Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anand Gadhavi

Children Stories Drama Fantasy

3  

Anand Gadhavi

Children Stories Drama Fantasy

વાદળની પાછળ

વાદળની પાછળ

1 min
645


તે સંતાડીને બેઠો હતો પોતાનું મુખ ! જો કે આકાશગંગામાં તેના બીજા ભાઈઓ પણ હતા એવું પવન કહેતો હતો. તેને કોઈને મુખ બતાવવાં માંગતો ન હતો. કેટલાયે મનાવ્યો પણ બસ ! એક જિદ્દી બાળક ગાલ ફુલાવી ને રાતોચોળ બેઠો હતો.


પવન બોલ્યો, " અરે ! કેટલાં વર્ષો આમ ને આમ !?"

સૂર્ય કહે , " દર્પણ મંગાવો , ચેહરો ખુદ જોયા વિના બીજાને શા માટે બતાવું?"

પવન કહે, " એકવાર બહાર તો આવ ! હું તને દર્પણ બતાવું."

સૂર્ય કહે, " નાં રે નાં ભાઈ ! લાવવું હોય તો અહીંયા બીજે ક્યાંય નહિ હો ! "

પવન કહે, " જેવી તારી મરજી."


પાછા વર્ષો નાં વર્ષો વીત્યાં. સૂમસામ વિશ્વ અને સન્નાટો ! એકવાર પવન ફરી ફૂંકાયો. બંધ આંખોમાં રહેલો અંધકાર સૂર્ય ને મૂંઝારો ઉત્પન્ન કરે છે. એકાએક આંખો ખોલી વાદળની પાછળથી ! સમુદ્ર , નદી , ઝરણાંના વિરાટ દર્પણમાં દેખાયો તેનો તેજોમય ચહેરો ! પૂરી દુનિયા એ અજવાળાનો ચેહરો જોયો. કરોડો બંધ નેત્રો ખૂલ્યાં અને કરોડો સૂર્ય દીવડાઓ ઝળહળી ઉઠ્યા. વાદળની પાછળ રહેલી આ બંધ પોપચે બીડાયેલી જાતને ઢંઢોળી કે?


Rate this content
Log in

More gujarati story from Anand Gadhavi