Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Romance

3  

Vijay Shah

Romance

ટર્નીંગ પોઈન્ટ - ૧૯

ટર્નીંગ પોઈન્ટ - ૧૯

5 mins
14.8K


પ્રકરણ : તારી પસંદગીની મહોર

યુનિવર્સલ સ્ટુડીયોનાં વર્ગમા એક્ટીંગ વર્ગમાં પરી સાથે પ્રથમ આવ્યો અને તેનો રૂપા સાથે પરિચય કરાવ્યો. “આમચા માણુસ પ્રથમ. પ્રોજેક્ટ ૩૦માં તારો હીરો. તે પણ તારી સાથે ભણશે”

રૂપાએ પ્રથમ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું “વેલ કમ ઓન બૉર્ડ” પછી પરિને પુછ્યું "તારી સાથે ક્યારે મુલાકાત થઈ ?"

કાલે રાત્રે ૩ વાગે તે લોસ એંજેલસ ઉતરી ગયો હતો. હજી જેટ્લેગ છે પણ યુનિવર્સલમાં ભણવાનું આકર્ષણ એને અહીં લઇ આવ્યું. પ્રિયંકામેમે મને ફોન કરી તેને લઈ જવા કહ્યું અને ટીમને મેળવવા અહીં લાવી છું.

“લેક્ચર શરુ થતા હજી દસ મીનીટ છે ત્યાં સુધી કોફી પીવી હોય તો કેંટિનમાં જઈએ." રૂપાએ ફોર્માલીટી કરી. પ્રથમ આમતો નાટકનો જીવડો એટલે અદા મારીને કહ્યું હા ચાલો જઈએ.

પરીને ફેસ ફીચર તો ગમ્યા પણ અલયની જેમ તરત તે ના ગમ્યો. રૂપા એ પણ કહ્યું, "થોડાક દિવસ આપ એને અમેરિકન થવા. આ દેશી માણસ વધું છે.” કોફી આવી. પીવાઈ પણ ગઇ અને પોત પોતાના ક્લાસમાં ગયા.

અમેરિકન અંગ્રેજીમાં તેને સમજતા શરુઆતમાં તકલીફ પડશે તેવો અંદાજો તો હતો પણ તેતો બહુ સરસ રીતે સમજતો હતો અને પ્રશ્નો પણ પુછતો હતો. એટલે એક બાબતની હાશ થઈ આમેય પ્રિયંકાજી કંઈ કાચુ કાપે તેવા તો નહોતાજ. આ વખતે ઘટના અપાતી હતી અને ડાયલોગ લખવાના હતા અને પછી તે ભજવવાના પણ હતાં.

અંગ્રેજીમા અમેરિકન ઉચ્ચારણ પ્રથમનાં આવતા નહોંતા પણ ડાયલોગ ડીલીવરી સચોટ હતી. ભાવો અને છટા પણ સરસ આવતી હતી. ત્રણ કલાકનાં અંતે લંચ બ્રેક પડ્યો ત્યારે પ્રોફેસર માર્ક તેને સોમાંથી સો માર્ક આપી ચુક્યા હતા અને પ્રિયંકા મેમને કહી ચુક્યા હતા કે આ એક્ટર પણ રૂપાની જેમજ તમારી એસૅટ બનશે. પ્રિયંકા મેમનો જવાબ હતો. તે સ્ટેજનો સફળ કલાકાર છે તેથી કેમેરા સામે તેને તકલીફ નહિં જ પડે.હા અંગ્રેજી ફીલ્મ માટે ઈ.એસ.એલ. કોર્સ કરવા પડશે. બપોરે રૂપા સાથે પ્રથમ પ્રિયંકા મેમનાં પ્રોડક્શન યુનિટ પર પહોંચતા પહેલા થોડીક પર્સનલ હાઈજીનની વસ્તુ લેવા ગયો. થોડા કપડા લીધા અને દાઢી કરીને તૈયાર થઈ ગયો. સફેદ જર્સી અને રોયલ બ્લુ પેંટ્માં પાંચજ મીનીટમાં તૈયાર થઈને આવી ગયો.

અમેરિકન પ્રણાલીથી તે વાકેફ હતો એટલે કેન્ટી માં ક્વિક સેંડવીચ લંચ બનાવી ઓરેંજ જ્યુસ સાથે ઝડપથી ખાઇ લીધું. પ્રિયંકા મેમ ફ્રી થયા ત્યારે તારિખોમાં ક્લેશ થતો હતો તેથી પરી પહેલા પંદર દિવસ જ પ્રોજક્ટ ૩૦માં હતી. પછી તે અમેરિકન સીરીયલમાં સક્રિય થવાની હતી.

