કે આમા તંબાકુ નહીં પણ તબીયતને ગુણ કરે તેવા પદાર્થો છે અને સાથે સાથે મનમાં વિચારજો કે વાણી પરણે ત્યાં સુધી જીવવાનું પણ છે ને? આ ગુટખા તમને ૬૦ પણ પુરા નહીં થવા દે. વળી વાણીને શ્રૂતિમમ્મીએ શીખવાડેલું તે બોલી “નાના! ગુટખા ખાય તે વહેલો પીડાઈને નરકે જાય.”

“હા બેટા તું અને તારી મમ્મી અને નાની બધ્ધા સાચા અને હું એકલોજ ખોટો..અને તેથી તો બેટા ગુટખા બંધ અને આ નાની બરણીની દવા ચાલુ….”

મનને નબળું પડવા દે તે નાના નહીં અને પછી તો ચાલુ થયા તંબાકુના અવગાન ગાતી યુ ટ્યુબ પરની ક્લીપો.. જેમાં એક ક્લીપ તો એટલી પ્રભાવિત કે જેમાં બીડી સ્વર્ગની સીડી કહેતા માણસનો અંતિમ તબક્કો જેમાં આખું મોં સુજેલું અને કેન્સર ગ્રસ્ત બતાવે તે જોઈને વાણી અને તેની શ્રૂતિમમ્મી રડે રડે અને કહે “નાના તમને આવું થશે?”

છ મહીને બેંકમાં ખાતુ સરપ્લસ થયુ ત્યારે કાંતા કહે આ જુઓ ગુટખો ગયો તેના કેટલા બધા પૈસા બચ્યા…

અંતે સુખદ દિવસ આવ્યો જ્યારે ત્રણ વર્ષની વાણી નાના પાસે આવીને બેઠી અને કહે “નાના નાવ યુ ડોંટ સ્ટીંક. આઈ એમ સ્યોર, યુ વીલ નોટ ડાઇ વિથ ડીઝગસ્ટીંગ કેન્સર.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational