Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

સ્વાર્થી

સ્વાર્થી

1 min
7.1K


સમાચારપત્ર વાંચતા જાય અને એ ગુસ્સો થતા જાય. એક પછી એક ફેરવતા પાનાંઓની સાથે: "આખું વિશ્વ દુઃખી! ક્યાંક કુદરતી આફતો તો ક્યાંક માનવસર્જિત માનવસંહાર. અસુરક્ષિત સ્ત્રીઓ, રાજનૈતિક કૌભાંડો, ચોરી, હત્યા, લૂંટ માર અને માનવી એ કરેલ વાતાવરણની દુર્દશા. બધાજ સ્વાર્થી બની, આંખે પાટા ચઢાવી, સત્યથી મોઢું ફેરવી પોતાની દુનિયામાંજ મગ્ન. જાણે કોઈને કંઈ પડી જ નથી!" ગુસ્સો ઠાલવી, સમાચારપત્ર સમેટી, ચાની ચુસ્કીઓની મજા માણી એ પણ પોતાના કામ પર નીકળી પડ્યા!


Rate this content
Log in