Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khushbu Shah

Drama Thriller

5.0  

Khushbu Shah

Drama Thriller

અરીસાની બીજી તરફ

અરીસાની બીજી તરફ

2 mins
732


મિ. એઝેડને ખૂબ જ યાતના આપો, આવું કામ તો કોઈ હૈવાન જ કરી શકે."

" હા સાચે જ, કોણ વગર મકસદ આટલા યુવાન લોકોને મારે? ભાઈ ખબર નહિ ઓનલાઇન ગેમ રમનારા લોકો પ્રત્યે આને શું નફરત હતી, કેમ આવી વ્હાઇટ વ્હેલ નામની ગેમ બનાવી આટલા લોકોનો જીવ લીધો?"

અવારનવાર મિ.એઝેડ પોતાના વિશે આવી વાતો સાંભળતો હતો, તેને એવી ગેમ બનાવી હતી જેના અંતિમ લેવલ પર તે ગેમ રમનારને પોતાનો જીવ આપી દેવા મજબૂર કરતો.આમ, તો તેને કમ્પ્યૂટર અને સાઇકોલોજીને લગતી ઘણી પુસ્તકો વાંચી હતી,પરંતુ પોતાના જ્ઞાનનો તેને દુરુપયોગ કર્યો. હવે તે પસ્તાઈ રહ્યો હતો, તેને વારંવાર થતાં અપમાન અને યાતનાને કારણે મરવું હતું,પણ મોત આવતી ન હતી.

એક દિવસ તે અરીસામાં જોઈ રહ્યો હતો પોતાને અને કોશી રહ્યો હતો, ત્યાં જ તેને અરીસામાં પોતાનું પ્રતિબિંબ બદલાયેલું દેખાયું.

"તું - તું કોણ છે?"-મિ.એઝેડ થોડું ગભરાઇ ગયો.

"તારું વિરુધ્ધ વ્યક્તિત્વ.ખબર છે આજે હું ખુબ જ ખુશ છું. મેં ડિપ્રેસ(હતાશ) રહેતા લોકોને ઉત્સાહી બનાવતાં પ્રેરણાત્મક વિડિઓઝ અને ગેમ બનાવ્યા હતા,આજે એને લીધે મને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો"-અરીસાનું પ્રતિબિંબ બોલી રહ્યું હતું.

"તું શું કરે, તને ખબર છે તારી ગેમને લીધે કેટલાએ પોતાનો જીવ ગુમાવ્યો, તને લાગ્યું કે યુવાઓ ગેરમાર્ગે છે, તો તું એમને પ્રેરણા આપતી ગેમ બનાવતે ને.''-પ્રતિબિંબ થોભ્યા વગર બોલતું હતું.

"પણ એ લોકો સમાજને માટે બોજારુપ હતા તેથી મેં એવું કર્યું."-મિ.એઝેડ સફાઈ આપી રહ્યા હતા.

"બોજારુપ? દુનિયા પોતાની રીતે ચાલે છે. બધાને પોતાના સાચા-ખોટાની સમાજ હોય છે.તું તારા જ્ઞાનનો સદમાર્ગે ઉપયોગ કરતે તો આજે મારી જેમ એક પ્રતિષ્ઠિત વ્યક્તિનું જીવન જીવતે."પ્રતિબિંબ મિ.એઝેડ પર હસી રહ્યું હતું.

મિ.એઝેડએ ચીસાચીસ કરી,જોરથી અરીસા પર હાથ પટક્યો,હાથ લોહીલુહાણ થઇ ગયો.ડોક્ટરે તપાસ્યું,તે અવિરતપણે બોલી રહ્યો હતો- "અરીસામાં ભૂત છે અને મેં પણ કાશ ! મેં આવું ન કર્યું હોત. "

પણ હવે બહુ વાર થઇ ગઈ હતી.ડોક્ટરે તેને પાગલ કરાર કર્યો અને તેને જેલમાંથી પાગલખાનામાં ખસેડાયો અને ત્યાં જ તેને હતાશામાં પોતાનો જીવ લઇ લીધો.

ન્યુઝપેપરમાં હેડલાઈનો આવી " દુનિયાને સાફ કરવાવાળો પોતે જ સાફ થઇ ગયો. સારું જ થયું."



Rate this content
Log in

Similar gujarati story from Drama