આજે સાઇનિંગ સેરીમની હતી જેમાં ત્રણે જણાને પહેલા નેવું દિવસ કામ કરવાનું હતું પણ પરિ પાર્ટટાઈમ હતી અને સળંગ પણ નહોંતી. સૌને કહાણીની ફાઇલ મળી. પહેલે દિવસ થનારું શુટીંગનાં દ્રશ્યો મળ્યા અને કવર પણ અમેરિકન નિયમો પ્રમાણે કોને કેટલું મળ્યુંની ચર્ચા નહોંતી. “પ્રેમદિવાની રાધા” ભારતમાં અને વિદેશમાં વેચાઇ ગઈ હતી અને પ્રમોશનોનાં પરિણામો સફળ આવ્યા હતા. સેંસરમાંથી નીકળે એટલે તરત તે રીલીઝ થવાની છે. પહેલા પાનાને વાંચી તૈયાર થવા માટે તીસ મીનીટ અપાઇ હતી. સાથે સાથે મેકપ અને સાજ શૃંગાર થતા હતા.

સૅટ રાજ મહેલ જેવો તૈયાર થયો હતો અને રાજ નર્તકીનાં રોલમાં રૂપા હતી અને રાજ કુમારનાં પાત્રમાં પ્રથમ હતો. રૂપાને ફ્ક્ત ઝાંઝર ખણ ખણાવવાનાં હતા. આખો ડાય્લોગ પ્રથમે બોલવાનો હતો. ગળામાં શ્વાસ ભરીને રાજ કુમારની અદામાં પ્રથમ બોલવા લાગ્યો

“રાજ નર્તકી એમ ન વિચારીશ કે હું અન્ય રાજ ઘરાનાનાં રાજ્કુંવરની જેમ તને ભોગવીને જતો રહીશ. કે સ્વર્ણ મુદ્રાઓનો ઢગલો કરીને થનારા સંતાનો સાથે તને છોડી દઈશ. ના તારું સ્થાન તો મારા હ્ર્દયમાં છે. તારા ઝાંઝરનો રણકાર સ્પષ્ટ કહે છે તને મારા ઉપર વિશ્વાસ નથી. પ્રિયે વિશ્વાસ કર.. વિશ્વાસ કર..

એક પણ કટ વિના મુહુર્ત શોટ પુરો થયો તે નવાઈ હતી. પ્રિયંકા મેમે શૂટીંગ જોયું દ્રશ્ય સમજ્યા અને પરી નો પણ ખભો થાબડ્યો.રૂપાનાં ભાગે ખાસ રોલ નહોંતો તો પણ પરી તેનાં ચહેરાની ભાષા કંડારતી હતી તેના ચહેરા ઉપર અક્ષર નહોંતો .તે દ્ર્શ્ય્માં ગળાડૂબ હતી.

પરી તું અને રૂપા મને લાગે છે કે ,મારા મનનાં ઉંડાણોને સરસ રીતે સમજી લો છો. જ્યાં જેવી જરુર હતી તેવો રણકાર મારા કહ્યા વિના નીકળતો જતો હતો. ઘડીયાળ હજી ૨ બતાવતી હતી. બીજો શોટ તૈયાર કરવાનાં સિગ્નલ સાથે તેમને તૈયારી કરવા ૧૫ મિનિટ આપી.

પરી બોલી રૂપાભાભી સાંભળ્યુંને મેડમે તમારા કામને કેટલું વખાણ્યું ?

હું ગુગલમાં જોતી હતી અભિનય બોલ્યા વિના પણ થાય અને તેમાં તેમણે નગારાનાં તાલ ઉપર ચહેરાનાં બદલાતા ભાવો સાથે ચારેક મીનીટ્ની વીડીઓ જોયાનું યાદ આવ્યું અને આજનાં મ્યુઝીક સાથે ભાવ ભંગીમાઓ બનાવી.. મને પણ મઝા આવતી હતી. પ્રથમનો ડાયલોગ આ ભાવ ભંગીમાઓમાં જાન પુરતો હતો. ખાસ તો એ જ્યારે બોલ્યો પ્રિયે વિશ્વાસ કર ત્યારે તો હું પણ એના ડાયલોગમાં ગળા ડૂબ હતી. તારો કેમેરો મને બરોબર કંડારતો હતો.

પ્રિયંકા મેમ આ બધું સાંભળતા હતા અને તેથી બોલ્યા “તમારી પેઢીને ખાલી ધ્યેય જ બતાવવાનું હોય છે પછી રસ્તોતો આપમેળે શોધી નાખો છો.”

પરીને પુછતા પ્રથમ બોલ્યો “માફ કરજો મને પણ થોડી જાણવાની ઇચ્છા થઈ એટલે પુછુ છું, "તમે એવું બોલ્યા કે રૂપા ભાભી એટલે ?”

“હા મારી ભાભલડી છે આપની હીરોઈન. મારો ભાઈ અક્ષર ડૉકટરીનું ભણે છે સાન એન્ટોનીયોમાં. તેઓ ઘણા સમયથી ડેટિંગ કરે છે. ભણતર પુરુ થશે પછી તેઓનાં લગ્ન થશે. “

“આપે મારા વિશે તો પુછી લીધું. હવે તમારો પણ પરિચય આપો ખરું ને પરી?

હું રાઈસ યુનિવર્સિટિનો એમ.બી.એ છું નાટક્નો ખૂબ જ શોખ તેથી ભણ્યો અને ડીપ્લોમા ઇન ડ્રામેટીક્સ કર્યુ અને ટેલેંટ સર્ચમાં સ્વિકારાયો. મને ફીલ્મ અને નાટક્માં અઘરું સ્ટેજ પરનું કામ છે. ફીલ્મોમાં કટ કહી ભુલ સુધારાઇ શકાય છે તેથી હું એક પ્રયત્ન જ કરું છું મને શ્રધ્ધા છે મને બ્રેક મળશે જ.

“પછી ભારતમાં રહેવું છે કે અમેરિકામાં ?”

“બ્રેક મળશે તો અમેરિકામાં.”

“પ્રિયંકા મેમનાં પ્રોજેક્ટમાં સફળતા તો નક્કી જ હોય છે”

“તો પછી અમેરિકા બોર્ન છોકરી શોધીને અહીં જ સ્થીર થઈ જઈશ”

પરી સામે પરવાનગી માંગતી નજરે રૂપાએ જોયું. પરીએ નજર ના મિલાવી એટલે રૂપાએ વાત આગળ ના ચલાવી

‘બીજો સેટ રેડી હતો. શૂટીંગ ચાલુ થવા માંડ્યું. પરીની નજરમાં દ્વીધા હતી. આતો અમેરિકામાં ભણેલો છે પાછો મંબઈનો છે. આવું જ પાત્ર મમ્મી શોધતી હતીને. તેની નજર શુટીગ કરતા કરતા તેની સારી અને નરસી વાતો શોધવા માંડી. અલય સાથે તેનું મન સરખામણી કરવા માંડ્યું. તેનું મન અને હ્રદય દ્વીધા અનુભવતું હતું.. સાંજે મા સાથે વાત કર્યા પછી નિર્ણય લઈશ અને આજે ને આજે ક્યાં કશું થવાનું છે. ઉપર વાળા એ જે નિર્ધાર્યું હશે તે થશે.. સાંજે ઘરે પહોંચતાની સાથે મમ્મી બોલી “પ્રથમ કેવો છે ?”

“સારો. પણ તું જે રીતે પુછે છે તે રીતે હજી તેના વિશે બહું માહિતી નથી ભેગી કરી”

“જો પ્રિયંકાબહેને પપ્પાને એ વિશે અંદાજો આપ્યોછે. રાઈસ યુનિવર્સીટિમાં તે એમ.બી.એ. થઈને અહીં આવ્યો છે. અમેરિકામાં સાત વર્ષથી છે ફીલ્મમાં કામ કરતા પહેલા સ્ટેજ ઉપર બહું કામ કર્યું છે. ભુલેશ્વર પાસે તેની મમ્મી અને પપ્પા રહે છે. સ્ટેજ કોંપીટીશનમાં ટોપ થઈને વીનર તરીકે આપની પાસે અહી આવ્યો છે. મારે તેને મળવું છે તું તેને અહી લાવજે પણ તારી પસંદગીની મહોર વાગ્યા પછી.”

“આપણા એપાર્ટ્મેંટમાં જ ત્રણ મહીના માટે રોકાયો છે. મારાથી જલ્દી તે દિશામાં નિર્ણય નહીં અપાય. અલયની જેમ પહેલી નજરે મને ગમ્યો નથી વધુંતો શું કહું ? પરી સહજ ભાવથી બોલી...

ક્રમશ:

 

 


Rate this content
Log in

Similar gujarati story from Romance