Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Others

3  

Daxa Ramesh

Others

જન્માષ્ટમી

જન્માષ્ટમી

1 min
7.6K


કાલહઃ પિબતી તદ રસમ્ ...

કહ્યું છે કે, સમય વીતતો જાય તેમ, બધી જ વસ્તુ ફિક્કી થતી જાય,

કાળ, મતલબ સમય કોઈ પણ નો રસ, એનું મહત્વ, પી જાય છે. એટલે કે, સમય મહત્વ ઘટાડી નાખે છે.

પણ, "જગતગુરુ શ્રી કૃષ્ણ" આમાંથી બાકાત છે. પાચ હજાર વર્ષ પહેલાં જન્મેલા, આ કાનુડો ! શું હતો અને શું એનું કાર્ય કે શું કરી એને લીલા ?

એ તો જગવિખ્યાત છે ! એની મહાનતાની પરાશીશીનો પાર નથી કે આટલા વર્ષેય એના જન્મોત્સવની ઉજવણીમાં ક્યારેય ઓટ નથી આવી.

દેશના કેટલાયે વિસ્તારમાં, ગામડે ગામડે, નગર નગર અને શહેરો ને શહેરોમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળે !

વિશ્વના અનેક દેશોમાં, પણ, ખૂણે ખાંચરે, અનેક સ્થળોએ જન્માષ્ટમી ઉજવતી જ હશે.

ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો પુરાવો છે કે શ્રી કૃષ્ણ પ્રત્યે માનવનો ભાવ તો ઓછો થયો જ નથી અને થશે પણ નહીં. ભવ્યાતિભવ્ય, અલૌકિક તત્વ માટે લખવા માટે બુદ્ધિ અને કલમ બન્ને ટૂંકા પડે છે ! શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે એમને ભાવપૂર્ણ નમસ્કાર કરીને પ્રાર્થના કરીએ કે ભગવાન તમને ભજીએ છીએ, તમને માનીએ છીએ, પણ, એવા જ ભાવ અને પૂર્ણશ્રદ્ધાથી, બુદ્ધિપૂર્વક અને મહત્તમ શક્તિથી, તમારુ કીધેલું, પણ માનીએ !

જય શ્રી કૃષ્ણ.


Rate this content
Log in